Street No.69 - 70 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-70

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-70

વીનાં આત્માએજ એને જવાબ આપી દીધો એને આત્મ સ્ફુરણા થઇ અને કોલકતા જવાનો નિર્ણય કર્યો. એને થયું સોહમને મેં મળવાનું કહેલું પણ સોહમ કોઇ બીજીજ દુનિયામાં છે... સોહમ એણે કહ્યાં પ્રમાણે વિધી પણ નહીં કરે.. શું થઇ રહ્યું છે ખબર નથી પડતી.

સાવીએ ધ્યાન ધર્યુ અને એની અઘોરશક્તિ કામે લગાડી અને એનાં કોલક્તાનાં રહેઠાણે પહોચી સાવી ઘરની બહાર ઉભી હતી અને એણે સાંભળ્યું એનાં ઘરમાં રોકકળ ચાલી રહી હતી. એનાં પાપા મંમીનાં આક્રંદ કરતો અવાજ આવી રહેલો.

સાવીએ ઘરનો દરવાજો ખખડાવ્યો... સાંકળ ખખડાવી થોડીવારે દરવાજો ખૂલ્યો.. એણે જોયુ એનાં માંબાપ રડી રહેલાં. એની માં એ સાવીને જોઇ અને પોતાનાં તરફ ખેંચી વળગી પડી બોલી ‘સાવી સાવી તું આવી ગઇ ? પણ આવતાં મોડું કર્યું. સાવી તારી નાનકી..”. એમ કહીને ખૂબ રડી.

સાવીએ કોઇ અગમ્ય ભયનાં એંધાણ જોયાં એ ગભરાઇ એણે કહ્યું “માં.. માં શું થયું ? નાનકી ક્યાં ? પાપા બોલોને શું થયું. નાનકીને ? તમે લોકો અહીં ક્યારે આવ્યા ?”

માં એ કહ્યું “અમે મોટીનાં અસ્થિ ગંગામાં પધરાવા અહીં આવેલાં કોઇ આશા સાથે માઁ કાળીનાં શરણમાં આવેલાં. મુંબઇ આપણને ફળ્યું નહીં અહીં ગરીબ હતાં પણ બધાં સાથે હતાં. કેવું સુખ હતું ? અહીં આવ્યાં ઘર ખોલ્યું... અહીં ધૂળ ધૂળ હતી બે-ત્રણ દિવસે ઠરીઠામ થયેલાં.”

“નાનકી વારે વારે સાવી દીદી સાવી દીદી બોલતી રહેલી હતી એણે કહ્યું સાવી દીદી આવશેજ એમણે કહેલું કે એ આવશે એ કદી જૂઠુ નથી બોલતાં.”

સાવીએ કહ્યું “હું આવી છું પાછી પણ કેવી રીતે આવી ? શું શું થયું પછી વાત પણ નાનકી ક્યાં ?”

સાવીનાં પાપાએ કહ્યું “નાનકી આજે સવારે બહાર બેઠી હતી એ તારાં નામનું રટણજ કરી રહી હતી હું કરીયાણું અને અન્ય સામાન ખરીદવા ગયેલો તારી માં સવારની રસોઇની તૈયારી કરી રહી હતી નાનકીને ભૂખ લાગી હતી પણ એનું મન તારામાં હતું હું પાછો ઘરે આવ્યો મેં નાનકીને જોઇ નહીં પછી ઘરમાં આવ્યો તારી માં ને પૂછ્યું નાનકી ક્યાં ?”

તારી માં એ કહ્યું “બહાર તો બેઠી છે. મેં કહ્યું બહાર તો કોઇ નથી. અમે હાંફળાં હાંફળા બધેજ એને શોધવા ફર્યા ક્યાંય પત્તો લાગ્યો નહીં...”

એની માં એ કહ્યું “સાવી સાવી કરતી એ ક્યાંક દૂર નથી નીકળી ગઇ ને ? અમે બધું ખોઇ બેઠાં બેટા સાવી તું નાનકીને શોધી લાવ નહીંતર અમારો જીવ નીકળી જશે. એ સાવ નાની ભોળી નિર્દોષ છે એનાં મોઢામાં જીભે બસ તારું નામ હતું સાવી દીદી સાવી દીદી..”.

એનાં પાપાએ કહ્યું “અહી રહેતાં હતાં ત્યારે એ સાવ નાની હતી હવે તો એ કિશોરાવસ્થામાં છે મને થાય તને અઘોરવિધા શીખવા હું ગંગા કિનારે લઇ ગયેલો એ કુમળા માનસમાં એ વાત ઘર કરી ગઇ હશે ? તને શોધવા ગંગા સુધી ગઇ હશે ? હજી મોટીનાં અસ્થિ...”

સાવીએ કહ્યું “માં-પાપા ચિંતા ના કરો. હું પાતાળ માંથી પણ નાનકીને હેમખેમ શોધી લાવીશ”. ત્યાં માં એ ધારી ધારીને સાવીને જોઇને કહ્યું “તું આવી કેમ દેખાય છે ? તારું મોઢું ચહેરો અદલા બદલ પણ શરીર આવું.. કોઇ બીજાનું હોય એમ ?”

સાવીએ વાત કાપતાં કહ્યું “માં બધી વાત પછી આ જીવન અને મૃત્યું વચ્ચેની વાતો છે પછી જણાવીશ હું પહેલાં નાનકીને શોધી લાવું.” એમ કહેતાં ઘરમાંથી બહાર નીકળી ગઇ.

સાવી ઘરેથી નીકળીને સીધી ગંગા કિનારે ગઇ એને થયુ મારી સાથેજ આવું કેમ થઇ રહ્યું છે. મારી મદદે કોઇ નથી સાથમાં નથી મેં એવો શું ગુનો કર્યો. શું પાપ કર્યું છે ? શેની સજા મળે છે ? સાવી ગંગા કિનારે આવીને જ્યાં અઘોરીઓ આવતાં બેસતાં પૂજા કરતાં એ તરફ આવી. નદી ખળ ખળ વહી રહી હતી આ જગ્યા એકદમ સૂમસામ હતી સાંજ આથમી રહી હતી ધીમે ધીમે જગ્યાની નિર્જનતા એનો દેખાવ બતાવી રહી હતી એ પાગલની જેમ નાનકી નાનકી... મારી તન્વી... તન્વી એવી બૂમો પાડી રહેલી....

સાવીએ તટ પર આસન જમાવ્યું એની બૂમો સ્થૂળ જગત સાંભળી નહોતું રહ્યું. એ ધ્યાનમાં બેઠી એનાં ગુરુએ શીખવેલું તંત્ર મંત્ર કામે લગાડ્યું... એ ધ્યાન કેન્દ્રીત કરવા પ્રયત્ન કરી રહેલી પણ ધ્યાન વિચળ થઇ રહેલું. એની આંખમાં આંસુ આવી ગયાં એણે માં કાળીનું ધ્યાન ધર્યું.

એણે મન શાંત કરીને મંત્રો બોલવા માંડ્યા ત્યાં ફેલાયેલી શાંતિમાં નદીનાં ખળ ખળ વહેતાં પાણી સિવાય કોઇ અવાજ નહોતો.

એ ધ્યાનમાં ઊંડી ઊતરી ગઇ સંપૂર્ણ સમાધી અવસ્થામાં ગઇ અને તંત્ર મંત્રનાં જાપ ચાલુ કર્યા. એનો અવાજ ધીમે ધીમે મોટો થયો નિરવ શાંતિમાં એનાં થતાં જપ, મંત્રોનાં અવાજ આવી રહેલો. એની બંધ આંખો ખૂલી ગઇ એનાં માથાનાં વાળ હવામાં ફર ફર ઉઠવા લાગ્યાં.

ધીમે ધીમે પવનની ગતિ વધતી ગઇ પવન સાથે મંત્રો પરોવાયા એક અજબ વાતાવરણ સક્રિય થયું એનાં મોઢામાંથી મંત્રો ખૂબ મોટેથી બોલાયાં આંખોમાં અગ્નિ પ્રગટયો...

સાવીએ હવે એ સક્રિય થયેલાં વાતાવરણમાં પૂછ્યું “નાનકી કયાં ? મારી તન્વી ક્યાં ? કોણે એને ઊંચકી છે ? કોની હિંમત છે કે મારી બહેનને સ્પર્શ કરે છે ?” એણે ઉગ્રતાથી મારી ચીસ નાંખી અને ત્યાં એક ભયંકર ઘુમાડો થયો એમાંથી આકૃતિ બની એનાં હાથમાં નાનકી તન્વી હતી અને સાવીએ ત્રાડ પાડી...



વધુ આવતા અંકે ---- પ્રકરણ-71