Active ride in Gujarati Moral Stories by Payal Chavda Palodara books and stories PDF | એકટીવાની સવારી

Featured Books
Categories
Share

એકટીવાની સવારી

એકટીવાની સવારી :

            તૃપ્તી કે જે તેના પિતાની એકમાત્ર લાડકવાયી દીકરી. તેને નાનો ભાઇ હતો પણ તૃપ્તી વધારે માનીતી હતી. તૃપ્તીના લગ્ન બાદ તેની નોકરી તેના પિયરના ઘરથી નજીકમાં જ હોવાથી તે અવારનવાર પિયરમાં આવતી જતી રહેતી. એ જ અરસામાં તૃપ્તીના પિતાનું અચાનક અવસાન થાય છે. તેના પિતાને અવસાન થયાને હજી એક મહિનો જ થયો હતો અને એ એક જ મહિનામાં તુપ્તીના જીવનમાં ઘણા બદલાવ આવી ગયા હતા. ઘરની લાડકવાયી દીકરી થી એક જવાબદાર મોટી બહેન તે બની ચૂકી હતી. તેના જીવનમાં પિતાનું મહત્વ અવ્વલ સ્થાને હતું. તૃપ્તીને હવે તો એક-એક મિનિટે પિતાની કમી સતાવતી હતી.

            તે ભૂતકાળમાં સરી જાય છે............તૃપ્તીના પિતા હમેશા તેને એકટીવા પર લેવા જતા અને મૂકી પણ જતા. આ બધું તૃપ્તી નર્સરી કે.જી.માં હતી ત્યાંરથી લઇને નોકરી પર લાગી ત્યાં સુધી સદંતર ચાલતું રહ્યું.. એ પછી પણ તૃપ્તી જયારે સાસરેથી પિયરમાં આવતી ત્યારે તેના પિતા હમેશા બસ-સ્ટેશને તેને એકટીવા પર લેવા જતા. તૃપ્તી તેના પિતા પર સંપૂર્ણપણે આશ્રિત હતી. આ બધી વાતોના સંભારણાથી તૃપ્તી વધારે દુ:ખી થઇ જતી હતી. તેના માટે તેના પિતા વગર દિવસો પસાર કરવા અઘરા બની રહ્યા હતા. કેમ કે તૃપ્તીને એકટીવા આવડતું ન હતું. તેના પિતા હમેશા તેને એકટીવા શીખવા માટે સમજાવતા પણ તે એકટીવા શીખવા જ નહોતી માંગતી. જયારે પણ તેના પિતા એકટીવા શીખવા માટે કહેતા ત્યારે તૃપ્તી એમ જ કહેતી કે,‘‘ પપ્પા મારે એકટીવા નથી શીખવી. મારે જયારે પણ અહી પિયર આવવું હશે ત્યારે હું તમને ફોન લગાવીશ અને તમે મને લેવા આવી જજો. તો શું કામ એકટીવા શીખવું.’’ ત્યારે તેના પપ્પા એમ જ કહેતા કે, ‘‘તું એકટીવા શીખે તો તારા માટે સારું છે. હું હાલ તો તારીપાસે છું જ. પણ કદાચ હું ના હોવ તો તારે કયાંય જવું હોય તો તને તકલીફ ના પડે.’’ પણ તૃપ્તી આ બાબત મજાકમાં જ લેતી. કેમ કે તેને ખાતરી જ હતી કે તેના પિતા હમેશા છે જ તેની સાથે. પણ ભગવાનને કંઇક અલગ જ મંજૂર હતું. આ ધરતી પર જન્મ લઇને આવતી વ્યક્તિ કુદરત પાસેથી અમરપાટો લઇને નથી આવતી. આથી તેને મૃત્યુના દરવાજે તો જવું જ પડે. તેના પિતાનું આકસ્મિક અવસાન થઇ જાય છે જે તેના માટે પીડાદાયક હતું.

            એક દિવસ તેણે મનથી મકકમ થઇને વિચારી લીધું કે તે હવે એકટીવા શીખશે. તેણે તેના નાના ભાઇને વાત કરી કે તે એકટીવા શીખવા માંગે છે. તેનો ભાઇ તેની સામે ચિંતાથી જોઇ રહ્યો અને કહેવા લાગ્યો કે, ‘‘તારે એકટીવા શીખવાની જરૂર નથી. હું છું ને તારો ભાઇ. હું પણ તને પપ્પાની જેમ જ લેવા મૂકવા આવીશ.’’ આ સાંભળતા જ તૃપ્તીની આંખો છલકાઇ જાય છે. તેને સમજમાં ન આવ્યું કે શું કહેવું પણ તેણે નાના ભાઇને કહ્યું કે, ‘‘હું સમજું છું. તને પણ મારી ચિંતા છે. પપ્પાએ જે રીતે મને વ્હાલથી રાખી છે એમ તું પણ મને પપ્પાની કમી નહિ આવવા દે. પણ તારે પણ બીજા કામ હોય, કયાં સુધી તું મારી આવી રીતે જવાબદારી લઇશ અને તને પણ મારે વધારે તકલીફ ના અપાય. તારા માથે ઘરની જવાબદારી છે.’’ નાનો ભાઇ તેને સમજાવે છે પણ તૃપ્તી હવે મકકમ હોય છે. આખરે તેનો ભાઇ તેને એકટીવા શીખવાડવા માટે તૈયાર થઇ જાય છે. તૃપ્તી ઓફિસથી ઘરે આવ્યા બાદ એકટીવા શીખવા માટે જાય છે.

            તૃપ્તી તેના પપ્પા સાથે પહેલા જયાં એકટીવા શીખવા જતી હતી જગ્યા પર જ તેનો ભાઇ તેને એકટીવા શીખવા લઇ જાય છે. તે જગ્યા જોઇને તૃપ્તીની આંખો ફરીથી છલકાઇ જાય છે. તે મનમાં ને મનમાં તેના પિતાને યાદ કરે છે ને મનમાં મક્કમ નિર્ણય કરી લે છે કે, તે હવે એકટીવા જરૂરથી શીખશે. તેને થોડી એકટીયા ચલાવવામાં તકલીફ તો પડે છે પણ તે ધીમે-ધીમે એકટીવા ચલાવતા શીખી જાય છે. એક-બે-ત્રણ-ચાર અઠવાડિયામાં એ સારી રીતે એકટીવા ચલાવતા શીખી જાય છે. પછી તો તે સાસરેથી પિયર આવવાનું હોય તો પણ જાતે જ એકટીવા લઇને આવતી જતી થઇ જાય છે. તેના પિતાએ આત્મનિર્ભર રહેવાની જે શીખ તેને આપી હતી તે ખરેખરમાં તૃપ્તીના જીવનમાં કામ આવે તેવી જ હતી.

            અમુક-અમુક સમયે તૃપ્તીને એકટીવા ચલાવતી જખતે પિતાની યાદ આવી જતી તો તે ઉદાસ થઇ જતી. પણ પછી વિચારતી કે, આજે મારા પપ્પા જયાં પણ હશે મને જોઇને ખુશ હશે કે મારી દીકરી આજે જાતે એકટીવા લઇને જતા-આવતા શીખી ગઇ છે.

 

-   પાયલ ચાવડા પાલોદરા