Stree Hruday - 11 in Gujarati Women Focused by Fatema Chauhan Farm books and stories PDF | સ્ત્રી હદય - 11. બેગમ નો રિપોર્ટ

Featured Books
Categories
Share

સ્ત્રી હદય - 11. બેગમ નો રિપોર્ટ

આજે લાહોર થી ડોક્ટર રેશમ બેગમ ના ચેક અપ માટે આવવાના હતા. બધી તપાસ એક નોર્મલ રૂટિન ચેક અપ અનુસાર જ હતી, માત્ર તેની કમજોરી એ જ રીતે કાયમ હતી જેટલી તેમણે સકીના ને રાખવા નું કહ્યું હતું. બધું વ્યવસ્થિત જ હતું , રેશમ બેગમ ના રિપોર્ટ અનુસાર તેમણે દવા અને વિટામિન્સ પણ બદલી આપ્યા પરંતુ આ સાથે હજી આરામ ની જરૂર છે તે કેહવુ જ તેમને યોગ્ય લાગ્યું કારણ કે હજી સકીના માટે આ જ જરૂરી હતું કે રેશમ બેગમ અહી આ જ પરિસ્થિતિ માં રહે.

સકીના , વેલ ડન તું ખૂબ જ સરસ રીતે બધું સાંભળી રહી છે.

થેંક યુ ડોકટર સાહેબ પણ આ તો ખુદા ની રેહ્મત છે. અને તમારી મેહેરબાની

અરે ના ના સકીના હું તો બસ ખુદા ના રસ્તે સચ્ચાઈ ના સાથે ચાલનારો બંદો છું. પણ હા એક વાત એમ કહે કે બધું અહી યોગ્ય તો છે ને ??

હા ડોકટર સાહેબ બધું જ બરાબર છે પણ તમે એમ કેમ પૂછી રહ્યા છો?

કેમ કે જૂના રિપોર્ટ મુજબ રેશમ બેગમ ની તબિયત હાઈ વોલ્ટ વાળી દવા લેવાને કારણે જ બગડી છે .

પણ એમ કેમ થઈ શકે ડોકટર સાહેબ ? તમે તો રેશમ બેગમ ના રૂટિન ચેક અપ કરતા હતા

હા સકીના મે એ પણ ચેક કરી લીધું છે મારી દવા આપવામાં કોઈ ભૂલ નથી થઈ. મેડિકલ માંથી પણ યોગ્ય જ દવાઓ તેમને આપવામાં આવી છે પણ...

પણ શું ? તમે એમ કહેવા માંગો છો કે ........ ( સકીના બોલતા અટકી જાય છે પણ આગળ નું તે બધું જ સમજી જાય છે )

હા સકીના તું બરાબર સમજે છે, જેટલા પ્રમાણ માં તેમને દવા માંથી વોલ્ટ મળવા જોઈએ તેટલા મળ્યા નથી બલ્કે તેનાથી વધુ પ્રમાણ માં મળ્યા છે , જે તેમના બ્લડ સેલ્સ માંથી ખબર પડી જાય છે એનો અર્થ સમજે છે તું

હા ડોકટર સાહેબ, આ નો અર્થ તો એ થાય છે કે રેશમ બેગમ ની તબિયત સાથે કોઈ કે છેડછાડ કરી છે. તેની દવા કોઈએ બદલી છે જેથી તેમની તબિયત બગડે .પણ આ કોણ હોઈ શકે ??

એ જ જેમને રેશમ બેગમ ની તબિયત બગડે તેનાથી ફાયદો રહે , કોઈ તો છે જ ઘરમાં જે આ બધું કરી રહ્યું છે અને કદાચ હજી પણ આ જ કરશે આથી તારે ઘણી તકેદારી રાખવી જોઈએ. નહિ તો તું પણ આમાં ફસાઈ જઈશ .

સકીના કઈક વિચાર માં ખોવાઈ જાય છે.તે જોઈ ને ડોકટર સાહેબ :

અબુ સાહેબ માટે તેમના અમી ઘણા ખાસ છે એ તો તને ખબર પડી જ ગઈ હશે પણ છતાં બીજા ઘર ના લોકો નું પણ આમાં કંઈ કહી ના શકાય.કોણ શું વિચારી રહ્યું હોય ??

ડોક્ટર સાહેબ સકીના ને સચેત કરી જતા રહે છે પણ સકીના માટે એક કામ આ પણ વધી જાય છે . બેગમ સાહેબા ની ઉપર તેને હવે પૂરતી નજર રાખવાની હતી કારણ કે તેમની જાન ને પણ હવે આ ઘર ના લોકો થી કે પછી કોઈ બહાર ના વ્યક્તિ થી ખતરો હતો. બધા શક ના દાયરા માં હતા. આખરે કોણ હોય શકે ? અને શું મકસદ કે ફાયદો હશે તેમનો બેગમ સાહેબા ની તબિયત બગડવાથી....

સકીના એ તો આટલા દિવસ ની અંદર જાણી ગઈ હતી કે શાહેદા અને તેમની વહુઓ ને રેશમ બેગમ ની તીમારદારી માં ધ્યાન તો આપતા પણ તેમની તબિયત ની તેમને વધુ કઈ ચિંતા ન હતી. એક નરગીસ હતી જે ઈચ્છતી કે રેશમ બેગમ જલદી દુરસ્ત ( તંદુરસ્ત ) થઈ જાય કારણ કે અત્યારે ઘરમાં તેની જ હાલત કફોડી થઈ ગઈ હતી.

સકીના માટે પરિસ્થિતિ એવી ઊભી થઈ ગઈ કે અબુ સાહેબ ની સાથે હવે ઘરના દરેક સભ્યો ઉપર નજર રાખવી જરૂરી થઈ ગઈ હતી. આખરે બેગમ સાહેબા સકીના ના મકસદ માટે પણ એટલા જ જરૂરી હતા પણ હા સકીના ની એક ખાસિયત એ હતી કે પોતના મિશન દરમિયાન જરૂરી ના બને ત્યાં સુધી કોઈ ની જાન લેવામાં વધુ રસ દાખવતી ન હતી.

ડોક્ટર જતા જતા સકીના ને તે દવા વિશે જાણકારી પણ આપી ગયા હતા જેના થી બેગમ સાહેબા ની તબિયત બગડે તેમ હતી. બસ હવે તો તેને એ દવા શોધવાની હતી કારણ કે હમલાવર ફરી આજ તરીકો અપનાવે તેમ સકીના ને લાગતું હતું, પણ શું ખરેખર તેમ બનશે ખરું ??