"જો સકીના એક વાત બરાબર ધ્યાન માં રાખી લેજે આ ઘર માં તું બેગમ સાહેબા ની તીમારદારી વાસ્તે છે આથી બીજે ધ્યાન આપીશ નહિ મને તારી બધી ચાલ બરાબર દેખાઈ છે , કઈ વસ્તુ આમ થી આમ થઈ છે તો ધ્યાન રાખજે હું....."
સકીના ને નરગીસ ની ધમકી ઉપર હસવું આવી ગયું , તે જે રીતે ધમકી આપી રહી હતી તેમાં તે ઘણી ખતરનાક લાગી રહી હતી. ઘરના લોકો પ્રત્યે તે વફાદાર હતી અને ખાસ તો તે પોતાની બેગમ સાહેબા ની લાઇફ માં રહેલી જગ્યા ને લઈ ને , પરંતુ આ બધામાં ઇબ્રાહિમ અને અબુ સાહેબ ક્યાંક નીકળી ગયા. આખરે શું ઈરાદો તેમનો હતો તે સકીના જાણી શકી નહીં જોકે એક વાત તે સમજી ગઈ હતી કે તેને ઘણી સાવચેતી રાખવી જોઈએ જો આ નરગીસ આ રીતે તેના પર પોતાની નઝર ગોઠવી શકતી હોઈ તો કોઈ બીજું પણ રાખી શકે અને કદાચ કોઈ શક ની આધાર ઉપર તે પકડાઈ પણ શકે છે. પરંતુ સકીના જતા જતા તેને પણ આંચકો આપતી ગઈ,કારણ કે આમ તે આ નરગીસ ને નજઅંદાજ ન કરી શકે
નરગીસ ,આતો હું પણ કહી શકું છું કે તું રાત્રે ઘરમાં કઈક કરી રહી હતી, આમ અડધી રાત્રે ઘરમાં આટા મારવા એટલે શું અર્થ થાય તેનો એ ખબર છે ને તને ??
એય.... કેહવા શું માંગે છે તું ??શું હું ચોર છું એમ ?? અને કોણ વિશ્વાસ કરશે તારો??
ના ના નરગીસ ....ચોર તો તું નથી પણ હા તારા માં કોઈ નો સાયો ચોક્કસ છે જેથી તું આમ દરરોજ અડધી રાત્રે અજીબ હાલત માં ઘરમાં આટા મારે છે અને અલગ પ્રકાર ના અવાજો કાઢે છે
એય..શું બોલે છે આ તું ?? આવું કઈ નથી .
એ તો તને ખબર પણ શાહેદા બેગમ ચોક્કસ આ વાત ઉપર વિશ્વાસ કરી લેશે બોલ કોશિશ કરવી છે...
અરે ના ના ...જા તારે જ્યાં જવું હોય ત્યાં જા...
આમ કહી નરગીસ ઝડપથી જતી રહે છે અને સકીના તેને આમ જતી જોઈ હસવા લાગે છે. સકીના તરત જ તે ઓફિસ તરફ આગળ વધે છે પરંતુ રહીમ કાકા તે ઓફિસ બંધ કરી ચાવી પોતાની સાથે લઈ પાછા જતા રહે છે.
બીજે દિવસે સકીના વેહલી સવારે દરગાહ ઉપર જવા નીકળે છે. તે આ મેસેજ મિસ્ટર ઐયર સુધી ગમે તેમ કરી પોહચાડવા માંગતી હતી. પણ ઘરે થી મેસેજ ટાઇપ કરી મોકલવામાં તેને આ જે ખતરો લાગ્યો કારણ કે હજી નરગીસ ની નજર તેના ઉપર થી ખસી ન હતી આથી ઘરે થી કોઈ જોખમ લેવો યોગ્ય ન હતો.
સકીના દરગાહ ઉપર પોહચી , દરગાહ ની બહાર બેસતા ફકીરો માં એક ફકીર ઇન્ડિયન જાસૂસ હતો. આથી સકીના ને તેના મારફતે મેસેજ પોહચાડવો યોગ્ય લાગ્યો વળી તેને થોડીક અબુ સાહેબ ના ઘરની અને ખાસ તો ઓફિસ ની ચાવી જે તેણે રહીમ કાકા પાસે થી ચોરી કરી હતી તેની ડુપ્લીકેટ ચાવીઓ પણ બનાવવી હતી જે બધું કામ આ ફકીર મારફતે જ થઈ શકે એમ હતું.
સકીના એ અબુ સાહેબ અને ઇબ્રાહિમ ના ગઈ કાલ ના કિસ્સા ની વાત કરી, આ ઉપરાંત સકીના ને બોર્ડર ઉપર ના હમલા નો પણ જે શક હતો તેના પર એલર્ટ રેહ્વા જણાવ્યું. આ સાથે ખુફિયા ઓફિસ ની પણ જાણકારી આપી પરંતુ જોન બર્ગ સાથે ની મુલાકાત ની વાત કરી નહિ કારણ કે તેની સાથે દોસ્તી જ દેશ માટે યોગ્ય હતી. આમ પણ તેણે આપેલી ઘણી માહિતી દેશ માટે મહત્વની સાબિત થઇ હતી. આથી તેમના કામ ઉપર શક કરવો સકીના ને યોગ્ય લાગ્યો નહિ. તે પરત આવી , આજે ડોકટર સાહેબ ફરી બેગમ સાહેબા ની મુલાકાત લેવા આવવાના હતા. આથી તે પોતાના કામ માં લાગી ગઈ.
અબુ સાહેબ પણ પરત આવી ચૂક્યા હતા પરંતુ ઇબ્રાહિમ દેખાતો ન હતો આ સાથે અમર પણ કામ ના લીધે બહાર નીકળી ચૂક્યો હતો. ઘરમાં બધું જ સામાન્ય દેખાતું હતું. સકીના ના કામ થી બધા ખુશ પણ હતા અને તે પણ બધા સાથે હળી મળી ગઈ હતી . આ સાથે સકીના બેગમ ની તબિયત માં પણ પૂરતી કાળજી રાખતી બસ તેનો ઈરાદો એક જ હતો બેગમ ની કમજોરી બરકરાર રેહવી જોઈએ જેથી તે આ ઘરમાં રહી શકે.