. મોડી રાત્રે એકા એક સકીના સફાળી બેઠી થઇ ગઇ, સવાર વાળો ચેહરો તેના મગજ માં વારંવાર ઘૂમવા લાગ્યો, અબુ સાહેબ નું તેમની સાથે હસવું, ભેટવું, હાથ મિલાવી અંદર જવું બધું જ તેને યાદ આવવા લાગ્યું...અને તેનો હાથ અચાનક તેના મોઢે ફરી ગયો.
ઓહ નો.....
જોન બર્ગ ..... શું તે જોન બર્ગ હતો ??
.
.
.
ઓહ હા....તે જોન બર્ગ જ હતો.
જોન બર્ગ એક બિઝનેસમેન હતો, જે આધુનિક હથિયારો નો મેન્યુફેકચરિંગ કરતો હતો પણ તે પોતાના ધંધા અને પૈસા માટે ઘણો ચોકસાઈ પૂર્વક ના કામ અને લોકો સાથે વાત કરતો, આ સાથે કેટલીક ખુફિયા જાણકારી પણ તે એકબીજા દેશ ને શેર કરતો આથી ઘણી વખત સકીના નો ભેટો તેની સાથે થયો હતો . ઇન્ડિયા સાથે ના તેના વ્યક્તિગત સંબંધો પણ ખૂબ સારા હતા પણ અત્યારે તેનું અબુ સાહેબ સાથે મીટીંગ કરવું કઈક ખતરનાક ઈરાદાઓ ને અંજામ આપી રહ્યું હોય તે સાબિત કરતું હતું. સકીના અત્યારે વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગઈ હતી તેને કઈ સમજાતું ન હતું. અબુ સાહેબ ના ઈરાદાઓ સ્વાર્થી હોય તેવું તેને લાગવા લાગ્યું, જેમાં કોઈ દેશ નું હિત ન હતું પરંતુ માત્ર પોતાના હિત ના જ ઈરાદાઓ હતા.
આ વિકટ પરિસ્થિતિ ના પળમાં સકીના ને શોએબ ની યાદ અપાવતી હતી, તેની વાતો, તેનો સાથ અને દુશ્મનોની ચાલ ની પરખ તેની પાસે ઘણી સારી હતી. તે હંમેશા એક જ વાત કરતો,
" દુશ્મનના અસલી ઈરાદાઓ તેની સુમેળ પરિસ્થિતિમાં જ દેખાઈ છે તેની હોશિયારી કઈ દિશા તરફ છે તે તેના જીત ના સમય માં વર્તાઈ આવે છે "
શોએબ , મને સમજાતું નથી કે જીત માં દુશ્મન ની હોશિયારી કઈ રીતે સમજાઈ છે ??
સકીના ,સાવ સરળ છે જ્યારે દુશ્મનને એમ લાગે કે તે જીત ની ઘણી નજદીક છે ત્યારે તે પોતાના દુશ્મનને નિર્બળ સમજે છે અને આ જ સમયે કરેલો વાર તેને ક્યારેય ફરી ઉભો થવા દેતો નથી.
એટલે કે પેલા દુશ્મન ને વાર કરવા દેવું એમ ??
હા, પેહલા દુશ્મનને જીતવા દયો,તેને જે કરવું છે તે કરવા દયો ,અને તેના ઈરાદાઓ જાણ્યા પછી તેના પર એ રીતે વાર કરો કે તે ઊભો જ ન થઈ શકે...
વાહ... વાહ કેપ્ટન શોએબ તમે તો ઘણા ઇન્ટેલિજનટ છે,
તો પછી ( અને પછી શોએબ સ્મિત કરતો)
આ યાદ કરી સકીના ની આંખ માં આંશુ આવી ગયા , ખબર નહિ તે અત્યારે કઈ હાલત માં હશે ? ઠીક તો હશે ને... ?? આ યાદ કરતી સકીના હજી જરુખા ની લેહરખો સાથે વાત કરતી ઊભી જ હતી કે અચાનક તેને કોઈ ના પગ ની ચાલ નો અવાજ સંભળાયો તે તરત જ ત્યાં મૂકેલા મોટા કુંડા ની પાછળ બેસી ગઈ , એ જોવા કે કોણ અત્યારે આ તરફ આવી રહ્યું છે , તે બીજું કોઈ નહિ પણ અબુ સાહેબ જ હતા.
જે અત્યારે પોતાના દીકરા ઇબ્રાહિમ સાથે તે ખુફિયા ઓફિસ તરફ જઈ રહ્યા હતા. તે બને ઘણી જ ઉતાવળ માં હોઈ તેવુ લાગી રહ્યું હતું, સકીના તેમની પાછળ ભાગી, પરંતુ અબુ સાહેબ અને ઇબ્રાહિમ ના પાછળ તે ઓફિસ ના દરવાજા સુધી જ જઈ શકી તે ફરી ત્યાંજ ઊભી રહી ગઈ, જાણે આ તેની ક્રોસિંગ લાઈન હતી. આટલા દિવસ માં તે આ ઓફિસ ની અંદર સુધી જઈ શકી ન હતી. આખરે શું હતું ત્યાં ??
થોડીવાર પછી અબુ સાહેબ અને ઇબ્રાહિમ બહાર નીકળ્યા, ઇબ્રાહિમ એ આર્મી યુનિફોર્મ પહેર્યો હતો અને તે ક્યાંક જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. અબુ સાહેબ પણ ઘણી ઉતાવળ માં હતા. બને ની વાતો સાંભળવા નો સકીના એ પ્રયત્ન કર્યો, વાત માં યુદ્ધ ,હથિયાર અને કંદહાર જેવા અમુક શબ્દો જ તેને સાંભળવા મળ્યા ,તેને કોઈ દુર્ઘટના ની આશંકા થઈ ગઈ પણ હજી કોઈ ચોક્કસ કે પૂરી વાત તેને જાણવા મળી ન હતી , તે ફરી આ બને ની ચાલ પાછળ દોડી એ જાણવા કે તેઓ શું વાત કરી રહ્યા છે પણ ત્યાં જ એક હાથે તેને રોકી લીધી.
નરગીસ આ શું છે ? તે મારો હાથ કેમ પકડ્યો છે??
એક વાત કે તું અત્યારે આમ બહાર તરફ ક્યાં જઈ રહી છે ? ( નરગીસ યે અબુ સાહેબ અને ઇબ્રાહિમ ને જતાં જોયા ન હતા ) આથી તેને સકીના અત્યારે આ અડધી રાત્રિ એ શું કરે છે તે જાણવા રોકી
બસ ,કઈ ખાસ નહિ ગુસલ ખાના તરફ જતી હતી.
ખોટું, બોલમાં તું મને ખબર છે ,તું કઈક બીજું કરી રહી હતી.
એમ , હું અહી શું કરી રહી હોવ તું કે??
જો સકીના એક વાત બરાબર ધ્યાન માં રાખી લેજે આ ઘર માં તું બેગમ સાહેબા ની તીમારદારી વાસ્તે છે આથી બીજે ધ્યાન આપીશ નહિ મને તારી બધી ચાલ બરાબર દેખાઈ છે , કઈ વસ્તુ આમ થી આમ થઈ છે તો ધ્યાન રાખજે હું.....