Poshak tatvo ni khaan aeva dhany in Gujarati Health by Jagruti Vakil books and stories PDF | પોષક તત્વોની ખાણ એવા ધાન્ય

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

પોષક તત્વોની ખાણ એવા ધાન્ય

જે પોષક તત્વોની ખાણ છે એવા અનાજ બાજરી જુવાર રાગી વગેરે ને પ્રોત્સાહન આપવા સંયુક્ત રાષ્ટ્રો એ વર્ષ ૨૦૨૩ ને આંતર રાષ્ટ્રીય બરછટ અનાજ તરીકે જાહેર કર્યું છે.
બાજરી આયર્ન, કોપર, ઝિંક, વિટામિન ઈ, વિટામિન બી કોમ્પ્લેક્સ થી ભરપૂર છે. રાગી કેલ્શિયમનું સૌથી સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. 100 ગ્રામ રાગીમાં 300 થી 350 મિલીગ્રામ કેલ્શિયમ હોય છે, રાજગરામાં 11% પ્રોટીન અને 14.3 ટકા ફાઇબર હોય છે. રાજ્ગરો ,જુવાર રાગીને બરછટ અનાજ તરીકે ઓળખવામાં આવે છે. જે પ્રોટીન, ફાઇબર, રીબોફ્લેવિન ,ફોલિક એસિડ થી ભરપૂર છે. લોહી અને કેલ્શિયમની ઉણપ પૂરી કરતુ એવું આ બરછટ અનાજ અનેક બીમારીઓનો ઈલાજ છે એવું કહેવામાં આવે છે. ઘણા અભ્યાસના તારણ દર્શાવે છે કે આ અનાજ હેલ્ધી અને ડાઈટ ફૂડ છે. જીમ અને વર્કઆઉટ કરનારા તથા વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો તેમના સ્વાસ્થ્યની જાળવી રાખવા માટે આહારમાં લોટ અથવા ચોખાની જગ્યાએ આ અનાજનો સમાવેશ કરે છે. જુવાર, બાજરી, લાગી, સાવન, કંગની, ચીના,કોડો, કોટકી અને કુટ્ટુ એવા કેટલાક નામો છે કે જે બચત અનાજની ગણતરીમાં આવે છે. સ્થૂળતા,હૃદયરોગ,પાચનતંત્ર ને લગતી બીમારીઓથી બચવા બરછટ અનાજનું નિયમિત સેવન કરવું જોઈએ. આ ઉપરાંત ડાયાબિટીસથી દૂર રહેવા અને શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂર્ણ કરવા પણ અસરકારક છે. આ અનાજમાં કાર્બોહાઈડ્રેટ નું પ્રમાણ ઓછું હોય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલ નું પ્રમાણ વધી ગયું હોય તો આ અનાજ ફાયદાકારક રહેશે. બાજરી અને રાગી હાડકા માટે પણ ફાયદાકારક છે. કેલ્શિયમનું પ્રમાણ વધુ હોવાને કારણે તે સાંધાના દુખાવા અને આર્થરાઇટિસમાં રાહત આપે છે.રાગી અને જુવાર ઓછા પાણીમાં ઉગાડવામાં આવે છે, તે પોષક તત્વની દષ્ટિએ સમૃદ્ધ છે, પરંતુ ખેડૂતો માટે સારા ભાવ પણ અપાવે છે અને તે નાના અને સીમાંત ખેડૂતો માટે સારું રહેશે, જેઓ ભારતના કુલ ખેડૂત સમુદાયના 80 ટકા છે. કૃષિ મંત્રી શ્રી તોમરના મતે આપણે સારું ખાઈએ છીએ, પરંતુ પોષક આહાર નથી ખાતા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં કુપોષણની સમસ્યા છે. આપણે વધુ બાજરી ઉગાડીને કુપોષણની સમસ્યાને હલ કરી શકીએ છીએ.
આ અનાજ ઘઉં અને ચોખા કરતાં વધુ સારું પોષણ આપી શકે છે
ભારત બરછટ અનાજ ઉત્પાદક દેશ છે. જો બરછટ અને બાજરી આધારિત ઉત્પાદનોની ભારે માગ ઉભી કરવામાં આવે તો નાના અને સીમાંત ખેડૂતોની આવક વધારી શકાય છે. તેમણે કહ્યું કે સરકાર બાજરી માટે બજાર બનાવવા અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો કરી રહી છે. તેમને ‘ગરીબ માણસના ખોરાક’થી આગળ વધારી તેને બ્રાન્ડ કરવા માટે સરકારે આઠ પ્રકારની બાજરીને શ્રી અન્ન નામ આપવાનો નિર્ણય લીધો હતો, જે ઘઉં અને ચોખા કરતાં વધુ સારું પોષણ આપી શકે છે, એમ તેમણે જણાવ્યું હતું.
હાલ સરકાર 16 આંતરરાષ્ટ્રીય વેપાર પ્રદર્શનો અને ખરીદનાર-વિક્રેતા મીટ્સ (બીએસએમ)માં નિકાસકારો, ખેડૂતો અને વેપારીઓની સહભાગિતાને સરળ બનાવવાની યોજના ધરાવે છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે યુવા ઉદ્યોગસાહસિકો દ્વારા એગ્રી-સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવા એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. વર્ષ 2023 ને આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ તરીકે પણ ઉજવવામાં આવી રહ્યું છે.એ અવસર પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પહેલ પર સંસદમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સંસદની કેન્ટીનમાં પણ હવે બરછટ અનાજમાંથી બનેલી અનેક પ્રકારની વાનગીઓ મળે છે.
મીલેટ યરની ઉજવણી સંદર્ભે આજકાલ વિવિધ સંસ્થાઓ દ્વારા અને સરકાર દ્વારા વિવિધ પ્રકારની વાનગી સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે કે જેમાં માત્ર બરછટ અનાજનું ઉપયોગ કરી, વાનગીઓ ની વિવિધતા જોવા મળે છે જે દ્વારા સરકાર લોકોને બરછટ અનાજની ઉપયોગીતા વિશે જાગૃત કરી વધુમાં વધુ તેનો ઉપયોગ કરવા લોકોને પ્રેરી રહ્યા છે. તો ચાલો આપણે પણ તેને ઉપયોગ કરી ,રોજબરોજના જીવનમાં અપનાવી,તેના પોષક તત્વો દ્વારા સ્વસ્થ જીવન બનાવીએ.