Bhayanak Ghar - 28 in Gujarati Horror Stories by Jaydeepsinh Vaghela books and stories PDF | ભયાનક ઘર - 28

Featured Books
Categories
Share

ભયાનક ઘર - 28

જેવી હું ઘરે ગઈ તો સૌથી પેલા હું ગિફ્ટ ને ખોલવા ઉત્સુખ હતી...કારણ કે રાજ એ શું ગિફ્ટ આપી હસે એના કરતાં એને શું પ્રશ્ન હસે એ જાણવા હું ઉત્સુક હતી...
હું ઘરે ગઈ તો મામી એ મને કીધું કે બેટા કઈક ખાઈ ને અંદર જ પછી તને હેરાન નાં કરવી પડે ..
પછી મે મામી ની વાત સાંભળી અને જમવા બેસી ગઈ..પછી થોડી વાર પછી જમતા જમતા મામી પૂછવા લાગ્યા કે ...બેટા જીગર નો ફોન આવે છે કે નાઈ...?.
મોહિની : હા મામી આવે છે પણ હું જ વાત નથી કરતી...
મામી : કેમ બેટા ...શું કઈ માથાકૂટ થઇ છે કે સુ....
મોહિની : હા મામી રોજ રોજ જગાડવા માટે નવા નવા બહાના લાવે છે...અને હા મે પાપા ને પણ કહી દીધું હતું કે મારા લાયક જીગર નથી....
મામી મને બોલવા લાગ્યા કે તરે આ બધું તારા પાપા ને ક્યાં મેહવા ની જરૂર હતી એવા જગડા તો રોજ ચાલ્યા કરે પણ એવું બધું ક્યાં કહવા નું આવે છે......
મે પણ કહી દીધું કે નાં મામી હવે માટે જીગર જોડે જીવવા નું નાઈ ફાવે એટલે ...તમે પાપા ને વાત કરી લેજો...અને પાપા તો નાજ પડતા હતા કે જીગર મેરેજ નથી કરાવવા નાં કારણ કે એનો સ્વભાવ નથી બરાબર.....

એટલે મેરેજ નાઈ થાય...તોયે તમે વાત કરી લેજો...
એટલું કહી ને હું રૂમ માં આવી ગઈ....થોડી વાર બેસી ને વિચારવા લાગી કે મામી ને તો એના ભાઈ નો છોકરો હતો એટલે એતો મારા જોડે લગ્ન કરાવવા માટે બઉ મથી રહ્યા હતા...
તો પણ બધી વાતો ને નઝર અંદાજ કરી ને મે બાજુ માં રાજ એ આપેલી ગિફ્ટ ખોલવા જઈ રહી હતી...પણ એવા માં મામી એ મારા રૂમ નો દરવાજો ખખડાવ્યો અને બોલ્યા કે મોહિની તું રૂમ ની બહાર આવ એક કામ છે...
મે જે ગિફ્ટ હતી એ બાજુ માં મૂકી અને નીચે મામી નાં જોડે ગઈ તો મે જોયુ કે જીગર આવ્યો હતો...કેક લઈને ...
એને જેવી નીચે ગઈ તો મને જીગર એ વિશ કર્યું કે હેપી બર્થ ડે મોહિની....મે એને આભાર વ્યક્ત કર્યો અને કેક પણ કાપી...એને મને ફરી થી જે આગળ બધું બનાવ બન્યો એની માફી માગી ...
હું એ કેક લઈને આવ્યો હતો પણ મને બિલકુલ એને વાત કરવા ની ઈચ્છા નો હતી કારણ કે આગળ બહ ખરાબ અનુભવ થઈ ગયો હતો..
થોડી વાર પછી એને મને એમ કીધું કે ચાલ આપડે બંને ફરવા જઈએ... આજે હું તને બહાર જમવા લઇ જાઉં...
મે એને નાં પડી દીધી કે મારે તારી સાથે ક્યાંય નથી જવું...પછી મામી અંદર રૂમ માં થી આવ્યા અને બોલ્યા કે જાઓ જાઓ થોડું ફરતા એવો તો તમારા બંને નો ગુસ્સો શાંત થાય...અને એક બીજા ને સમજી સકો...
તો પણ મે નાં પાડી દીધી કે...જેના જોડે મેરેજ નાં કરવા નાં હોય તો એના સાથે હરી ફરી ને શું ફાયદો...એમાંય મને કોઈ નું એસન નથી જોઈતું...
એને હા મારે એના સાથે જઈ ને મારી બેજતી નથી કરવા વી...
એવું કહી ને હું મારા રૂમ માં ચાલી ગઈ...પછી ....થોડી વાર પછી....ફરી થી દરવાજો ખટખટાવ્યા અને એમાં જીગર મારા રૂમ ની બહાર ઉભો હતો...અને સાથે મામી પણ હતા...મે દરવાજો ખોલ્યો તો જીગર એ કીધું કે મારે મોહિની સાથે કઈક વાત કરવી છે...તો તમે એક મિનિટ બહાર જાઓ...
તો મે નાં પાડી દીધી કે જે વાત કરવી હોય એ મામી નાં સામે કર બાકી મારે કોઈ વાત નથી સંભાળવી....