Street No.69 - 73 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-73

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-73

મંગેશ સાથે સુનિતા એની બાઇક ઉપર દરિયા કિનારે આવેલી બંન્ને જણાંએ રોમાન્સ કર્યો જેટલો શક્ય હતો એટલો શારીરિક પ્રેમ કરી લીધો. મંગેશે ગુસ્સા સાથે ફરિયાદ કરી કે તું સાવ નાની કીકલી નથી કે તારાં દાદા આમ તારાં ઉપર નજર રાખે મારાં બધાં રોમાન્સ... પ્રેમની મજા ખીરખીરી થઇ ગઇ.

સુનિતાએ મંગેશનાં ગુસ્સાને યોગ્ય ગણાવી કહ્યું મંગેશ તું સાચો છે દાદા કંઇક વધારેજ ધ્યાન રાખી રહ્યાં છીએ પણ એ એમની જગ્યાએ ખોટાં ક્યાં છે ? એમને અમારી ફીકર છે એ કુટુંબની બધી જવાબદારી બધી રીતે ઉઠાવી રહ્યાં છે અમારું જીવન સારું જાય એવું ઇચ્છે છે.

પણ મંગેશ હવે હું એવો પ્લાન કરીશ કે તારી કોઇ ફરિયાદ નહીં રહે ના દાદાને કોઇ વ્હેમ આવે. તને ખબર છે ? એમણે મને ફોનમાં પ્રશ્નો કર્યા હું ક્યાં છું વગેરે.. પછી મેં તરતજ એમનો આજે પહેલો દિવસ હતો એમનોજ રીપોર્ટ લેવા માંડ્યો એટલે મારું પૂછવાનું અટકી એમનુંજ કહેવા લાગ્યાં. ભોળા છે દાદા..

મંગેશ શાંતિથી સાંભળી રહેલો. બ્રેકનો સમય પણ પૂરો થવા આવેલો એટલે બંન્ને પાછાં કોલ સેન્ટર જવા નીકળી ગયાં.

અહીં ઓફીસનાં કામ વચ્ચે સોહમને યાદ આવ્યું કે સુનિતાને ફોન કરીને પૂછવાનું છે. સુનિતા સાથે વાત કરીને સારુ લાગ્યું એ ઓકે છે અને એની ફ્રેન્ડ સાથે કોફી પીવા નીકળી છે પણ સોહમની છઠ્ઠી ઇન્દ્રીય કંઇક બીજુંજ કહી રહી હતી એ વિચારમાં પડી ગયો. મનમાં કંઇક નક્કી કર્યુ અને પછી કામમાં પડ્યો.

ત્યાં નૈનતારા ચેમ્બરમાં આવીને કહ્યું "સર"... પણ સોહમને ઊંડા વિચારોમાં પડેલો જોઇને બોલી... "બોસ શું વિચારોમાં છો ? લેપટોપમાં પ્રોજેક્ટ ઓપન કર્યો છે અને મન તમારું બીજા પ્રોજેક્ટમાં છે એમ કહી હસી... કોઇ અંગતની ચિંતા છે ?

સોહમને ફરીથી આશ્ચર્ય થયું એણે કહ્યું અરે નાના પ્રોજેક્ટમાં... પણ તું કેમ આવી છે શું રીપોર્ટ છે ? સોહમે નૈનતારાનાં પ્રશ્ન સામે પ્રશ્ન પૂછ્યો.

નૈનતારા સમજી ગઇ અને હસીને બોલી તરનેજા પાસેથી અત્યાર સુધીની એકાઉન્ટ રીપોર્ટ લીધો છે. મને તો એમાં લોચા લાગે છે મેં ઘણાં પ્રશ્નો પૂછ્યાં... એ થોડો થ... થ... પ... પ... થઇ ગયો પછી હસીને બોલી અમુક પ્રશ્નોનાં એની પાસે જવાબજ નથી. અત્યાર સુધી રામભરોસે ઓફીસ ચાલી છે કામ થયું છે પણ ખર્ચ ફાલતુ પણ ઘણો થયો છે આ શાનવી, તરનેજા, શ્રીનિવાસ અને પેલો ડીસોઝા આ ચંડાળ ચોકડીએ પૈસા ઉડાવ્યા અને બનાવ્યાં છે હું બધુંજ એનાલીસીસ કરીને રીપોર્ટ બનાવીશ.

સોહમે કહ્યું ઓહ.. પણ એવો શેમાં ખર્ચ કર્યો છે ? નૈનતારાએ કહ્યું સર.. મીટીંગનાં બહાને ફાઈવસ્ટાર હોટલમાં ખર્ચા, પાર્ટીઓ, તમને શું કહુ ? વાધ્વા સરને આ લોકો એકાઉન્ટ ડીટેઇલ્સ મોકલે એમને ના ખબર પડી ? અરે ઓડીટ થાય તો સી.એ.ને પણ ના ખબર પડી ? અને પ્રોજેક્ટ રીપોર્ટનું ઓઠું લઇ તમને છૂટા કરાવ્યા પણ હું બધુજ શોધીશ.. દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બધુ જાણીશ અને.. કંઇ નહીં આટલુ કરી લઊં પછી વાત.” એમ કહી ચૂપ થઇ ગઇ.

સોહમે કહ્યું તે તરનેજાને બધુ પૂછ્યું તો એને ડર ના લાગ્યો ? એ તો વાધવા સરનો વફાદાર છે મને એવી છાપ હતી. નૈનતારાએ કહ્યું છોડોને સર મેં તમને કહ્યું તો ખરુ જવાબ આપતાં થોથવાઇ ગયો. આપણે ક્લાયન્ટ્સને પ્રોજેક્ટ બનાવીને આપીએ એની પાર્ટીઓનાં ખર્ચ બધાં બતાવ્યાં છે એને ડર છે જ કે આગળ શું જવાબ આપશે. પણ એ શ્રીનિવાસ સર અને ડીસોઝા.. તમને શું કહુ એ લોકોનાં ગંદા સંબંધો.. તરનેજા એક નંબરનો ગે છે. શાનવી બધુ જાણે છે પણ એનો શ્રીનિવાસ સાથે એવો સંબંધ બધુ અંદર અંદર... ખબર નહીં શું શું ચાલતું હશે ?

સોહમે કહ્યું છોડ એ બધુ કાદવમાં હાથ નાંખવાથી તારાં હાથ કાદવનાં થશે હવે જે પ્રોજેક્ટ તૈયાર થાય એનાં પર કામ ચાલુ થાય ત્યારે બરોબર નજર રાખજો.

નૈનતારાએ કહ્યું એતો આજથીજ મેં ચાલુ કરી દીધું છે હવે કોઇ ગોલમાલ કે બીજા લફડા નહીં ચાલે.સોહમે હસતાં હસતાં કહ્યું તું કેવા શબ્દો વાપરે છે ? આપણે કેવી કંપનીમાં કામ કરીએ છીએ.. મને હસુ આવે છે નૈનતારાએ સાંભળીને કહ્યું હું બરાબરજ છું. જેવા સાથે તેવા અને એવી ભાષા.. તોજ એમને સમજાય. પણ બોસ તમારી સાથે ક્યાં એવી રીતે વાત કરું છું ? તમે તો.. એમ કહીને સોહમની નજીક આવીને બોલી "હું તો તમારો રાઇટ એન્ડ લેફટ બંન્ને હાથ બનવા માંગુ છું તમારી સાથે કામ કરીને કંપનીને નં. વન બનાવવા માંગુ છું એમાં તમને ખૂબ પ્રસિદ્ધિ, સફળતા અને ખૂબ શાબાશી સાથે પૈસો મળે જીવનનાં બધાં સુખ પ્રાપ્ત થાય.

સોહમે કહ્યું થેંક્સ.. હું પણ ખૂબ મહેનત કરવા માંગુ છું નૈનતારા તારો સાથ મળે આવોજ એવુંજ ઇચ્છું છું એણે નૈનતારાની આંખોમાં આંખ પરોવી.. નૈનતારાની આંખમાં પ્રેમ, ભીનાશ અને આવકાર દેખાયો... થોડીવાર બંન્ને એકમેકની આંખમાં જોયાં કર્યું.... નૈનતારા નજીક આવી રહી હતી... સોહમે પૂછ્યું મારાં મનમાં એક વાત યાદ આવે છે.... મારી સાવી... મને મળી ત્યારે... શું કહું ? મને પ્રથમવાર એનું નામ નૈનતારા કહેલું.. આ બધી વાત હજી મને નથી સમજાતી.

મારાં જીવનમાં ફરીવાર આ નૈનતારા નામ આવ્યું તું મને સાથ આપવા માંગે છે મને ગમ્યું.. પણ નામ... નૈનતારા સાવધ થઇ દૂર થઇને બોલી એવું કેવી રીતે બને ? નૈનતારા તો હું છું જુઓ મને હું તમને પહેલાં એકેવાર મળી છું ? નૈનતારા સોહમની સામે ઉભી રહી.

સોહમ એને ટીકી ટીકીને જોઇ રહેલો જેમ જેમ જોતો ગયો એમ એમ નૈનતારાનાં રૂપનો નશો એને ચઢી રહેલો.. નૈનતારાની અણીયાણી સુંદર આંખો, કમનીય કાયા.. પુષ્ટ સ્તન, આકર્ષક નિતંબ, સુડોળ અને સપ્રમાણ કાયા સાથે મરોડદાર સુરાહી જેવી ગરદન એનાં તન પર ગુલાબી અને ભૂરા રંગનાં મિશ્રણ કલરની સાડી એનો ચૂસ્ત બ્લાઉઝ એમાંથી ડોકીયાં કરતાં.. પારદર્શી સાડીમાં ખૂબ સુંદર લાગી રહી હતી એની નજર એનાં ગુલાબી પાંખડી જેવાં હોઠ પર સ્થિર થઇ ગઇ.

નૈનતારા સમજી ગઇ હોય એમ બોલી સર.. સર ક્યાં ખોવાયા ? સોહમે સ્વસ્થ થતાં કહ્યું તું ખૂબ સુંદર અને અપ્સરાથી કમ નથી.. તું સામે ઉભી છે અને ....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-74