market ni mulakat in Gujarati Short Stories by Aarti bharvad books and stories PDF | માર્કેટ ની મુલાકાત....

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

માર્કેટ ની મુલાકાત....

સવાર સવારમાં તો ઘરના કામો માંથી જ સમય ના મળે બપોરે જરાક નવરા પડીએ એટલે આરામ કરવા માટે જાણે ખાટલો આપણને ખેચતો હોય એમ બસ સુઈ જ જવાય.બપોરે સુઈ જવું આમતો સારી ટેવ કહેવાય પણ જે લોકો ઘરેલું હોય એ લોકો માટે બપોર દરમિયાનનો આરામ ભોગવી શકે છે બાકી જો નોકરી કે ધંધો કરતા લોકોને તો બપોરનો આરામ ભાગ્યેજ કોઈક દિવસ મળે.અને એ વ્યક્તિ ને જયારે એકપણ દિવસ ની રજા મળી જાય તો એના કેટલાય કાર્યક્રમો મગજ માં ગોઠવેલા હોય કે રજાના દિવસ દરમિયાન કયા કયા કામો પુરા કરવાના છે.બધુજ મોટા ભાગનું કામ  એક દિવસ માં પૂરું થઇ જાય એના ટાર્ગેટ સાથે જ દરેક કામ કરે.એમાં બજાર,શાકમાર્કેટ,કોઈક કરિયાણાની દુકાને જવાનું હોય,કે અન્ય ઘરનું કોઈ પણ કામ હોય એ દિવસ દરમ્યાન પતાવવાનો પ્રયત્ન હોય.

સીમા રજાના દિવસે બપોરે થોડો આરામ કરીને પછી લગભગ ચાર-સાડાચાર વાગ્યાની આસપાસ શાકભાજી લેવા માટે શાકમાર્કેટ જવા માટે નીકળી ઘરે થી મારકેટ લગભગ ૨ કિમી જેટલું હશે,સીમા પાસે વિહિકલ હતું પણ છતાય રજાના દિવસે એને પગપાળા ચાલીને મારકેટ જવાનું વિચાર્યું હતું,ચાલતા ચલતા ઘણા લોકો એને રસ્તામાં મળ્યા અને કહે કેમ સીમાબેન આજે ચાલતા ક્યાં નીકળ્યા?સીમા જવાબ માં કહે: મારકેટ માં શાક લેવા જાઉં છું.સીમા કોઈક જ વાર બધાને જોવા મળતી કારણકે જોબ પર થી સમય ઓછો મળે અને એ ઘરે જાય ત્યારે તો અંધારું થઇ ગયું હોય.એટલે એ લોકો ને ઘરે ઓછી જોવા મળતી.સીમા ચાલતા ચાલતા શાકમાર્કેટ માં પહોચી ગઈ.

શાકમાર્કેટ નું વાતાવરણ કેવું હોય એ તો બધાએ જોયેલુ જ હોય,ચારે બાજુ થી અવાજો સંભળાય,અને શાકભાજી વાળા બુમો પડતા હોય, 

"ડુંગળી-બટાકા દસ રૂપિયાના કિલો,વીસ રૂપિયાના કિલો,"

અને એની સાથે બીજી શાકભાજીની  પણ બુમો પડતી હોય.ત્યાં દરેક પોતપોતાના શાકભાજી લઈને વેચવા બેઠા હોય ક્યારેક તો એવું પણ બને કે બે ચાર જણા તો એકજ લાઈન માં એક સરખું શાકભાજી લઈને બેઠા હોય હવે પાછો પ્રશ્ન એ ઉભો થાય કે લેવું કોની પાસે થી? સીમા મારકેટ માં બધી બાજુ નજર કરતી કરતી ફરી રહી હતી અને માર્કેટના એ વાતાવરણ ને નિહાળી રહી હતી.ત્યાં એને જોયું કે કેટલાક શાકભાજી વાળા સાથે અમુક લોકો ભાવતાલ કરતા હતા,અને રકઝક કરતા હતા.શાકની મૂળ કિંમત કરતા એને ઓછી કિંમતમાં વસ્તુ આપવા માટે આગ્રહ કરતા હતા એ જોઈ ને સીમા ને મનમાં ઘણા પ્રશ્નો ઉભા થયા.

સીમા એ વિચાર્યું કે એક ખેડૂત જે પોતે એટલી મહેનત કરે છે. શાકભાજી ઉગાડવામાં અને એની પાછળ એનો કેટલો સમય વેડફાય છે.અને સામે જોઈએ એવો વરસાદ પણ પડતો નથી. ઉનાળાના તીખા તડકામાં,શિયાળાની કડકડતી ઠંડીમાં,ચોમાસામાં મુશળધાર વરસાદમાં પણ પોતાના શરીર ની પરવાહ કર્યા વિના ખેતરમાં જઈને આપણા માટે શાકભાજી અને અનાજ તૈયાર કરે છે.શું એની પાછળ એને કોઈક ખર્ચ નહિ થતો હોય?એના ખેતર ની માવજતમાં એને ખાતર,દવા નો છંટકાવ અને પાણી આપવા માં પણ એને એટલો જ ખર્ચ થાય છે.પોતાના પરિવારની ગમે તેવી પરિસ્થિતિ હોય છતાય એ પોતાના ખેતરના પાક ને તો સફળ બનવવા મથતો રહે છે.દરેક છોડ અને દરેક પાક ને એના બાળક ની જેમ સાવચેતી થી ઉછેર કરે છે,આટલી એની મહેનત કર્યા છતાય જયારે એ એનો પાક લઈને જયારે એનું વળતર મેળવવાની આશાએ મારકેટ માં આવે છે ત્યારે એને એની મહેનત કરતા પણ ઓછી કિંમત આપવામાં આવે છે.આટલી તકલીફ અને આટલી મહેનત કર્યા  પછી પણ એને ખોટ ખાવાનો વારો આવે છે છતાય એ લોકો ના હિત વિચારીને પોતાને જે કિંમત મળે એ સ્વીકારી લે છે.અમુક ખેડૂતો ને તો એટલી હદે ખોટ જાય છે કે એ યોગ્ય કિંમત ના મળતા દેવા માં ફસાઈ જાય છે અને જયારે એ દેવા ના કારણે ખેડૂત ની આત્મહત્યા કર્યાના પણ ઘણા સમાચાર સીમાએ સાંભળ્યા

સીમા જયારે આ વિચારોના ચકરાવામાં ઘેરાયેલી હતી એટલામાં કોઈકે ગાડીનો હોર્ન માર્યો અને સીમા ને બાજુ પર ખસવા કહ્યું.સીમા એ વિચાર્યું કે આ શાકભાજીના ઉછેરમાં આ લોકો ની કેટલી મહેનત હશે અને આપણે એમની પાસે થી ઓછી કિંમત માં વસ્તુ માંગીએ છે એ યોગ્ય નથી.લોકો ની ટેવ એવી હોય છે કે માર્કેટમાં જાય ત્યારે દસ રૂપિયાની વસ્તુ હોય એ પાંચ રૂપિયામાં માંગે,અને પોતાની કિંમત માં જ એ વસ્તુ લેવા માટે રકઝક કરે છે.પણ થોડુક વિચારીને એમની કહેલી કિંમત આપીએ તો શું આપણા પાંચ રૂપિયા કઈ વધી જવાના છે?નહિ ને,તો એ આપણને જે ભાવ કહે એ આપણને અને એમને પોસાય એ રીતેજ કહે છે એટલે એમને યોગ્ય કિંમત આપીને વસ્તુ ખરીદવી એ સીમાએ મનમાં નક્કી કર્યું.અને એને જે જે શાકભાજી લેવા ગઈ ત્યાં એ વેપારીની બોલાયેલી કિંમત આપીને જ લીધી.ખરેખર જે મહેનત કરે છે એને એનું યોગ્ય કિંમત અને ફળ મળવું જ જોઈએ.” ખેડૂતો ખેતી ના કરે તો આખા વિશ્વને ભૂખે મારવાનો વારો આવે”,જો એ આપણા સૌનું વિચારીને ખેતી કરતા હોય તો એમને એની મહેનત પ્રમાણે કિંમત એમને આપવી જ જોઈએ.