Life Tips In Gujarati - 1 in Gujarati Philosophy by Ashish books and stories PDF | Life Tips In Gujarati - 1

The Author
Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Life Tips In Gujarati - 1

આ એક અલગ અધ્યાય છે, બસ ખાલી એક વાંચવાનું અને અમલ માં મુક્વાનું વિચારવાનુ, પ્રભુ તમોને બહુજ શક્તિ આપશે, જીવન માં પરિવર્તન આવશેજ તે 💯 નક્કી છે, પછી તમારે વિચારવાનુ કે પાછા વાંદરા થવું છે કે માણસ તરીકે જ રેહવું છે ( Darvinvaad)

1.
ધન થી નહીં પણ મન થી ધનવાન બનવું ,
કારણ કે મંદિરમાં ભલે સુવર્ણ ના કળશ લાગેલા હોય,
માથું તો પગથિયા પર જ નમાવવુ પડે છે !!!

સંબંધ હોવાથી સંબંધ નથી બનતો ,
સંબંધ નિભાવવા થી સંબંધ બંને છે
2.
*તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે પણ તમે શું હતા એ યાદ રહેવું જોઈએ.*

*તમે અયોધ્યા માં છો કે લંકા માં એ અગત્યનું નથી,*

*મહત્વનું એ છે કે તમારી ભૂમિકા મંથરા જેવી છે કે વિભીષણ જેવી..*
3.
શબ્દો નો સહવાસ
ભલે ને ઓછો થાય,
પરંતુ
લાગણીઓ ની લીલાશ તો
કાયમ રહેવી જોઈએ...
સન્માન મળે ત્યાં રોકાઈ જવું ..
અપમાન થાય ત્યાંનું પાણી પણ ના પીવું …
*ભાવ હોય ત્યાં ભગવાન હોય*
અને જેના દિલમાં રામ હોય ત્યાં રોટલો ચોક્કસ હોય..

4.
*માણસ જેટલું દુનિયાનાં લોકોને બતાવીને જીવતો હોય છે*

*એના કરતાં ઘણું વધારે એ અંદર દબાવીને જીવતો હોય છે*

*જિંદગી માં આપણે*
*કેટલા સાચા અને*
*કેટલા ખોટા છીએ,*
*એ ફક્ત*
*બે જ જણ જાણે છે...*

*પરમાત્મા*
*અને*
*પોતાનો અંતરઆત્મા...*
5.
*પોતાના ઘરના ધાબા ઉપર ચડીને આખી દુનિયા દેખાશે પણ પોતાનું ઘર નહીં દેખાય બસ એનું જ નામ "અભિમાન"*..!!
*સંબંધોમાં મધુરતા લાવવા - ટકાવવા બીજાને સંભળાવો ઓછુ,*
*અને બીજાનું સાંભળો વધુ અને એના કરતાં બીજાને સમજો વધુ...*
6.
*ધમંડ ના કરવો ક્યારેય પોતાના ભાગ્ય પર*
*એક કાંકરી પણ ..*
*મોંઢામાં ગયેલ કોળિયાને બહાર કઢાવી શકે છે*

*પોતાની ભૂલ કબુલ કરી લેવાથી બે વસ્તુ થાય,*
*આત્માને હળવાશ થાય અને સંબંધ પણ ટકી જાય*
7.

*બધાં દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે.*

*મન પ્રસન્ન રાખો બધાં દુઃખ દૂર થઈ જશે એ હકિકત છે.*

*અફસોસ (દુઃખ) થી અતીત બદલાતું નથી*

*અને ચિંતાથી ભવિષ્ય બદલી શકાતું નથી*...

*એટલે “કર્મ “જ શ્રેષ્ઠ ઉપાય છે.*
8.

*અરિસાનું જીવન પણ લાજવાબ છે.*
*સ્વાગત બધાનું છે. પણ, સંગ્રહ કોઈનો નહીં.*

*બહાર થી દેખાય એ ફક્ત*
*ઝલક હોય છે …*
*પણ અંદરથી દરેક વ્યકતિ*
*અલગ હોય છે*

*દર્પણ થી રજ દૂર કરી તો,*
*”હું" દેખાયો...*

*”હું" ને જ્યારે દૂર કર્યો તો,*
*પ્રભુ "તું" દેખાયો....!*
9.
*ટૂંકું ને ટચ...*

કામ વગર યાદ કરતા શીખો..

*ક્યારેક કામ આવશે..*‼️‼️‼️

ખરાબ *દિવસો* હોય છે *જિંદગી* નહીં,
માટે કોઈ પણ *સંકોચ* રાખ્યા વિના મન ભરીને જીવો...

વિજ્ઞાન કહે છે *ત્વચા* ના સાત પડ હોય છે,
પણ *લાગણી* નો સ્પર્શ
તો છેક
*હદય* સુધી અનુભવાય છે.
10.
*રૂપિયો જયારે સંબંધ થી વઘારે મૂલ્યવાન થાય ત્યારે 'લાગણી' તે ધરેથી રજા લઈ લે છે...*

*દુ:ખતી નસ પકડનાર*
*બધા વૈદ્ય નથી હોતા* *ક્યારેક કોઈ પોતાના*
*પણ હોય છે..*

*મહત્વનું એ નથી કે રાવણ વિદ્વાન હતો,*
*સમજવાનું એ છે કે વિદ્વાન પણ રાવણ હોય શકે છે.*
11.
*આપણને ઓછું મળ્યું છે એ,*
*આપણું દુ:ખ નથી.*
*પણ...*

*જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે.*
*એ આપણું દુ:ખ છે.*

*સાથ માટે સ્વાર્થ છોડાય*
*સ્વાર્થ માટે સાથ ના છોડાય.*
12.
*છે એક સરખી જ સામ્યતા*
*પતંગ અને જિંદગીની,*
*ઉંચાઈ પર હોય*
*ત્યાં સુધી જ વાહ વાહ થાય છે. *

*જેમને તમારી કદર હોય અને સાચી જરૂરિયાત હોય તેમને સાચવજો..*

*બાકી ઔપચારિકતાના સંબંધ રાખતા લોકો તમારી લાગણીને કંઈક જુદી રીતે જ સમજશે...*
13.
*Heart Attack* લોહીનુ પરિભ્રમણ અટકી જાય ત્યારે જ નથી આવતો..

પરંતુ કયારેક *Heart* માં રહેલા જ.. *Attack* કરે ત્યારે પણ આવે છે..!

સતત બોલતું *માણસ* અચાનક ચૂપ થઈ જાય ત્યારે સમજવું કે
*શબ્દો* ની ખોટ નહિ પણ
*લાગણી* ની ઓટ આવી છે."
ટોટલ 1 વરસ માં 13 મહિના આવે, 12 મહિના તો કેલેન્ડર મુજબ પણ 13 મો મહિનો એટલે "પરિવાર " નો મહિનો જે દર મહિને આવે, આપણે પરિવાર ને કેટલા મહિના આપ્યા તે વિચારો, comments લખવાનું ભૂલતા નહીં. આપનો આશિષ, આશિષ સાથે....