Love you yaar - 3 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 3

Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

લવ યુ યાર - ભાગ 3

"લવ યુ યાર"ભાગ-3

સોનલબેન અને વિક્રમભાઈની રજાથી બંસરીના મેરેજ કશ્યપ સાથે થઈ ગયા ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો પરંતુ હવે સોનલબેન અને વિક્રમભાઈને ચિંતા એ હતી કે સાંવરી માટે કઈરીતે મૂરતિયો શોધવો અને આ ચિંતામાં ને ચિંતામાં બંનેની રાતની ઊંઘ પણ ઉડી ગઈ હતી.

નાની બેનનું થઈ ગયું હવે મોટી માટે છોકરો મળશે કે નહીં ? ક્યારે સાંવરી માટે સારો છોકરો મળશે ? આમ તો તેની ઉંમર પણ વધતી જાય છે. સાંવરી કુંવારી તો નહીં રહી જાય ને ? જેવા ઘણાંબધાં પ્રશ્નો સોનલબેન અને વિક્રમભાઈને સતાવ્યા કરતા હતા. ( જેના ઘરમાં જુવાન દીકરી હોય તેને જ ખબર પડે..!! )

સાંવરી એક મલ્ટી નેશનલ કંપનીમાં મેનેજરની પોસ્ટ ઉપર હતી. આ કંપનીને ફોરેઈનની કંપનીઓ સાથે પણ કોલોબ્રેશન ચાલતુ હતુ અને બીજી ઘણીબધી કંપનીઓ સાથે ટાઈઅપ પણ કરેલું હતુ.

સાંવરીના કામથી તેની કંપનીના બોસ ખૂબજ ખુશ હતા. અત્યાર સુધી મેનેજરની પોસ્ટ ઉપર રહીને કોઈએ આવું કામ કર્યું ન હતું જેવું સાંવરી કરી રહી હતી.

સાંવરીના ફોરેઈનની કંપનીના ડિલિંગથી દર મહિને ઈન્કમમાં ઉત્તરોઉત્તર વધારો થતો જતો હતો. સાંવરીની સેલરી પણ બોસ કમલેશભાઈએ ખાસ્સો વધારી દીધો હતો. સાંવરી પોતાની લાઈફથી ખૂબ ખુશ હતી તેને કોઈ સારો છોકરો ન મળ્યાનો ક્યારેય કોઈ અફસોસ થતો નહીં.

લંડનમાં આ કંપનીનું સારું એવું કોલોબ્રેશન ચાલી રહ્યું હતું ત્યાં પણ કંપનીની એક ઓફિસ બનાવેલી હતી. કમલેશભાઈનો દિકરો મિતાંશ આ ઓફિસ સંભાળતો હતો.

કંપનીના કામથી મિતાંશને વારંવાર સાંવરી સાથે ફોન ઉપર વાત થતી. મિતાંશ પણ સાંવરીના કામથી ખૂબ પ્રભાવિત થઈ ગયો હતો. આટલી નાની ઉંમરમાં આ છોકરીની પાસે આટલું બધું નોલેજ છે અને તેનો આઈ ક્યુ પણ આટલો બધો ઉંચો છે તેમ મિતાંશ વિચારી રહ્યો હતો.

સાંવરીના કામથી બોસ કમલેશભાઈ અને મિતાંશ બંને ખૂબ ખુશ હતા. સાંવરીને આ કંપનીમાં એક વર્ષ પૂરું થઈ ગયું હતું. કમલેશભાઈએ તેનો સેલરી પચ્ચીસ હજારમાંથી પાંત્રીસ હજાર કરી દીધો હતો.

મિતાંશ લંડનથી હવે પાછો આવવાનો હતો તેને થતું કે, જઈને પહેલા સાંવરીને જોવું કોણ છે આ સાંવરી ? કેવી દેખાય છે ? મેરિડ છે કે અનમેરિડ ? બધી તપાસ કરવી પડશે.

સાંવરીનો કોઈ સોસિયલ વેબસાઇટ ઉપર ફોટો મૂકેલો નહતો. મિતાંશે બધું જ ચેક કરી લીધું હતું પણ સાંવરી વિશે તેને કંઈ ખાસ જાણવા મળ્યું નહીં.

સન્ડે મોર્નિંગ મિતાંશ લંડનથી ઈન્ડિયા પાછો આવી ગયો હતો એટલે બીજે દિવસે સવારે તે તૈયાર થઈને ઓફિસ જવા નીકળી ગયો તેથી પપ્પા કમલેશભાઈ તેમજ મમ્મી અલ્પાબેનને ખૂબ નવાઈ લાગી.

મમ્મીએ તો પૂછ્યું પણ ખરું કે, કેમ બેટા વહેલો જાય છે ? " મારે એક ઈમરજન્સી મેઈલ આવવાનો છે " તેમ કહીને મિતાં ઘરેથી નીકળી ગયો.

ઓફિસમાં જઈને પોતાની કેબિનમાં બેસી ગયો. આખી ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવેલા હતા તેથી સાંવરી ક્યારે આવશે તેની રાહ જોઈ રહ્યો હતો.

ઓફિસમાં એક પછી એક બધા આવવા લાગ્યા પછી સાંવરીની એન્ટ્રી પડી. તેણે આજે આછા ક્રીમ કલરનો ડ્રેસ પહેર્યો હતો બિલકુલ સાદી અને સિમ્પલ છતાં સારી લાગી રહી હતી.
તેના દેખાવ ઉપરથી તેની ગંભીરતા અને ઠાવકાઈ તરી આવતા હતા. સાંવરી જાણે બ્લેક બ્યુટી દેખાઈ રહી હતી.

મિતાંશે સાંવરીને સીસીટીવી કેમેરામાં જોઈ તો તેને યકીન થયું નહીં કે સાંવરી આટલી બ્લેક દેખાતી હશે. તેને થયું કે હું તેને રૂબરૂ કેબિનમાં બોલાવીને બરાબર જોઈ લઉં. ફાઈલ મંગાવવાના બહાને તેણે સાંવરીને પોતાની કેબિનમાં બોલાવી. હવે સાંવરી સાથે શું વાત કરે છે મિતાંશ.. વાંચો હવે પછીના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
20/3/2023