TU ANE TAARI VAATO..!! - 8 in Gujarati Love Stories by Hemali Gohil Rashu books and stories PDF | તું અને તારી વાતો..!! - 8

Featured Books
Categories
Share

તું અને તારી વાતો..!! - 8


પ્રકરણ 8 કૉફી તારી ને વાતો મારી.....!!

પ્રેમના નીકળી ગયા પછી રશ્મિકા પોતાના મનોમંથન બાદ વિજયના મેસેજનો જવાબ આપે છે...ને બંને એકબીજાની વાતમાં મશગુલ થઇ જાય છે....

રશ્મિકા અને વિજય બંને જીવનના એવા વળાંક પર આવીને ઊભા છે કે...બંનેના મનમાં સંબંધોની મથામણ સાથે એકબીજા પ્રત્યેની લાગણીઓનો ઉભરો આવી રહ્યો છે.....

"એકબીજાની લાગણીઓથી બંધાયા છીએ,
એકબીજા માટે એક મેકના થવા આતુર છીએ,
ખબર નથી આ જિંદગી કયા વળાંક પર આવીને ઉભી રહેશે,
પણ એકબીજાના થઈને એકબીજામાં સમાયા છીએ.."

એ પછીની સવારમાં વિજય રશ્મિકાને મેસેજ કરે છે...

"તારી આંખોમાં ખોવાયો છું,
તારી વાતોમાં ક્યાંક તો હું છુપાયો છું,
ધડકન કહે છે મારી,(2)
તું છે ખૂબ જ પ્યારી,(2)
નથી સસ્તી નથી મહેંગી,
અણમોલ છે યારી...(2)
Good morning rashu..."


રશ્મિકા વિજયનો મેસેજ વાંચી ખુશ થઈ જાય છે અને પ્રતિઉત્તર આપે છે

"વાહ ખૂબ જ સારું લખો છો.... મનને ગમી જાય તેવું લખો છો.... અદ્ભુત ...પણ આજે તમારા માટે એક સરપ્રાઈઝ છે તો ready for your surprise..."

" વાહ I like it........ હું રાહ જોઇશ જો કે રશું...તારી સાથે રહીને રાહ જોવાની આદત પડી ગઈ છે..."

"Ok... ચાલો મારે થોડું કામ છે તો પછી વાત કરીએ?"

" હા ચોક્કસ હું પણ ઓફિસે જ છું તો હું પણ થોડું કામ કરી લઉં.."

"Bye ..ભૂત...take care"

"હા...વાંદરી bye take care.."


રશ્મિકા ફોનને ડ્રોઇગરૂમના ટેબલ પર મૂકી ઘરનું કામ કરે છે અને સાથે સાથે એ શાયરી એના મનમાં શબ્દોને રમાડ્યા કરે છે ....

"માણવી ગમે છે મને ,
તારી સાથેની મીઠી મુલાકાતો ...
વાગોળવી ગમે છે મને,
તારી સાથેની વ્હાલી વાતો...
ઓળખવી ગમે છે મને,
તારી અણીદાર આંખો ....
ને તારી સાથે ગમે છે બસ ,
તું અને તારી વાતો ....!!"

*************


સવિતાબેન, હર્ષદભાઈ અને રોહન ત્રણેય સવારનો નાસ્તો કરી રહ્યા છે.....

" સવિતા, આજે નાસ્તો ખૂબ જ સરસ બનાવ્યો છે."

"હા, મમ્મી....."

"હવે, બાપ- દીકરો માખણ ના લગાવો.......બોલો શું કામ છે...??"

"અરે મમ્મી, માખણ તો રોટલી પર લગાડવાનું હોય....."

"સવિતા, આજે કંઈ ખાસ દિવસ નથી પણ જેવી રીતે આપણી રશું તને સરપ્રાઈઝ આપ્યા કરતી હતીને એવી જ રીતે આજે હું તને સરપ્રાઈઝ આપીશ."

"હા..જ્યારથી રશું એના ઘરે જતી રહી છે ને ત્યારથી એની મને પણ બહુ જ યાદ આવે છે ..."

"હા..don't worry .. મમ્મી તારી રશું તને જલ્દી.... "

" તને પણ યાદ કરતી હશે..હેં ને રોહન..."

હર્ષદભાઈ રોહનની સામે આંખો મોટી કરી ઈશારો કરે છે અને રોહનની અધુરી વાતને તરત જ ફેરવી નાખે છે

" હા ...પપ્પા "

" હા ભલે રોહન . .પણ તમારા બંનેની રમત તમે બંને જ જાણો ...એ બધું જવા દો ચાલો હવે જલ્દીથી નાસ્તો કરો મારે કામમાં મોડું થાય છે ...."

આમ જ હસી મજાક સાથે નાસ્તો કરી હર્ષદભાઈ ઑફિસે જવા નીકળી જાય છે અને રોહન પોતાના રુમમાં જતો રહે છે અને સવિતાબેન પોતાના કામમાં મશગૂલ થઈ જાય છે..


**********


હર્ષદભાઈ ઓફિસે પહોંચે છે પોતાની કેબીનમાં જઈ ફાઈલો ચેક કરવા લાગે છે થોડીવારમાં વિજય આવે છે અને વિજય પણ એમને ઓફિસના કામમાં મદદ કરવા લાગે છે.... દરરોજની જેમ જ વિજય એ કામ કરતી વખતે રશ્મિકાનો અનુભવ કરે છે.... હર્ષદભાઈ અને વિજય કામ કરી રહ્યા છે એ જ સમયે એ કેબિનના દરવાજા પર કોઈના નોક કરવાનો અવાજ આવે છે... અને બંનેની નજર દરવાજા પર જાય છે દરવાજે આવેલા વ્યક્તિને જોઈને હર્ષદભાઈ અને વિજય બંને પોતાની chair પરથી ઉભા થઇ જાય છે અને નવાઈ પામે છે હર્ષદભાઈ ખુશખુશાલ થઈ જાય છે અને એમનાથી વધારે ખુશ તો વિજય થાય છે પણ વિજય પોતાની ખુશીને પોતાના હૃદયમાં જ પંપાળે છે પણ એનું તેજ એના મુખ પર દેખાય છે.... હર્ષદભાઈ એની પાસે જતા બોલે છે...

" અરે રશું , તું અહીંયા આવી..? તું તો કહેતી હતી ને કે સાંજે આવવાની છે ને મારે તારી મમ્મીને સરપ્રાઈઝ આપવાની છે ....!!! પણ અહીંયા તો મને જ સરપ્રાઈઝ મળી ગઈ...."

"હા ...પપ્પા ...બસ તમને સરપ્રાઈઝ આપવાની ઇચ્છા થઈ એટલે અહીં આવી ગઈ... તો , પપ્પા કેમ છે તમારી તબિયત ?"

રશ્મિકાના ચહેરા પર એક સુંદર મજાનું હાસ્ય રમી રહ્યું છે અને બસ વિજય એને જોયા કરે છે અને વિજય રશ્મિકાનું સરપ્રાઈઝ સમજી જાય છે...થોડી ક્ષણ સુધી રશ્મિકા અને વિજય એકબીજાની આંખોમાં જોઈ રહે છે...

" રશું બેટા... એકદમ મજામાં.... તું બોલ બેટા , તારી તબિયત કેવી છે?"

" બસ પપ્પા , એકદમ મજામાં.."

"હા...રશું..ચાલ ને બેસીને વાતો કરીએ..."

રશ્મિકા હર્ષદભાઈની બાજુની chair પર બેસે છે ને વિજય હર્ષદભાઈની સામેની chair પર બેસે છે અને વિજયની સામે જોઇને રશ્મિકા બોલે છે.

"તમે કેમ છો? કેમ કઈ બોલતા નથી? એક જ દિવસમાં ભૂલી ગયા?"

"હા વિજય કેમ કઈ બોલતો નથી?"

"ના હર્ષદભાઈ એવું કઈ નથી, પણ હું વિચારતો હતો કે એક જ દિવસમાં આ વાંદરી પાછી કેમ આવી ગઈ?"

"હા.....ભૂત.....શાંતિ રાખ."

હર્ષદભાઈ વિજય અને રશ્મિકાને આ રીતે મસ્તીખોર અંદાજમાં જોઈ નવાઈ પામે છે પરંતુ રશ્મિકાના ચહેરા પરની ખુશી જોઈ મનમાં આનંદ અનુભવે છે.

"અરે રશું...!!! તે વિજયને પણ ભૂત કહેવાનું શરૂ કર્યું.??"

"પપ્પા, તમને મારું ભૂત સંભળાયું પણ આ ભૂતનું વાંદરી બોલેલું ના સંભળાયું ને!!!!"

"તો વાંદરીને વાંદરી જ કહેવાય ને......"

"તો તું પણ ભૂત જ છે ને ...... એમાં કઈ બાકી નથી..."

"હા ચશ્મીશ વાંદરી......"

"તો તું છે ભટકતું ભૂત..."

"ઓ......ભૂત અને વાંદરી.... બંને ઝઘડવાનું બંધ કરો અને બંને મારી વાત સાંભળો...!"

રશ્મિકા અને વિજયનો મીઠો ઝઘડો અટકી જાય છે અને બંનેનું ધ્યાન હર્ષદભાઈ પર પડે છે અને હર્ષદભાઈ બોલતાં અટકી જાય છે ક્ષણિક મૌન પછી ત્રણેય ખડખડાટ હસી પડે છે...થોડી વાર પછી હર્ષદભાઈ બોલે છે....

"રશું ...બેટા ...તારે ઘરે નથી જવું ? તારી મમ્મીને પણ સરપ્રાઈઝ આપ ..."

“હા, પપ્પા વિચાર છે કે તમારા વગર જ સરપ્રાઇઝ આપી દઉં…”

“બેટા… મારા વગર જ….???”

“હા પપ્પા…” રશ્મિકા એ નટખટ બનીને જવાબ આપ્યો.

“ હા રશુ બેટા…… મજાક ના કર….. એક કામ કર બેટા…”

“શુ પપ્પા…?”

“ બેટા….. રોહન તારી રાહ જુએ છે…. તો વિજય તને ઘરે મૂકી જાય…?? અને આમ પણ ઘરેથી થોડી ફાઇલો લાવવાની છે, તો વિજય લઈ આવે….”

“હા પપ્પા…. હું નીચે જાઉં છું ત્યાં wait કરું છું…. આ ભૂતની…”

રશ્મિકા મસ્તીખોર બની વિજયની સામે જોઈને બોલે છે અને chair પરથી ઊભી થઈ પોતાની બેગ હાથમાં પકડે છે અને વિજય પણ રશ્મિકાની સામે જોઇને smile આપે છે અને ધીમેથી જવાબ આપે છે….

“હા…. વાંદરી….”

“હા…. બેટા…”

રશ્મિકા બેગ લઈ શરમાળ હાસ્ય સાથે કેબિનની બહાર નીકળી જાય છે….

“વિજય, ત્યાં ઘરેથી ‘ગુપ્તા સાહેબ’ની ફાઈલ ચેક કરવાની છે…. લગભગ તો complete જ છે…. પણ જો અધૂરું હોય તો પૂર્ણ કરવાનું છે…. કેમકે આપણે એમની સાથે કાલે મિટિંગ છે…”

“હા….. ભલે હર્ષદભાઈ…”

“Ok….. વિજય હું પણ થોડા સમયમાં ઘરે આવું જ છું…”

“હા… Ok…. હું જાવ છું…”

વિજય કેબિનમાંથી નીકળી જાય છે અને હર્ષદભાઈ ફરી પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે…. વિજય પાર્કિંગમાંથી બાઈક બહાર લાવે છે અને હાસ્ય સાથે રશ્મિકા સામે જુએ છે અને રશ્મિકા બાઈક પર બેસી જાય છે…. બંને એકબીજાનો સાથ મેળવીને અંદરથી સુખદ આનંદનો અનુભવ કરે છે….

થોડી ક્ષણ પછી વિજય પોતાનું મૌન તોડે છે અને એ શાયરી ને કહે છે….

“રશુ…..કૉફી પીઈએ..??”

“હા….. કેમ નહી…!!!”

“Sure..?”

“Hmmmm…”

“Ok…”

વિજય પોતાની બાઇક કૉફી શોપ તરફ લઈ જાય છે અને થોડી ક્ષણોમાં વિજય કૉફીશોપ આગળ બ્રેક મારે છે અને રશ્મિકા બાઇક પરથી ઉતરી વિજયની રાહ જુએ છે અને વિજય બાઇક પાર્ક કરી રશ્મિકાની પાસે આવે છે.

આગળની જેમ જ અંદર જતી વખતે વિજય આગળ અને રશ્મિકા એની સહેજ પાછળ ચાલે છે વિજય કૉફીશોપના ટેબલ પાસે જઈ chair ખસેડે છે અને રશ્મિકાને બેસાડી વિજય કૉફી જાતે જ લેવા માટે જાય છે અને રશ્મિકા એની રાહ જુએ છે…

થોડા સમય પછી વિજય બે કૉફી લઈનેઆવે છે….

વિજય કૉફી ટેબલ પર મુકી રશ્મિકની સામેની chair પર બેસે છે અને બંને કૉફી પીતા પીતા વાતો કરે છે….

“રશુ… તમને સાંભળ્યા એને ઘણો સમય વીતી ગયો હોય તેવું લાગે છે .”

“Hmmmm….તો..?”

“તો….કઈ નહી…!!”

“કઈ સાંભળવાની ઈચ્છા છે તમને…?”

‘ના….એવું કઈ નથી….બસ હુ તો just વાત કરૂ છુ.”

Dear…તમારી આખોને હુ વાંચી શકુ છું”

“હા…થોડું કંઈ સંભળાવો તો…!!!”

રશ્મિકા વિજયની આંખોમાં જોઈ ને બોલે છે….

તારાથી ક્ષણભર પણ દૂર રહી રહું છું ને

તો તને ખોઈ બેસવાનો ડર લાગે છે

પણ છતાં નિયતિ કોઈને કોઈ વળાંક આપી

જિંદગી અને તને એક કરવાનો વખત આપે છે…

“ રશુ….. ખબર નહીં તુ જે પણ બોલે છે ને….તે બસ ગમવા લાગે છે….. ગમે છે મને તું અને તારી વાતો…”

“બસ એટલે ‘કૉફી તારી ને વાતો મારી…!

“રશુ…!”

“Hmmm…”

“મને Hug કરવાની ઈચ્છા છે….જો તમને કોઈ વાંધો ના હોય તો…..???”

“Dear….મને પણ ઈચ્છા છે….પણ અહીંયા..??”

“ક્યાંક જઈએ..??”

“Hmmm..”

બંને એ કૉફીશોપની બહાર આવેલા પાર્કિંગમાં આવે છે….પણ એ પહેલા વિજય બિલબુકમાં bill pay કરે છે….. અને બસ રશ્મિકા આગળ અને વિજય એની પાછળ સુંદર હાસ્ય સાથે બહાર આવે છે….

બંને કૉફીશોપની બહાર આવેલા parking માં આવે છે અને વિજય એ શાયરીને પૂછી ઉઠે છે….

“Rashu, Can I Hug you, Now..?”

એ શાયરી કઈ પણ બોલ્યા વગર જ પોતાના શબ્દોને ભેટી પડે છે…વિજય પણ પોતાની બાહોમાં એ શાયરીને વીંટાળી પ્રગાઢ રીતે ભેટી પડે છે અને રશ્મિકાની ડાબી આંખમાંથી એક આંસુનું બૂંદ સરી પડે છે અને બોલી ઉઠે છે….

“Dear, ક્યારેક બહુ જ એકલું feel થાય છે.”

“Rashu, I am Always with you…”

“Hmmm..”

એ શાયરી અને એ શબ્દો બંને એકબીજાને ભેટીને પોતાની અધૂરપને પૂર્ણ કરવા મથી રહ્યા છે…

એવામાં કૉફીશોપની બહાર એક કાર આવીને ઉભી રહે છે…. ડ્રાઈવિંગ સીટની બંને બાજુના કાચ ખુલ્લા છે… ડ્રાઈવિંગ સીટ પર બેઠેલો વ્યક્તિ કોઈની જોડે ફોન પર વાત કરી રહ્યો છે અને એવામાં રશ્મિકા આ વ્યક્તિને જોઈ જાય છે અને એની આંખો ચોંકી જાય છે…

અચાનક એ શાયરી વિજયની બાહોમાંથી છૂટી વિજયનો હાથ પકડી વિજયને ખેંચી એની સાથે કૉફીશોપમાં અંદર જતી રહે છે….

“રશુ….. શું થયું…?”

રશ્મિકાએ આંખોથી વિજયને એ તરફ ઈશારો કર્યો અને એ શાયરીના શબ્દો સમજી જાય છે અને બંનેની નજર કૉફીશોપની અંદર એ કાર પર જ રહે છે અને એ કારની જવાની રાહ જોઈ રહ્યા છે....


#hemali gohil "Ruh"

To be continue....


**********


રશ્મિકા કોને જોઈને કોફી શોપમાં જતી રહે છે ? શું એ વ્યક્તિ એ રશ્મિકા ને વિજય સાથે જોઈ હશે..? શું રશ્મિકા અને વિજય લાંબો સમય સાથ માણી શકશે ? કે આ સાથ ક્ષણિક પૂરતો જ રહેશે..?..જુઓ આવતા અંકે