Veri Vijogan - 1 in Gujarati Women Focused by Komal Sekhaliya Radhe books and stories PDF | વેરી વિજોગણ - 1

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વેરી વિજોગણ - 1

તમામ પાત્રો,ઘટનાઓ ,સ્થળો મારી પોતાની કલ્પના ના બીજ છે.તો આ ધારાવાહિક સાથે કોઈ વ્યક્તિ,સ્થળ કે ઘટના નો સીધો કે આડકતરો કોઈ જ સંબંધ નથી.માત્ર મારી કલ્પના ને મે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે.તો માત્ર એક કાલ્પનિક રચના છે જેનો ઉદ્દેશ્ય માત્ર મનોરંજન સિવાય કઈ જ નથી.ના કોઈ વ્યક્તિ,સમાજ કે ધર્મ સાથે કોઈ લેવા દેવા છે.માત્ર સંપૂર્ણ કાલ્પનિક રચના!તો આજના "સુપર રાઇટર 5" ને લખવાની શુરુઆત કરું છું.રહસ્ય, થ્રીલર,સુપર ધમાલ થી ભરપૂર "વેરી વિજોગણ" ને લખી રહી છું.....








એક સફર,એક હમસફર ને લાંબો વિશાલ રસ્તો, ઊંચા પર્વતો, સાગરો,મહાસાગરો ને એની વચ્ચે જુલા ખાતું સુંદર જીવન!આલીશાન શિપ માં બેસી ને સમુંદર ને ચીરતી શિપ દોડી રહી હોય,જુલતી શિપ ને પવન ના મોજા અથડાઈ રહ્યા હોય,સાથે ઊંડાણ ની વ્યાખ્યા સમો ઊંડો સમુંદર!લાંબા જાડા લોખંડ ના થાંભલા, લોખંડ ની સીડીઓ જેના દ્વારા એક ભાગ માંથી બીજા ભાગ માં જઈ શકાય.

રાજન એક સીડી થી ચડી બીજી સીડી તરફ જતો.સામે આવતા અધિકારીઓ,સ્ટાફ મિત્રો સાથે હસી ને આગળ વધતો.શિપ ના રૂફ પર ચડ્યો ને એક હવા નું મોજું આવ્યું ને રાજન ને ખેંચવા લાગ્યું.કોઈ અદ્રશ્ય શક્તિ કોઈ આકર્ષણ રાજન તરફ વધી રહેલું.કોઈ અજાણી દુનિયા માં રાજન ખોવાઈ જાય એ પહેલા સ્ટાફ મિત્ર એ પાછળ થી પીઠ થપાવી.

" અરે રાજન!તું અહી ઉપર કેમ આવ્યો છે?મે તને કેટલો શોધ્યો!ને સાહેબ અહી મજા લઈ રહ્યા છે ઠંડી હવા નો" મિત્ર ભાસ્કર બોલ્યો.

કોઈ ના કાળા જાદુ માંથી બહાર આવતો હોય એમ રાજન ખાલી હા બોલી શક્યો.ભાસ્કર સાથે રાજન આખા રૂફ ને જોતો જોતો નીચે ઉતરવા લાગ્યો.માત્ર આજે જ થયું હોય એવું નથી પણ રાજન ગણી વાર કોઈ અલગ દુનિયા નો એહસાસ થતો.

મિત્ર સાથે બેઠો.વાતો કરી.ધ્યાન પેલી અજાણી શક્તિ માં હતું.થોડા જ દિવસો ની મુસાફરી માં પોતાના હેડ ક્વાર્ટર ના સહેર માં આવી ગયું શિપ.

આખરે શિપ બંદર પર રોકાયું.બધા મુસાફરો તેમજ સ્ટાફ એક પછી એક ઉતરવા લાગ્યા.ભાસ્કર પણ પોતાની બેગ લઈ રાજન સાથે નીચે ઉતરી બહાર આવ્યો.વીસ દિવસ ની ડ્યુટી સામે વીસ દિવસ ની છુટ્ટી મળી જતી.દરિયા માં ખેડાણ એટલે જીવ ના જોખમ માં રોકાણ!સૌથી ખતરનાક કોઈ હોઈ તો એ છે સમુંદર.જેની ઊંડાઈ કોઈ માપી શકતું નથી.

રીક્ષા પકડી બન્ને સીધા પોતાના રહેઠાણ પહોચ્યા.રાજન એ પોતાનો રૂમ ખોલ્યો.બેગ મૂકી.સીધો નહાવા ગયો.ફ્રેશ થઈ વાળ કોરા કરી.સીધો પથારી માં પડ્યો.

થોડી વાર માં ઊંઘ આવી ગઈ.કલાક સારી ઊંઘ કર્યાબાદ રાજન ઉઠ્યો.ઘરે જવાની ઉતાવળ ખૂબ હતી.એટલે બેગ પેક કરી.ફ્રેશ થઈ.બહાર આવ્યો.જોયું તો ભાસ્કર ના રૂમ ને લોક હતું.કદાચ ભાસ્કર પોતે ઊંગતો હતો ત્યારે નીકળી ગયો હશે એમ વિચારી પોતે પણ કોલોની બહાર આવ્યો.રિક્ષા કરી સીધો એર પોર્ટ માટે નીકળ્યો.વીસ દિવસ ઘરે રહેવા ની ખુશી જ છલકાઈ રહી હતી રાજન ના ચેહરા પર.વિરહ ની વેદના પછી મિલન નું સુખ.!

ને એમાંય ઘર વાળા રોજ એક છોકરી બતાવે લગન માટે અને રાજન કોઈ નું કોઈ બહાનું કાઢી ના પાડી દે.ઘર વાળા એમ પણ પૂછતા કે કોઈ પસંદ જોઈ તો બોલે તો પણ ના કહેતો.

સીધો એર પોર્ટ પહોચ્યો.સોલાપુર ની ટીકીટ લઇ ફ્લાઇટ ની રાહ જોવા બેઠો શાંતિ.લોકો બઉ ઓછા દેખાઈ રહ્યા હતા.કેમકે ડોમેસ્ટિક એર પોર્ટ માં રાત્રે ભીડ ઓછી હતી.રાજન એ પોતાની બેગ માંથી એક બુક કાઢી ને વાંચવા લાગ્યો.વારે વારે થતી જાહેરાતો કાન ને ગમે એવા અવાજ માં થતી હોય તો કોણ બોર થાય?

સુંદર સુંદર યુવતીઓ નું જ્યાં એક ટોળું આમ તેમ ફરતું હોય એને જન્નત જ કેહવાય.તોય રાજન ને આવી અપ્સરાઓ પણ મોહિત કરી નથી શકતી.બુક માં એવો મશગુલ થઈ ગયો કે ઉપર એના ઉપર બે ત્રણ બુક એના પગ પર પડી ત્યારે એણે પગ તરફ જોયું.તો ચોપડીઓ હતી. એ તરત ઉભો થયો.શોર્ટ્સ વાળી યુવતી ની બુક્સ હતી.પણ શોર્ટ્સ ના લીધે યુવતી નીચે વળી શકે એમ નહતી. રાજને યુવતી ને રિલેક્સ થવા નું કહી બુક્સ આપી. થેંક્યું બોલી યુવતી ચાલી ગઈ. રાજન ફરી બુક માં વ્યસ્ત થઈ ગયો.

થોડી વાર માં સોલાપુર ની ફ્લાઇટ નું એનાઉન્સ થયું.રાજન ઉઠ્યો.બેગ લીધી ને ફ્લાઇટ માં ચડવા લાગ્યો.પોતાની સીટ જોઈ બેસી ગયો.થોડી વાર માં બાજુ નું પેસેન્જર આવ્યું.બીજું કોઈ નહિ પણ પ્રતિક્ષા કક્ષ માં જે યુવતી ની બુક્સ નીચે પડી હતી એજ યુવતી હતી.

રાજન એ ખાસ ધ્યાન આપ્યું નઈ.પણ પેલી યુવતી ખૂબ ઇમ્પ્રેસ હતી.રાજન થી. એણે વાત કરવાની શુરુઆત કરી.

" હેલ્લો,માય સેલ્ફ દિતી.એન્ડ યુ" યુવતી એ પોતાનો હાથ લાંબો કરી વાત ની શુરુઆત કરી.

" હેલ્લો રાજન હિયર"

" તમે પણ સોલાપુર જાઈ રહ્યા છો?" યુવતી એ વાત ને આગળ વધારતા પૂછ્યું.

" હા સોલાપુર મારું ઘર છે.હું લીવ માં ઘરે રહું છું.ફેમિલી સાથે"

" ઓહો ધેટ્સ ગ્રેટ હા! ફેમિલી સાથે રેહવાના વિચારો ને બધું."

" સોરી બટ હું ઊંગુ થોડી વાર? રાજન એ દીતી ને પૂછ્યું.

" ઓફ કોર્સ...યોર ચોઇસ"

રાજન મોઢા પર રૂમાલ મૂકી સુઈ ગયો.થોડી જ વાર માં ફરી જાહેરાત થઈ.સોલાપુર આવી ગયા ની.રાજન સીટ માંથી બહાર આવ્યો. દિતિ પણ બહાર આવી.ફ્લાઇટ માંથી બહાર નીકળી પોતાની બેગ બેલ્ટ માંથી લેવા ઊભા રહ્યા.

હવે દીતિ એનો પીછો કરે એના પહેલા ત્યાંથી છટકી જવાનું નક્કી કર્યું.સીધો રિક્ષા કરી ને ઘર ભેગો.ઘર આગળ રિક્ષા ઉભી રાખી.સામાન લઈ સીધો અંદર ઘર ની.લગભગ બધા સુઈ ગયેલા પણ બેન અને માં રાહ જોઈને બેઠા હતા.માં ના પગે પડી આશીર્વાદ લીધા.ને બહેન ખ્યાતિ ને ભેટ્યો.

" કેવી રહી તારી નોકરી બેટા?" માં એ દીકરા ને સવાલ પૂછ્યો.

" તારા ને પાપા ના આશીર્વાદ, ખ્યાતિ ને હર્ષિલ નો પ્રેમ મારી સાથે હોય પછી મને શેની ચિંતા માં??"

ખ્યાતિ પાણી નો ગ્લાસ લાવી.રાજન એ પાણી પીધું.માં ઉભા થયા ને દીકરા માટે ગરમાં ગરમ રોટલી ઉતરવા ગયા રસોડા માં.

એટલા માં ફરી ઘર ની બેલ વાગી.ખ્યાતિ દોડીને દરવાજે ગઈ.દરવાજો ખોલી ને આવનાર સ્ત્રી ને ભેટી પડી.

હરખાતી હરખાતી ખ્યાતિ પોતાની મિત્ર ને ઘર માં લઇ આવી.ખ્યાતિ ની સહેલી ને જોઈ રાજન ભડકી ને ઉભો થયો.

"અરે તમે અહી?"

" ભાઈ તું આને ઓળખે છે?" ખ્યાતિ એ સવાલ પૂછ્યો

" અરે ના ના,મતલબ અમે બન્ને એકજ ફ્લાઇટ માં અહી આવ્યા.બાજુ ની સીટ હતી મારી ને એમની."

" અરે તમે તો બોલ્યા વગર ક્યારે નીકળી ગયા ખબર જ ન પડી."

ખ્યાતિ પાણી નો ગ્લાસ લાવી દીતિ ને આપ્યો.

" ચાલ મુન્ની હું તને મારા રૂમ માં લઇ જાઉં.તું ફ્રેશ થઈ જા.પછી જમવાનું તૈયાર છે." ખ્યાતિ એ પોતાનો રૂમ બતાવતા કહ્યું.

રાજન પણ ફેશ થઈ આવ્યો.મુન્ની એટલે કે દિતિ પણ!બન્ને જોડે જોડે જમતા ગયા ને રાજન ને ખુબ અગવડ લાગવા લાગી પોતાના ઘર માં પણ.....

(ક્રમશઃ)