મીટીંગ નો દિવસ.....
મીટીંગ ના દિવસે જ ઘરમાં અમી ની તબિયત સારી થઈ જાય તે માટે મજલીસ રાખવામાં આવી હતી અને આ માટે ઘણા કબીલાના ,કુટુંબ ના અને અન્ય સભ્યો ને આમંત્રિત કરવામાં આવ્યા હતા , આ સાથે જમણવાર પણ હતું. ગઈ રાત સુધી આવી કોઈ ચર્ચા પણ ન હતી અને આ એકા એક આ મજલીસ કઈ સમજાતું ન હતું સકીના ને ...
શું પ્લેન અબુ સાહેબ ના મગજ માં ચાલી રહ્યો છે ? તે સકીના ને સમજાતું ન હતું. પણ એ ખાતરી થઈ ગઈ કે આ મીટીંગ ને ગુપ્ત રાખવાનો જ આ પ્રકાર નો પ્રયત્ન થઈ રહ્યો છે મજલીસ ની આડમાં ઘરમાં કોણ આવ્યું છે તેની જાણ કોઈને ન થાય તે માટે..
એક પછી એક ગાડીઓ આંગન માં ગોઠવાવા લાગી , લોકો ની પણ અવર જવરના દોર ચાલુ થઈ ગયા માઇક મારફતે મજલીસ ના અવાજો બધે સંભળાવવા લાગ્યા , દેખીતી રીતે બધું જ ધાર્મિક કામ થતું હતું. ભીડ માં સકીના ની નજર બધે જ ફરવા લાગી , તે હજી પણ મૂંઝવણ મા હતી ,મીટીંગ ની આડ માં અબુ ખાવેદ ના ઈરાદાઓ તેને સમજાતા ન હતા
તેમના કેટલાક ચેહરાઓ તો ગાયબ થઈ ગયેલા આતંકવાદી સાથી ના જ હતા .તેમના ચેહરા ઉપર શરાફત ના મુખોટા એટલી હદે ફીટ થઇ ગયા હતા કે જાણે કોઈ કહી જ ના શકે કે ગન, ખૂન,નશીલા પદાર્થો કે કોઈ હમલા સાથે આ લોકો ના કોઈ સંબંધ હોઈ, સકીના બધાને વ્યવસ્થિત ઓળખતી હતી અને આ બધા નો લીડર અબુ ખાવેદ હતો. જો અબુ ખાવેદ એક વખત હાથ આવી જાય તો ભવિષ્ય માં આવનારા ઘણા ખતરાઓ અને તેમના સાથે જોડાયેલા સાથી ની પણ જાણ થઈ જાય. પણ આ કામ અબુ ખાવેદ્ માં ઘર માં કે તેના દેશ માં શક્ય ન હતું.
આ બધી અવર જવરમાં એક જાણીતો ચેહરો હજી દાખલ થયો ,આ ચેહરો પણ અંત્યંત જાણીતો હોઈ તેવું સકીના ને લાગ્યું, પણ કોણ ? તે તેને યાદ આવતું ન હતું. તે વ્યક્તિ પણ વેશ પલટો કરી મજલીસ ના ઇરાદા થી અહી આવ્યો હતો પણ સકીના ને કોઈ કાળે યાદ આવતું ન હતું કે કોણ છે આ વ્યક્તિ.....? ? ? યાદ કરવાના ઇરાદા થી સકીના ની ચકોર નજર તેની ઉપર જ મનડરાએલી હતી અને તે પણ મજલીસ હોલ માં ન જવાને બદલે સીધો અબુ સાહેબ સાથે પેલા ઓફિસ રૂમ તરફ આગળ વધી ગયો જ્યાં લેડિઝ ને જવાની પરવાનગી ન હતી. એટલે કે આજ હતો આજનો મુખ્ય ખેલાડી જેની સાથે મીટીંગ કરવા અબુ સાહેબ એ આ મજલીસ ગોઠવેલી હતી ??
મજલીસ માં એક પછી દુઆઓ ના સિલસિલા ચાલુ હતા અને આ બાજુ મીટીંગ રૂમ કોઈ ગેહરા મશલા, સકીના ના હાથ માં કઈ ન હતું અને જો અત્યારે તે કઈ કરે તો કદાચ પરિસ્થિતિ બગડી પણ શકે આથી તે યોગ્ય ન હતું. લગાતાર બે કલાક અહી મજલીસ અને તે બાજુ મીટીંગ ચાલુ રહી પણ સકીના ને યાદ જ ન આવ્યું કે આ વ્યક્તિ કોણ છે ? ? બધું જ કામ એક દિવસ ના અંત સાથે પતી ગયું સકીના ફરી રેશમ બેગમ ની ખિદમત માં ગોઠવાઈ ગઈ પણ નરગીસ જાણતી હતી સકીના ની આજની નજર અને જાસૂસી વિશે , જે અબુ સાહેબ અને તેમના મહેમાનો ઉપર હતી . નરગીસ એટલી પણ ગવાર ન હતી કે આ બધું સમજી ન શકે તેને સકીના ઉપર હવે શંકા થઇ આવી . વળી ખાલા ની કેટલીક આદતો એવી હતી કે તે નરગીસ જ જાણતી હતી આથી હવે નરગીસ ને સકીના ની ચાલ ઢાલ ઉપર વધુ શક જવા લાગ્યો,
મોડી રાત્રે એકા એક સકીના સફાળી બેઠી થઇ ગઇ, સવાર વાળો ચેહરો તેના મગજ માં વારંવાર ઘૂમવા લાગ્યો, અબુ સાહેબ નું તેમની સાથે હસવું, ભેટવું, હાથ મિલાવી અંદર જવું બધું જ તેને યાદ આવવા લાગ્યું...અને
તેનો હાથ અચાનક તેના મોઢે ફરી ગયો.
ઓહ નો.....
જોન બર્ગ ..... શું તે જોન બર્ગ હતો ??
.
.
.
ઓહ હા....તે જોન બર્ગ જ હતો. ઓહ ખુદા અબુ સાહેબ ની મીટીંગ એક હથિયાર સપ્લાય કરતા ખતરનાક આંતરાષ્ટ્રીય વ્યક્તિ સાથે હતી. આખરે નવાબ સાહેબ ને તેનું શું કામ ??