N Kahevayeli vaato - 6 in Gujarati Fiction Stories by Jyoti Gohil books and stories PDF | ન કહેવાયેલી વાતો - 6

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

ન કહેવાયેલી વાતો - 6

( ગતાંકથી શરૂ....)

આકાશ : " તો આ મૂકી તારી ડાયરી.. ચલ બોલ.."

ધ્વનિ : " હા , મિશા.."

મિશા : " એ આદિત્ય છે...આદિત્ય નાયક.."

ધ્વનિ : " આદિત્ય નાયક !!! A કેપીટલ કંપની ના ચેરમેન એ જ....!"

મિશા : " હા.."

આકાશ : " આટલી મોટી કંપનીના ચેરમેન સાથે તારે શું લેવાદવા...??"

મિશા : " He was my Husband.... અમારાં બે વર્ષ પેહલા ડિવોર્સ થયા હતાં."

ધ્વનિ : " શું....???"

આકાશ : " શું....પણ તમારાં ડિવોર્સ કેમ થયાં....?"

મિશા : " એના અફેર ના લીધે...ખુશ્બુ તેની ગર્લફ્રેન્ડ હતી.."

ધ્વનિ : " ઓહ્...!! "

આકાશ : " સાંભળો , અત્યારે બાર વાગી ગયાં છે..ધ્વનિ તું અહીંયા રોકાઈ જા સવારે સાથે આવી જજો સ્ટુડિયો..કાલે વાત કરીશું.."

ધ્વનિ : " સારું..ગુડ નાઈટ.."

આકાશ : " ગુડ નાઈટ.."

સવારે મિશા અને ધ્વનિ સ્ટુડિયો જવાં નીકળ્યાં. દાદરમાં તેમને હેમાબેન મળી ગયાં..

હેમાબેન : " જયશ્રી કૃષ્ણ , આશી..."

મિશા : " જયશ્રી કૃષ્ણ મમ્મી...સોરી આંટી.."

હેમાબેન : " ના દિકરા..મમ્મી જ કહે.."

મિશા : " ઠીક છે..."

હેમાબેન : " કાલે ધરતીએ કીધું કે તું અહીંયા રહે છે..સારું થયું બે વર્ષ પછી તને જોવાં તો મળ્યું..."

મિશા : " હા , મમ્મી હું અહીં જ રહું છું અને મારું નામ આશી નહિ મિશા છે , હું રેડિયોમાં કામ કરું છું.."

હેમાબેન : " પણ આશી નામ તો...."

મિશા : " આદિત્ય ની પસંદ નું હતું પણ હવે તેની પસંદ જ બદલાઈ ગઈ તો પછી નામ નું શું છે...!"

હેમાબેન : " હા જ્યારે મારો જ સિક્કો ખોટો હતો તો પછી કોને દોષ દેવો..!"

ધ્વનિ : " મિશા , આપડે મોડું થાય છે..."

મિશા : " મમ્મી હું પછી મળીશ અત્યારે હું નીકળું..."

હેમાબેન : " હા, સારું.."

સ્ટુડિયો આવ્યાં પછી બધાં એ પોતાનાં શો પૂરાં કર્યા... ત્યાર બાદ બધાં એક સાથે બેઠાં ..

નિશાંત : " મિશા , આકાશે વાત કરી આદિત્ય વિશે....વાહ્ કીધું પણ નઈ તું મેરીડ હતી .??"

મિશા : " આ કોઈ મજાક નો ટાઇમ નથી ..."

નિશાંત : " ઓકે..સોરી..તો બોલો શું કરીશું...?"

આકાશ : " બે વર્ષ પછી આ માણસ તારી જ બિલ્ડિંગ માં રહેવા આવ્યો અજીબ નથી લાગતું થોડું..."

ધ્વનિ : " અજીબ તો છે પણ આપડે થોડાં ના પાડી શકીએ કોઈને ત્યાં રેહવાની.."

આકાશ : " તો પછી મિશા તું એક કામ કર..ઘર બદલી લે...એટલે પ્રોબ્લેમ પૂરો..!"

મિશા : " મને કંઈ ડર થોડો લાગે છે એનાથી તે હું ઘર ચેન્જ કરું...!"

આકાશ : " વાત ડર ની નથી....તું ત્યાં રહીશ તો રોજ તેની અને તેના ફેમિલી સાથે મળવાનું થશે..અને જેવું તારું મગજ છે ને એટલે સીન જ ક્રિએટ થશે..!"

મિશા : " શું મગજ...!! મને એની ફેમિલી થી કોઈ પ્રોબ્લેમ નથી....પ્રોબ્લેમ મને આદિત્ય થી છે...અને એનાં માટે થી હું મારું ઘર શું કામ બદલું...?"

નિશાંત : " આ ઝાંસીની રાણી બનવાનું રહેવા દે... એ આટલી મોટી કંપનીનો ચેરમેન અને પાર્ટનર , તેની પાસે પાવર્સ પણ એટલી હશે.....હવે જો એ બે વર્ષ પછી આખા સુરતમાં તારી જ સામે રહેવા આવ્યો એટલે કંઈક તો વાત છે જ....!!!"

આકાશ : " હા , તેની પાસે પાવર્સ તો હશે જ....!!"

ધ્વનિ : " તો હવે...?"

મિશા : " જો એ કંપનીનો ચેરમેન છે તો હું પણ.........."

વાતાવરણ માં એક મિનિટ માટે નીરવ શાંતિ છવાઈ રહી.....

મિશા : " જો એ કંપની નો ચેરમેન છે તો હું પણ એ કંપની ની 50% શેરહોલ્ડર અને પાર્ટનર છું...."

નિશાંત : " સિરિયસલી...??"

મિશા : " હા..."

આકાશ : " તો પછી મતલબ સાફ છે ને કે એ આનાં માટે જ આવ્યો છે... ??"

મિશા : " ના...કારણકે ડિવોર્સ વખતે આ નક્કી થયું હતું કે આ કંપની ની પાર્ટનરશીપ મારી જ રહેશે.. "

નિશાંત : " શું વાત છે...?? તો પછી આ આદિત્ય નું શું...??"

મિશા : " આદિત્ય નું કંઈ નહિ. જે થશે એ જોયું જશે... ચાલો કામ પર લાગો...!"

આકાશ : " હા , આપણે જ કદાચ વધારે વિચારતાં હોઈએ. આ શહેર છે યાર...કોઈ પણ રહેવા આવી શકે ને...?"

ધ્વનિ : " હા , એ પણ સાચું છે...!! ચાલો બેક ટુ વર્ક..."

બધાં ફરી પોતાનાં કામમાં જોડાયાં......

રાત્રે મિશા પોતાનાં ઘરે આવી..9 વાગ્યાં હતાં , આજે થોડું મોડું થઈ ગઈ હતું રોજ કરતાં એટલે તે બધાં સાથે બહાર જમીને જ આવી હતી....ઘરમાં આવી બધું વ્યવસ્થિત મૂક્યું...બાલ્કની ની બ્લ્યુ મિર્ચી લાઈટ ઓન કરી અને અને તેનાં મનપસંદ ઝૂલા માં બેઠી...મગજ ચકરાવે ચડી ગયું હતું...થોડીવાર મિશા આંખો બંધ કરીને બેઠી ત્યાં જ ફોનમાં મેસેજની ટોન વાગી....મિશા એ જોયું તો વોટ્સ એપ માં મેસેજ હતો નંબર હજું પણ સેવ હતો...ધરતી , મિશા એ મેસેજ જોઈને કોલ કર્યો....

મિશા : " હેલ્લો , ધરતી.."

ધરતી : " હેલ્લો , મિશા....."

મિશા : " તું મને દીદી કહી શકે ધરતી...!"

ધરતી : " ઓકે દીદી.... આ ટાઈમ પર ફોન કર્યો સોરી...!"

મિશા : " કંઈ વાંધો નહિ..બોલ શું કામ હતું..??"

ધરતી : " કામ તો હું અત્યારે નહિ કહી શકું... આપણે મળીયે...??"

મિશા : " હા , પણ એવું તો શું થઈ ગયું કે તું ફોન પર નથી કહી શકતી..?"

ધરતી : " એ વાત ખૂબ જરૂરી છે , તમારી જાણ માટે ..."

મિશા : " ઠીક છે , એક કામ કાલે તું 4 વાગ્યે સ્ટુડિયો જ આવી જા. હું એડ્રેસ મોકલું..."

ધરતી : " ઓકે દીદી..ગુડ નાઈટ.."

મિશા : " ગુડ નાઈટ..."

********

( બીજા દિવસે..)

મિશા : " આકાશ આજે 4 વાગ્યે ધરતી આવવાની છે..."

આકાશ : " કોણ ધરતી...?"

મિશા : " આદિત્યની નાની બેન ..."

નિશાંત : " એનું અહીં શું કામ...?"

મિશા : " કાલે એનો કોલ આવ્યો હતો તેને કંઈ અર્જન્ટ વાત કરવી છે..."

ધ્વનિ : " સારું, ભલે આવે પણ.જરા સંભાળીને એ આદિત્ય ની બેન છે...!"

મિશા : " ટેન્શન ના લે ! "

નિશાંત : " ચાલો , જોઈએ હવે ધરતી શું નવું લાવે છે તે...!!"

આકાશ ( હસીને ) : " આરજે ની જોબ કરીને તારા આવાજ ની ટોન પણ બદલાઈ ગઈ..."

નિશાંત : " ક્યાં ટોન ની વાત કરે તું..?? જે માણસ આપણી સાથે બે વર્ષથી રહે તેનો ભવ્ય ભૂતકાળ બહાર આવ્યો...એટલે થોડું માનસિક સંતુલન હલી ગયું. શું કહેવું ધ્વનિ...?"

ધ્વનિ : " 100% સાચી વાત..."

મિશા : " થઈ ગયું બધાનું કે બાકી છે હજું...?? કોઈની સાસુ આટલાં ટોન્ટ ના મારે જેટલાં તમે મારો છો ....!!"

નિશાંત : " હા , જો સાસુ થી યાદ આવ્યું એ તો કે તારા લવ મેરેજ હતાં કે અરેંજ....??"

આકાશ : " કેટલાં વર્ષ ચાલ્યાં એ પણ..!"

મિશા : " એરેંજ મેરેજ હતાં..અને ચાર વર્ષ ચાલ્યાં પછી થોડાં ઝગડા અને આખરે આવી ગઈ ખુશ્બુ...!"

ધ્વનિ : " ખુશ્બુ છે કોણ એ તો કહે...??"

મિશા : " ખુશ્બુ, એ................"




ક્રમશ
: