પ્રકરણ 2
2 વર્ષ પહેલાં:
2020 માં હજી કોવિડ ની પહેલી લહેર માંથી લોકો ધીમે ધીમે બહાર આવીજ રહ્યા હતા અને ત્યારે વિનય એ જસ્ટ એક નોકરી મેળવી હતી ડિપાર્ટમેન્ટલ સ્ટોર માં બીલિંગ ડિપાર્ટમેન્ટ માં. વિનય એ જસ્ટ 12 મુ પાસ જ કર્યું હતું અને પોસ્ટ ફર્સ્ટ કોવિડ, જોબ માં 7000 ના પગારે લાગી ગયો હતો અને ત્યાન્જ એની મુલાકાત અનુરાધા સાથે થઈ.
અનુરાધા એ ડિપાર્ટમેન્ટલ સ્ટોર ની સ્ટોક મેનેજર હતી અને વિનય ને પહેલી નજરે જ ગમી ગઈ હતી ઓન કેમ કે હોદ્દા અને લૂક બાબત માં એ એના માપ કરતા વધુ હતી એટલે મન ની વાત મન માજ રાખી પણ એ ફીલિંગ્સ એની આંખો માં ચમકતી હતી અને એક દિવસ એ ચમક અનુરાધા ની નજરે પડી.
વિનય પોતાનું કામ પતાવી ને સાત વાગ્યે નીકળી રહ્યો હતો ત્યારે ચેરી રેડ કલર ની એક્સેસ એની સામે આવી ને ઉભી રહી અને એક લેડી મોઢે સ્કાફ અને હેલ્મેટ પહેરી ને વિનય ને કહ્યું:
લેડી: હું રાઈડ આપી શકું?
વિનય: ના થેન્ક યુ. પણ તમે. ?
લેડી સ્કાફ કાઢી ને..
અનુરાધા: રોજ મને જોવે છે અને મને ઓળખી ન શક્યો?
વિનય થોડો શરમાઈ ને: સોરી. આઈ ડોન્ટ મીન ઇટ. હું તો એમ જ તમને..
અનુરાધા: નામ ખબર છે મારું?
વિનય: જી. અફકોર્સ.
અનુરાધા: હા તો નામ થી બોલાવ . અને હું તને તું કરી ને કહું છું અને તું મને તમે કહી ને.. ?કેમ?
વિનય: હોદ્દા માં.
અનુરાધા: (વચ્ચે થી): F@$# હોદ્દો. Just call me anuradha.
વિનય આટલી બલન્ટનેસ થી ચોકી ગયો પણ સાથે સાથે એને મનો મન ગમતા પાત્ર ને એક વ્યક્તિ એક વચન થી બોલાવા ની પરવાનગી ખુદ એ પાત્ર તરફ થી મળી ગઈ એનો આનંદ એ હતો.
અનુરાધા: ઓ વિચારમગ્ન .. ચાલો. ટેકવો પાછળ.
વિનય અગેઇન સરપ્રાઈઝડ. બીજી સેકન્ડે પાછળ બેઠો અને એને ક્યાં જાવા નું છે એ કીધું અને અનુરાધા એને ડ્રોપ કરી દીધો. અને સિલસિલો રેગ્યુલર થઈ ગયો.
અને ધીરે ધીરે પ્રેમ પ્રકરણમાં ફેરવવા માંડ્યો.
વિનય અનુરાધા તરફ વધુ ને વધુ ઊંડો ઉતરવા માંડ્યો. એને મન આ એક માત્ર છોકરી થઈ ગઇ હતી જીવન માં અને હવે બીજા કોઈ નો અવકાશ નહોતો. અને અનુરાધા ને પણ વિનય જેવો છોકરો મેળવી આનંદ હતો.
માત્ર 3 મહિના ના ગાળા માં આ આત્મિક પ્રેમ માં શારીરિક પ્રેમ નો રસ પણ ભળવા માંડ્યો. અઠવાડિયા ના બે દિવસો શારીરિક પ્રેમ રસ પાન થવા માંડ્યું. અને પ્રેમ ની પરાકાષ્ઠા એ બને આત્મા ઓ પહોંચી ચુકી હતી.
2021 નો માર્ચ મહિનો આખા વિશ્વ માટે ઘાતક સાબિત થયો હતો ભારત માટે પણ. નાના મોટા તમામ વય માં લોકો ના જીવ ઉપર કોવિડ ની બીજી લહેર એ અજગર ભરડો લીધો હતો અને એમાં અનુરાધા એમા સપડાઈ. પણ સમય બળવાન હોવા થી અનુરાધા એમ થી હેમખેમ બહાર આવી ગઈ.
પણ બીજા 7-8 મહિના બાદ પોસ્ટ કોવિડ ઈફેક્ટ શરીર માં દેખાવા માંડી અને 21-12-21 ના રોજ સવારે ચા પીતાં પીતાં અચાનક છાતી માં દુખાવો થતા અનુરાધા ફસડાઈ પડી.
એના મા બાપ તરત જ એને હોસ્પિટલ લઈ ગયા , અમુક કોમન ફ્રેન્ડ્સ દ્વારા વિનય એ વાત ખબર પડી કે તરત જ એ પણ હોસ્પિટલ એ પહોંચ્યો , અને પહોંચતા જ સમાચાર મળ્યા.. અનુરાધા ઇસ નો મોર.
એક્યુટ માયોકાર્ડિયલ ઇન્ફરકશન. હૃદય અને એને લાગતા સ્નાયુ ઓ માં ઘાત લાગવા ને કારણે અનુરાધા આ દુનિયા ને વિદાય કરી ગઈ.
પોતાનો અર્ધો આત્મા જેમાં વસતો હતો એ અનુરાધા આમ અકાળે એના થી કાયમ માટે દૂર જતી રહી એ દુઃખ વિનય ના હૃદય માં ઘર કરી ગયું. અને એના માં થી કંઈક છૂટું પડી ગયું છે એમ એને લાગવા માંડ્યું.
સમય અને કામ એ બે વસ્તુ છે જે માનવી ને હિલ કરે છે એમ આ બે મલમ એ વિનય ને બીજા એક દોઢ વર્ષો માં હિલ કરવા માંડ્યું હતું. અને ત્યાં કાલે રાત્રે અચાનક આ ઘટના બની.
શુ રહસ્ય હતું આની પાછળ. .?
શુ અનુરાધા જીવિત હતી કે આ એની આત્મા હતી. ?
અચાનક દોઢ વર્ષે આ ઘટના કેમ થઈ??