Janki - 25 in Gujarati Love Stories by HeemaShree “Radhe" books and stories PDF | જાનકી - 25

Featured Books
Categories
Share

જાનકી - 25

જાનકી અને નિહાન વાત કરતા હતા... જાનકી નિહાન ને કહી ને આવી કે હું મેસેજ કરીશ... અને મન માં હજાર વિચાર લઈ ને નીકળી.. નિહાન હવે જરા પણ વાર કર્યા વગર કૃપાલી સાથે વાત કરવા માંગતો હતો કે તે જાનકી ને love કરે છે તેને નહીં... અને પછી તે પણ વિચારી રહ્યો હતો કે કૃપાલી હજું કેટલું બોલશે કે પૂછશે... તેને કેમ સમજાવશે.. અને હજું જાનકી તો અધૂરી વાતે જ ગઈ હતી... નિહાન કૃપાલી ને મેસેજ કરી ને બધી વાત કરે છે કૃપાલી એ ધાર્યા કરતા ઓછા સવાલ અને ઓછું બોલી પણ તેના જવાબ અને વાત પર થી નિહાન સમજી ગયો કે તેને દુઃખ લાગ્યું છે અને તે જાનકી પર ગુસ્સે તો ના કહી શકાય પણ નારાજ જરૂર હતી... પણ નિહાન વાત ને હવે વધુ લંબાવવા ના માગતો હતો એટલે વાત ત્યાં જ મૂકી દીધી.....

વર્તમાન દિવસ


ડૉકટર નિકુંજ નિહાન ને મળી ને ગયા તેને બે કલાક થઈ ગઈ હતી નિહાન જાનકી સાથે વિતાવેલ તે સમય માં એટલો ખોવાય હતો કે તેને સમય ની કંઈ ખબર જ ન પડી હતી... હજી જાનકી ને હોશ આવ્યો ના હતો.. વેદ, યુગ, નિહાન અને નિકુંજ બધા જાણે જાનકી ની આંખો પર ધ્યાન અટકાવી ને બેઠા હતા કે ક્યારે આ આંખ ખૂલે... વેદ યુગ ને હવે થોડી વાર ઘરે મોકલી દે છે... નિહાન નિકુંજ અને વેદ સાથે ત્યાં જ બેસે છે... નિકુંજ થોડી વાર પછી બીજા પેશન્ટ પાસે જાય છે તે જતા જતા નિહાન ને પૂછે છે ..
" તું આવે છે સાથે કે અહી બેસે છે..!?"
નિહાન વેદ ને કંઈ અજીબ ના લાગે તેમ બોલ્યો...
" કામ હોય તો આવું, નહીં તો હું અહીં જ બેસીશ.. થોડું કામ છે તે પૂરું કરી લઉં..."
નિકુંજ બોલ્યો..
"કંઈ કામ નથી તું કામ ખતમ કર, આપણે પછી મળીયે..."
નિહાન ખાલી "હમમ" આટલો જ જવાબ આપે છે...
બે દિવસ થી નિકુંજ અને નિહાન ને આમ સાથે જોઈ ને કોઈ પણ ને સમજ પડી જાય કે તે સારા મિત્ર છે... આ વાત વેદ પણ સમજી ગયો હતો.. તેથી તે નિહાન ની સામે જોઈ ને જરા હસ્યો.. તેને એવું લાગ્યું કે વેદ એકલો છે એટલે નિહાન અહીં બેસવા નું કહે છે પણ નિહાન વેદ સાથે જ રહવા માંગતો હતો....
બીજી તરફ યુગ ઘરે પોહચી ને જમી ને થોડી વાર આરામ કરી ને જ્યારે પાછો હોસ્પિટલ આવવા માટે નીકળી રહ્યો હતો ત્યારે ડોલી જે ઘર માં કામ કરતી હતી તેને એક ટિફિન માં વેદ માટે જમવા નું અને સાથે સવારે વેદે આપેલ panda સાફ કરી ને આપ્યો અને કહ્યું..
" વેદભાઈ એ આ આપવા કહ્યું હતું.."
યુગ panda ને હાથ લઈ ને ટિફિન લેતા બોલ્યો..
"હા.." બસ આટલું બોલી ને તે ત્યાં થી જવા લાગ્યો...
થોડી વાર આમ જ ચૂપ ચાપ બેઠા પછી વેદ બાજુ માં રાખેલ જાનકી ની ડાયરી ની સામે જોઈ રહ્યો હતો... તેને હાથ માં લઈ ને તેના પૂઠ્ઠા પર જોઈ રહ્યો હતો... જ્યાં લખેલ હતું...

You Are Not To Old, And It's Not Too Late...

પછી ત્યાં હાથ ફેરવી રહયો હતો... પછી તેને તે ડાયરી ખોલી તેનાં પેહલા પાના પર મસ્ત બ્લૂ કલર થી Janki નું નામ લખેલ હતું... ત્યાર બાદ તેની લખેલ કવિતા વાંચવા લાગ્યો...

क्या लिखूं तुझ पर
कुछ लफ्ज़ नहीं है
दूरी का एहसास लिखूं
या बेपहान मोहब्बत की बात लिखूं
एक हसीन ख़्याल लिखूं
या तुमको अपनी जान लिखूं
तुम्हारा खूबसूरत ख्याल लिखूं
या अपनी मोहब्बत का इजहार लिखूं
तूने ही मुझे लिखा
अपने प्यार की कलम से
ऐ मेरे प्यार बता,
मैं तुझको किस तरह लिखूं ....

આવું તો કેટલું બધું લખ્યું હતું હિન્દી ગુજરાતી માં... વેદ ને એક પછી એક બધી કવિતા માં તેને અનહદ પ્રેમ દેખાય રહયો હતો.... લાસ્ટ માં થોડી સ્ટોરી પણ હતી નાની નાની કોલમ માં જે લખેલ હતી તે.. આ વખતે કંઈક અલગ જ લખી રહી હતી... જેમાં એક સ્ત્રી ને બે પુરુષ સાથે થયેલ પ્રેમ ની વાત હતી... વેદ ને આ વાત પણ ખબર હતી કે જાનકી આ વિષય પર લખી રહી હતી... પણ તેને આ વાત ને સામાન્ય રીતે જ લીધી હતી... વેદ તેને વાંચવા નું ચાલુ કરે તે પહેલાં યુગ આવી જાય છે... વેદ ના ખંભા પર હાથ રાખી ને તે વેદ ને dedy કહી ને બોલાવે છે... વેદે તેની સામે જોતા જોતા ડાયરી ને બંધ કરી... અને પેલી સ્ટોરી વાંચવાનું રહી ગયું....