આ દુનિયામાં સોંથી નિસ્વાર્થ પ્રેમ હોય તો એ માતૃ પ્રેમ છે ,કહેવાય છે ને માં જેવો પ્રેમ તમને દુનિયાની કોઈ બોજિ વ્યક્તિ ના આપી શકે ,
સ્વયં ભગવાન બધે અવતરિત્ નથી થઈ શક્તા તે માટે એમને માનું સર્જન કર્યું છે જેના દ્વારા શ્રુશ્તિ નું લાલન્ પાલન થાય છે માત્ર મનુષ્ય જ્ નહીં પરંતુ દરેક પશુ ,પંખી ને પણ તેમની માતા એટલો જ્ પ્રેમ કરે છે જેટલો આપણ ને આપણી માં,
હા એટલું જાણું છું કે બધે લાગણી નો સબંધ એક જેવો હોતો નથી અમુક લોકો જીવનમાં આગલ વધતાં પોતાની માં ને પણ ભૂલી જાય છે, હવે આવું કેમ એ ભગવાન જાણે એમની મનોવ્યથા ,
મારા જીવનમાં મને મળેલો માતૃ પ્રેમ એટલે મારા નાની ,મારા બા અને મારી મમ્મી આ ત્રણ એટલે મારો મારું જીવન પણ અત્યારે માત્ર મારી માં જ્ મારી સાથે છે😔
જ્યારે નાનો હતો ત્યારે નાની પાસેથી મળેલો વહાલ રૂપી પ્રેમ એનો કંઈક અલગ જ્ આનંદ હતો , નાની ની એ વાતો જે તમે મને શીખવી છે એ કયારેય ના વીસરાય
નાની કહેતા કોઈ પણ પ્રાણી કે પંખી ને સ્વતંત્ર રીતે જીવવાનો હક છે અને આપણે માનવ છિએ આપનિ ફરજ છે કે આપણે આપણા લાભ માટે એમને હાનિ ના પહોચાદવિ જોઈએ ,
નાની કહેતા ભલે બધા આહાર કડી ને માન્ય રાખતા હોય અને એમ કહેતા હોય કે એક જીવ બીજા જીવ ઉપર આધાર રાખે છે પરંતુ આપણે વિચારવું જોઈએ કે આપણે મનુષ્ય છિએ ને એમની સાંભળ આપણે રાખવી જોઇએ ,
નાની હંમેશા કહેતા કે તું કયારેય માંસ નું સેવન ના કરતો એટલે જ્ મેં વચન આપેલું નાની ને અને તે પછી તો મમ્મી ને અને દીદી ને પણ મેં વચન આપેલું કે કયારેય જીવનમાં નહીં કરું એનું સેવન ,આમ તો અમે બધા જ્ શાકાહારી તો પણ નાની એ વચન માગેલું મારી પાસે ,
નાની કોઈ જીવ ને અંતિમ સમય માં જોઈ જાય તો તરત જ્ ગીતા ના 15 માં અધ્યાય નો જપ કરતા ભલે એ કોઈ પણ જીવ હોય ,નાની ને એ શ્લોકો મોઢે હતા અને હું એ શ્લોકો ને ગીતા માથિ જોઈ ને પણ બોલું તો ગોથા ખાઈ જાઉં છું અમુક શબ્દો માં,
મારી બીજી માં એટલે મારા બા ,જ્યારે નાની દેવલોક થયા ત્યાં પછી બા એ મમ્મી ને નાની જેટલો જ્ પ્રેમ આપ્યો એમને મમ્મી ને નાની ના જેટલો જ્ પ્રેમ આપ્યો અને મને પણ ,
મારા બા ની એક ખાસ વાત એ હતી કે એ મને હંમેશા કહેતા જીવન માં કયારેય મનથી નહીં હારવાનું , જ્યારે હું 11 th માં હતો એ વખતે એકવાર મારા સર એ મારી ઉપર એક કોમેન્ટ કરી હતી અને એ પણ જીવનના પાર્ટ 2 ઉપ્પર કે હું લોહી કેમ નથી લેતો સર એ એ એટલે બોલે લૂ કે એમને ધર્મ ની અમુક બાબતો માં ખબર ના પડતી એ કંઈક અલગ બોલતા તો હું ક્લાસ વચ્ચે એમનો વિરોધ કરતો એટલે જ્ એમને એ દિવસે મારી ઉપર એવિ ડબલ મીનિંગ વાળી કૉમેન્ટ કરેલી પણ એ દિવસે મેં ખૂબ નારઝ્ હતો ઘરે આવ્યો તો બા એ કહ્યું શું થયું મેં કઈ ના બોલ્યો પણ જમતા જમતા મમ્મી મને જોઈ ને સમજી ગઈ કે કંઈક તો થયું છે જ્યારે મેં એ વાત કરી ત્યારે બા એ મને સમજાવ્યો,
બા એ એક વાત કરી કે જો તારી ભૂલ નથી તું સેમ તારા દાદા જેવો છે , પણ તારે એવી વાતો માં ન્ પડવાનું એ ભલે ગમે તેમ તને રોક્વનિ કોસીસ કરે તું બોલતો જ્ રહેજે જ્યાં એ કઈ ગલત બોલે ધર્મ વિશે તું જરૂર્ વિરોધ કરજે, અને એક વાત પણ કહેલી જેથી હું હસી ગયેલો કે જો તારા દાદા હોત તો તારા એ સર ના ગાલ જરૂર લાલ હોતા 😊
મને એ દિવસે એક નવી પ્રેરણા મળી કે જો આપણે સાચા હોઈએ તો લોકો ની નિંદા થી ડરવાની કોઈ જરૂર નથી ,મારી બા સાથે ખૂબ જ્ મજાક મસ્તી થતો કોઈ દિવસ હું એમને દાદા ના એ રહસ્યમય જીવન વિશે પણ પુછતો પણ બા મને એમ જ્ કહેતા જો માણસ થી જીવનમાં એક ભૂલ થાય પણ આપણે એમના હકારાત્મક ગુણો ને જ્ ધ્યાન માં લેવાના અને એવી ભૂલ તું ના કરતો એ ધ્યાન રાખજે અને જો અમુક અનુભવો પોતે કરવા જરૂરી નથી અમુક વાતો બીજા ના અનુભવો માંથી પણ શીખ વાનીહોય છે ,
મારી મમ્મી એ મારી લાગણી મને અમુક વાર તો જોતાં જ્ કહી દે કે હું કંઈક મૂંઝવણ માં છું , અત્યારે પણ મમ્મી બા વગર એક્લતા અનુભવે છે કારણ કે નાની ના ગયા પછી મમ્મી ની ખૂબ નજીક હતા બા , એટલે મમ્મી તો ખૂબ જ્ મિસ કરે બા અને નાની ને ,
જ્યારે હું કંઈક મુંજવણ માં હોઉં એટલે નાનિ ,બા અને મમ્મી ના એ અણમોલ વિચારો નો સહારો લાઉ જે મને હંમેશા મદદ કરે છે ,
કહેવાય છે ને કે જીવન તો કુદરત ને આધીન છે પરંતુ એક માં જ્ એવી હોય છે જે પોતાનું આખુ જીવન પોતાના બાળકો ને અર્પણ કરે છે એમની ખુશી માટે હંમેશા પોતાનું ઘણું બલિદાન આપતી હોય છે ,
બાકી એક વાત તો સાચી છે કે કોઈ પણ સબંધ માં લાગણી હોવી ઓઇએ પછી એ તમારાં વિચારો ઉપર અને નિયતિ થી વિશેષ કઈ નથી હોતુ પણ એક માતા પોતાના બાળક માટે નિયતિ નો પણ સામનો કરી શકે છે ,પણ બાળક ????????????
આજ્ પ્રશ્ન નડે છે બધે ,
જય મુરલી મનોહર 😊🙏🙏