kasak - 11 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 11

Featured Books
Categories
Share

કસક - 11

બપોરના બે વાગ્યા હતા.શિયાળોનો પ્રકોપ હવે થોડોક ઓછો થઈ ગયો હતો અને ઉનાળો બે એક મહિના દૂર હતો. પણ છતાંય વસંત ઋતુ કહી શકાય, વાતાવરણ કઇંક તેમ હતું. આ તે ઋતુ હતી જે ઋતુમાં વૃક્ષોની સૂકી ડાળીઓ પર નવા પાન આવે છે. જેમાં સાંજ નું વાતાવરણ તમને સારું લાગવા લાગે છે, જેમાં બાગ બગીચાના ફૂલો આછા સૂરજના કિરણોમાં મહેકી ઉઠે છે. 

કવન લાયબ્રેરી ની બહાર અને ગેટની થોડીક અંદર સૂરજના આછા તડકામાં ઊભો હતો.કવનના પગની નીચે કેટલાક સૂકા પાન જમીન પર વિખરાયેલા પડ્યા હતા. આજુબાજુ કેટલાક લોકો લાયબ્રેરી માંથી આવી રહ્યા હતા તો કેટલાક લોકો હજી અંદર જઈ રહ્યા હતા.  

પ્રેમ પણ લોકો જોડે શું શું કરાવે છે?

થોડીકવાર બાદ આરોહી આવી, તે ચાલતીજ લાયબ્રેરીના ગેટમાં પ્રવેશી. જેથી કદાચ તે બસ અથવા રિક્ષામાં આવી હતી. તેનું મોં સૂરજના આછા તડકામાં થોડુંક લાલ લાગતું હતું પણ તે તોય સુંદર હતું. આરોહી એ કહ્યું “શું મે તને બહુ રાહ તો નથી જોવડાવી ને?”

કવને હસી ને કહ્યું “ના બહુ ખાસ નહિ હું પણ બસ હમણાં જ આવ્યો હતો.”

બંને એક્બીજાના ખબર અંતર પૂછી રહ્યા હતા.

કવને કહ્યું “હું વિચારી રહ્યો આટલા દિવસમાં ના કોઈનો ફોન આવ્યો અને ના કોઈનો મેસેજ.બધા આવવાની સાથે પોતપોતાના  કામમાં  ખોવાઈ ગયા હશે.”

“હા,હું પણ તે જ વિચારી રહી હતી,સારું થયું કાવ્યા એ આજે સાંજે મળવાનો પ્રોગ્રામ ગોઠવ્યો.”

“અચ્છા તો કાવ્યા એ આ સમગ્ર મળવાનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો?”

“હા,તેણે જ ગોઠવ્યો છે. તેણે મને ફોન કરી ને જણાવ્યું.મને પણ યાદ આવ્યું કે મારે આજે લાયબ્રેરી જવાનું છે.તો ચાલો હું કોઈને સાથે લઈ લઉં.એટલે મે તને મેસેજ કર્યો.”

"હા, સારું કર્યું.શું તું દર રવિવારે અહીંયા આવે છે?"

"હા, હું દર રવિવારે અહીંયા આવું છું. ભાગ્યે જ કોઈક રવિવાર મારાથી છૂટી ગયો હશે."

"સારું થયું તે મને બોલાવી લીધો મારી બુકનો પણ આજે છેલ્લો દિવસ હતો."

"શું તું પણ અહિયાંનો સભ્ય છે?"

"હા"

કવન તે પહેલેથી જાણતો હતો કારણકે આરોહી ને તેણે ઘણીવાર લાયબ્રેરીમાં દૂરથી જોઈ હતી.

આરોહીને તે વાત નું કંઈ ખાસ ધ્યાન નહોતું.

આરોહી એ તેને કહ્યું "તો ચાલ અંદર જઈએ."

આરોહી અને કવન બંને સાથે સાથે અંદર ગયા.

આ લાયબ્રેરી શહેરની સૌથી મોટી લાયબ્રેરી માંની એક હતી.

સી.એમ મહેતા લાયબ્રેરી શહેરના બધાજ નામચિહ્ન લેખકોથી લઈને વાચકો અહીંયા ના સભ્ય હતા અને આ લાયબ્રેરીમાં આઝાદી પહેલાથી લઈને અત્યાર સુધીના લગભગ બધીજ ભાષા ના પુસ્તકો હતા.

જે પુસ્તક તમને ક્યાંય ન મળે તે પુસ્તક તમને અહીંયા મળી જાય તેમ હતું. 

અહીંયા પુસ્તક લઈ જવા શિવાય વાચનખંડ પણ હતો.જ્યાં ઘણા લોકો આવતા હતા.સવારે સાત વાગ્યાથી લઈને રાતના દશ વાગ્યા સુધી.ઘણા લોકોતો લાયબ્રેરીના બહાર બાંકડે બેસી ને વાંચ્યા કરતા.કોઈ કોમ્પિટિવ પરીક્ષાની તૈયારી કરતા હોય કે એન્જીનીયરીંગ ની પરીક્ષાની તૈયારી કરતા હોય. દરેક ક્ષેત્રનો માણસ અહીંયા અવશ્ય જોવા મળતો.

ઉપરાંત આ લાયબ્રેરી શહેરની વચ્ચે હતી અને શહેરની મોટા ભાગની કોલેજો ની નજીક હતી તેથી તે રીતે જોવા જઈએ તો વિદ્યાર્થી માટે અને લોકોમાટે પણ સહેલું રહેતું. 

"કવન અને આરોહી પોતાની બુક જમા કરાવીને અંદર ના ઓરડા તરફ ચાલ્યા ગયા.જ્યાં બહુ બધા પુસ્તકો ના કબાટ હતા."

તે બંને અંદર આવીને પુસ્તકો જોવામાં વ્યસ્ત થઈ ગયા. તે બે માંથી કોઈનું પણ ધ્યાન એકબીજા પર નહોતું.

આરોહી એક બુક લઈને કવનની પાસે આવી અને પૂછ્યું “તે આ પુસ્તક વાંચ્યું છે?”

"હા, મેં આ વાંચ્યું છે બહુ પહેલા, સારું પુસ્તક છે."

"અચ્છા તો એક આ હું લઈ લઉં છું. બીજું કોઈ પુસ્તક તને યાદ હોય તો કહે, જે સારું પણ હોય."

"બધા પુસ્તકો સારા જ હોય છે આરોહી, માત્ર આપણને અમુક પુસ્તકો ના ગમતા હોવાથી તે ખરાબ નથી થઈ જતા.તને જે પસંદ આવે તું શોધ,હું કહીશ તો તું  કઈંક નવું નહિ શોધી શકે આરોહી."

આરોહી એ તેની સામે હસીને કહ્યું.

"અચ્છા."

કદાચ અડધો કલાક વીતી ગયો ત્યારે બંને એ બે બે પુસ્તકો  લીધા, જે તે વાંચવાના હતા.

પુસ્તક લઈને તે બહાર ગયા અને એક વૃક્ષની નીચે ના બાકળા પર બેસીને તે વાતો કરવા લાગ્યા. 

આરોહીએ કવનને કહ્યું. 

"કદાચ હું આ પુસ્તક જલ્દી નહિ વાંચી શકું મારે પરીક્ષા આવી રહી છે,છેલ્લા વર્ષની" 

કવને જવાબ આપ્યો "અચ્છા,તો મને આપી દેજે.હું વાંચી લઈશ.હું અત્યારે તેટલો વ્યસ્ત નથી "

“ઠીક છે.” 

થોડીવાર બંને ચૂપ રહ્યા અને પછી આરોહીએ કવનને પૂછ્યું 

"તો કેવું રહ્યું,મમ્મી પપ્પા ને ફોટોસ બતાવ્યા મનાલીના?"

"હા,મમ્મી એ જોયા છે પણ પપ્પા હમણાંથી  થોડા વ્યસ્ત છે. તેથી તેમણે નથી જોયા."

આરોહી એ કહ્યું "અચ્છા મારી પાસે તને દેખાડવા જેવું કઈંક છે?"

 કવને વિચારીને કહ્યું "શું?"

આરોહી એ તેનો મોબાઈલ કાઢ્યો અને તેણે તે ફોટો કાઢ્યો જે તેણે વીજળી મહાદેવ મંદિરની બહાર કવનને કીધા વગર પાછળથી પાડયો હતો.જેમાં કવન શાંત પર્વતો તરફ જોતો હતો અને તે  વિચારમગ્ન મુદ્રામાં બેઠો હતો.

"અરે તે આ ફોટો ક્યારે પાડ્યો?"

તેને યાદ આવ્યું આ જગ્યા વીજળી મહાદેવ મંદિર પાસેની હતી. તેણે તરત જ કહ્યું 

"હા, યાદ આવ્યું આ વિજળી મહાદેવ મંદિર પાસેનો ફોટો છે ત્યાં હું આવી રીતે જ બેઠો હતો.તે ખુબ સુંદર જગ્યા હતી.”

"હા, તે તો છે.તો કેવો લાગ્યો ફોટો?"

"સારો છે તે કેમ પાડ્યો?"

આરોહીએ મજાકમાં હસીને કહ્યું "બસ તને ત્યાં આમ બેઠેલો જોઈને મારી અંદર ની  એક ફોટોગ્રાફર જાગ્રત થઈ ગઈ.

"અચ્છા તો તું મજાક કરી રહી છે?"

"નહીં યાર,સિરિયસલી મને તે વખતે ફોટો પાડવાનું મન થયું.તો મેં પાડી દીધો."

આરોહી અને કવન હસવા લાગ્યા.

કવને કહ્યું 

"મેં ખરેખર તને જ્યારે અગિયારમા ધોરણમાં જોઈ હતી ત્યારે મને તું બિલકુલ બોરિંગ લાગી હતી.મને થયું તું એક દમ સિરિયસ છે.કોઈની સાથે વાત પણ નથી કરતી.એક બે છોકરીઓ શિવાય.બસ પોતાના કામથી કામ રાખે છે."

"તો હવે શું લાગે છે?,મિસ્ટર કવન."

કવને હસતા હસતા કીધું "હવે મને તેવું નથી લાગતું."

 આરોહી એ હસીને કહ્યું "ઠીક છે, થોડાક તો તારા મારા વિશે વિચારો બદલાયા."

આરોહી અને કવન હસી રહયા હતા.

"નહિ નહિ,હું મજાક કરી રહ્યો છું. હવે મારા વિચાર પુરા બદલાઈ ગયા છે.તું બિલકુલ રમુજી અને નિર્મળ સ્વભાવની છે."

"ઓહહ...આભાર મિસ્ટર કવન મારા વખાણ કરવા બદલ."

આરોહી અને કવન બંને હસી રહ્યા હતા.

"હવે ચાલ થોડીકવાર અહીંયા બેસીને વાંચીએ પછી કેફે જતા રહીશું."

"ઠીક છે." આરોહી એ કહ્યું અને બંને પોતપોતાના પુસ્તકમાં નજર નાખી ને વાંચવા લાગ્યા.

કવન અને આરોહીના મનની સંવેદના ત્યાં પહોંચી ગઈ હતી જ્યાં એક પુરુષ અને એક સ્ત્રી બંને સાથે મિત્રની જેમ વર્તે છે. માન્યું કે તેમને મળ્યા ને હજી એટલો વખત જ ક્યાં થયો હતો પણ લોકો કહે છે ને " મેડ ફોર ઈચ અધર" , તે વાક્ય અહીંયા બંધ બેસે છે.જ્યારે એક જ જેવી કોઈ સારી કે કોઈ ખરાબ આદત ધરાવતા બે લોકો મળે એટલે તે સારા મિત્ર જરૂર બને છે તેમ અહીંયા પુસ્તક વાંચવાની સારી આદત તેમની મિત્રતાનું કારણ બની ગયું હતું.

આ મિત્રતા હજી ગાઢ ના કહી શકાય પણ ગાઢથી ઓછી પણ ના આંકી શકાય. જયારે તમારે તે વ્યકિત પાસે બોલતા પહેલા વિચારવું ના પડે એટલે તમારી મિત્રતા ગાઢ જ કહેવાય.

તે દિવસે સાંજે કવન,આરોહી,મિહિર,કાવ્યા અને વિશ્વાસ મળ્યા અને બધાએ ખૂબ વાતો કરી તથા મનાલીના જે ફોટોગ્રાફ્સ એકબીજાના ફોન અને કેમેરા માં હતા તે અરસપરસ કર્યા.

વિશ્વાસ કાવ્યાનું દોરેલું ચિત્ર લઈને આવ્યો હતો જે તેણે કેમ્પફાયર પાસે બનાવ્યું હતું. તે દિવસોમાં વિશ્વાસ અને કાવ્યા બંને એકબીજાની ખાસા નજીક આવી ગયા હતા કારણકે ટ્રીપ માંથી આવ્યાબાદ તે બંને વચ્ચે તો મેસેજમાં વાતો ચાલી રહીજ હતી.તેથી તે બંને માટે મળવાનું કંઈજ નવું નહોતું. ઉપરાંત કાવ્યા એ જ તેને આ ચિત્ર લઈ આવવા કાલ રાત્રે ફોન કરીને જણાવ્યું હતું.જો કે તે ફોન ના આવ્યો હોત તો પણ વિશ્વાસ ચિત્ર લઇને આવત જ.

કદાચ દરેક ની પ્રેમ કથા અલગ અલગ હોય છે.તે બંને એક પગથિયું છોડીને પ્રેમની સીડી ચડી રહ્યા હતા.જે પગથિયું છોડી રહ્યા હતા તે પગથિયું હતું મિત્રતા નું.

જોકે તેમાં કોઈ તકલીફ નથી.કારણકે જ્યારે બે વ્યકિત હાથ પકડીને એક સાથે  તે પગથિયું છોડે છે. ત્યારે  તે સીધા પ્રેમના પગથિયે પહોંચે છે. પણ જો બંને માંથી એક પણ વ્યકિતના મગજમાં તે પગથિયું ના છોડવા ના વિચાર આવ્યા ત્યારે પ્રેમકથા કોમ્પ્લિકેટેડ થઈ જાય છે.

જ્યારે આરોહી અને કવન હજી તે મિત્રતા ના તે પગથિયાની આસપાસ ફરી રહ્યા હતા. 

આગળ ની વાર્તા આવતા અંકે 

આપને અત્યાર સુધી ની વાર્તા કેવી લાગી તે મને મેસેજ કરી ને જરૂર થી જણાવો 

૭૫૬૭૭૩૫૨૫૦ મારો વૉટ્સએપ નંબર છે 

આ ઉપરાંત મને માતૃભારતી તથા ઇન્સ્ટાગ્રામ પર ફોલોવ કરો આ વાર્તા ને ઇન્સ્ટાગ્રામ પર શેર કરો તથા તમારા મિત્રો ને જરૂરથી જણાવો.