Site Visit - 16 in Gujarati Fiction Stories by SUNIL ANJARIA books and stories PDF | સાઈટ વિઝિટ - 16

Featured Books
Categories
Share

સાઈટ વિઝિટ - 16

16.

આ પ્રકરણના અંતમાં થોડાં વાક્યો શિષ્ટ ભાષામાં શૃંગારરસનાં આવે છે જે પરિસ્થિતિ મુજબ કથા પ્રવાહમાં યોગ્ય રીતે બેસે છે. એટલું ધ્યાન રાખ્યું છે કે અમુક જાણીતા અંગ્રેજી લેખકોની કક્ષામાં A  સર્ટિફિકેટની વાર્તા ન બને.

**

તો નાયક તેની આસિસ્ટન્ટ ગરિમાને છોડાવી પાછો મસ્કત શહેરની દિશામાં તો ભાગ્યો, હજી તેનાં ભાગ્યમાં કાઈંક બીજું લખેલું હતું કાર ચક્રવાતમાં ફસાઈ અને ગરમીથી તેનું ટાયર પણ આવા અફાટ રણ વચ્ચે આવેલા સાવ એકાંત રસ્તે ફાટ્યું. પછી શું? આગળ વાંચીએ.

**

બપોરે અમારું રણની આંધીમાં ફસાઈ હાઈવેની બાજુમાં સલામત જગ્યાએ રોકાઈ જવાનું અને ટાયર ફાટવાની ઘટના બની. અમે આગળ પેલી છોકરીઓને લઈ જતી અમારા અપહરણકારની SUV જોઈ પણ અમારો કોઈએ પીછો ન કર્યો. પેલી ટ્રાવેલ કંપનીનું સ્ટીકર જોઈ અમને તેમાંના જ એક માની લીધા હશે.

હવે અમે અહીં રણ તો ખરું પણ solid land વાળું, પગ મૂકતાં જ ખૂંચી જવાય તેવી રેતીના ડુંગરો નહીં, તેવી જગ્યાએ આવીને બેઠાં. અહીં નજીકમાં કાંટાળી વનસ્પતિ પણ હતી.

"અરે, આ તો કેરડાં. મારી મમ્મી આનું અથાણું બનાવતી." કહેતી ગરિમા એક એકદમ લીલીછમ ડાળીઓ વાળા ઘટાદાર છોડ પર ઊગેલાં પીળાં લીલાં ફળો જોઈ કહેવા લાગી.

"રહેવા દે. સરખી લાગતી ઘણી વનસ્પતિઓ ઝેરી પણ હોય છે." મેં કહ્યું.

તેણે એક બોર જેવું લીલું ફળ તોડ્યું અને ચાખ્યું.

"ના સર. કેરડાં જ છે. લાવો થોડાં તોડી લઉં ત્યાં એટલી વારમાં તમે આસપાસ જુઓ, કારનું કંઇક થાય તો." કહેતી તે કેરડાં તોડવામાં પડી. એ કાંટાળી ઝાડીમાં ઊગેલાં એટલે તેને કાંટા પણ વાગતા હશે.

"થોડાં મારા ઘર માટે પણ તોડી આપ. એને હળદર વાળાં ખાટાં પાણીમાં મારી મિસિસ આથી આપશે. તારે માટે પણ બનાવી આપશે. But be sure કે આ બીજું કશું ઝેરી નથી."

મેં કહ્યું અને આસપાસ જોવા નીકળ્યો.

ત્યાં દરિયા તરફથી ઓચિંતો પવન ફૂંકાયો. અમારાં કપડાં પણ ઊંચાં થઈ ઉડવા લાગ્યાં. અમે પણ ઉડશું એવું લાગ્યું. કેરડાં તોડવાં પડતાં મૂકી ગરિમા પણ દોડી આવી અને અને બન્ને એક બીજાનો હાથ પકડી કોઈ આડશ હોય તો ગોતવા લાગ્યાં.

અહીં કાર સિવાય બીજી કઈ આડશ હોય?

અમે એ તરફ જઈ રહેલાં ત્યાં એ તરફથી જોરથી ફૂંકાતો પવન વાદળું લાવી તૂટી પડ્યો. રણમાં વરસાદ ભાગ્યે જ પડે અને પડે ત્યારે થોડીવાર માટે પણ એકદમ જોરમાં પડે. તડતડ કરતાં ફોરાં અમને કાંકરીઓ વાગતી હોય એમ મારવા લાગ્યાં. અહીં પ્રમાણમાં ઉપરની જગ્યાએ હવા ઓચિંતી ઠંડી થઈ હશે એટલે ડુંગળીનાં પતીકાં જેવા કરા પડી અમને વાગવા લાગ્યા. અમે પલળતાં એ કેરડાની ઝાડી પાસે જ ઊભાં રહ્યાં.

વરસાદ એટલે કે એ વાદળી તો વરસીને જતી રહી. અમે ભીનાં ભચ્ચ થઈ ગયાં.

મેં ગરિમાના ગાલ પરથી ટીપાં લૂછયાં. મેં સૂચવ્યું કે વસ્ત્રો ઝડપથી સુકાઈ જશે એટલે અત્યારે કાઢી નાખવાં હિતમાં છે.

ગરિમાને સ્વાભાવિક સંકોચ થયો. તે ઝાડીની બીજી બાજુ જઈ વસ્ત્રો કાઢી આવી. તેણે એક બાજુ અને મેં બીજી બાજુ તે સુકવ્યાં.

તે ખૂબ સંકોચમાં લાગી. હું સમજી શકતો હતો. તેને મૂડમાં લાવવા મેં કહ્યું કે ચાલ, આ ભીની રેતીમાં ઘર બનાવીએ. તેને અત્યારે ખાસ રસ ન હોય એમ લાગ્યું પણ ટાઇમ પાસ કરવા મારી સાથે તે પણ ભીની રેતીની ટેકરી બનાવવા લાગી. અમે ખાસ્સો ઊંચો ટેકરો કર્યો. તેમાં હાથથી બારીઓ અને બારણાં, પગથિયાં વગેરે કર્યું.

"લે આ આપણી ઓફિસ. ઘરઘર તો હું મારી વાઇફ સાથે આઠ વર્ષથી રમું છું." કહેતાં મેં ઊંચો ટેકરો કરેલો એમાં હાથથી બાકોરું પાડ્યું અને ગરિમાએ સામેથી ખોદી મારા હાથ સાથે હાથ મિલાવ્યો. હવે તેને મઝા આવી.

સાંજ પડતી હતી. દૂર સમુદ્રની પટ્ટી તો દેખાતી જ હતી પણ આખું આકાશ અને ક્ષિતિજ ફરતું વિશાળ, તમે કલ્પના ન કરી શકો તેવડું વિશાળ મેઘધનુષ્ય દેખાયું. ગરિમા ફરી 'વાઉ..' કરી ઉઠી.

"સર, કાઈંક કરો. આજની રાત પણ આ રીતે રહેવું પડશે." તેણે કહ્યું

તેની વાત વ્યાજબી હતી. મેં દૂર સુધી નજર દોડાવી. મેં પરિસ્થિતિ સમજાવી કહ્યું કે કપડાં પહેરી રસ્તે ઉભીએ અને કોઈ વાહન આપણને જોઈને મદદ કરે એ એક જ રસ્તો છે. કારમાં સ્પેર વ્હીલ છે. આપણે વ્હીલ ચેન્જ કરી જોઈએ. અમે જેક ચડાવી બોલ્ટ ખોલવા પ્રયત્ન કર્યો. જેમતેમ વ્હીલ બહાર કાઢ્યું અને સ્પેર વ્હીલ પાછળથી કાઢી ચડાવવા લાગ્યાં. બોલ્ટ પૂરા ટાઇટ થઈ શક્યા નહીં.

સૂર્યાસ્ત થઈ ચૂકેલો. તરત અંધારું થવા લાગ્યું. મેં ગરિમાને કહ્યું કે તે મૂંઝાય નહીં. અહીં પણ કોઈ સાપ કે વીંછી જેવાં ઝેરી નિશાચર આવી ન જાય એ માટે નજીક બીજી સૂકી ઝાડીમાંથી લાકડીઓ તોડી લાવી મારી કીટમાં રહેલ કટર, ટેપ, વગેરે સાથે રહેલ મેચબોક્સમાંથી દીવાસળી લઈ આગ પ્રગટાવી.

ઉપર તારાઓ અને એકદમ તેજસ્વી પૂનમની ચાંદની હતી. ભીની રેતી ઠંડી થવા લાગેલી.

અમે સંપૂર્ણ નિર્વસ્ત્ર અવસ્થામાં હતાં. અમારાં વસ્ત્રો હજી સુકાયાં ન હતાં. મેં કેરડાંની જ મોટી ડાળી કાપી તેને તોડી V આકારમાં જમીનમાં ખોસી. તેને અગ્નિ નજીક રાખી કપડાં તેની ઉપર સુકાવા રાખ્યાં.

ગરિમા મારાથી થોડી દૂર સૂતી. તે આકાશના તારા, નક્ષત્રો વગેરેની વાતો કરવા લાગી. પણ ખાસ મૂડ વગર.

મેં "Is there anything wrong?" પૂછી તેની નજીક જઈ હાથ પસવારતાં વિશ્વાસમાં લીધી.

તેને પોતે જે કેદમાં રહેલી અને કદાચ વેંચાઈ જશે તેનો ભય લાગેલો એ આઘાતમાંથી તે હજી બહાર નહોતી આવી.

હું કોઈ ફિલ્મની વાત કરતાં તેની નજીક ગયો. આજે મને તેને શાંત પાડવા પ્રેમાલાપની શરૂઆત કરવી યોગ્ય લાગી. તેની ઉપર મેં ઉઠાવી લાવેલો સફેદ ઝબ્બો નાખ્યો. તેની પીઠે હાથ મૂકી હળવે હળવે પંપાળતાં તેને વાતોમાં રોકી. તે શાંત પડી વાતો સાંભળી રહી. તેને કદાચ સાંત્વનની જરૂર હતી. મેં તેની પીઠ પર મૃદુતાથી હાથ ફેરવ્યે રાખ્યો. તે હળવેથી મારી નજીક આવી અને મારી પર હાથ રાખ્યો જે મેં સહેલાવ્યો. તેનાં બાવડાઓ થી પંજાઓ સુધી તેના પર મારો હાથ ધીમે ધીમે પ્રસરાવ્યે રાખ્યો અને તેને ચાંદની રાતની, કોઈ ફિલ્મની વાત કહ્યે રાખી. તે મારી વાતો સાથે એકદમ ધીમા, મીઠા અવાજે જે 'હંમ', 'વેલ' કહેતી હતી કે હાસ્યનો નાનો ઠહેકો મૂકતી હતી, સાથે મને સ્પર્શતી જતી હતી એ બધાથી આજે હું ઉત્તેજિત થઈ ગયો. સુંવાળી રેતીની પથારી, ચાંદની રાત, મંદમંદ પવનની ભીની લહેરખીઓ અને તેનું એકદમ ગોરું બદન, ગોરું મુખ. મેં તેના બે ગાલ મારી હથેળીમાં મૂકી તેને એક તસતસતું ચુંબન કર્યું. તે કાળી આંખો ખુલ્લી રાખી આકાશમાં જોતી રહી. થોડી વારે તે મારી પીઠે હાથ ફેરવવા લાગી. તેણે મારી છાતીના વાળમાં આંગળીઓ ફેરવી અને નીચું જોઈ ગઈ. હું વાતો કરતો રહ્યો, તે મીઠા અવાજે ધીમા ધીમા હુંકારા દેતી ગઈ. હું ફરી ચુંબન કરવા ગયો તો તેણે હોઠ ખોલી મારી જીભ અંદર લઈ લીધી.

તેનાં અનાવૃત્ત શરીર અને હવે મન ને કારણે મારી ઉત્તેજના ચરમ સીમા પર પહોંચી ગઈ. તેણે વિના વિરોધ પૂરો સહકાર આપ્યો.

એક અણધાર્યું પ્રલંબ મિલન થઈ ગયું.

તે સૂઈ ગઈ. તેનાં મોં પર એકદમ સંતોષ અને બાળક જેવી શાંતિ દેખાતાં હતાં. મેં તેને ઊંઘમાં જ ગાલ પર હળવું ચુંબન કર્યું અને હું પણ તારાઓ જોતો ઊંઘમાં સરી પડ્યો.

દૂર રણમાં ડફ્લીઓનો અવાજ અને પીધેલા આરબોની ચિચિયારીઓ સંભળાતાં હતાં એ સિવાય નિરવ રાત્રિ સરી રહી હતી.

ક્રમશ: