સિરીઝમાં જે રીતે દર્શાવવામાં આવ્યું છે તે પ્રમાણે મુગલ રાજવી અકબરના માથાનો દુખાવો હતા તેના ત્રણ દીકરાઓ. એક તો સંતતિ થતી નહોતી એટલે સલીમ ચિશ્તી પાસે દુઆએ માંગીને સંતતિ પ્રાપ્ત કરી. સલીમ ચિશ્તીના નામ પાછળ નામ રાખ્યું સલીમ. જે એક નંબરનો ઐયાશ પ્રિન્સ હતો. બીજો હતો મુરાદ જે બહાદુર હતો પણ બેરહમ હતો . ત્રીજો પાંચ સમયનો નમાઝી ,ભાવુક ને ગે હતો. અકબરે નક્કી કર્યું કે પોતાના પિતરાઈ ભાઈ સાથે કલહના બીજ વવાયાં હતા પહેલા પુત્રને ગાડી મળે એ વાતથી તેથી હવે પાટવી કુંવર જેવી કોઈ પ્રથા ન હોય. જે કાબેલ હશે તેને રાજ મળશે એટલે આ ત્રણ ભાઈઓ વચ્ચે જામે છે જંગ.
પહેલી સીઝનમાં માત્ર 10 એપિસોડ છે. સલીમ ચિસ્તીની પાંચ મિનિટની ભૂમિકામાં છે ધર્મેન્દ્ર. જેને જોઈને લાગે કે ધરમ પાજીએ હવે એક્ટીંગ છોડીને લોનાવલાના બંગલામાં ડોગીઓ સાથે રમતાં પિક્ચર્સ ઇન્સ્ટા પર મૂકવા સિવાય બીજું કોઈ કામ ન કરવું જોઈએ.
અકબર છે નસીરુદ્દીન શાહ , જેની ચાહત છે કે સલીમ જવાબદાર બને, મુરાદ રહેમદિલ બને ને દાનિયલ બહાદુર બને.
અકબરની ત્રણ બેગમ છે રુકકૈયા બેગમ . જે સહુ પ્રથમ પત્ની , કાકાની દીકરી હતી. એવું મનાય છે કે અકબરની સૌથી માનીતી બેગમ એ હતી નહિ કે રાજપૂત રાણી હરખાબાઈ જેને જોધા સમજવાની ગુસ્તાખી કર્નલ ટોડે કરીને ને એ પછી મુગલે આઝમ બનાવીને કે. આસિફે અને અનારકલીની કાયમી સ્વરૂપ આપ્યું .
હા, હિન્દૂ રાણીનું મહત્વ હતું કારણકે એને જન્મ આપેલો સલીમને ,જે જહાંગીર તરીકે બાદશાહ થઈને બેઠો. (મુઘલ સામ્રાજ્યમાં પહેલો મિક્સ બ્લડ બાદશાહ). આ ત્રણ બેગમ પૈકી એક સલીમા બેગમનું કિરદાર ઝરનીના વહાબ નિભાવે છે. જોધાની ભૂમિકામાં સંધ્યા મૃદુલ . અકબરની ભૂમિકામાં નસીરુદ્દીન.
સહુ માત્ર ડાયલોગ બોલે છે. કોઈને કહાની સાથે સ્નાન સૂતકનો સંબંધ હોય એવું લાગતું નથી. નસીરુદ્દીન બિલકુલ લોસ્ટ દેખાય છે. ઉંમરની અસર કે પછી નબળું પાત્રાલેખન. એવું જ સંધ્યા મૃદુલ અને ઝરીના વહાબનું છે.
હીરો છે સલીમ બનેલો અસીમ ગુલાટી , એ ઘણો પ્રોમિસિંગ લાગે છે. મુરાદ બનેલ તાહા શાહ પણ ધ્યાન દોરે પણ અનારકલી છે અદિતિ રાવ હૈદરી , સ્ક્રીન પ્રેઝન્સ જબરદસ્ત. એનો રોલ લખાયો છે એટલો નબળો કે બિચારી કશું પુરવાર કરવામાં અક્ષમ રહે છે. એ ફક્ત મોટી મોટી આંખોએ તાકતી રહે છે કે પછી હાથ હલાવી ને ડાન્સ કરે રાખે છે. જોવાની ખૂબી એ છે કે અનારકલીનું નામ પડે એટલે સહુના મગજ પર પહેલી ઇમ્પ્રેશન આવે મધુબાલાની. એટલા વર્ષે પણ મધુબાલાની યાદ આવે એ પ્રમાણ છે સફળતાનું.
સિરીઝ જેને લખી છે તે લેખકે ક્યાંથી પોતાનું સંશોધનકાર્ય કર્યું એ જ સંશોધનનો મુખ્ય વિષય છે.
આખી કથામાં સેક્સ , સેક્સ , સેક્સ, ગે સેક્સ , ઈન્સેસ્ટ અને માદક પદાર્થ મુખ્ય ભૂમિકામાં છે. એટલું જ નહીં પોએટિક લિબર્ટી ને નામે આ કહાનીકારે અનારકલીની જીવતી કરી એ તો ઠીક પણ એને દાનિયાલની માતા બતાડી છે. એને કહેવાય પોએટિક લિબર્ટીની પરાકાષ્ઠા. ઓટીટી પ્લેટફોર્મ પર શું ચાલે એ પ્રયોગમાં હવે ઈન્સેસ્ટ રિલેશન ઘુસાડાયા હશે એવું લાગે છે.
અક્બરનામા લખનાર અને અકબરના જમણા હાથ સમાન હતો અબુલ ફઝલ એ વાત મોટાભાગના ઇતિહાસકારો સ્વીકારે છે. આ કથામાં અબુલ ફઝલનું કેરેક્ટર નબળું તો છે જ પણ અબુલ ફઝલ કરતાં અકબરની નિકટ બીરબલને બતાવાયો છે.
પાત્રાલેખનમાં તો દાટ વાળ્યો જ છે પણ કાસ્ટ ડિરેક્ટરે પણ વેઠ ઉતારી છે. રાણા પ્રતાપથી લઇ રાજા માન સિંહ જેવા કેરેક્ટર સ્ક્રિન પર અવરજવર કરે રાખે છે. કોઈ ઈમ્પેક્ટ ઉપજાવવામાં સદંતર નિષ્ફ્ળ.
મુગલે આઝમથી એક નેરેટિવ સેટ થઇ ગયું છે અનારકલીનું.
હકીકતે અનારકલીનું પાત્ર જેનો ઉલ્લેખ અકબરના કે જહાંગીરના આત્મકથન અક્બરનામા કે તુર્કે જહાંગીરીમાં નથી તે પાછળ ક્યાંકથી ઇતિહાસમાં ઉમેરાઈ ગયું.બાકી હતું એમ કર્નલ ટોડે અકબરની રાજપૂત પત્ની હરખા બાઈ ને જોધા બનાવી દીધી અને સલીમ ,જહાંગીરની જોધપુરની રાજપૂત રાજકન્યા જગત ગોસાઈ જે, ખુર્રમ ,શાહજહાં માતા હતી , ખરા અર્થમાં જોધા હતી તેને વિસરાવી દીધી.
ઇતિહાસ હંમેશા વિજેતા લખે છે. પોતાને ગમે તેવો ઇતિહાસ લખાવવાનો શોખ રાજવીઓ નેતાઓ પાળે છે. અકબર ને મહાન ,ધર્મ સહિષ્ણુ લેખાવનાર લોકોએ અકબર નિરક્ષર , લ્યુનેટીક , ઐયાશ , અને બીજા મુસ્લિમ આક્રમણકારીઓ કરતાં થોડો ઓછો પણ, જજિયાવેરો નાખીને હિંદુઓ પાસે બમણો કર વસૂલતો રાજવી હતો એવું ક્યાંય લખ્યું નથી.
તાજ : ડિવાઈડેડ બે બ્લડમાં ફરી એકવાર અકબર કેટલો ઉદાર અને સમધર્મી હતો એવી છાપ ઉભી કરવાનો ઠાલો પ્રયાસ કરાયો છે.
એકંદરે , હિસ્ટોરિકલ ફિક્શનના રસિયાઓ આ સિરીઝ જોવી હોય તો ઠીક છે પણ બહુ આશા રાખીને જોવી નહીં. નિરાશ થવાના ચાન્સીસ વધુ છે.
#Taj #Mughal #DisneyHotstar #OTT