પ્રકરણ 4 નિયતિની કસોટી..!!
કમળાબેન દોડીને પરિધીના પારણાં તરફ જાય છે...રડતી ત્રણેય દીકરીઓને જોઈ કમળાબેન હાશકારો અનુભવે છે..પણ એ મમતામયી માં ત્યાં દોડીને પરિધીને તેડી લે છે અને બીજા હાથથી સંધ્યા અને હેત્વીને ભેટીને રડી પડે છે.....કેવું કરુણાભર્યું દ્રશ્ય સર્જાયું છે..!! માતાનો લક્ષ્મીભર્યો ખોળો આજે ખાલી થતાં થતાં બચી ગયો....હા...એ દીવાલ પરિધીના માથાથી માત્ર હાથના પંજા જેટલી જ દૂર હતી... પરિધીને કઈ ના થયું પણ સંધ્યા અને હેત્વીના શરીર પર ઈંટના ટુકડા ફેંકાવાથી નજીવું ઘસાયુ હતું...પણ ઈશ્વરકૃપાથી કોઈ જાનહાનિ ન થઈ....બહાર રમતી શાલિની અને વિદિશા પણ ગભરાઈને માતાને આવી ને ભેટીને રડવા લાગે છે....માતા એની પાંચ લક્ષ્મીઓને એના આંખના આસુઓથી પંપાળે છે....એ કાચી અને નાનકડી દુનિયાનું આવરણ આજે ભાંગીને ભુક્કો થઈ ગયું હતું....ને આખું ગામ માત્ર તમાશો જોતું હતું....કમળાબેન એમની પાંચેય દીકરીઓને લઈને એ તૂટેલા કાચા મકાનની બહાર નીકળે છે...હજુ પણ પવન એ જ અભિમાનથી ફૂંકાતો હતો...કમળાબેન મકાનની બહારની તરફ બેસીને પરિધીને શાંત રાખે છે...સાથે સાથે એમની બીજી ચાર દીકરીઓને પણ સાંત્વના આપી શાંત રાખે છે અને પોતાના પતિના આવવાની રાહ જુએ છે...થોડીવારમાં ગામટોળુ વિખાવા લાગે છે...
એ તોફાની, મદમસ્ત અને ક્રૂર નિયતિ સામે આજે એક માં ની મમતા છે...એ ઠંડા અને ઝડપી પવનના જોશથી એ વડલો માતાના વહાલને નિહાળી રહ્યો છે....ને સૂરજ ધીમે ધીમે છુપાઈ રહ્યો છે...થોડી વારમાં કિરીટભાઇ વાણિયા પાસેથી રજા લઈને ઘરે આવે છે...પોતાના કાચા ઘરની આ હાલત જોઈને તેઓ આઘાત અનુભવે છે....જાણે કોઈએ એમના હૈયા પર પથ્થર માર્યો હોય...!!
પતિને જોઈને કમળાબેન પરિધીને તેડીને તેમની તરફ દોડે છે...અને ભેટીને રડવા લાગે છે...
“આ શું થયું..??કમુ..??આ ....??”
કમળાબેન પોતાના પતિને માંડીને વાત કરે છે....કિરીટભાઈ ચિંતાતુર બની જાય છે...
“કમુ..મારી આવક પણ ઓછી છે ને ભગવાને આપણો આશરો પણ છીનવી લીધો ...હવે આપણે શું કરીશું..??ક્યાં જઈશું...??”
કમળાબેન પણ કિરીટભાઈની વાત સાંભળી નિરાશા અનુભવે છે...કારણ કે કિરીટભાઇ રસોડાના કામ ઉપરાંત પોતે બ્રાહ્મણ હતા તો ક્યારેક ગામમાં લગ્નવિધિ કરાવવા પણ જતાં એટલે થોડું ઘણું દાન- દક્ષિણામાંથી પણ મળી રહેતું...તેમ છતાં ઘર ચલાવવું મુશ્કેલ હતું...
“તમે ચિંતા ન કરો ....સૌ સારા વાનાં થશે...આપણે મારા ભાઈ પાસે જઈએ..??એ કઈક મદદ કરશે..?”
આવા તોફાની પવન અને વરસાદમાં કિરીટભાઇ પોતાના પરિવાર સાથે ભૂખ્યા તરસ્યા પોતાના સાસરિયા સાલૈયામાં જવા નીકળે છે ત્યાં શંકરલાલ પંડ્યા એટલે કે કમળાબેનના પિતાજી... કમળાબેનને ત્રણ ભાઈઓ મોટાભાઇ સોમનાથ અને બીજા બે ભાઈઓ પ્રકાશ અને અંગદ...પોતાની માતા અને ભાઈઓથી નિરાશ થઈ કિરીટભાઇ 37 કિલોમીટર દૂર પોતાના પરિવાર સાથે ચાલીને નીકળે છે ..ચાલતાં ચાલતાં વીરપુર સુધી એટલે કે 30 કિલોમીટર સુધી એક ટ્રકમાં લિફ્ટ મળે છે...આથી રાહત અનુભવે છે...ત્યાંથી 7 કિલોમીટર દૂર પોતાના પરિવાર સાથે ચાલીને જ પૂર્ણ કરે છે....
કમળાબેન પોતાના મોટા ભાઈ સોમનાથને જોતાં જ તેમને ભેટીને રડી પડે છે..કિરીટભાઇના હ્રદયમાં પણ વેદના ઉમટી આવે છે...ચાર ફૂલરૂપી દીકરીઓ આ બધુ જોઈને મુરજાય જાય છે ...
સોમનાથભાઈ બહેનની કરૂણ પરિસ્થિતી જોઈને પોતે પણ દુઃખી થઈ જાય છે..આવા ખરાબ સમયે ભાઈ પણ બહેનની મદદ કરે છે કહેવાય ને કે એકબીજા સાથે ભલે ઝઘડો કરે પણ એકબીજાને રડતાં જોઈના શકે એનું નામ ભાઈ-બહેન...
“એક મિનિટ..બહેન..હું આવું.."
સોમનાથભાઈ અંદર ઓરડીમાં જાય છે ને કમળાબેન કિરીટભાઇની સામે જુએ છે થોડી વારમાં સોમનાથભાઈ બહાર આવે છે..ને કિરીટભાઇના હાથમાં કડકડતી નોટોનું બંડલ મૂકે છે…
“ લો.. કિરીટકુમાર..આ 10000 રૂપિયા છે..આનાથી ફરીથી નવું ઘર બનાવો..”
“પણ..સોમનાથભાઈ..!!”
“ચિંતા ના કરો...કુમાર...મારી બહેનને એક ભાઇની ભેટ છે એમ સમજીને લઈ જાઓ..”
“તમારો...ખૂબ ખૂબ આભાર....ધન્યવાદ ભાઈ..!!”
“મારી ફરજ છે કુમાર..”
સોમનાથભાઈ પરિધિના મસ્તક પર હાથ મૂકે છે અને બીજી ચારેય દીકરીઓ સામે જુએ છે...
“હું મારી આ પાંચેય નાનકડી પરીઓને એના મહેલ વગર કેમ રહેવા દઉં..??!!હે..ને.. બેન..???”
“ભાઈ...!!!?”
“બહેન, હું તારી સાથે જ છુ..ચિંતા ન કર...”
“હા..ભાઈ”
કિરીટભાઇ 10000 રૂપિયા લઈ ખાનપુર પરત ફરે છે..અને પોતાની નવી દુનિયા વસાવવાની શરૂઆત પણ..!!
ધીમે ધીમે મકાન તૈયાર થવા લાગ્યું...પણ આ મકાન બનતા જોઈ લોકો મે’ણા મારે છે… એક વખત બાજુમાં રહેતા નર્મદાબેન આ જોઈ ના શક્યા...
“અરે...કમળાબેન...આ ઘર કોની માટે બનાવે છે..??તારે ક્યાં દીકરા છે...??મારે તો ત્રણ દીકરા છે ત્રણ..અમને આપી દે આ ઘર...!!”
કમળાબેન કઈ બોલ્યા વગર જ પોતાના કામમાં ધ્યાન પરોવતાં...પોતાની લાગણીઓ પણ દુભાતી છતાં ચહેરા પર લાવતા નહીં...
તેમ છતાં કિરીટભાઈને કમળાબેનના કહ્યા વગર જ જાણ થઈ જતી….
“ કમુ... તું મને ગામ લોકોના મહેણાં વિશે કહેતી કેમ નથી..?”
“તમને ચિંતા ના થાય ને તમે કામમાં સરખું ધ્યાન આપી શકો ને એટલે..”
“હે ઈશ્વર... મારા ઘરે લાલો આવશે ને તો પાંચ વર્ષ સુધી ડાકોરમાં પૂનમ ભરીશ..”
“ તમે આટલું બધુ ચાલીને જશો..??”
“હા..બસ લાલો આવે તો હું ધન્ય થઈ જાઉં...હું આ વર્ષથી જ શરૂ કરીશ...કમુ..”
“ભલે..ઈશ્વર તમને શક્તિ આપે..!!”
થોડા સમયમાં જ કિરીટભાઇને નહેર ખાતામાં PWDમાં જુનિયર કલાર્કની જોબ મળે છે...અને પગાર 5 રૂપિયા...
ધીમે ધીમે સમય પસાર થતો જાય છે...ઇ.સ.1991 નો પ્રારંભ થાય છે...કિરીટભાઇના ઘરમાં સારા દિવસોના એંધાણ વર્તાવા લાગ્યા છે...કમળાબેનના ગર્ભમાં સાડા આઠ માસનું બાળક છે... છતાં પણ કમળાબેન ઘરકામ સહિત બધુ જ કામ કરે છે...ઈશ્વરે પણ એ માતાને અદભૂત સક્ષમતા આપી છે...
કિરીટભાઇ અને કમળાબેન ચેકઅપ માટે હોસ્પીટલમાં જાય છે આ વખતે કિરીટભાઇ પોતાના મનનાં સમાધાન માટે પૂછી લે છે..
“ સાહેબ..મારૂ બાળક ઠીક તો છે ને..?મારે દીકરો આવશે ને..??”
“don’t worry…kiritbhai..coming soon..”
કિરીટભાઇ અંગ્રેજી ઓછું સમજી શકે છે...એટલે કઈ બોલતા નથી અને બંને ચેકઅપ કરાવી ઘરે પરત ફરે છે...ફરીથી એ જ કામની વ્યસતતા સાથે દિવસો પસાર થવા લાગે છે...અને સાથે સાથે દીકરો આવશે કે દીકરી એ પ્રશ્ન પણ..!!
*******************