Pranay Parinay - 21 in Gujarati Love Stories by M. Soni books and stories PDF | પ્રણય પરિણય - ભાગ 21

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય પરિણય - ભાગ 21

પાછલા પ્રકરણનો સાર:


ડોક્ટર આચાર્ય વિવાનને બોલાવીને કાવ્યાના કોમામાં જતા રહેવાની જાણકારી આપે છે. એ સાંભળીને વિવાનને ખૂબ આઘાત લાગે છે. અને ઉપરથી તેને એ પણ ખબર પડે છે કે કંપનીના ટેન્ડર પણ કાવ્યાએ કોઈના માટે ચોર્યા હોય છે. તથા કાવ્યાએ કોઈ રાકેશ દિવાન નામના માણસ સાથે ચુપચાપ લગ્ન કરી લીધા હોય છે. તેનાથી વિવાન ખૂબ દુઃખી થાય છે અને એમ વિચારે છે કે એક ભાઈ તરીકે મારા પ્રેમમાં શું કમી રહી ગઈ કે કાવ્યાએ આ બધી વાત મારાથી છુપાવવી પડી..

આ તરફ રઘુને મલ્હાર પર ફૂલ ડાઉટ હોય છે. તે અને વિક્રમ મળીને આખો મામલો ઉકેલવાનું નક્કી કરે છે. જ્યારે બીજી તરફ મલ્હાર તેની બુદ્ધિ અને તેના પ્લાન પર મુસ્તાક હોય છે.


હવે આગળ..


""

પ્રણય પરિણય ભાગ ૨૧


કાવ્યાના અકસ્માતને આજે છઠ્ઠો દિવસ હતો. રાકેશ દિવાનને શોધવામાં રઘુએ પોતાની પુરી તાકાત લગાવી દીધી હતી. પણ આ નામની વ્યક્તિને કાવ્યા સાથે કોઈએ જોઈ નહી હોવાથી રાકેશ દિવાનના કોઈ સગડ નહોતા મળી રહ્યાં. જોકે રઘુ અને વિક્રમે તપાસના બીજા મોરચાઓ પણ ખોલી રાખ્યાં હતાં. એ લોકોને ધીમે ધીમે કરીને ઘણી માહિતી મળી રહી હતી. પણ વચ્ચેની કડીઓ ખૂટતી હતી.


વિવાન આખો દિવસ હોસ્પિટલમાં કાવ્યા પાસે રહેતો. તપાસની કામગીરી પર નજર રાખવા ઉપરાંત, વિક્રમ અને રઘુ આખો દિવસ ઓફિસ સંભાળતા. અને રાત્રે વિવાન સાથે રહેતા.

કૃષ્ણકાંતને પણ ઘણો આઘાત લાગ્યો હતો છતાં એ સમજતાં હતા કે ગભરાઈને બેસી રહેવાથી નહીં ચાલે. તેણે વિવાનને હિંમત બંધાવી અને દાદી તથા વૈભવીને સંભાળવા સાથે ઘરની જવાબદારી ઉપાડી લીધી.


સમાઈરાનું એમ. એસનુ આ છેલ્લું વર્ષ હતું, જો તેને કાવ્યાના અકસ્માત વિશે ખબર પડે તો એ બધું છોડીને ઈન્ડિયા પાછી આવતી રહે, તેનો અભ્યાસ બગડે નહીં એ માટે થઇને કૃષ્ણકાંતે સમાઈરા સુધી કાવ્યાના અકસ્માતની વાત ન પહોંચે એની કાળજી રાખવાની બધાને કડક સૂચના આપી.


**

રઘુ ઓફિસમાં બેસીને કંઈક કામ કરી રહ્યો હતો, ત્યારે એના મોબાઈલની રિંગ વાગી.

તેના ખાસ માણસ મુન્નાનો ફોન હતો.


'ભાઈ..' રઘુએ ફોન ઉપાડતાં જ મુન્નો બોલ્યો


'બોલ.'


'હું પાર્કિંગમાં છું, ફ્રી હોય તો પાંચ મિનિટ મળવું હતું.' મુન્નાએ કહ્યુ.


'ઓકે આવુ.' રઘુએ કહ્યુ.


રઘુ બહાર નીકળીને તેની ઓફિસનાં પાર્કિંગમાં ગયો. મુન્નો થોડે ઉભો હતો, તેને ઈશારો કરીને રઘુ પોતાની કારમાં બેઠો. મુન્નો આવીને તેની બાજુની સીટમાં બેઠો.

રઘુએ ગાડી પાર્કિંગની બહાર કાઢી અને ઓફિસથી પાંચેક મિનિટના અંતર પર જઈને ઉભી રાખી.


'બોલ..' રઘુએ મુન્નાને કહ્યુ.


'ભાઈ, અત્યાર સુધીમાં અમે કાવ્યા મેડમના બધા ફ્રેન્ડ્સની ઇન્કવાયરી કરાવી લીધી. બધાને મેડમના અકસ્માતનો આઘાત લાગ્યો છે. મેડમ સાથે આવું કોણ કરી શકે તેની કોઈને કલ્પના નથી.

કાવ્યા મેડમના લગ્ન બાબત પણ બધા અજાણ છે. રાકેશ દિવાનનું કોઈએ નામ પણ નથી સાંભળ્યું. પરંતુ..' મુન્નો શ્વાસ ખાવા રોકાયો.


'પરંતું.. શું?' રઘુએ અધીરાઇથી પૂછ્યું.


'કાવ્યા મેડમની એક ફ્રેન્ડ આરોહીનો પત્તો નથી. મેડમનાં ફ્રેન્ડસમાંથી બસ એ એકની જ પુછપરછ બાકી છે.' મુન્નાએ કહ્યું.


'હાં તો શોધ તેને અને પુછ..' રઘુ બોલ્યો.


'તે.. રઘુ ભાઈ, આરોહી કાવ્યા મેડમનાં એક્સિડન્ટના બીજા દિવસથી શંકાસ્પદ રીતે ગાયબ છે.' મુન્નાએ કહ્યું.


'વ્હોટ?' રઘુને આંચકો લાગ્યો.


'હાં ભાઈ, તમે અને બોસ ચેન્નઈ ગયાં હતાં, ત્યારે કાવ્યા મેડમ બે દિવસ માટે આરોહીના ઘરે રહ્યાં હતાં. અને ત્યારબાદ મેડમ તો આપણાં ઘરે જ હતા. મતલબ કે એક્સિડન્ટની રાત પહેલા તે બંગલાની બહાર જ નહોતા નીકળ્યા. મેડમના ફ્રેન્ડ લોકોની પૂછપરછ પરથી એટલું તારણ નીકળ્યું છે.'

થોડુ રોકાઇને મુન્નાએ આગળ કહ્યુ:

'એનો મતલબ એ કે આરોહીને મળ્યા પછી મેડમ કોઈને નથી મળ્યાં. એટલે અમે આરોહીનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, પણ એનો મોબાઈલ બંધ આવે છે.

તેના ઘરે તપાસ કરી તો એ ત્યાં પણ નથી. કાવ્યા મેડમનાં એક્સિડન્ટના બીજા દિવસથી આરોહીને તેના પાડોશીઓએ પણ નથી જોઈ.

અમે તેના ઘરની તલાશી લીધી પણ ખાસ કંઈ સંતોષજનક મળ્યુ નથી. આ થોડા ફોટો મળ્યા છે.' કહીને મુન્નાએ થોડા ફોટા રઘુ સામે ધર્યા.


રઘુ ધ્યાનથી ફોટા જોવા લાગ્યો. એમાં આરોહીના તથા તેના મિત્રોના ફોટા હતાં.


'આ કોણ છે?' રઘુએ ફોટામાં દેખાતા એક છોકરા પર આંગળી મૂકીને પૂછ્યું.


'આરોહીનો ખાસ મિત્ર કે બોયફ્રેન્ડ હોવો જોઈએ. બધા ફોટામાં તેને ચીપકીને ઉભો છે.'


'આને શોધ, આરોહી આપોઆપ મળશે. તારી આખી ટીમને લગાવ.' રઘુએ કહ્યુ અને પેલા છોકરાનો એક ફોટો તેણે પોતાની પાસે રાખ્યો.


'જી ભાઈ.' કહીને મુન્નો રવાના થયો.


રઘુએ મુન્નાની ટિમ ઉપરાંત પ્રાઇવેટ ડિટેક્ટિવને પણ પેલા છોકરાની તપાસમાં લગાવી. વિક્રમને પણ એનો ફોટો ફોરવર્ડ કર્યો.


**

'મે આઈ કમ ઈન ડોક્ટર?' વિવાન ડો. આચાર્યની કેબિનમાં જતાં બોલ્યો.


'યસ મિ. શ્રોફ, પ્લીઝ કમ.' ડોક્ટર બોલ્યા.

ડોક્ટરે આજે વિવાનને પોતાની કેબિનમાં બોલાવ્યો હતો.


'મિ. વિવાન.. અમેરિકામાં એક ડોક્ટર છે, ડોક્ટર સ્ટીફન. તેમણે કાવ્યાના કેસ જેવા ઘણા કેસિસ સારા કર્યા છે. અને યોગાનુયોગથી અત્યારે તેઓ અહીં આપણે ત્યાં ચેન્નઈમાં છે. જો તેઓ કાવ્યાને એક વાર તપાસી લે, તો આપણને કાવ્યાની ટ્રીટમેન્ટનો ચોક્કસ કોઈ પોઝિટિવ રસ્તો મળી શકે તેમ છે.' ડો. આચાર્યએ કહ્યુ.


'હાં તો પછી રાહ શું કામ જોવી ડોક્ટર, એમને બોલાવી જ લો.' વિવાન ખુશ થતાં બોલ્યો.


'ડોક્ટર સ્ટીફન કાલે જ અમેરિકા જવા નીકળી રહ્યાં છે. એટલા શોર્ટ પિરિયડમાં તે મુંબઈ આવવા તૈયાર નહીં થાય.' ડો. આચાર્યએ કહ્યુ.


'હું લઇ આવીશ તેમને.' વિવાન ચેરમાંથી ઊભો થતા બોલ્યો.


'તેઓ આવી ગયા તો સમજો કે ભગવાન આવી ગયા.' ડો. આચાર્ય અહોભાવથી બોલ્યા.


પ્લીઝ સર યૂ ટેક કેર ઓફ કાવ્યા, ડો. સ્ટીફન અહીં આવી ગયા જ સમજો.


ડો. આચાર્યની કેબિનમાંથી નીકળીને વિવાને વિક્રમને ફોન લગાવ્યો: 'વિક્રમ, આપણે હમણાં જ ચેન્નઈ જઈએ છીએ.'


'યસ બોસ, હું ટિકિટ બુક કરાવું છું.' વિક્રમ બોલ્યો.

એક કલાક પછી બને એરપોર્ટ પર હતા.


વિવાનને ડો. સ્ટીફનનાં રૂપમાં એક ઉમ્મીદનું કિરણ દેખાયું હતું.


સાંજે વિવાન અને વિક્રમ ચેન્નઈ પહોંચ્યા. તેઓ ડો. સ્ટીફન જે હોટેલમાં રોકાયા હતા એ હોટેલમાં ગયા. અને તેઓ ડો. સ્ટીફનનાં સેક્રેટરી જોન લોરેન્સને મળ્યા.


જોન લોરેન્સે એમની વાત શાંતિથી સાંભળી પછી દિલગીરી પૂર્વક કહ્યું: 'આઈ એમ સોરી મિ. શ્રોફ, ડો. સટીફન આજે એક સર્જરી કરવાના છે અને કાલે સવારે એમનો ડોક્ટરો માટેનો એક સેમિનાર છે. જે પતાવ્યા પછી કાલે સાંજની એમની ફ્લાઈટ છે. એટલે આ વખતે તો ડો. સ્ટીફન મુંબઈ ના આવી શકે. એમ પણ એમની બધી એપોઇન્ટમેન્ટ બે મહિના પહેલાં જ ફિક્સ થઇ જતી હોય છે. એમની ઈંડિયાની નેક્સ્ટ વિઝીટ બે મહિના પછી છે. એટલે જો તમારે નેક્સ્ટ વિઝીટમાં એમની એપોઇન્ટમેન્ટ જોઈતી હોય તો અત્યારે જ એપોઇન્ટમેન્ટ બુક કરાવવી પડશે.'


'એટલો સમય નથી મારી પાસે સર.. મારી બહેન..' રીક્વેસ્ટ કરતી વખતે વિવાની આંખોમાં પાણી આવી ગયાં.


'આઈ એમ રિયલી સોરી, બટ હું આમાં કંઈ નહીં કરી શકું.' જોન લોરેન્સે લાચારી દર્શાવી.


નિરાશ વદને બેઉ જણાં ત્યાંથી બહાર નીકળ્યાં.


'હવે શું કરીશું બોસ?' વિક્રમે હતાશ નજરે વિવાન સામે જોઈને પુછ્યું.


ડૂબતાં માણસને જેમ તરણામાં પણ સહારો દેખાય તેમ વિવાનને કાવ્યાની સારવાર માટે ડો. સ્ટીફનમાં સહારો દેખાઈ રહ્યો હતો. વિવાન કાવ્યાની સારવારનો એક પણ મોકો ચૂકવા નહોતો માંગતો. પછી ભલે એમાં માત્ર અડધા ટકો જ ચાન્સ કેમ ના હોય.


'વિક્રમ, ડો. સ્ટીફનની ફ્લાઈટ કાલે સાંજની છે. આપણે આજે અહીં જ રોકાઇ જઈએ.' વિવાન કંઈક વિચારતા બોલ્યો.


'યસ બોસ.' કહીને વિક્રમે એજ હોટેલમાં બેઉ માટે રૂમ બુક કરાવી.


વિવાન આખી રાત ઉંઘી ન શક્યો. વહેલી સવારમાં જ તે નીચે હોટેલનાં લાઉન્જમાં પહોચી ગયો. તેણે વિક્રમને પણ નીચે જ બોલાવી લીધો.


સવારે આઠ વાગ્યે ડો સ્ટીફન નીચે ઉતર્યા. ડો. સ્ટીફન ઉંમરમાં વિવાન જેટલા જ હતાં. બ્રેઇન સર્જરીમાં તેની એટલી સરસ હથોટી હતી કે આટલી નાની ઉમરે તેણે દેશ વિદેશમાં પોતાનુ નામ કાઢ્યું હતું.


'એક્સક્યુઝ મી ડોક્ટર..' વિવાન દોડીને તેની પાસે ગયો. તેમના સેક્રેટરીએ ચોંકીને વિવાન સામે જોયુ પછી મોઢું બગાડ્યું. પણ વિવાને તેને ગણકાર્યા વિના જ ડો. સ્ટીફન સાથે વાત કરીને કાવ્યાની ફાઈલ ડો. સ્ટીફનના હાથમાં આપી દીધી.


ડો સ્ટીફન ઉતાવળમાં હતાં. ફાઈલ સામે જોઈને વિવાનને પરત આપતાં એ બોલ્યા: 'સોરી માય ફ્રેન્ડ, આઈ એમ ઈન ઈમ્મેન્સ રશ, હું થોભી નહીં શકું.'


'ડોક્ટર.. માય સિસ્ટર..' બોલતાં વિવાનનો કંઠ રૂંધાઈ ગયો, આંખમાં આંસુ આવી ગયા. એ રડતાં રડતાં બોલ્યો: 'ડોક્ટર ફક્ત એક મિનિટ.. તમે ફક્ત ફાઈલ વાંચી જુઓ પ્લીઝ..' કહીને વિવાને ડોક્ટર સામે હાથ જોડ્યાં.


વિવાને આવી લાચાર સ્થિતિમાં જોઈને વિક્રમની આંખો પણ ભરાઇ આવી. ક્યારેય કોઇની સામે નહીં ઝૂકનારો એનો બોસ આજે બહેન માટે થઈને હાથ જોડીને ઉભો છે.


વિવાનને કરગરતો જોઇને તેમની આંખોમાં કરૂણાના ભાવ જાગ્યા. તેણે ફાઈલ ખોલીને પહેલું પેજ વાંચ્યું. અને તેના ચહેરાની રેખાઓ ફરી.

તેણે ફાઈલ બંધ કરીને વિવાન તરફ જોયું અને બોલ્યા: 'આઈ હેવ એ ડોક્ટર્સ સેમિનાર ઈન અપોલો હોસ્પિટલ ઈન નેક્સ્ટ ટ્વેન્ટી મિનિટ્સ. તમે જો કારમાં મારી સાથે એપોલો હોસ્પિટલ સુધી આવો તો રસ્તામાં હું તમારી ફાઈલ સ્ટડી કરી લઉં.'


ડો સ્ટીફનની વાત સાંભળીને વિવાનને એટલી ખુશી થઈ કે એના મોઢામાંથી શબ્દો જ નીકળી શક્યા નહી. એની આંખો ફરીથી ભીની થઈ ગઈ. પણ આ વખતે આંસુ ખુશીના હતાં.


ડોક્ટર સ્ટીફન આખે રસ્તે ફાઈલ સ્ટડી કરતા રહ્યા. વિવાન ઉંચક જીવે તેની સામે જોતો રહ્યો.


છેવટે હોસ્પિટલ આવવાને બે ત્રણ મિનિટની વાર હતી ત્યારે એ બોલ્યા: 'મિ. શ્રોફ, પહેલી વાત તો એ કે પેશન્ટના હજુ થોડા રિપોર્ટ્સ કરાવવા પડશે, બીજુ, મારે પેશન્ટને રૂબરૂ જોવું પડશે. ત્રીજી વાત એ છે કે મારે આજે સાંજની ફ્લાઈટ કોઈ પણ હિસાબે પકડવી પડશે કેમકે અમેરિકા પહોંચતાંજ અમૂક સર્જરીઝ શિડ્યુલ્ડ છે.'


વિવાનનું દિમાગ વિજળીની ઝડપે દોડવા લાગ્યું.

વીસ ત્રીસ સેકંડ વિચાર કરીને એ બોલ્યો: 'સર, ક્યા ક્યા ટેસ્ટ કરવા પડશે એ તમે મને હમણાં જ લખી આપો, અને તમારો સેમિનાર પતે પછી એક વાર મને મળજો.'

પછી વિવાને લોરેન્સને ડોક્ટરનું આજનું શિડયુલ્ડ પૂછ્યું.


ડો સ્ટીફનને કોઈ વાંધો નહોતો. તેમણે જે ટેસ્ટ કરવા પડે તેમ હતાં એ લખી દીધા અને સેમિનાર પછી મળવાનુ પ્રોમિસ આપ્યું.


વિવાને કારમાંથી નીચે ઉતરીને સમયનો હિસાબ લગાવ્યો. અત્યારે સવારના આઠ ને વીસ થઇ હતી. સાડા આઠ થી સાડા નવ સુધી ડો સ્ટીફનનો સેમિનાર હતો. પછી સાંજના સાડા સાત વાગે તેમની અમેરિકા જવાની ફ્લાઈટ હતી.

વિક્રમને તેણે ફ્લાઈટ્સની ડિટેઇલ્સ કાઢવાનું કહ્યુ અને પોતે મુંબઈ ડો. આચાર્યને ફોન કરીને ડો. સટીફને કહેલા ટેસ્ટ અરજન્ટ કરાવવાનુ સમજાવ્યું.


વિક્રમે ફ્લાઈટની ડિટેઇલ આપી.


હવે કુલ મળીને વાત એમ હતી કે, ડોક્ટર પાસે આજે દસેક કલાકનો ફાજલ સમય હતો. ડો. સ્ટીફન સાંજે સાડા સાત વાગે ચેન્નઈથી ફ્લાઈટ પકડવાના છે, એ ફ્લાઈટ ચેન્નઈથી વાયા મુંબઈ થઈને જતી હતી. મતલબ કે ડોક્ટર ટિકિટમાં ફેરફાર કરીને ફ્લાઈટ મુંબઈથી પકડે તો પણ ચાલે. સવાલ ફક્ત ડોકટરને જેમ બને તેમ જલ્દી ચેન્નઈથી મુંબઈ પહોંચાડવાનો હતો. જો ડોક્ટરને બપોર સુધીમાં મુંબઈ પહોચાડી શકાય તો તેમનો બપોરથી સાંજ સુધીનો સમય કાવ્યાને મળી જાય.

વિવાનનો આઈડિયા તો કાબિલે દાદ હતો પણ મોટી તકલીફ એ હતી કે હવે ચેન્નઈ થી મુંબઇની ફ્લાઈટ સાંજના પાંચ વાગ્યે હતી.

વિવાને તાત્કાલિક નિર્ણય લઇને હેલિકોપ્ટર ભાડે આપતી કંપની પવનહંસને ફોન કરીને ચેન્નઈથી મુંબઈ માટે હેલીકોપ્ટર બુક કરવા માટે ફોન લગાવ્યો.

હેલિકોપ્ટર કંપનીએ બુકિંગ લીધુ પણ કહ્યું કે એરપોર્ટ ઓથોરિટી પાસેથી ફ્લાઈંગ પરમિશન મેળવવામાં ઓછામાં ઓછા ચાર પાંચ કલાક લાગશે.

'ફ્લાઈંગ પરમિશન પોતે લઇ આપશે તમે હેલિકોપ્ટર રેડી કરાવો' એમ કહીને વિવાને ફોન મુક્યો. અને કૃષ્કાંતને ફોન લગાવ્યો.


વિવાને આખી વાત વિગતવાર ડેડીને સમજાવીને કહ્યુ: 'ડેડી, તમારે એવિએશન મિનિસ્ટ્રીમાં ફોન કરીને હેલિકોપ્ટર માટે અરજન્ટ ફ્લાઈંગ પરમિશન કઢાવી આપવાની છે.'


'થઇ જશે બેટા.' એમ કહીને કૃષ્ણકાંતે વિવાનનો ફોન કટ કર્યો અને એવિએશન મિનિસ્ટર મોહન ચઢ્ઢાને ફોન લગાવ્યો.

શ્રોફ ગૃપ ઓફ કંપનીઝ ચૂંટણી સમયે બધા રાજકીય પક્ષોને ભરપૂર ભંડોળ આપતા. અને એ કાર્ય કૃષ્ણકાંત શ્રોફના હસ્તક જ રહેતું એટલે કૃષ્ણકાંતની પહોંચ સરકાર સહિત વિરોધ પક્ષમાં પણ સારી એવી હતી. પણ કૃષ્ણકાંતનો સિદ્ધાંત હતો કે બને ત્યાં સુધી રાજકરણીઓની ફેવર લેવાનું ટાળવું.

પણ આજે મામલો પોતની દિકરીનો હતો.


'ઓહો! ક્યા બાત હૈ શ્રોફ સાહેબ, કાફી અરસે બાદ હમારી યાદ આઈ.' એવિએશન મિનિસ્ટર મોહન ચઢ્ઢાએ ફોન ઉપાડીને કહ્યુ.


'આપ દેશ સેવા મેં વ્યસ્ત રહેતે હો સર, આપકો ડિસ્ટર્બ કરકે હમ દેશકા નુકશાન કૈસૈ કર સકતે હૈ.' કૃષ્ણકાંતે હસીને કહ્યું. પછી ઉમેર્યું:

'આપકો થોડી તકલીફ દેની થી ચઢ્ઢા સાબ.' થોડી ઔપચારિક વાતો થયા પછી કૃષ્ણકાંત મુદ્દાની વાત પર આવ્યા.


'અરે! હુકૂમ કરીએ શ્રોફ સાબ.' મિનિસ્ટર બોલ્યા.


કૃષ્ણકાંતે કાવ્યાની મેડિકલ કન્ડિશનની વાત કરીને કહ્યું: 'મુઝે ચેન્નઈ સે મુંબઈ હેલિકોપ્ટરકી અરજન્ટ ફ્લાઈંગ પરમિશન ચાહિયે.'


'આપકી બેટી મતલબ હમારી બેટી શ્રોફ સાબ, હેલિકોપ્ટરકી ડિટેઇલ લિખવા દિજીયે. ઔર મુઝે આધા ઘંટા દિજીયે, પરમિશન આપકે હાથમેં હોગી.' મિનિસ્ટરે કહ્યું.


કૃષ્કાંતે ડિટેઇલ આપીને ફોન મુક્યો. અને અડધા કલાકની અંદર કૃષ્ણકાંતના મોબાઈલ પર ઈમેલ નોટિફિકેશન આવ્યું. ઈમેલમાં ફ્લાઈંગ પરમિશન હતી. કૃષ્ણકાંતે વિવાનને ઈમેલ ફોરવર્ડ કરી દીધો.


બધુ કામ ધાર્યા કરતાં પણ વહેલુ પતી ગયું. થોડીવારમાં ડોક્ટરનો સેમિનાર પણ પતવાનો હતો. વિવાન હવે ડો. સ્ટીફનના બહાર આવવાની રાહ જોઈ રહ્યો હતો.


બરાબર સાડા નવ વાગ્યે ડો. સ્ટીફનનો સેમિનાર પુરો થયો. બીજા ડોક્ટરો સાથે દસેક મિનિટ ઔપચારિક વાતચીત કર્યા બાદ ડો. સ્ટીફન બહાર આવ્યા. વિવાન દરવાજા સામે જ ઊભો હતો. એને જોઇને ડો. સ્ટીફને સ્મિત કર્યું અને તેની પાસે ગયા.


'યસ મિ. વિવાન, નાઉ ટેલ મી હાઉ કેન આઈ હેલ્પ યુ વિધાઉટ ડિસ્ટર્બિંગ માય શેડ્યુલ્ડ?' ડો સ્ટીફન આત્મીયતાથી બોલ્યા.


'સર, તમારી સાંજની અમેરિકા જવા વાળી ફ્લાઈટ મુંબઈ થઈને જ જાય છે. એન્ડ એકોર્ડિંગ ટુ યોર સેક્રેટરી મિ. લોરેન્સ, યુ ડોન્ટ હેવ એની ફર્ધર એપોઇન્ટમેન્ટ ઈન ચેન્નઈ.' વિવાને કહ્યું.


'યસ, યૂ આર રાઈટ.' ડો. સ્ટીફન બોલ્યાં, અને વિવાનનો પ્લાન જાણવા ઉત્સુકતાથી તેની સામે જોઈ રહ્યાં.


'સર, જો તમે ચાહો તો હું તમને અત્યારે જ હેલિકોપ્ટર દ્વારા મુંબઈ લઇ જઉં અને જો તમે સેમ ફ્લાઈટ ચેન્નઈના બદલે મુંબઈથી પકડો તો વી કેન યુટીલાઈઝ યોર ફ્રી ટાઈમ.' વિવાન બોલ્યો અને આશાભરી નજરે ડો. સ્ટીફન સામે જોઈ રહ્યો.

ડો. સ્ટીફન ત્રણ ચાર સેકન્ડ સુધી વિવાનની સામે જોઈ રહ્યાં. એ ત્રણ ચાર સેકન્ડ વિવાનને એક યુગ જેટલી લાંબી લાગી. પછી એકાએક ડો. સ્ટીફને મોટી સ્માઈલ કરી અને બોલ્યા: 'લેટ્રસ ગો ટુ મુંબઈ.'

અને વિવાન ખુશીથી ઉછળી પડ્યો.


વિવાન અને ડો સ્ટીફન હેલિકોપ્ટરમાં મુંબઈ જવા રવાના થયા. ડોક્ટરનો સેક્રેટરી જોન લોરેન્સ હોટેલ ચેક આઉટ કરીને સાંજની ફ્લાઈટમાં જવાનો હતો. વિક્રમ તેની મદદ માટે રોકાયો.


વિવાન ડો. સ્ટીફનને લઈને હોસ્પિટલ આવ્યો.


'હેલ્લો ડોક્ટર, વેલકમ ટુ મુંબઈ.' ડો. આચાર્યએ ડો સ્ટીફનનું સ્વાગત કર્યું. તે બંનેએ કાવ્યાના રિપોર્ટ વિશે ચર્ચા કરી અને પછી ડો. સ્ટીફને કાવ્યાને તપાસી.


વિવાન, દાદી, કૃષ્ણકાંત, રઘુ અને વૈભવી બધા આશાભરી આંખે ડો. સ્ટીફન સામે જોઈ રહ્યાં.


'મિ. શ્રોફ, તમારી બહેન ઠીક થઇ શકે તેમ છે, પણ તે માટે એક બ્રેઈન ઓપરેશન કરવું પડશે.' ડો. સ્ટીફન બોલ્યાં.


'જી ડોક્ટર, તમારે જે કરવું પડે એ કરો.' વિવાને કહ્યુ.


'મિ. શ્રોફ, ઓપરેશન સક્સેસ થવાના ફક્ત દસ ટકા ચાન્સ છે.' ડો. સ્ટીફને કહ્યુ.


'મતલબ?' બધા એક સાથે બોલી ઉઠ્યા.


'આ પ્રકારના ઓપરેશન ખૂબ રિસ્કી હોય છે, આમાં પેશન્ટ સાજુ પણ થઇ શકે અથવા હંમેશા માટે કોમામાં સરી પડે. અને ક્યારેય કોમામાંથી બહાર ન આવે.' ડો. સ્ટીફને ઓપરેશનની બધી પોઝિટિવ નેગેટિવ બાજુઓ ક્લિયર કરી.


ડો. સ્ટીફન પર બધાએ આશાઓ બાંધી રાખી હતી એના પર પાણી ફરતું દેખાવા લાગ્યું.

વિવાન નિરાશ થઈ ગયો. એની આંખોમાંથી આંસુ સરી પડ્યા.


'વિવાન, આમ નિરાશ ન થા. એક ડોક્ટર તરીકે એમની ફરજ છે કે બધી પોઝિટિવ તથા નેગેટિવ બાબતો તમને ચોખ્ખે ચોખ્ખી કહે. બાકી ડો. સ્ટીફને અત્યાર સુધીમાં જેટલા ઓપરેશન કર્યા છે એમાંથી ફક્ત બે ત્રણ જ કેસ ખરાબ થયા છે. એટલે એક ડોક્ટર તરીકે હું તમને એટલું કહી શકું છું કે તમે હોપ નહીં છોડો. ભગવાન પર ભરોસો રાખીને નિર્ણય કરો. અમે મારી કેબિનમાં બેઠા છીએ.' એમ કહીને ડો. આચાર્ય ડોક્ટર સ્ટીફનને લઈને એમની કેબિનમાં ગયા.


'ડેડી..' વિવાને કૃષ્ણકાંત સામે જોયુ.


'આપણે રિસ્ક લઈએ.' કૃષ્ણકાંત મન મક્કમ કરીને બોલ્યા.


'પણ ડેડી.. '


'બેટા.. અત્યારે કાવ્યા આપણી વચ્ચે હોવા છતાં પણ આપણી સાથે નથી. ઓપરેશન થકી એના સાજા થવાના દસ ટકા તો દસ ટકા, ચાન્સ તો છેને? અત્યારે તો એ જીવતી લાશની જેમ રિબાઈ રહી છે.' કૃષ્ણકાંત ભીની આંખે બોલ્યા.

તેણે વિવાનને ગળે લગાવ્યો અને પીઠ થપથપાવીને હિંમત બંધાવી.


કાવ્યાનુ ઓપરેશન કરવાનું નક્કી થયું. પણ તેના માટે હજુ ઘણાં ટેસ્ટ કરવા પડે તેમ હતાં અને તે માટે પંદર દિવસ લાગે તેમ હતાં. એટલે ડો. સ્ટીફને ઓપરેશન માટે આવતાં મહિનાની એપોઇન્ટમેન્ટ આપી. અને પોતાની ફ્લાઈટ પકડવા માટે રવાના થયા.


વિવાન કાવ્યા પાસે બેસીને ઓપરેશન બાબત વિચારી રહ્યો હતો.


'ભાઈ..' રઘુ તેની બાજુમાં આવીને બોલ્યો.


વિવાને તેની સામે જોયું. રઘુની આંખોમાં કંઈક સફળતા મળ્યાની ચમક દેખાઈ રહી હતી.

બંને વચ્ચે આંખોથી જ કંઈક વાતચીત થઈ અને બંને જણ હોસ્પિટલની બહાર નીકળ્યાં.


.

,

**

ક્રમશઃ


કાવ્યાના ઓપરેશનનું જે રિસ્ક લીધુ છે તેમા સફળતા મળશે કે જુગાર સાબિત થશે?


આરોહી ક્યાં હશે?


આરોહીના ગાયબ થવા પાછળ શું કારણ હશે?


રઘુને શાની સફળતા મળી હશે?


**


પ્રિય વાચકો, વાર્તાનો આ ભાગ તમને કેવો લાગ્યો એ આપ કોમેન્ટ કરીને જણાવશો.

❤ તમારી કોમેન્ટ્સ તથા રેટિંગની પ્રતિક્ષામાં ❤