Janki - 27 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 27

Featured Books
Categories
Share

જાનકી - 27

આજ કોઈ લેક્ચર નહીં લેવામાં આવે તે વાત ની જાણ થતાં જાનકી નિહાન ને કહે છે મને બહાર જવું છે.. જ્યાં ચા મળી શકે તેવી જગ્યા પર... અને જ્યાં આપણે બન્ને એકલા જ હોઈએ... નિહાન જરા વિચારી ને કહે છે તેવી એક જ જગ્યા છે... અને એક શ્વાસ લઈ ને જરા અટકતા અટકતાં બોલ્યો..
"મારા ઘરે આવીશ.. ત્યાં કોઈ નહીં હોય અને હું ચાઈ પણ બનાવી દઈશ તું જેવી કહે તેવી... તેને ઠીક લાગે તો...!"
જાનકી ખાલી "હા, ચાલ.." આટલું જ બોલી
નિહાન બોલ્યો ચાલ જાના...
જાનકી અને નિહાન બાઈક માં જવા નીકળે છે... રસ્તા માં જાનકી કંઈ બોલતી નથી થોડી વાર તો... પછી ખબર નહીં શું થયું તો બોલી..
" નિહાન... સાંભળ.."
નિહાન ખૂબ જ પ્રેમ થી બોલ્યો...
" હા, જાના બોલ..."
જાનકી જરા વાર પછી બોલી..
"કંઈ નહીં..."
આ લગભગ રોજ થતું.. કે નિહાન થોડી વાર શાંત હોય કંઈ બોલે નહીં તો જાનકી તેનું નામ લઈ ને તેને બોલાવતી... પછી ખાલી નિહાન જવાબ આપે તો કહી દેતી કે કંઈ નહીં એમ જ... અત્યારે પણ નિહાન ને કંઈ સમજાતું ના હતું કે શું બોલવું હમણાં એટલે તે ચૂપ હતો.. તો જાનકી થી પોતાની આદત પ્રમાણે એમ જ અને બોલાવાય ગયું... અને નિહાન પણ રોજ ની જેમ ખૂબ જ પ્રેમ થી જાનકી ને જવાબ આપે છે...
થોડી વાર માં તે બંન્ને નિહાન ના ઘરે પોહચી જાય છે... આ ઘર નિહાન ના પપ્પા એ થોડા વર્ષ પેહલા લીધું હતું.. પણ તે લોકો બરોડા માં રહતા ના હતા તે લોકો અમદાવાદ રહતા હતા.. આ ઘર તેમણે ભાડે આપી દીધું હતું પણ જ્યારે નિહાન અહીં આવ્યો કોલેજ કરવા ત્યારે તે અહીં જ રહવા માંગતો હતો... અને નિહાન ને આ ઘર પેહલા થી જ ગમતું હતું એટલે તેને કહી જ દીધું હતું કે તે જેટલો સમય બરોડા માં રહશે અહીં જ રહશે... બે બેડરૂમ, હોલ અને કિચન... બંન્ને બેડરૂમ માં બાલ્કની હતી.... તેમાં થોડા નાના નાના છોડ હતા.... આમ તો ઘર માં થોડું ઘણું ફર્નિચર પણ હતું.. અને નિહાન ને પણ જે જરૂર લાગે તે લઈ લેતો.. એટલે હવે જરૂરિયાત માટે ની બધી વસ્તુ હતી ઘર માં... પાર્કિંગ માં બાઈક રાખી ને લિફ્ટ માં આવી ને સાત માં માળે જાય છે.. જાનકી આજ પેલી વાર જ નિહાન ના ઘરે આવી છે... નિહાન ઘર ખોલી ને જાનકી ને અંદર આવવા માટે આવકારે છે, જાનકી એક નજર ઘર માં દોડાવે છે... નિહાન તેના ત્યાં હોલ માં બેસાડી ને પાણી લેવા આવે છે રસોડા માં જાનકી ઘર માં જોઈ રહી હતી... તે મન માં વિચારી રહી હતી કે મકાન સરસ છે... નિહાન પાણી આપતા બોલે છે... "જાના ચાઈ પીવી છે ને..!"
જાનકી "હમમ.. ઊભો રે હું બનાવી આપુ..."
નિહાન તેને બેસાડી ને કહે છે.. " ના, મારા હાથ ની ચાખ તો ખરા.. સારી બનવું છું..."
અને હસતા હસતા રસોડા માં જાય છે... આ તરફ જાનકી ના દિમાગ ના ધોડા દોડવા લાગ્યા.. ત્યાં આજુ બાજુ પડેલ વસ્તુ ને હાથ માં લઈ ને જોઈ રહી હતી.. તેમાં ટીવી યુનિટ માં પડેલ બે ત્રણ શો પીસ હતા.. પછી થોડી બુક.. એક બે કેન્ડલ હતી.. એક પેન સ્ટેન્ડ.. આ બધું એક જ જગ્યા પર એમ જ પડેલ હતું... તો જાનકી એ ટીવી યુનિટ અને ત્યાં પડેલ ટેબલ પર તેને ગોઠવવું ચાલુ કર્યું... ટીવી યુનિટ માંથી બંન્ને શો પીસ માંથી એક રાખ્યું અને તેની સાથે ત્યાં બાલ્કની માંથી એક સાવ નાનો છોડ જે અંદર ઘર માં પણ ચાલે તેને તેની સાથે રાખ્યુ એક ખાના માં ન્યૂઝ પેપર ને રાખ્યા.. હવે ટેબલ પર બરાબર વચ્ચે એક થપ્પી માં 3 બુક તેની પર એક શો પીસ અને બાજુમાં નાની મોટી બંન્ને કેન્ડલ એમ રાખી દીધું.. સોડા ની જગ્યા પણ ફરવા ગઈ પણ તે તેના થી હટતા ના હતા.. એટલે જરા જોર થી ફરવા ગઈ તો થોડો આવાજ આવ્યો સોફા ના હટવા નો, નિહાન તે સાંભળી ને રસોડા માં થી દોડ્યો કે જાનકી ને કંઈ થયું નથી ને.. તો જાનકી સોફો હટવા ની કોશિશ કરી રહી હતી તે જોઈ ને બોલ્યો...
" જાનકી શું થયું.. કંઈ પડી ગયું નીચે...!? ઊભી રે હું કાઢી આપુ..."