ગત અંકથી શરુ....
અનુરાગનું સ્વપ્ન સતત્ય ટકાવી રાખનાર હતું, ઘણી બ્રાહ્મનાઓને અનુરાગ સમક્ષ મૂકતું હતું, અનેક પહેલીઓને બાંધતું હતું, તેણે આંખો ખોલી ત્યારે સાડા ત્રણ થઇ ગયેલા હતા..., તેને યાદ આવ્યું પાર્કમાં મિત્રોને મળવાનું છે.....
અનુરાગે વેહિકલમાં કી નાખી અને વેહિકલ સ્ટાર્ટ કર્યું, પાર્ક પહોંચતા - પહોંચતા અનેકો વાતો તેના મનમાં અચાનક આવતા આવેગો સમાન નઝરે પડતી હતી, તેણે જોયેલી અણધારી કલ્પના તેની વાસ્તવિકતાને પ્રશ્નો પૂછતી હતી...
વિચારો કરતા - કરતા અચાનક તે ક્યારે બાગના ગેટ આગળ પહોંચ્યો એને તેની કસીજ ખબર ન હતી, બાગના ગેટની બાજુમાં મોટા અક્ષરોવાળું બોર્ડ હતું... સન 1928 બાગનો પ્રારંભ, ગેટ ઉપર બીજા ઘાટા ઘેરુઆ રંગોથી બાગના નિર્માણ માટેના દાતાશ્રીનું નામ લખેલુ હતું.., પરંતુ તેણે વિશ્વાસ ન હતો કે આ નામ કઈ રીતે હોઈ શકે, ટાઈમ થઇ ગયો હોવાથી તેણે બાગમાં પ્રવેશ મેળવ્યો........
નિત્યા અને ચિત્રા બાંકડા ઉપર બેસેલા હતા..., નિત્યાના હાથમા વાદળી કલરની ડાયરી હતી.. જેમાં તે પોતાની રોજની દિનચર્યા લખતી, અનુરાગે ત્યાં જઈને રચિત વિશે પૂછતાં કહ્યું ચિત્રા તમે બંને આવી ગયા પણ રચિત ક્યાં છે? ચિત્રાએ કહ્યું રચિતાના મમ્મીની તબિયત થોડી વીક છે એટલે તે આવી શક્યો નથી..., અને હા અનુરાગ રચિતે તને કોલ કર્યા પણ તે રિસીવ નથી કર્યા? હા અને મારાં પણ નહિ, ખબર નહિ ક્યાં ખોવાયેલો અનુરાગ નિત્યાએ મજાકિયા સ્વરે કહ્યું.... અનુરાગે સ્મિત સાથે જવાબ આપતાં કહ્યું ઊંઘમાં હતો, પણ તું અહીં પણ આ ડાયરી લઈને આવી છે, અરે આની પાછળ અભયપૂરનો મેપ આપેલો છે, જો એટલે લાવી છું, તું જાણે જ છે આ મને મારાં જન્મદિવસે ગિફ્ટમાં મેઘના મેમએ આપેલી અને તેમની રિસર્ચ અનુસાર એમને જોડે જેટલી ડાયરીઓતે પ્રિન્ટ કરાવે તેની પાછળ આ મેપ તેઓ રખાવે જ છે તેથી બીજા વિધાર્થીઓ પણ અભયપુરના ઇતિહાસ વિશે જાણે....
અરે હા નિત્યા સચીવાત છે, મેઘના મેમ પણ" મરેલા મડદા ઉખાડવાની વાતો કરે છ ઘણીવારતો" અરે વાહ, અનુરાગ આ તું કહે છે? જેને ઇતિહાસ સિવાય કઈ નજરે નથી પડતું મેમ કરતા પણ વધારે રુચિ તું ધરાવે છે, ચિત્રાએ હસતા હસતા કહ્યું...
ના ચિત્રા એવુ નથી પણ આ અભયપુરના નામ વાળી બાબતો જ્યારથી મારી....... ત્યાં જ આટલું બોલતા તે અટકી ગયો , આગળ બોલ અનુરાગ શું? કઈ નહિ નિત્યા અનુરાગે કહ્યું.... જસ્ટ વાત છે જવાદે, કારણકે હમણાંથી મને મારાં સપનાઓમાં પણ અભયપુર પણ દેખાય છે,.. અરેરે ઇતિહાસનો હોનાહાર વિદ્યાર્થી સપનાની સુફિયાની દુનિયામાં ખોવાઈ ગયો... ના ચિત્રા સુફિયાની નહિ અજીબ દુનિયામાં અનુરાગના સવારમાં થોડોક ઠહેરાવ હતો....
નિત્યાએ મેપ બતાવતા કયું.. આપણા શહેર રંગપૂરથી લઘભગ 20 કિમિની દુરીએ આવેલું નગર છે અભયપુર, જેના માત્ર હવે દાંતકાથાઓ અને ક્યાંક ઇતિહાસના પાનાઓમાં ખૂણે ખાંચકે ઉલ્લેખ્ખો જોવા મળે છે એ પણ માંડ -માંડ, એથીએ અધરું એ છે કે આવનારા બે વિકમાં આપણે ત્યાં જવાનુ છે.. અને રંગપૂરથી 5 કિમિ સુધીજ પાકો હાઇવે છે, પછી આપની નગર પાલિકાની હદ પુરી થતા ત્યાં કાચો માર્ગ જ રાખ્યો છે લોકો પણ તે માર્ગને શ્રાપિત માને છે...
હા સચીવાત છે... આપણા રંગપુર શહેરના એક વિકયાત લેખિકા છે, તેમની બુકોમાં પણ તે આ વાતનો જ ઉલ્લેખ જોવા મળે છે,અનુરાગે કહ્યું... હા અનુરાગ એમનું નામ સંધ્યા જ છે ને જેમને અભયપૂરના ઇતિહાસ વિશે ઘણીવાતો આ બુકમાં કરી છે મને મેમએ જ કહેલી આ વાત નિત્યાની વાતમાં હકાર અનુરાગ અનુભવી શકતો હતો... પણ નિત્યા હું આ વાતને નથી માનતો કે એ શ્રાપિત નગરી છે માન્યું કે તે હવે પાલિકાના કામના અભાવથી ખંડેર બનેલી જોવા મળે છે... પણ શ્રાપ વાળી વાત તો જરાય મારાંથી નથી સમજાતી, અને અત્યારે એકવીસમી સદીમાં ટેક્નોલોજી કેટલી આગળ છે અને આપણે અહીં શ્રાપ ઉપર અટક્યા છીએ?...
અરે અનુરાગ શ્રાપતો વીર ધનુરધારી કર્ણની મૃતયુનું કારણ બન્યો હતો ને? હા નિત્યા પણ જાણ્યા પછી જ હું માનીશ આ શ્રાપ શત્ય કે મિત્યા?.... ચાલો હવે અનુરાગ, નિત્યા લેટ થાય છે આપણે 6 વાગી ગયા છે , નિત્યાએ પણ કહ્યું ચાલો અનુરાગ કાલે કોલેજમાં મળીને બીજી આગળની વાત કરીશું.. અને હા હવે અભયપૂરનું સપનું આવે અને તેમાં શ્રાપ વિશે કઈ જાણવા મળે તો તેને મિથ્યા ન સમજજે નિત્યાને મજાક સુજતી હતી પણ અનુરાગ ગંભીર હતો... ચાલો મારે પણ આરાધ્યા દીદીને મળવા જવાનુ છે તે કોલેજ ટ્રિપથી આવવાના છે આજે રાતે....
બગમાંથી નીકળતી વખતે અનુરાગે ફરીથી લગાવેલ ફરીથી બાગના એક્ઝીટ ગેટ ઉપર જોયું તો એજ નામ હતું,...
તેણે જલ્દીથી ઘભરાયેલા અને ધ્રુજતા હાથે વેહિકલ સ્ટાર્ટ કર્યું અને તેને આગળ વધાર્યું... તેને ફરીથી કલ્પનાના પુલ બાંધવાના શરુ કર્યા, સાંજ અને રાત વચ્ચે શિયાળામાં માત્ર થોડોજ તફાવત જોવા મળતો હતો...
એને વારે વારે તેના સપનામાં જે નામ હતું તે નામ બાગના ગેટ ઉપર લખેલુ હતું ગાયત્રી બ્રિજવાસીના યાદરૂપે લખેલુ હતું.... અનુરાગનું વેહિકલ સપના અને વાસ્તવિકતા સન્નાટામાં થઈને ચાલી રહ્યું હતું.......
વધુ આવતા અંકમાં..........