Divya - 1 in Gujarati Short Stories by Kaushal Upadhyay books and stories PDF | દિવ્યા - 1

Featured Books
Categories
Share

દિવ્યા - 1

રાજકોટ
- આ આજથી સાત વર્ષ પહેલાંની વાત છે 2016 ની સાલ દિવ્યા સ્કૂલની બસ માંથી ઉતરી પોતાના ઘરે જવા શેરી માં વળી રોજ ની જેમ બસ ના ક્લીનર ને આવજો કેવા હાથ ઉચો કર્યો અને બસ ચાલુ થઈ થોડી જ ક્ષણો માં બસ દેખાતી બંધ થઈ અને તરત જ શેરીમાં એક ઇનોવા કાર ધીમે થી આવી દિવ્યા ની બાજુમાં ઉભી રહી એમાં થી એક માણસ નીચે ઉતર્યો અને ખોટું એડ્રેસ પૂછવા લાગ્યો ત્યાં એક બાઇક ત્યાં આવી એ દિવ્યા નીકળી ના શકે તેમ ઊભી રહી અને જોત જોતામાં હજી અંજુ કંઈ સમજે એ પહેલા એને પકડી ઇનોવા કાર માં બેસાડી દીધી અને પૂરપાટ જડપે કાર શેરીની બહાર નીકળી ગઈ...

- દિવ્યા બીજું કોઈ નહિ પણ વડોદરાના પોલીસ ઇન્સ્પેક્ટર ની એકની એક લાડલી ભાણેજ.

અનિરુદ્ધ સિંહ ઝાલા એક એવું નામ જે વડોદરા ના સિંઘમ તરીકે પ્રખ્યાત
એક દમ તેજ સ્વભાવ પણ કટ્ટર ઈમાનદાર
અને પોતાના પરિવાર સાથે એકદમ લાગણીશીલ જે તેનો એક માત્ર તેની કમજોરી...

ઝાલા સાહેબ ને માત્ર એક બહેન ક્રિષ્નાબા
અને દિવ્યા એ ક્રિષ્નાબા ની દીકરી

દિવ્યા માત્ર ત્રણ વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયેલું જેને રાજકોટમાં કાપડ નો મોટો વેપાર હતો અને નામ પણ મોટું અને પૈસા પણ ખૂબ...

એક દિવસ રાત્રે અચાનક ક્રિષ્ના બા નો દરવાજો ખખડ્યો - લગભગ તેઓ સૂવાની જ તૈયારી માં હતા કારણ કે રાત્રીના અગિયાર વાગી ગયા હતા
તેઓ હજુ ઊભા થાય ત્યાં જ ટીવી બંધ કરી રહેલી દિવ્યા બોલી બેસ મમ્મી તું હું ખોલું છું અત્યારે કોણ હશે એ એકલી એકલી બોલતી હતી,
એણે દરવાજો ખોલતા પેલા અવાજ પાડ્યો કોણ છે?પણ કંઈ જવાબ નો આવ્યો
પછી તેણે દરવાજો ખોલ્યો અને દરવાજો ખુલતા જ જોર થી અવાજ આવ્યો - હેપ્પી બર્થ ડે
અને દિવ્યા તો ડરી જ ગઈ અને જોયું તો અની મામાં મામી અને એની દીકરી રિવા હતા એક જ પળ માં ડર માંથી ખુશી નો માહોલ થઈ ગયો...
વડોદરા થી મામાં મામી આવ્યા હતા બીજે દિવસે દિવ્યા નો જન્મ દિવસ હતો...

મામા અને મામી અંદર આવ્યા મામાં ના હાથ માં કેક હતી,
દિવ્યા મામાં ને જોઈ એટલી ખુશ થઈ ગઈ કે જેની કોઈ સીમા નોતી અને એના કરતા વધારે ખુશ એના મામા હતા કારણ કે એની માટે દિવ્યા એનું સર્વસ્વ હતું,

રીવા ઘણી વાર કહેતી કે હું તો એની દીકરી છું પણ મારો નંબર બીજો આવે પેલા તો દિવ્યા જ હોય ઘરમાં મારી માટે જે વસ્તુ આવે એ પહેલાં દિવ્યા માટે આવે પછી મારી માટે આવે...
દિવ્યા અને અની મામા નો કુદરતી પ્રેમ અને એકબીજા પ્રત્યે લાગણી હતી,

શું મારો સિંહ દીકરો ?
મામા દિવ્યા ને હમેશાં સિંહ દીકરો જ કહેતા

બસ મામા તમે તો અમને ડરાવી જ દીધા હતા તમે જોરદાર સરપ્રાઈઝ આપી...
હા બેટા બસ મારે કામ પૂરું થયું એટલે અમે નીકળી ગયા મે તારી મામી મે કહી જ રાખ્યું હતું કે મારે કામ પૂરું થશે એટલે હું તને ફોન કરી દઈશ તમે તૈયાર રહેજો આપણે નીકળી જસુ...
ચાલ બેટા વાતું પછી કરશું પેલા મને બોવ ભૂખ લાગી છે
ચાલો મામા તમારે જે ખાવું હોય તે બનાવી આપુ
ના બેટા હવે નો બનાવાય એક કામ કર ઝોમેટો ઓર્ડર કરી નાખ...
પછી બધા નિરાંતે જમે છે દિવ્યા અને ક્રિષ્ના બા માટે મામા એ સ્પેશિયલ શેઈક મગાવેલો કાજુ વાળો જે દિવ્યા નો ફેવરિટ હતો ,

આત્માના ઉત્સાહ અને રાત્રી ની પ્રેમભરી મીઠાસ માં દિવ્યા કેક કાપીને બધાને મોઢું મીઠું કરાવે છે
પિતાની યાદ માં જ્યારે દિવ્યા ની આંખ ભરાય જાય છે ત્યારે તે અને એમની મમ્મી ભેટી પડે છે પણ કદાચ તેમના જ આશીર્વાદ હશે કે અત્યારે તમે બંને ખૂબ સુખી છો એમ કહી મામા વાત ને વાળી અને માહોલ હળવો કરી નાખે છે...

બેટા તારી ગિફ્ટ બાકી બોલ તારે શું જોઈએ છે???
કાલે સવારે બજાર ખુલતા જ હું લાવી આપીશ
મામા દિવ્યા ને પૂછે છે,

બસ તમે બધા આવી ગયા એ જ મારા માટે મોટી ગિફ્ટ છે એનાથી વિશેષ મારે કંઈ જ જોઈતું નથી

એમ નો ચાલે મામાં અધવચ્ચે બોલે છે...
તું આખી રાત વિચારી લે પછી મને કહેજે

હજી તો મામા આખું વાક્ય પૂરું કરે તે પહેલા જ એમના મોબાઇલ માં રીંગ વાગે છે...

જી સર,
ના સર હું આઉટ ઓફ સ્ટેશન છું એક ફેમિલી કામ થી
હમમ
ઓહ...!
ક્યારે , ઓકે સર નો ઇસ્યુ...
હું બેસ્ટ ટ્રાય કરું છું સવારે પહોંચી જઈશ
ઓકે સર જય હિંદ ગુડ નાઈટ...

શું થયું ...? મામી તરત જ પૂછે છે...

મારા સર નો ફોન હતો
અરે કંઈ નહિ એક કેસ આવ્યો છે ઇમરજન્સી માં નીકળવું પડશે
મારે સવારે ત્યાં પોચવું પડે એમ છે...