Hearing in Gujarati Short Stories by palash patel books and stories PDF | શ્રવણ

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

શ્રવણ

બનાસકાંઠા ના વાવ તાલુકા નું એક ગામ. ગામ મા આશરે એક હજાર જેટલી વસ્તી. તેમાં અલગ અલગ વર્ણો ના લોકો,પણ આખું ગામ સંપી ને રહે.ગામ ના લોકો એક બીજાના સુખદુઃખમાં પડખે ને પડખે.

આ ગામમા એક નાનું એવું ખોરડું. ઘર માં ત્રણ જણ. પુરુષ નું નામ અમૃતભાઈ અને પત્ની નું નામ જશોદાબેન,આ દંપતી ખૂબ જ ધાર્મિક, એમને એક પુત્ર વિહાન ,,,લગ્ન ના આઠ વર્ષ પછી વિહાન નો જન્મ થયો હતો..તેને ગામમાજ ભણવા મુક્યો હતો. અમૃતભાઈ ને દસ વીઘા જમીન.એટલે સારી એવી ખેતી થાય અને ઘરે પણ પશુપાલન એટલે પૈસે ટકે સુખી. અમૃતભાઈ અને જશોદાબેન બહેન બંને ભણેલા ન હતા પણ કુશાગ્ર બુદ્ધિ વાળા હતા.એમને પણ દરેક મા બાપ ની જેમ એક જ ઈચ્છા હતી કે અમે તો ભણ્યા નહિ તો પણ વિહાન ને ખૂબ જ ભણાવીએ. અને એમના અરમાનો ને સાચા ઠેરવવાના હોય એમ વિહાન પણ ભણવામાં હોશિયાર. શાળામાં અવ્વલ જ આવે.વિહાન પણ ખૂબ જ કહ્યાંગરો અને સંસ્કારી હતો. તે રજા ના દિવસે પિતા અમૃતભાઈ સાથે ખેતરમાં જતો અને તેમની સાથે જ કામ કરતો. ઘરે હોય તો માતા જશોદાબહેન ને કામમા મદદ કરતો.

ધીમે ધીમે વિહાન મોટો થવા લાગ્યો. તેણે તેનું ધોરણ બાર સુધીનું શિક્ષણ ગામ મા પૂરું કરી ને પાલનપુર કોલેજ કરવા ગયો.અને ત્યાં જઈ ને ગ્રેજ્યુએટ થઈ ને પછી એમ.બી.એ. થયો. આથી તરત જ એને અમદાવાદ ની એક કોર્પોરેટ કંપની મા નોકરી મળી ગઈ.પગાર પણ સારો હતો. હવે તેણે અમૃતભાઈ ને કહ્યું હતું પપ્પા હવે તમારે મજૂરી કરવાની નથી.તમે મારા માટે ઘણું કર્યું હવે તમારે બંને એ આરામ કરવાનો છે. છતાં પણ અમૃતભાઈ એ કહ્યું બેટા એમ ખેતી તો બંધ ના કરાય પણ હવે ઓછી કરી દઈશ. અમૃતભાઈ ને આજે પોતાનાં આપેલા સંસ્કાર પર માન હતું. તેમની નજરો મા વિહાન સ્થાન ઘણું ઊંચું થઈ ગયું હતું.

વિહાન હવે અમદાવાદ રહેતો હતો. તે દર મહિને તેના પગાર માંથી ચોક્કસ રકમ ઘરે મોકલતો ,જેથી તેના માતા પિતા ને તકલીફ ના પડે . હવે વિહાન ની ઉમર પણ ચોવીસ વર્ષ ની થઈ હતી. તેનું ઘર,ખાનદાની,સંસ્કાર અને શિક્ષણ જોઈ ને તેના માટે સારા સારા માંગા આવતા હતાં. એક ધનાઢ્ય પરિવાર ની દીકરી માટે વિહાન નું માગું આવ્યું.તેઓ તેમના જ સમાજ ના હતા પણ શહેર મા કારોબાર હોવાથી શહેર મા રહેતા હતા. છોકરી નું નામ શીતલ હતું.દેખાવડી હતી આથી વિહાન અને તેના મમ્મી પપ્પા ને ગમી ગયું.બધું જ ફાયનલ થઈ ગયું હતું .છ મહિના પછી લગ્ન પણ લેવાય ગયાં. અને બંને પારેવડા લગ્ન પછી અમદાવાદ જતા રહ્યા.

વિહાન અને શીતલ ની જોડી ખૂબ જ સુંદર હતી.બંને ઘણીવાર કાંકરિયા તેમજ ઘણી જગ્યાએ ફરવા જતા,મુવી જોવા જતા .હોટલમાં જમવા જતા. બંને દર મહિને બે વાર ગામડે જઈ ને માતા પિતા ને મળી આવતા.શીતલ ની ઈચ્છા ખાસ ગામડે જવાની ન હતી પણ વિહાનના લીધે જવું પડતું. ધીમે ધીમે શીતલ નું ગામડે આવાનું મન ઓછું થઇ ગયું.તેણે ગામડે આવાનું બંધ કરી દીધું.પણ વિહાન ને લઈ ને શીતલ તેના માતા પિતા ના ઘરે વારે વારે જવા લાગી. વિહાને આ વાત નોટીસ કરી પણ લગ્ન જીવન ની શરૂઆત હોવાથી કઇ કહ્યું નહીં. પણ વિહાન હવે એકલો જ ગામડે જઇ તેના માતાપિતા ને મળી આવતો.
એક દિવસ વિહાને શીતલ ને કહ્યું ચાલ, તારે ગામડે આવ્યે ઘણો વખત થઈ ગયો ,મમ્મી પપ્પા તને બહુ યાદ કરે છે. ત્યારે શીતલે કહ્યું ," હવે આપણે ગામડે વર્ષે એક જ વખત જઈશું. અને જવુ જ હોય તો મારા પિતા ને ત્યાં જઈશું. વિહાન તો ચોકી જ ગયો ,એણે પૂછ્યું કેમ,તો શીતલ એ કહ્યુ," મને તમારે ત્યાં ગામડે ફાવતું નથી. વળી તમારા માતા પિતા પણ અભણ છે .તેમની રહેણી કરણી સાવ દેશી છે. મારે તો કન્વરઝેશન( વાત ચીત) કરવામાં પણ તકલીફ થાય છે.તેઓ વાતે વાતે બેટા બેટા કરીને તમને અને મને વળગી પડે છે. આપણ ને પ્રાયવસી પણ નથી આપતા. બ્લડી વિલેજર્સ."

પોતાના માતા પિતા વિષે ઘસાતું સાંભળી ને વિહાન નો પિત્તો ગયો અને તેણે શીતલ ને એક થપ્પડ મારી દીધી. વાત વણસી ગઇ. શીતલ તેના માતા પિતા ને ત્યાં ચાલી ગઈ. શીતલ ના માતા પિતા એ પણ વાત જાણ્યા સમજયા વગર જ શીતલ નો પક્ષ લીધો.અને શીતલ ને કહ્યું "ડોન્ટ વરી બેટા, હું એને જોઈ લઇશ,"

આ વાત ની ખબર પડતાં વિહાન ના માતા પિતા શહેર દોડી આવ્યા અને વિહાન ને કહ્યું," બેટા ,વહુ જે બોલે એ ચાલશે અમને કઈ ફરક નથી પડતો,આપણે શીતલ ની માફી માગી લઈશું અને એને પાછી લાવીશું"

બીજા દિવસે ત્રણેય વિહાન ના સસરા ના ઘરે ગયા પણ બધા નું અપમાન કરી ને કાઢી મુક્યા. ઉલટાનું તેમણે અઠવાડિયા પછી છૂટા છેડા ની નોટિસ વકીલ મારફતે મોકલાવી.આથી વિહાન ને પણ હવે છૂટા છેડા લેવા હતા કારણ કે તેના માતા પિતાનું પણ અપમાન તેના સાસરી પક્ષે કર્યું હતું.

ફાળવવામાં આવેલી મુદતે બંને પક્ષ ના સભ્યો તેમના વકીલ ની સાથે કોર્ટ મા હાજર થયા. શીતલના પક્ષના વકીલ મિસ નેન્સી હતા.જેઓ માત્ર 27 વર્ષ ના હતા. વકીલાત ની પ્રેક્ટિસ મા જોડાયે બે જ વર્ષ થયાં હતાં.પણ તેમની દલીલો ધારદાર હતી.તેમણે વિહાન પર ઘરેલુ હિંસા નો આરોપ મૂક્યો હતો.

મિસ નેન્સીએ કહ્યું," યોર ઓનર !, મિસ્ટર વિહાને મારા અસીલ ને નાની વાત મા જ લાફો મારી દીધો. મારા અસીલ એક અબળા છે એટલે તે કઇ પણ કરી શકે? મહિલા સશક્તિકરણ ની માત્ર વાતો જ થાય છે. , હાવ કેન માય ક્લાયન્ટ એક્સપેક્ટ અ બેટર લાઈફ આફ્ટર ધીસ ઇનસિડેન્ટ? વ્હોટ ઇસ ધ ગેરંટી ધેટ મિસ્ટર વિહાન વિલ નોટ રિપીટ ધિસ મીસચિફ અગેન?"

બધા ને લાગ્યું કે વાંક વિહાનનો જ છે.વિહાનના વકીલે પણ બચાવ મા ઘણું કહ્યું પણ મિસ નેન્સી ની દલીલો આગળ બધું જ વામણું પુરવાર થયું.

અંતે જજ સાહેબે વિહાન ને કહ્યું ,"મિસ્ટર વિહાન તમારે કઈ કહેવું છે ?"

વિહાને શરુઆત કરી,"માય લોર્ડ! , હું એક સામાન્ય પરિવાર માંથી આવું છું. મારા માતા પિતાએ પુષ્કળ મેહનત કરીને મને ભણાવ્યો છે. આજે હું જે મુકામ પર છું એ માત્ર અને માત્ર તેમના લીધે. ભલે તેઓ ભણ્યા નથી છતાં પણ તેમણે આજ સુધી મને કોઈ વાતે ઓછું આવવા દીધું નથી. મારા લગ્ન કરાવ્યા. આ જન્મે તો હું તેમનું ઋણ ચૂકવી શકું તેમ નથી પરંતુ તેઓ મારી પાસે એટલી પણ અપેક્ષા ના રાખી શકે કે તેમનો દીકરો તેમને મહિને મળવા પણ ના આવે?. મારી પત્ની ને ગામડે આવાનું ફાવતું ન હતું. પણ મને પણ જવાનું ના કહેતી અને તેના પિયર માં વારે વારે જવા દબાણ કરતી.છતાં પણ મેં સહન કરી લીધું.પરંતું મારી પત્ની એ મારા માતા પિતાનું અપમાન કરતા મારા થી ગુસ્સા મા હાથ ઉપડી ગયો. જે મા બાપે પોતાની ઈચ્છાઓ ને ત્યાગી ને માત્ર મારા સારા ભવિષ્ય ની આશાઓ રાખી,તેમને હું કેવી રીતે તરછોડી શકું? તેમના વિશે હું ખરાબ કેમનું સાંભળું? તેઓ અભણ છે એમાં હું શું કામ નાનપ અનુભવું. તમે જે સજા આપો એ મંજુર છે પણ હું આ સહન ના કરી શકું. જે ઘર માં મેં બાળપણ વિતાવ્યું અને જ્યાં રહી ને હું ભણ્યો એ ઘર હવે એને ગમતું નથી. માય પેરન્ટ્સ આર માય લાઈફ.ધેય આર ગોડ ફોર મી. એન્ડ આઈ એમ નોટ ગોઈંગ ટુ ટોલરેટ એની સિંગલ રોંગ વર્ડ અગેન્સ્ટ ધેમ. એન્ડ નાવ આઈ ઓલસો વૉન્ટ ડાયવોર્સ. ધેટ્સ ઓલ."
આટલું કહી ને વિહાન બેસી ગયો.

થોડીવાર પછી જજ સાહેબે ચુકાદો સંભળાવ્યો કે વિહાન અને શીતલ બંને સાથે રહી શકે એમ નથી. મિસ્ટર વિહાન નો તર્ક પણ વાજબી છે. આથી બંને ની છુટા છેડા ની અરજી ને ગ્રાહ્ય રાખવામાં આવે છે તથા મિસ્ટર વિહાન સામેની ડોમેસ્ટીક વાયોલેન્સની ફરિયાદને પણ રદ બાતલ ગણવામા આવે છે.

અંતે બંને ના છુટા છેડા મંજુર થઈ ગયા. અને વિહાન જવા નીકળ્યો, કોર્ટ ના ગેટ સામે જ મિસ નેન્સી વિહાન ને મળી.

"હેલો મિસ્ટર વિહાન. કોંગ્રેચ્યુલેશન્સ!.તમે કેસ જીતી ગયા છો. પણ મારે તમને એક વાત કહેવી છે. "

વિહાને કહ્યું," શુ?"

"તમારા માતા પિતા પ્રત્યેનો તમારો આદર,તમારુ એક નિષ્પાપ વ્યક્તિત્વ મને સ્પર્શી ગયું છે. શુ હું મિસિસ નેન્સી વિહાન બની શકુ છું. કોર્ટ માં જે હું હતી તે પ્રોફેશનલ હતું. પણ તમે મને અપનાવશો તો હું પ્રોમીસ કરું છું કે હંમેશા તમારા માતા પિતા ને મારા માતા પિતા ની જેમ રાખીશ."

વિહાને કહ્યું," પણ એક શરત?"

"કઈ?"

"તમારે દર અઠવાડિયે ગામડે મારી સાથે આવવુ પડશે."

અને નેન્સી ની પાંપણો શરમથી ઢળી પડી.

બીજા દિવસથી એક નવી જ સવાર પડવાની હતી.