" સાહેદા જમણ તૈયાર કરો ડોકટર સાહેબ અને તેમની સાથી અહી જમશે."
બધા ભોજન માટે ટેબલ પર ગોઠવાઈ છે ,પરંતુ સકીના અને ડૉકટર સાહેબ ને ભોજન ગળા નીચે ઉતર્યું નહિ કારણ કે અમી પાસે પેહલે થી જ એક ખાદીમ ( દાસી) હતી. આથી હવે અત્યારે સકીના ની વાત છેડવી પણ યોગ્ય ન હતી પરંતુ તેનું આ ઘર માં રહવું ઘણું જરૂરી હતું જોકે અત્યારે કોઈ ઉતાવળ દેખાડવી યોગ્ય ન હતી આથી સકીના ને થોડી રાહ જોવી વધુ યોગ્ય લાગી.
ડોક્ટર ની દવા પ્રમાણે અમી ને હોશ સવારે જ આવવાનો હતો. આથી ઘરના સૌ કોઈ નિરાતે સૂઈ જાય છે પણ સકીના ના પ્લેન મુજબ તેમ બનતું નથી અમી ની તબિયત ફરી રાત્રે બગડે છે. હવે આ વખતે તો તેમને ડોકટર ની ચેતવણી પ્રમાણે લાહોર દવાખાને જ લઈ જવા માં આવે છે. અબુ ખાવેદ અમી ની હાલત જોતા અંતે કોઈ પ્રોફેશનલ નર્સ ને પોતાના ઘરે જ રાખવાનું નક્કી કરે છે.
સકીના અબુ ખાવેદ ના ઘરમાં દાખલ થઈ ને પોતાનો પેહલો પાયદાન પાર કરે છે, પણ એક મુસીબત એ ઊભી થઈ ગઈ હતી કે નરગીસ ને સકીના નું આ ઘરમાં દાખલ થવું ગમતું ન હતું.કારણ કે તે રેસમ બેગમ ( અબુ ખાવેદ ના અમી ) ની ઘણી ખાસ હતી. આથી ઘરમાં ઘણું બધું તેનું રાજ ચાલતું, તે જ સાહેદા વિશે અને અન્ય ઘર ની હલચલ વિશે ની જાણકારી બેગમ ને ખબર કરતી હતી. આજ કારણે સાસુ વહુ માં ઓછી બનતી હતી , અને તેનું કામ ચાલતું.આથી હવે સકીના ને નરગીસ થી ઘણી સાવચેતી રાખવાની જરુર હતી.
આ સીવાય અબુ ખાવેદ ના ઘરમાં તેમના બે દીકરા અમર અને ઇબ્રાહિમ હતા. બને ની શાદી પણ થઈ ચૂકી હતી. આ સાથે ઘર માં અબુ ખાવેદ ની બહેન પણ હતી જે વિધવા હતી. તેમના સોહર પણ દેશ માટે શહિદ થયા હતા. ઘર માં એક સાહેદા સિવાય કોઈ નરમ દીલ કે શાંત દિમાગ ન હતું. તે ની સમજદારી ને કારણે જ ઘરમાં બધું વ્યવસ્થિત ચાલતું હતું. બાકી બીજા બધા જ ગરમ મિજાજી હતા.
અબુ ખાવેદ ના ઘરમાં મોટે ભાગે કોઈ મરદ હાજર રેહતું ન હતું. અબુ ખાવેદ અને ઇબ્રાહિમ પાર્લામેન્ટ ના રાજનૈતિક સભ્ય હતા અને અમર એક કપ્તાન હતો. દેશ ની રાજનૈતિક મસલા માટે હમેશા તેઓ લાહોર અને કરાચી ની સફરે રેહતા હતા.માત્ર તેમના ઘરમાં એક વૃદ્ધ રહીમ કાકા રહેતા હતા જે ઘર નું બહાર નું કામ સાંભળતા. આ બધા સાથે સકીના ને કામ કરવાનું હતું. જોકે આ બધા વિશે થોડી માહિતી અગાઉ જેનિલ્ દ્વારા સકીના ને મળી ગઈ હતી.
સકીના ને પેહલુ કામ પોતાના ગુમ થયેલા સૈનિકો વિશે જાણકારી કાઢવાનું હતું કારણ કે તેમની જાન દિવસે ને દિવસે વધુ જોખમ માં મૂકાતી જતી હતી. સકીના એ તરત જ ઘર ના મરોદો નું બહાર જતા ની સાથે જ ઓડિયો ફોન ઘરના અમુક હિસ્સા માં ગોઠવી દીધા . સારી વાત એ થઈ કે અબુ ખાવેદ્ ના ઘરમાં બે દિવસ પછી એક અગત્યની મીટીંગ હતી અને પેશાવર થી કોઈ કેપ્ટન આવવાના હતા , અબુ સાહેબ ને મળવા અને સકીના એ આ વાત સાંભળી લીધી હતી પણ ખતરો એ હતો તે કે ઘર ના જે ભાગ માં અબુ સાહેબ ની ઓફીસ હતી તે ભાગ માં લેડીઝ જઈ શકતી ન હતી આથી સકીના ને ત્યાં બગ લગાવવાનો મોકો મળ્યો નહિ, પણ સકીના એ તે માટે પણ બીજો રસ્તો શોધવાનો ચાલુ કરી દિધો હતો. તેની નજર ઘર ના દરેક સભ્યો ઉપર હતી.
આ સાથે સકીના ને એ વાત ની પણ જાણ થઈ હતી કે અબુ ખાવેદ ની ગેરહાજરી માં કોઈ હતુ જે પેશાવર થી કમાંડ આપી રહ્યું છે મતલબ તેમનો બીજો ઇન્ચાર્જ ....પણ કોણ ?? જેમના ઉપર અબુ સાહેબ ને અને સંપૂર્ણ ટીમ ને ભરોસો હોઈ . તો પછી જે કેપ્ટન અહી ખુફિયા મીટીંગ માટે આવે છે તે કોણ હોઈ શકે ?? વળી આ મીટીંગ અહી ઘરે જ કેમ ?? હજી શું નવું થવાનું હતું..,??
આ બાજુ ઇન્ડિયા રો ઓફિસ માં મીસ્ટર ઐયર અને
જેનીલ પણ બીજી કેટલીક શોધખોળ કરી રહ્યા હતા. કારણ કે તેઓ પોતાના કોઈ પણ સાથી ની જાન ગુમાવવા માંગતા ન હતા. તેમની નજર સતત સકીના ઉપર હતી પરંતુ શોએબ અને તેના સૈનિકો ની કોઈ જાણકારી ન હતી. માત્ર એક વખત કંદહાર ના પાકિસ્તાની અધિકૃત વિસ્તારમાંથી શોએબ દ્વારા કોન્ટેક્ટ થયો હતો તે પછી તેમની કોઈ ખબર ન હતી.