સતત યુદ્ધ નો ત્રીજો દિવસ હતો. અફઘાનિસ્તાન પર્લામેન્ટ દ્વારા હાર માનવા સિવાય બીજો કોઈ ઉપાય બચ્યો ન હતો, કારણ કે અફઘનિસ્તાન સેન્ય પાકિસ્તાની સૈન્ય આગળ ઘણું નબળું પડતું હતું. વળી પાકિસ્તાન ની મદદે ચીન ઊભું હતું તેમનો ઈરાદો કાબુલ ફતેહ કરવાનો હતો, જોકે અફઘાન સૈન્ય કઈ કરે તે પેહલા જ કંદહાર પાકિસ્તાની સૈન્ય ના કબ્જા હેઠળ આવી ચૂક્યું હતું અને કાબુલ હવે દુર ન હતું આથી અફઘાન માટે હવે મદદ ના બધા રસ્તા બંધ થતાં દેખાતા હતા.
કમાંડ ઓફિસર પાકિસ્તાની કર્નલ સાથે સમાધાન અને વાટાઘાટ કરવા નીકળી ચૂક્યા હતા પરંતુ તે જ સમયે ભારત સરકાર તરફથી મદદ મોકલવામાં આવી, આર્મી ચીફ શોએબ અને તેમનું સૈન્ય અફઘાનિસ્તાન સૈન્યની મદદે આવી ચૂક્યું હતું. ઇન્ડિયન આર્મી ચીફ શોએબ જાબાઝ સૈનિક અને મેડાલિસ્ટ ઓફિસર હતા. તેમણે દેશ માટે સતત દશ સફળ મિશન પાર પાડ્યા હતા દુશ્મનો ની ચાલ તે બખૂબી ઓળખતા હતા. આથી અફઘાન સૈન્ય ની મદદે તેમને મોકલવામાં આવ્યા હતા.
આ મદદ ના મુખ્ય બે મકસદો હતા . એક તો પાકિસ્તાની _ચીની સૈન્ય ની ત્યાં જ અટકાયત ન કરવામાં આવી તો ભારત ની કાશ્મીર દૌરડ લાઈન અફઘાન બોર્ડર થી વધુ દુર ન હતી અને બીજું અફઘાન આપણો મિત્ર દેશ હતો. આપણા દેશના ઘણા રોકાણો ત્યાં કરાયેલા હતા. આથી આ યુદ્ધ બન્ને ના હિત માટે જરૂરી હતું.
અફઘાન _ભારત સૈન્ય ની બહાદુરીથી પાકિસ્તાની સૈન્ય હાર તો માન્યું પરંતુ આ સાથે કંદહાર ના અમુક હિસ્સો પણ તેમના કબ્જા માંથી આઝાદ થઈ ગયો. સરકાર, સૈન્ય સહિત દેશવાસીઓ માં રાહત ની લાગણી હતી, પરંતુ અમુક સૈનિકો સહિત કેપ્ટન શોએબ કંદહાર ના પાકિસ્તાની અધિકૃત વિસ્તાર માં જ રહી ગયા. તેમનું હેલિકોપ્ટર દુશ્મન ના હાથે ક્રેશ થયું હતું આથી બધા ઝખ્મી હાલત માં હતા. તપાસ બને બાજુ થી ચાલુ હતી. પણ તેમના કોઈ અણસાર દેખાતા ન હતા. અફઘાન સાથે ભારત પણ મુશ્કેલી માં મુકાયું હતું. કેપ્ટન શોએબ નું મળવું ખૂબ જરૂરી હતું . પણ સૈનિકો ને કશું મળ્યું નહિ.
ભારત ના હાલત વધુ ગંભીર બનતા ગયા કારણ કે આ હાર સાથે પાકિસ્તાન સૈન્ય જતા જતા ભારતને પણ ધમકી દેતું ગયું હતું, તેમનો ઈરાદો ભારત માટે પણ ખતરનાક હોય તેવું લાગી રહ્યું હતું. આથી ભારત સરકાર ને હવે તે શું કરવાનું છે તેની પણ તપાસ કરવી જરૂરી હતી, સમય ખૂબ ઓછો હતો અને વેશ્વિક સંસ્થા તરફથી બને દેશો ઉપર દબાણ ખૂબ વધતું જતું હતું. સૈનિકોનું ન મળવું એ બંને દેશો ઉપર સંકટો વધતા જતા હતા પરિવારના સભ્યો દ્વારા સરકારને વારંવાર અપીલ કરાઈ રહી હતી જેટલી વધુ માહિતી ગુપ્ત રાખવાનો પ્રયત્ન થતો હતો તેટલી જ વધુ માહિતી મીડિયામાં ફેલાઈ રહી હતી.
એ તો નક્કી થઈ ચૂક્યું હતું કે કેપ્ટન સોયબ અને અન્ય સૈનિકો પાકિસ્તાની અધિકૃત વિસ્તારમાં જખમી હાલતમાં છે કારણ કે જો તેમના મૃતદેહ મળ્યા હોત તો પાકિસ્તાન દ્વારા કંઈક તો હોશિયારી થઈ હોત તેમના શબ ને બદલે કંઈક તો ડિમાન્ડ કરવામાં આવી હોત પરંતુ હજી સુધી તેઓ શાંત બેઠા છે જેનું એકમાત્ર કારણ એ જ છે કે કેપ્ટન શોએબ અને સૈનિકો તેમને મળ્યા નથી તેઓની પણ શોધખોળ ચાલુ જ છે.
પાકિસ્તાન દ્વારા અધિકૃત વિસ્તારમાં ચોકી બનાવાઈ ગઈ હતી .બધી બાજુ એલર્ટ ચાલુ હતા. બધા ઉપર નજર રાખવામાં આવતી હતી પણ જ્યાં સુધી સૈનિક કે કેપ્ટન દ્વારા કોઈ હલચલ ન થાય ત્યાં સુધી બને દેશ માંથી કોઈ કશું કરી શકતું ન હતું.
રેહમત વિલા માં મોડી સાંજે........
રેહમત વિલા માં ઝરીના ખાલા ની આંખો રોઈ રોઈને સુજી ગઈ હતી,અને ચીસો પાડવાને કારણે માથું દુઃખી આવ્યું હતું. ચેહરો ફિક્કો પડી ગયો હતો .ગઈ કાલ નું જમણ ગળા ની નીચે ઉતર્યું ન હતું. પાણી ની આતશ ને કારણે હોઠ નો રંગ ઊડી ગયો હતો પરંતુ તેમની જબાન ઉપર સકીના માટે ગાળો જ હતી. તે શોએબ ની આ હાલત માટે સકીના ને જ મંહુસિયત માનતી હતી પણ સકીના ને આનાથી કઈ ફેર પડતો ન હતો. તેનામાં આત્મવિશ્વાસ ભરપૂર છલકતો હતો. પોતાના પ્રેમ ઉપર અને શોએબ ની બહાદુરી ઉપર તેને વિશ્વાસ હતો. ન તો તેણે રોઈ રોઈને ઘર માથે લીધું હતું ન તો તે ભૂખી રહી હતી .બસ લબ ઉપર દુઆ હતી અને આંખો માં ઇન્તજાર....
આ સાથે તેણે કેટલીક શોધખોળ પણ ચાલુ કરી દીધી હતી તેણે પોતાનો સેલ ફોન પણ એલર્ટ પર રાખ્યો હતો, કદાચ શોએબ તેને કોન્ટેક્ટ કરે અને તેની આ ધારણા સાચી પણ પડી .આ નંબર કોઈ બીજા દેશ નો જ હતો . તેણે તરત જ ફોન રીસિવ કર્યો......