Basso Rupiya in Gujarati Short Stories by THE MEHUL VADHAVANA books and stories PDF | બસ્સો રૂપિયા

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

બસ્સો રૂપિયા

બસો રૂપિયા !

આમતો 'મોહન' ને ક્યાં પહેલા કોઈ ખોટ હતી પણ હવે લાગી રહ્યું હતું કે કિસ્મતમાં ચારેયકોરથી ગ્રહોનો આંતક વધી રહ્યો છે ! હસતું રમતું મોજીલું જીવન અચાનક તોફાનમાં ખેંચાઈ ગયેલું અને આખરે એવો દિવસ આવી ગયો કે મોહન "નટવર શેઠ" ના ઘરે એમની જ સામે બેઠેલો છે... હજી બે જ તો દિવસ થયેલા મોહનને નટવર શેઠ જોડે કામે લાગવાના... નટવર શેઠ ૩૦૦ થી ૪૦૦ કરોડ તો રમતા રમતા ઈન્વેસ્ટ કરી શકે એવા... અને સ્વભાવે જોવા જઈએ તો જલ્દી સમજમાં પણ ન આવે. નટવર શેઠે મોહનને મોટા-મોટા સપનાઓ દેખાડીને પોતાની સાથે રાખી લીધેલો પણ એનો મતલબ એ નહતો કે મોહનને કશી ભાન નહતી પડતી મોહન મજબૂરીમાં એવો સમેટાયેલો કે એની પાસે પણ કોઈ રસ્તો નહતો એટલે જ તો નટવર શેઠ સાથે હેમખેમ બે દિવસ કાઢ્યા..
કામ શું કર્યું ? કાંઈ નહીં બસ નટવર શેઠની મોટી મોટી વાતો સાંભળવાની, નટવર શેઠ જોડે જમાડે તો ખરા પણ મોહનને વાસણ પણ ઘસાવડાવી દે કારણ કે ઉંમરલાયક વ્યક્તિની શરમ પણ આખરે ભરવી તો પડે ને ? અને વધુમાં મોહને નટવર શેઠના બે-ત્રણ બેંકના કામ પતાવ્યા..બધેથી પડેલા મોહનને નટવર શેઠના પૈસામાં કે એમની મોટી વાતોમાં કોઈ જ રસ નહતો મોહનને બસ એક આશા હતી કે નટવર શેઠ મોહનની આવડત મુજબની કોઈ જવાબદારી સોંપે.. મોહન તો બસ હવે કંટાળી ગયેલો એટલેજ એવા પ્લાનમાં હતો કે બસ આ નટવર શેઠની મીટિંગ બીજા બની બેઠેલા "મુરઘા" સાથે પુરી થાય તો હવે હું જલ્દી રજા લઉં આશા બસ અટલી હતી કે પૌસા કાંઈ આપે કે ન આપે બસ ૨ દિવસ રખડયો એનો પેટ્રોલ ખર્ચ પણ આપી દે તો પણ રાજી-રાજી.. કારણ કે બે દિવસ પહેલા નટવર શેઠે મોહનને પોતાના કામકાજમાં સાથે રાખી તો લીધેલો પણ સેલેરી કેટલી આપશે ? ટાઈમ કેટલો ? એવી કોઈ ચોખ્ખાઈ નહતી કરી અને એમાંય મોહનને પાછો સંશોધન કરવાનો બહુ શોખ આમતો એ ૧-૨ કલાકમાં જ નટવર શેઠના સ્વભાવને ઓળખી ગયેલો છતાંય એક નાની આશ સાથે એવું વિચારેલું કે ચાલો બે દિવસ ભરી તો જોઉં.. કદાચ કદાચ અને કદાચ કૈંક નટવર શેઠના દિલના કોઈ એક ખૂણામાં થોડી માનવતા બચેલી હશે તો ?
જેમ મોહનને પોતાની મોટાઈના અસંખ્ય ઉદાહરણો સંભળાવેલા એજ રીતે નટવર શેઠ આજે કોઈ અન્ય વ્યક્તિ સાથે બેઠક કરીને બેઠેલા અને મોહન સામે રહેલા સોફા પર બેસીને કાનનો મેલ કાઢી રહ્યો હતો થોડા સમય બાદ આખરે પેલા વ્યક્તિ એ નટવર શેઠથી કંટાળીને રજા લીધી.. એટલે મોહન તો એમ સમજો રોકેટનું એન્જીન બસ સ્ટાર્ટ કરીને જ બેઠેલો જલ્દી અહીંથી ભાગુ ને પછી કાળ પોતે સામે ભલે આવે પણ નટવરની સામે પોતાનું સ્વાભિમાન વહેંચીને તો નહીં જ નમું.
પેલા વ્યક્તિ એ જેવી વિદાય લીધી કે તરત મોહન પણ પોતાની જગ્યાએથી સમયને જરા પણ વેડફયા વગર તરત બોલી ઉઠ્યો...

"સર, મારે જવું પડે એમ છે એક નાની એવી મીટિંગ છે તો..."

"ઓહ એમ છે તો જા વાંધો નહીં પણ કાલે હું કોલ કરું એટલે કોઈપણ કામ કરતા હોય મૂકીને તરત આવી જજો"

"જી, સર"

"એક મિનિટ તમારા બે દિવસના પેટ્રોલ ભાડાના કેટલા થયા ?"

આવું સાંભળીને મોહનના મનમાં થોડી શાંતિ થઈ કે હાશ કૈક તો પૂછ્યું આમણે... મોહન કાંઈ બોલે એની પહેલા નટવર શેઠ બોલી ઉઠ્યા..

"સો ? સો રૂપિયા થયા હશે કા ?"

આમતો મોહનના ૩૦૦-૪૦૦ રૂપિયા વપરાય જ ગયેલા પણ આ કરોડોના માલિકના મોઢેથી કોડીના મૂલ્યનું વાક્ય સાંભળીને આખરે મોહને ૧૦૦ માં માત્ર બીજા ૧૦૦ નો વધારો નાખીને બોલ્યો..

"બસ્સો રૂપિયા સર..."

નટવર શેઠે પોતાના ખિસ્સામાં એવી રીતે હાથ નાખ્યો કે જાણે હમણાં જ પોતાની વસિયતના કાગળ મોહનને સોંપી દેશે... નટવર શેઠે વોલેટમાંથી ૨૦૦ રૂપિયાની નોટ કાઢી અને મોહનને પકડાવી દીધી. મોહને પણ જે મળ્યું એ બસ ! ગમે તે બહાને છૂટો તો થયો એમ સમજીને ૨૦૦ રૂપિયા લઈને પોતાના પોકેટમાં નાખ્યા મોહન પાસે વોલેટમાં બસ ૫૦ રૂપિયા પડ્યા હતા હવે નટવર શેઠના અપાયેલા ૨૦૦ રૂપિયા થઈને મોહન કુલ ૨૫૦ રૂપિયાની વસિયતનો માલિક બનીને ખુશી ખુશી ત્યાંથી નીકળી ગયો..
મોહને માથે હેલ્મેટ પહેર્યું અને પોતાની બાઈકની કીક મારીને ભાગ્યો.. આમતો નટવર શેઠના કામ કરવામાં મોહનના ઘણા પૈસા વપરાયેલા પણ મોહન ૨ દિવસ મનોમન એક નાની એવી આશા સાથે નટવર શેઠ જોડે ૨ દિવસ કામ કરીને નસીબને અજમાવી જોવાના અખતરા કરવા માંગતો હતો... પણ કઈ મળ્યું નહીં. મોહન જે કામ કરવા આવેલો એતો દૂર દૂર સુધી મોહનને ક્યાંય દેખાયું પણ નહીં મોહન ૨ દિવસથી મનોમન ગૂંચવાયેલો રહેતો શું કરવું વિશ્વાસ કરવો કે નહીં પણ હવે નટવર શેઠના ઘરેથી ભાગ્યા બાદ મોહને એવો રાહત ભર્યો શ્વાસ લીધેલો કે જાણે આઝાદી મળી ગઈ. વળતરમાં માત્ર ૨૦૦ રૂપિયા મળ્યા હોવા છતાં મોહનને કોઈ અફસોસ નહતો પણ દુઃખ એ વાતનું હતું કે એની એક વધુ આશા આજે ફરી તૂટી પડેલી... પણ હવે શું થાય ? ક્યારેક એવા દિલાસા સાથે પણ ખુદને મનાવવા પડે કે "જે થાય સારા માટે થાય"
આવા બધા અસંખ્ય વિચારોમાં મોહન ગાડી ચલાવી રહેલો અને થોડે આગળ જતાં અચાનક મોહનની ગાડીની સામે એક ટ્રાફિક પોલીસવાળા એ લાકડીએથી મોહનને સાઈડમાં ગાડી ઉભી રાખી દેવાનો ઈશારો કર્યો... મોહનને તરત ખ્યાલ આવી ગયેલો કે હજી વધુ એક હાસ્યસ્પદ ઘટના એની સાથે ઘટવાની છે. મોહને હજી તો ગાડી સાઈડમાં કરીને તરત પેલો ટ્રાફિક પોલીસવાળો મોહનની ગાડી બાજુ આવીને બોલ્યો..

"લાવો લાયસન્સ અને પી.યુ.સી દેખાડો..."

મોહને તરત પોતાના વોલેટમાંથી લાયસન્સ કાઢીને પેલાના હાથમાં આપ્યું..

"લાવો લાવો પી.યુ.સી પણ દેખાડો જલ્દી..."

મોહને પી.યુ.સી કાઢ્યું ને ટ્રાફિક પોલીસના હાથમાં આપ્યું ટ્રાફિક પોલીસવાળો મોહનની સામે જોઇને અકળાઈને બોલ્યો...

"આ તારીખ તો જોવો ૧ મહિના અગાઉ જ પતી ગયેલું છે ચલો કાઢો ૧૦૦૦ રૂપિયા મેમો ફાડું છું"

મોહન પહેલેથી ખુબજ પરેશાન અવસ્થામાં હતો અને એમાંય ઉપરથી આ નવી ઘટના એની રાહ જોઈને ઉભેલી..

"સાહેબ જવા દો ને બહુ ટેન્ટશનમાં છું..."

"અરે, એમ કેમનું જવા દઉં કાયદાનો ભંગ કર્યો છે ચાલો જલ્દી ૧૦૦૦ રૂપિયા કાઢો નહીતો પછી જોવો સામે ગાડી ઉભી જ છે કહો તો તમારી બાઈક ચઢાવી દઉં..."

મોહનને ખબર પડી ગયેલી પેલી નટવર શેઠની આપેલી બસ્સો રૂપિયાની નોટ પણ હવે એના વોલેટમાં રહેવા નથી માંગતી એ પણ વોલેટમાં કૂદા-કૂદ કરી રહેલી.. પણ મોહને છતાંય એ ૨૦૦ રૂપિયાની નોટને બચાવવાની કોશિષ કરી..

"સાહેબ શું કામ હેરાન કરો છો ? જવા દો ને યાર હવે સાંજના ૭ વાગવા આવ્યા છે ઘરે જવામાં પણ મોડું થઈ રહ્યું છે"

પણ આ લોકો એ પ્રજાતિના હોય છે જેને કોઈ જાનવરનું નામ દઈએ તો જાનવરનું અપમાન થઈ જાય.. આમતો મોહન પણ સમજી રહ્યો હતો કે કાયદો તોડ્યો છે તો પાલન પણ વધુ પડતું એક મધ્યમ વર્ગના માણસના ભાગમાં જ આવવાનું ને.. એટલે આ પ્રજાતિ એને જવા તો નહીં જ દે..

"મારા માટે નોકરી કરો છો તો એમ જવા દઉં ગુનો કર્યો છે તો દંડ પણ ભરવોજ પડશે ને"

"સાહેબ પ્લીઝ જવા દો હજી હમણાં જ માંડ માંડ કંટાળીને છૂટો થયો છું...."

"તમે કંટાળેલા છો તો અમે શું કરીએ ચલો જલ્દી સમય બગડ્યા વગર બોલો કેટલા આપશો ?"

મોહન સમજી ગયો કે હવે આ ભાવ કરાવવાની મૂળ વાતમાં આવી ગયો છે. મોહન તરત બોલ્યો..

"૫૦ લઈ લો બસ પ્લીઝ જવા દો હવે"

"અરે યાર ભીખારી સમજો છો કે શું ? ચલો જલ્દી કાઢો ૩૦૦ રૂપિયા..."

"અરે સાહેબ અટલાં બધાં પણ નથી..."

"તો કેટલા છે બોલો"

કિસ્મતે મોહન સાથે ફરી એક એવી મજાક કરી કે મોહનના મોઢેથી અવાજ પણ નહતો નીકળતો એનું હૃદય ભરાઈને ગળા સુધી ઉભરાય આવેલું છતાંય મજબૂરીમાં તે બોલ્યો...

"બસ્સો.....પચાસ રૂપિયા"

"ચલો આપી દો ચાલશે અટલાં.."

"સાહેબ કૂલ થઈને અટલા બચ્યા છે"

"વાંધો નહીં બસ્સો લાવો બસ પચાસ રાખો તમે ચલો હવે જલ્દી કરો...ટાઈમ નથી મારી પાસે..."

મોહને પેલા ટ્રાફિક પોલીસવાળાની સામે અચરજ ભરેલી નજરે જોયું અને પોતાનું વોલેટ કાઢીને નટવર શેઠ દ્વારા અપાયેલી ૨૦૦ રૂપિયાની નોટ આ પ્રજાતિને દાન કરી..

"સારું જાવ હવે..."

"સાહેબ એક વાત કહું ?"

"બોલો"

"આ ૨૦૦ રૂપિયા તમને ૧૦૦℅ પચી જશે કારણ કે તમારી આદત છે ને હેઠવાડ ખાવાની અને એ પણ હળી-મળીને..."

ટ્રાફિક પોલીસવાળો મોહનને જોતો રહ્યો અને મોહન કીક મારીને ત્યાંથી નીકળી ગયો... થોડે દૂર સુમસામ જગ્યા આવી એટલે મોહને ગાડી સાઈડમાં કરી અને જોર જોરથી હસવા લાગ્યો....મોહનની આ હસી કોઈ દેકારા ભરેલાં રુદનથી કમ નહતી.

-મેહુલ વઢવાણા 'માધવ'

સમાપ્ત.