ઘણીવાર જે આપણી સમક્ષ પ્રત્યક્ષ રૂપે દેખાતું હોય તે કદાચ વાસ્તવિકતા ન પણ હોઈ શકે અને પરોક્ષ રીતે ચાલતી ઘણી બધી બાબતો આપણી વાસ્તવિકતાને ઉજાગર કરતી હોય છે....
શિયાળાની ઠંડીમાં સાંજે 6 વાગ્યાં પછી અંધારું ક્ષિતિજની સપાટી સમાન રાતના ચંદ્રમાંને આકર્ષતું હોય એવુ લાગતું હતું, અનુરાગનું વેહિકલ, કાકાના ઘરે આવીને ઉભું રહ્યું અનુરાગે ડોરબેલ વગાડી, કાકીએ દરવાજો ખોલતા જ કહ્યું અરે જો આરાધ્યા કોણ આવ્યું છે, હા ખબર છે એનો મેસેજ મને મળ્યો મમ્મી મારો નાદાની અને નટખટ ભાઈ જ છે ને, આવીજા ભઈલા જો હું તારી માટે આ રુદ્રાક્ષની માળા જે તે મંગાવી હતી એ લાવી છું અને તારા માટે આ મારી તરફથી ગિફટ, અરે વાહ દીદી આતો ખોટો ખર્ચો કર્યો હમે દીદી અને નાના ભાઈ માટે ચાલે અને તું નટખટ છે, ના મમ્મી તમે અને મોટા મમ્મી મારાં ભાઈને આમ કહીને હેરાન કરતા રહો છો.... ઘરમાં મજાક મસ્તી વાળું વાતાવરણ હતું....
અરે દીદી તમને તો ખબર જ છે મારે પણ ટ્રીપ ઉપર જવાનુ છે, હા જાણું છું, ભઈલા તારીએ બોરિંગ ઇતિહાસની ટ્રીપ એ પણ તમારા એલા કોલેજમાં વિખ્યાત મેઘના મેમ જોડે જવાનુ, અનુરાગ સાચું કહું તો મને તો એ મેમ બહુ કડક સ્વભાવ વાળા લાગે છે, પણ ખબર નહિ તારી સાથે એમનું કઈ રીતે બને છે, આરાધ્યાએ મજાકિયા અંદાજમાં અનુરાગને કહ્યું....
કાકાના ઘરે ઘણી વાતો થઇ અઠવાડિયા પછી આરાધ્યા જોડે વાત થતી હતી બંને ભાઈ - બહેન ઘણી વાતો શેર કરી, આરાધ્યા BSC કરતી હતી તેની કોલેજ અને અનુરાગની કોલેજ એકજ કેમ્પસમાં હતી એટલે કોલેજમાં પણ ભાઈ -બહેન દરેક વખતે સાથે જ જોવા મળતા, નિત્યા, ચિત્રા અને આરાધ્યા પણ ઘણા સમયથી સારા મિત્રો હતા, એટલે એમનું કોલેજમાં ગ્રુપ સાથે જ રહેતું...
રાત્રીના નવ વાગી ગયા હતા, અનુરાગે કાકાના ઘરે જમ્યા પછી, જયશ્રીકૃષ્ણ કહીને રજા લીધી, રકસ્તામાં તે ધીરે -ધીરે હાઇવે ઉપર વહિકલ ચલાવી રહ્યો હતો, શિયાળાની ઠંડી તેના કાનને સ્પર્શીને આગળ વધી રહી હતી તેને ઠંડી -ઠંડી હવામાં ખુબ જ સુકુન મળતો હતો...
ઘણીવાર શિયાળો પોતાની દિશાઓમાં આપણને બાંધતો હોય છે, અનુરાગની દિશામાં પણ આવનારા સમયમાં ઘણી બધી આપરિચિત બાબતો તેને બાંધવાની હતી, પણ તેણે તેના વિશે હજી ખબર પણ ન હતી, અનુરાગની તો કલ્પના બહારની વસ્તુઓ હતી, તેના ઘણા - બધા સપનાઓ પણ હવે અભયપુરમાં દરવાજાઓ આગળ આવીને સ્પષ્ટ રીતે દેખાવા લાગતા હતા...
કાકાના ઘરેથી આવતા - આવતા સાડા નવ થઇ ગયા, ઘરમાં બધા સુઈ ગયા હતા અનુરાગ તેના રૂમમાં આવ્યો અને તેણે એક ગ્લાસ પાણી લીધું.. થોડીવાર હાથમા ફોન લઇ સમાચાર જોવાનું શરુ કર્યું પણ તેણે તેમાં પણ રસ પડતો ન હતો..... કારણકે સમાચારમાં પણ ફિલ્મનું પ્રમોશન ચાલતું હતું... હવે સમાચારમાં પણ ફિલ્મી કલાકારો સમાચારની જગ્યાએ પોતાની ફિલ્મની વાતો જણાવતા હોવાથી તેણે ફોન એકબાજુ મૂકી દીધો..
અનુરાગે સુવાની કોશિશ કરી, થોડીવાર તો તેને બેચેની થતી હતી, થોડો ડર લાગતો હતો આખા દિવસ કરેલા વિચારો પણ તેના મનમાં ભમવા લાગતા હતા,થોડીવાર પછી ઓચિંતા તે ઘોર નિંદ્રામાં ખોવાયો, ક્યારે તેણે ફરીથી ધુંધળા દ્રશ્યો ફરીથી દેખાવા લાગ્યા પણ તે સમજી ન શક્યો....
વિન્ડોમાંથી ઠંડો પવન તેના ગાલને, સ્પર્શીને વહી રહ્યો હતો.. બેડ ઉપર તેની બંધ આંખો અભયપૂરની દુનિયામાં ખોવાયેલી જોવા મળતી હતી... અનુરાગે ફરીથી તેજ દ્રશ્યો દેખાવા લાગ્યા જે તેને પહેલીવાર પણ સપનામાં જોયા હતા...
ફરીથી અથાગ કલ્પનાઓ કે વાસ્તવિકતાને પકડી રાખીને તેની સમક્ષ રજુ થઇ રહી હતી તેવું તેને લાગતું હતું, ઘણા દ્રશ્યો તેની આખો સામે વહી રહ્યા હતા....
ફરીથી એ તે પહાડ ઉપર ઉભેલી છોકરીને જોઈ રહ્યો હતો, તેણે ફરીથી પાણીમાં પડવાની કોશિશ કરી પરંતુ આ વખતે અનુરાગને એક બીજો યુવાન વયનો માણસ પણ તેને ઘોડા ઉપર જોવા મળ્યો જેને ઘોડા ઉપરથી બુમ પાડી, ગાયત્રી પાણી ગહેરું છે... તું કેમ સરોવરમાં છલાંગ મારે છે? ના મોટા ભાઈ હું તો પ્રકૃતિની મજા માનવા પાણીમાં કૂદું છું અને સાથે આનંદની અનુભૂતિ થાય છેભાઈ, એમ કહીને ગાયત્રીએ ફરીથી કુદકો મારી તે પાણીમાં કૂદી જાય છે...
થોડીવારમાં તે પાણીમાંથી ભીંજાયેલી બહાર આવી, પરંતુ તેને એક ખરોચ પણ આવી ન હતી, આ બધું અનુરાગ પોતાના સ્વપમાં જોઈ શકતો સાથે અનુભવતો હોય તેવું તેને લાગતું હતું.... ક્યારે તે સપનું પૂરું થયું અને સવાર પડી અનુરાગની મમ્મીએ કહ્યું ઉઠ અનુરાગ સવાર થઇ કોલેજનો સમય થઇ જશે મોડું થશે પછી...
અનુરાગે વોલ પર લાગેલી ઘડિયાળ જોઈ સવારના છ વાગ્યાં હતા.. બધી બ્રાહ્મનાઓ સપના સાથે વહી ગઈ હતી...
વધુ આવતા અંકમાં......