Street No.69 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-71

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-71

શાનવીને બરાબરનો જવાબ આપી નૈનતારા લૂચ્ચુ હસીને સોહમને પૂછ્યું એમ આઇ રાઇટ સર ? સોહમ નૈનતારા સામે જોઇ રહ્યો.... એ હસ્યો અને પૂછ્યું પણ તને કેવી રીતે ખબર પડી કે શાનવીનાં ડેસ્ક પર શ્રીનિવાસનોજ ફોન છે ? એ જૂઠુ બોલી પહેલાં... પછી તારાં કીધાં પછી કબૂલ્યું કે શ્રીનિવાસનો ફોન છે. તેં કર્યુ એ બરાબરજ. સોહમ હજી વિચારોમાં હતો...

નૈનતારા એ કહ્યું સર આ પહેલીવાર ફોન નથી આવ્યો હું શાનવીની બાજુમાં તરનેજાની પાસેથી એકાઉન્ટ સમજી રહી હતી એ પણ આઇટમ.. છે એમ કહી હસી ત્યારે શાનવી નું મારાં તરફ ધ્યાન નહોતું. એનાં ફોન સ્ક્રીન પર મેં શ્રી બેબી એવું લખેલું વાંચ્યું હતું.. એણે વાત કરી ફોન કટ કરેલો અને પછી તરત મને જોઇ એટલે એનો ચહેરો બદલાઇ ગયેલો.

એ તમને પૂછવા તમારી ચેમ્બરમાં આવી મેં જોયું અને ફોન એનાં ડેસ્ક પર જ હતો... પેલો લંગૂર તરનેજા પણ મારી સામે જોઇ મલક્યો અને મને ઇશારો કર્યો હું બધું સમજી ગઇ અને પાછળ પાછળ હું તમારી ચેમ્બરનાં આવી.

સોહમે કહ્યું અરે તું તો ખૂબ ધ્યાન રાખે બધુ તું મારી પર્સનલ સેક્રેટરી છે કે ડીટેકટીવ... નૈનતારા સોહમની સાવ નજીક આવી એનાં કાન પાસે એનાં ગુલાબી હોઠ લાવીને બોલી તમારી પર્સનલ અને ઓફીસની ડીટેક્ટીવ...

નૈનતારાનાં શ્વાસ સોહમનાં કાન પાસે સ્પર્શતાં હતાં એણે આગળ કહ્યું સર શ્રીનિવાસનને શ્રી બેબી કહેતી એ લોકો વચ્ચે ચોક્કસ ચક્કર હતું અને તરનેજા પણ જાણતો હતો એને શાનવીની ખૂબ ઈર્ષા છે.

અહીં ઓફીસમાં કામ સાથે બધાં ચક્કરજ ચાલતાંજ હતાં. પણ હું બધીજ વાતો કઢાવી લઇશ કદાચ ભવિષ્યમાં કામ લાગે. સોહમ નૈનતારાની નજદીકી અને એનાં ગરમ ગરમ શ્વાસથી ઉત્તેજીત થઇ રહેલો.

નૈનતારે કહ્યું સર... સર... સોહમે આંખો બંધ કરી એને સાવીજ દેખાઇ એણે કહ્યું સાવી... સાવી... નૈનતારા એ ચહેરો હટાવી કહ્યું સર કોણ સાવી ? હું તો નૈનતારા છું... એમ કહી એની પાસેથી હટી ગઇ.

સોહમે કહ્યું તું કોણ છે ? સાચું કહી દે... મને તારામાં મારી સાવીનો એહસાસ થાય છે. તારાં શ્વાસ મારાં ચહેરાની નજીક હતાં તારાં શ્વાસમાં સાવીનો એહસાસ છે કોણ છે તું ? તને કોણે એપોઇન્ટ કરી છે ? વાધવા સરે ? કે... ?

નૈનતારાએ સ્વસ્થ થતાં કહ્યું અરે સર કોણ સાવી ? હું તો કોઇ સાવીને ઓળખતી નથી ? હું ખુદ તો વાધવા સરના હાથ નીચે ટ્રેઇન થયેલી છું મને અહીં તમારાં માટેજ સ્પેશીયલ ડ્યુટી પર મૂકી છે. મારે અહીં ઓફીસ અને તમારીજ સેવા કરવાની છે ? તમારે સાવી સાથે શું સંબંધ છે ? કોણ સાવી ?

સોહમ વે સાવધ થયો એણે કહ્યું કંઇ નહીં કંઇ નહીં પણ તારામાં અને સાવીમાં આટલી સામ્યતા ? સાવી મારી પ્રિયતમાં છે હું એને ખૂબ પ્રેમ કરું છું સોરી મારાંથી વધારે કહેવાઇ ગયું.. સોરી... એમ કહીને એ લેપટોપમાં કામ કરવા લાગ્યો.

ઇટ્સ ઓકે સર.. એમ કહી નૈનતારા ઓફીસની બહાર નીકળી ગઇ. નૈનતારા ઓફીસની બહાર નીકળી અને સોહમે લેપટોપમાંથી ધ્યાન હટાવ્યા અને વિચાર કરવા લાગ્યો. એને થયું નૈનતારા આખરે કોણ છે ? એનાં હોઠની લાલી એનાં શ્વાસ અદ્દલ સાવીનાં શ્વાસ છે જાણે. એનાં શ્વાસનો સ્પર્શ સાવીનોજ હતો. આ બધી ગુરુદેવની લીલા છે કે અધોરણનો કોઇ પરચો ?

સાવી આ રૂપમાં આવી મારી પરીક્ષા લઇ રહી છે ? મને નૈનતારા તરફ આકર્ષણ કેમ થાય છે ? મારાં મનમાં જીવમાં સાવી સિવાય કોઇ નથી એનાં સિવાય મને બીજા કોઇ તરફ આકર્ષણ થાયજ નહીં. સાવી નવાં નવાં રૂપ લે છે ? એ ઘરે આવી એનો ચહેરો સાવીને અને બાકીનું શરીર બીજાનું હતું ભલે આકર્ષક હતું પણ...

સોહમે આંખો બંધ કરી ગુરુદેવજીનું સમરણ કરવા લાગ્યો અને પ્રાર્થના કરી રહેલો કે દેવ ગમે તે લીલા કરો પણ સાવીને હું વફાદાર છું બીજા કોઇનો નથી... કદી થવાનો નથી... મને આશીર્વાદ આપો.

ત્યાં એનો મોબાઇલ રણક્યો... એણે જોયું એનાં સર વધવાનો ફોન છે એણે તરતજ લીધો સામેથી વાઘવા સરે કહ્યું સોહમ મારે સી.એમ. સર સાથે મટીંગ થઇ છે., આપણાં પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન મેં બતાવ્યું છે જો તેં બનાવેલું એમણે આપણને પ્રોજેક્ટ પર કામ કરવા ઓર્ડર કર્યો છે. બધું કન્ફર્મ થઇ ગયું છે હું તને મેઇલ દ્વારા બધી ડીટેઇલ્સ મોકલુ છું એનાં પર આગળ કામ કરવાનું ચાલુ કરી દે જે આપણે ટાઇમ લીમીટમાં કામ કરવાનું માત્ર 6 માસનો સમય છે આપણે એ પહેલાં કામ કરીને આપી દઇશું. ઓકે ?

સોહમે કહ્યું કોન્ગ્રેચ્યુલેશન સર.. તમે કહો છો એમ કામ ચોક્કસ થઇ જશે. આઇ પ્રોમીસ.. વાઘવાએ કહ્યું ગુડ ડીયર. કોન્ગ્રેચ્યુલેશન ટુ યું ઓલ્સો. હું સીધો દિલ્લી જઊં છું આગળ ફોન પર વાત કરીશું આઇ હોપ ઓફીસમાં કામ બરાબર ચાલી રહ્યું હશે. હું રાત્રે ફોન કરીશ.

સોહમે ઓકે સર. કહી ફોન મૂક્યો. સોહમે બીજા વિચારો ખંખેરી લેપટોપમાં મેઇલ જોવા માટે ઓપન કર્યુ અને નૈનતારાને બોલાવી.

હજી બોલાવી છે ત્યાં નૈંનતારા હસતી હસતી હાજર થઇ ગઇ. આવીને તરત બોલી કોન્ગ્રેચ્યુલેશન બોસ. પ્રોજેક્ટ ફાઇનલ થઇ ગયો હવે કામ કરવું પડશે.

સોહમે આર્શ્ચયથી કહ્યું તને ખબર પડી ગઇ ? હમણાં તો બોસનો ફોન મૂક્યો. નૈનતારાએ કહ્યું સર તમને ને મને બંન્નેને મેઇલ મોકલી દીધો હતો વાધવા સરે.. તમે વાત કરતા હતાં મેં મેઇલ ચેક કરી લીધો. તમારી પર્સનલ સેક્રેટરી છું ને ?

સોહમે વાતનો સમજવા મગજનાં કસ્યું એણે સ્વીકારી લીધું અને બોલ્યો ઓકે.. તું તો વીજળી કરતાં પણ વધારે ઝડપી છે.. કહેવું પડે..

નૈનતારાએ કહ્યું સર સાચેજ હું ઝડપી છું તમે હજી વિચાર કરો કર્યો હું એ કામ નીપટાવી લઊં.” એમ કહી હસી અને સોહમની સામેજ આવી બેઠી અને બોલી સર તમને તો પ્રોજેક્ટમાં વારજ નહીં લાગે 6 મહીના શું ? 1 મહીનામાં નિપટાવી લેશો. સોહમ હજી કંઇ સમજે પહેલાં એનો મોબાઇલ ફરી રણકયો...

વધુ આવતા અંકે ---- પ્રકરણ-72