Father-daughter s first love in Gujarati Magazine by Dharmi.H. Modi books and stories PDF | પિતા..... દિકરી નો પેહલો પ્રેમ

Featured Books
Categories
Share

પિતા..... દિકરી નો પેહલો પ્રેમ

 

 

 

 

 

 

 

 

ઘણા લોકો એમ વિચારતા હશે કે એક પિતા શુ છે. એક પિતા ની વ્યાખ્યા શુ?

મારા મતે એક પિતા સૂરજ જેવા હોય છે સૂરજ ગરમ જરૂર થાય છે પણ ના હોય તો અંધારું છવાઇ જાય છે.

 

એક સ્ત્રી પોતાની વેદના રોઇને બિજા ને કહી દે છે, પણ એક પિતા ગમે એટલા દુખી હોય પણ એ મનોમન રડી લેશે. એ ઓશીકા નો ખૂણો પણ પલાડતા નથી. ગમે તેવો લોખંડી મનોબળ વાળો પિતા કેમ ના હોય પણ એ બે વસ્તુ થી ટૂટી જાય છે: "એક જ્યારે દિકરો તર્છોડે ત્યારે અને એક દિકરી ઘર છોડે ત્યારે." 

મા ઘર નું ગૌરવ તો પિતા ઘર નું અસ્તિત્વ હોય છે. મા ની પાસે અશ્રુ ની ધારા તો પિતા પાસે સંયમ હોય છે. બે સમય નું ભોજન મા બનાવે છે પણ જીવનભર ના ભોજન ની વ્યવસ્થા પિતા કરે છે. પિતા ને સહેજ આપણે ભૂલી જઇયે છે, ક્યારેક જો ઠોકર વાગે કે લાગે છે ત્યારે આપણા મોં માં થી "ઓહ મા" નીકળી જાય છે પણ રસ્તો પાર કરતી વખતે જો કોઈ ટ્રક પાસે આવીને બ્રેક મારે તો આપણા મોઢા માં થી "ઓહ બાપરે" નીકળે છે. કેમ કે નાના નાના સંકટો માટે માતા છે પણ મોટા સંકટ આવે ત્યારે પિતાજ યાદ આવે છે. પિતા એક ઘટાદાર વૃક્ષ છે જેની શીતળ છાયા માં આખું ઘર સુખે થી રહે છે. મા જન્નત છે તો પિતા દરવાજો છે, મા જન્મ આપે છે તો બાપ જીવાડે છે, મા ચાલતા શીખવાડે છે તો બાપ દોડાવે છે, મા ઉભા થતા શીખવાડે છે તો બાપ ઉભા રહેતા શીખવાડે છે, મા બાળક ની રક્ષા કરે છે તો બાપ બંને ની રક્ષા કરે છે, મા ઘર સજાવે છે તો બાપ ઘર બનાવે છે, મા શિક્ષક છે તો બાપ હેડમાસ્ટર છે. પિતા એટલે એવી છત્રી જેની છાયા દરેક ના નસીબ માં નથી હોતી. પિતા દીકરા નો પેહલો હીરો હોય છે પણ દીકરી નો તો પેહલો પ્રેમ હોય છે.પિતા હોય ને એટલે દરેક બાળક નું હૃદય એક સિંહ જેવું હોય છે. 

"થાક ઘણો હતો ચેહરા પર પણ અમારી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે, આંખ માં ઊંઘ હતી ઘણી છતાં પણ ચિંતા માં જાગતા જોયા છે, કોઈને તકલીફ વર્ણવી નહતી પણ અશ્રુ વગર મનોમન રડતા જોયા છે અમારા ભવિષ્ય ના સપના સજાવટ જોયા છે, પાઇ પાઇ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે, એ ખુશી માટે પોતાના શમણાંઓને રોળતાં જોયા છે, પોતાની પસંદગી ને નાપસંદ કરી અમારી પસંદગી ને અપનાવતા જોયા છે, વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી, પિતા ના રૂપ માં સર્જનહાર જોયા છે."

 

મને પપ્પા કરતા સાંજ વધારે ગમે છે કારણકે પપ્પા ખાલી રમકડાં લાવે છે પણ સાંજ તો મારા પપ્પા ને લાવે છે. પિતા લીમડા ના છોડ જેવા હોય છે જેના પત્તા ભલે કડવા હોય પણ એની છાયા હંમેશા શીતળ હોય છે. "આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું, પોતાની ઊંઘ આપીને અમને સુવડાવ્યા, પોતાના અશ્રુ છુપાવીને અમને હસાવ્યા।"

 

પિતા ની ક્ષમતા નો અનુમાન લગાવો ઘણો અઘરો છે. 

મંજિલ દૂર અને સફર ઘણી બધી છે, નાનકડી આ જિંદગી માં તકલીફ ઘણી બધી છે આ દુનિયા તો ક્યારની મારી નાખત પણ પિતા ના પ્રેમ ની અસર ઘણી બધી છે.

સંતાનના જીવનને ઉજ્વળતાના સોપાનો પર લઇ જવા પ્રેરીત કરે તે પિતા.

સંતાનના પૃથ્વી પરના આગમનને બિરદાવતા તે પિતા.

મારુ સંતાન,મારું બાળકનુ ગૌરવ અનુભવે તે પિતા.

જ્યારે પિતા તેમના પુત્રને આપે છે, ત્યારે બંને હસે છે;

જ્યારે પુત્ર તેના પિતાને આપે છે, ત્યારે બંને રડે છે.

F-Funny 

A-Athletic

T-Trustworthy

H-Heroic

E-Exceptional

R-Really a great personality

 

F-forever with his family

A-always there for you

T-the only one who's there

H-he is my hero till the end

E-encouraging in everything I do

R-really the only one...... no one can beat him...... he is the best.....

 

 

 

  💖 I LOVE YOU, MY DEAREST DADDY👨