Street No.69 - 69 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-69

Featured Books
Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-69

નૈનતારાએ ઓફીસમાં આવી સોહમને સુખદ આશ્ચર્યમાં નાંખી દીધો. સોહમને વિચાર આવ્યો આ શું થઇ રહ્યું છે ? ગુરુજીની લીલા કે વાસ્તવિકતા ? મારાં જીવનનો આ કેવો વળાંક છે ? એણે નૈનતારાને આંખોથી ભરીને જોઇ લીધી પછી બોલ્યો. "થેંક્સ નૈનતારા આશા રાખું આપણે જે કામ કરીએ એનાંથી કંપનીને ખૂબ લાભ થાય અને બોસે જે નિર્ણય લીધો છે એમાં એમને કોઇ ભૂલ ન જણાય.”

નૈનતારાએ મીઠું હસતાં કહ્યું “સર તમારાં જેવો યુવાન જે મહેનતું હોય હોશિયાર હોય અને કંપનીનું ઉજવળ ભવિષ્ય ઇચ્છતો હોય એનાં હાથે કંપનીને ફાયદોજ થાય.”

“સર તમે જે પહેલાં પણ પ્રોજેક્ટ કંપનીને આપેલાં એનાંથી કંપનીને ઘણો ફાયદોજ થયેલો ને ? આતો કંપનીનાં ડર્ટી પોલીટીક્સને કારણે તમે હાંસિયામાં ધકેલાયા હતાં પણ સાચાને કુદરત પણ સાથ આપે છે તમને આપશેજ.”

સોહમે આશ્ચર્ય સાથે પૂછ્યું “નૈનતારા તું તો હમણાં એપોઇન્ટ થઇ છું તને આ બધી વાત કેવી રીતે ખબર ?” નૈનતારાએ કહ્યું “સર મેં અહીં જોબ સ્વીકાર્યા પછી બધું જ આઇ મીન કંપની પ્રોફાઇલ, અગાઉનાં થયેલાં પ્રોજેક્ટસ કોણે શું કામ કર્યુ કંપનીને શું ફાયદો થયો ? અગાઉ શું બનેલું. બધોજ અભ્યાસ કર્યો છે આ બધી જાણકારી વિના હું કામ કેવી રીતે કરી શકું ? એટલે બધીજ ખબર છે.”

સોહમે કહ્યું “ઓકે.. ઓકે યુ.આર. વેરી સ્માર્ટ વીથ લવલી બ્યુટી. યુ. આર.વેરી બયુટીફૂલ…” નૈનતારાએ કહ્યું “થેંક્સ સર”. સોહમે કહ્યું “હું બધુજ હમણાં સુધીનું રીવ્યુ કરી લઊં. આગળ કેવી રીતે કામ શરૂ કરવું એ પ્લાનીંગ કરી લઊં. તું જઇ શકે છે... મને કામ હશે બોલાવી લઇશ.”

નૈનતારાએ કહ્યું “ભલે સર. મારી ચેમ્બર બાજુમાંજ છે કામ પડે મને બોલાવી લેજો એમ કહી હસતી હસતી બહાર જતી રહી....”

સોહમ એને એની નજાકત ભરી ચાલ સાથે જતી જોઇ રહ્યો. થોડીવાર એમજ બેસી રહ્યો એને થયું ગુરુજી મારી પાસે શું કરાવવા માંગે છે ? મારી મતી મારી ગઇ છે મારાં મનહૃદયમાં તો સાવીજ છે છતાં હું થોડી સમય માટે આ નખરાળી નૈનતારાને કેમ જોતો રહ્યો ? ત્યાં એની ચેમ્બર નોક થઇ અને કાચનો દરવાજો ખૂલ્યો સામે શાનવી ઉભી હતી એણે પૂછ્યું “મેં આઇ કમ ઇન સર ?”

સોહમે હસતાં હસતાં કહ્યું “પ્લીઝ કમ ઇન” અને સામે બેસવા ઇશારો કર્યો. શાનવીએ બેસતાં વહેંત કહ્યું “સોહમ સર એક પ્રશ્ન પૂછું ?” સોહમે કહ્યુ. “પ્લીઝ... પણ સર..સર ના કર તું સોહમ કહી શકે છે યુ.આર. માય સીનીયર.”

શાનવીએ કહ્યું “સર સીનીયર ભલે છું પણ હવે તમે મારાં બોસ છો. પ્રશ્ન એ છે કે જ્યારથી ઓફીસ તમે જોઇન્ટ કરી. શરૂઆતમાં તમને કામની ફાવટ નહોતી તમને શ્રીનિવાસ સર મારી સામેજ ટકોર કરતાં અપમાન કરતાં... પછી અચાનક તમે પ્રોજેક્ટ રીપોર્ટ આપેલો એમાંથી એ ખુશ થયાં કંપનીને ફાયદો થયો... વળી ટવીસ્ટ આવ્યો તમને નોકરીમાંથી છૂટા કર્યા... તમારો હિસાબ થઇ ગયો.”

“વળી અચાનક મી. વાઘવા પીક્ચરમાં આપ્યાં એમણે તમારાં પ્રોજેક્ટ પર અભ્યાસ કર્યો ધ્યાન આવ્યું શ્રીનિવાસ સરે પોલીટીક્સ કરેલું... તમને ફાયર કરેલાં.. વળી પાછા તમને મેનેજર બનાવી શ્રીનિવાસ સરને છૂટા કર્યા. આ બધુ મારાં મગજમાં બેસતું નથી આવું થાયજ કેવી રીતે ?”

“અગાઉના મેનેજર શ્રીનિવાસ કરતાં વધુ પગાર, બોલ્ડ બ્યુટીફુલ સેક્રેટરી... આટલુ બધું આપી તમને.... મને તો કશું પચતુંજ નથી ? આ કેવી રીતે થયું ? તમે શું કોઇ મેજીક કર્યું છે ? આવું કોઇ ઓફીસમાં થયું હોય જાણ્યું નથી”.

સોહમ શાનવી સામે જોઇ રહેલો.. એણે કહ્યું “શાનવી... સીધું સ્પષ્ટ કહું તો મને પણ નથી ખબર... મને એટલીજ ખબર છે કે હું ખૂબ મહેનતુ છું કંપનીને ફાયદો થઇ રહ્યો છે કે નહીં એ જોવાની ફરજ નિભાવું છું બાકી બધુ ગુરુનાં આશીર્વાદ અને એમની ઇચ્છા.”

શાનવીએ આશ્ચર્યથી પૂછ્યું "ગુરુ આશીર્વાદ ? કોણ છે તમારાં ગુરુ ? મહેનત તો બધાં કરે છે અને બધાં કંપનીનાં ફાયદા માટેજ કરે છે પણ આવું ફળ તમનેજ કેમ ? આમાં ગુરુ આશીર્વાદ વધુ ભાગ ભજવતાં લાગે છે કોણ છે તમારાં ગુરુ ?”

સોહમ એને જવાબ આપે ત્યાં ચેમ્બરનો દરવાજો ખોલીને હસતી હસતી નૈનતારા આવીને બોલી “મીસ... શાનવી તમારાં ડેસ્ક પર કોઇ કોલ છે.. બાય ધ વે સરને તમે એ કોલનો રીપોર્ટ કરજો એ જરૂરી છે.. તમે બહાર જઇ શકો છો મારે સર પાસેથી અગત્યનું ડીકટેશન લેવાનું છે”. નૈનતારાને આવી રીતે કહેતાં સાંભળી સોહમ જોઇ રહ્યોં.

શાનવી મો મચકોડી તરતજ બહાર નીકળી અને એની ડેસ્ક પરનો ફોન રીસીવ કર્યો. ફોનમાં સામેની વ્યક્તિને સાંભળી ટેન્શનમાં આવી ગઇ એ ક્યાંય સુધી વાત કરતી રહી અને પછી કોલ પુરો કરી એની સીટ પર બેસી ગઇ.

ત્યાં એને નૈનતારાની સૂચના યાદ આવી એને થયું નૈનતારાએ એને સોહમને રીપોર્ટ કરવા કેમ કહ્યું ? એને ખબર હતી કે કોનો ફોન હતો ? એ અવઢવમાં મૂકાઇ કંઇક વિચારી ઉભી થઇ અને સોહમની ચેમ્બરમાં આવી.

ત્યાં નૈનતારાએ હસતાં પૂછ્યું ‘યસ મીસ સરને રીપોર્ટ કરવા આવ્યા ?” સોહમે પૂછ્યું “કેમ શું રીપોર્ટ છે ?” શાનવીને ગુસ્સો આવેલો પણ ગળી જતાં કહ્યુ ”કંઇ નહીં રુટીન ઇન્કવાયરી હતી." નૈનતારાએ કહ્યું “રૂટીન ઇન્કવાયરી ? કે પછી....”

શાનવી સમજી ગઇ કે આ પણ મોટી માયા છે મારે સાચુંજ કહેવું પડશે. એણે કહ્યું “સર.. શ્રીનિવાસ સરનો ફોન હતો એ તમારાં વિશે પૂછતાં હતાં એ ખૂબ ગુસ્સામાં હતાં મને લાગે તમારી ખૂબ ઇર્ષ્યા થઇ રહી હતી મેં જે જવાબ આપ્યાં એમણે ફોન મૂકી દીધો.”

સોહમે કહ્યું "ઓહ હજી એમને શું જાણવું છે ? “ત્યાં નૈનતારાએ કહ્યું “મીસ શાનવી હવે ફોન આવે સરની ઓફીસમાં ટ્રાન્સફર કરી દેજો. હું બધાંજ જવાબ આપી દઇશ. આવા ફાલતુ ફોન અંગે સરનો સમય બગાડવો ઉચિત નથી. કંપની માલિક આવાં ફાલતુ ફોનમાં વાત કરવાનો પગાર નથી આપતાં.” એમ કહી શાનવીને શાનમાં સમજાવી દીધું.

શાનવી ગુસ્સામાં તમતમતી બહાર નીકળી ગઇ નૈનતારાએ કહ્યું “સર મેં આઇ રાઇટ ?” એમ કહી લુચ્ચું હસી.

વધુ આવતા અંકે ---- પ્રકરણ-70