Endurance (an innocent person) in Gujarati Short Stories by Kuldip Sadiya books and stories PDF | સહનશક્તિ ( એક નિર્દોષ વ્યક્તિ )

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

સહનશક્તિ ( એક નિર્દોષ વ્યક્તિ )

સહનશક્તિ ( એક નિર્દોષ વ્યક્તિ )

cafe માં એક છોકરો એકદમ ચૂપચાપ બેઠો હતો , cafe નો owner કયાર નો તે પેલા છોકરા સામે જોઈ છે , અને તેના વર્કર ને પૂછે છે કે પેલો છોકરો બેઠો તેને શું ઑર્ડર આપ્યો છે , તો વર્કર; ચા , ઓકે સારું જા તું તારું કામ કર , owner મનમાં ને મનમાં વિચારે છે, કઈક તો થયું છે નયતર આમ કોઈ cafe માં એકલું ના બેઠું હોય , owner તે છોકરા પાસે જાઈ છે અને પૂછે છે ; એલા ભાઈ તું આમ શાંત કેમ બેઠો છે , કઈ નઈ સર મારા મિત્રો આવે છે , એ બધાની રાહે બેઠો છું , ના ભાઈ તારા મિત્રો ને આવવું હોત તો ક્યારના આવી ગયા હોત , તું છેલ્લી ત્રણ કલાક થી એમનમ બેઠો છે વાત શું છે ભાઈ કઈ ટેન્શન તો નથી ને , જો હોય તો તું મને મોટો ભાઈ સમજીને કઈ શક ,ના ના સર કઈ ખાસ વાત તો નથી પણ, ; હા બસ પણ નો જ જવાબ જોઈએ છે મારે પણ શું owner પુછે છે ; સર તમે કોઈ દિવસ મોહબ્બત કરી છે , હા પણ કેમ owner બોલે છે , ના ખાલી પૂછું છું ,મે પણ કરી છે , ઓકે તો છોકરીનું મેટર છે, ના સર ખાલી છોકરીથી કઈ ફેર નથી પડતો , rejection તો હું બચપન થી જોતો આવું છું, તો છોકરી થી નઈ તો શેનાથી તું એટલો નિરાશ છે , છોકરો બોલે છે !!
સર મારી ઉંમર 26 થઈ છે , જ્યાર થી હું સમજતા શીખ્યો ત્યારથી હું નિષ્ફળતા અનુભવું છું ,પછી એ પ્રેમ ની વાત હોય કે બીજી કોઈ વાત,, પણ થયું છે શું,,, owner બોલે છે, સર તમને હું છેલ્લી ત્રણ કલાક થી અહી બેઠેલો દેખાવ છું પણ મારી બાજુમાં આ મારો સમાન ના દેખાણો , હા પણ તું ભાઈ સમાન લઈને કેમ ફરે છે , સર ફરતો નથી મને રૂમ પરથી કાઢી મૂક્યો છે અને મજાની વાતતો એ છે કે એ મારા બચપન ના મિત્રો છે , જેના પર હુ આંખ બંધ કરીને વિશ્વાસ કરતો હતો , હે,,, પણ તને ઘરની બહાર કાઢ્યો કેમ ? Owner ( આશ્ચર્ય થી પૂછે છે )
સર એ વાત નો જવાબ તો મારા પાસે પણ નથી , મને કઈ કીધું જ નઈ કે મને ઘરમાં કેમ ન આવવા ના દીધો, સર બે દિવસ પેહલા મારી જોબ પણ છૂટી ગઈ છે , અને હવે ઘર !
તો તારા માં - બાપ ?
છે ને ગામડે છે , હું શું કહું એ લોકો ને કે તમારો દીકરો અહીંયા નોકરી વગરનો થઈ ગયો છે , અને જે લોકો ને તમે તમારા દીકરા જેવા સમજતા એ જ લોકોએ તમારા દીકરાને ઘરની બહાર કાઢી મૂક્યો છે , મારા માં - બાપ ખૂબ સીધા અને સરળ માણસો છે એ આ વસ્તુ સહન નઈ કરી શકે સર !
તો ભાઈ તે આગળ શું વિચાર્યું છે
( owner થોડા નિરાશ થતાં બોલે છે )
ખબર નઈ સર આગળ કઈ વિચાર્યું તો નથી ,
ખરેખર તો મારી વિચાર શક્તિ જ ખતમ થઈ ગઈ છે , કે શું કરું ને શું ના કરું ,,,
I feel that I am very depressed ,,,
અરે , અરે, બચ્ચા એવું ના વિચાર બધું સારું થઈ જશે ! ( Owner છોકરા ના ખંભે હાથ રાખતા કહે છે ) પણ સર જો ખાલી આ વાત હોય તો પણ હું મારા મન ને પાછું વાળી લવ કે મારાથી કંઈ ભૂલ થઈ હસે , પણ સર life માંથી દુઃખ જતાજ નથી , મતલબ હજી પણ છે , ( owner આશ્ચર્ય થી પૂછે છે ) સર મે જે તમને કીધું એ તો કઈ છે જ નઈ એતો મારા જીવનનું ૧૦% જ છે , ઓકે તો તું તારું મન હળવું કરી નાખ તારે જે કેહવુ હોય , તારા મન માં જે દુઃખ દર્દ જે હોય એ કહી દે હું અહ્યા જ બેઠો છું , તો સાંભળો સર છોકરો બોલે છે ,,,,

સર મારા જીવનની તો ખૂબ મોટી વાતું છે , તમે કંટાળી જાસો ,ના ના ભાઈ તું તારે તારા જીવન નું કઈ પણ કેહવુ હોય તું કહી સક ,
ના સર ક્યારેક પછી વાત ,,, ઓકે હાલ વાંધો નઈ પછી ક્યારે,,, પણ એક વાત તો કે ,તારે કેવી જ જૉસે, ઓકે હાલો પૂછો,,,, તારા મિત્રોએ તને રૂમ પર ન આવવા દીધો બરાબર ને, તો એના પ્રતેય તારા મન માં શું છે ( પોઝિટિવ કે નેગેટિવ ) , જો જે સાચું કહેજે
( owner થોડું સ્મિત કરતા પૂછે છે )
સર સાચું કવ કે ખોટું ,,
સાચું જ હો,,,,,( owner બોલે છે)
ઓકે સર , સર મારા મિત્રો મારા જ છે , હું એ લોકોને ખૂબ પ્રેમ કરું છું , આ વાત એ લોકો ને પણ ખબર છે , અને એ લોકો પણ ખૂબ પ્રેમ કરે છે મને પણ ખબર છે , તો ભાઈ તને રૂમ પર થી કાઢી કેમ મેલ્યો , ના ના સર એવું નથી હું જ્યારે આ શહેર માં આવ્યો ત્યારે એ લોકો એ જ મને સાચવ્યો હતો , એ લોકો એ મારી ઘણી મદદ કરી છે , મારા ઉપર એ લોકોનો ઘણો ઉપકાર છે જે હું ક્યારેય નહી ભૂલીશ , પણ અત્યારે મને ન આવવા દીધો ઘરમાં એનું કારણ એ હસે કે એ લોકો ને કઈક misunderstanding થઈ ગઈ હસે એટલે , બાકી એ લોકો પણ મને ખૂબ પ્રેમ કરે છે ,
વાહ ભાઈ વાહ તારી જોડે એટલું થવા છતાંય તુ તારા મિત્રો ના વખાણ કરે છે , ધન્ય છે તારી મિત્રતા ને દોસ્ત , ( owner છોકરા ને હસીને કહે છે ) ધન્યવાદ સર ,
પણ તે હવે આગળ શું વિચાર્યું છે
( owner પૂછે છે )
કઈ વિચાર્યું તો નથી,,,
ઓકે તો તું એક કામ કર તું મારા cafe માં કામ કરીશ ? તું અત્યારે અહીંયા કામ કર જ્યા સુધી બીજી સારી જોબ ના મળે ત્યાં સુધી અને જો મળી જાય તો આ છોડી દેજે , પણ સર ,,,, પણ વણ કઈ નઈ જ્યા સુધી તને બીજુ કામ ન મળે ત્યાં સુધી તું અહીંયા જ કામ કરજે , અને હા તારું રેહવા માટે નું પણ જોવું પડશે ને ,( owner બોલે છે )
ના ના સર એટલી તકલીફ લ્યો માં હું કરી લઈશ કંઇક ! હાલ તું મારી સાથે આવી જજે તારું રેહવાનું પણ થઈ જસે , અરે,,, સર ,,
હું તમારો ઉપકાર કેમ ઉતારીસ ,
ઉપકારની વાત નથી દોસ્ત તારી માણસાઈ, અને તારી સહનશક્તિ ને જોઇને કોઇ પણ વ્યક્તિ તારી મદદ કરશે જ , ને હાલ હવે ટાઈમ ખોટી કરમાં સમાન ઉપાડ,,
ઓકે સર ચાલો ,,,
( બસ તો આ હતી એક નાની વાર્તા જે કહે છે કે , તમારા જીવન માં ક્યારેય પણ ઉતાર ચડાવ આવે તો નિરાશ ના થવું જોઈએ , કારણ કે તમારા જીવન માં પણ કોઈના કોઈ cafe owner જેવા મળી જ જસે , બસ ખાલી સર્ત એટલી છે કે વિશ્વાસ હોવો જોઈએ ખુદ પર અને મદદ કરનાર પર )
ધન્યવાદ !!!!!