Humdard Tara prem thaki - 39 in Gujarati Love Stories by Fatema Chauhan Farm books and stories PDF | હમદર્દ..... તારા પ્રેમ થકી... - 39. સ્વરા ને નિમંત્રણ

Featured Books
  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

Categories
Share

હમદર્દ..... તારા પ્રેમ થકી... - 39. સ્વરા ને નિમંત્રણ

યશ દાદી ના રૂમ માં દાખલ થયો, અડધી રાત્રિ એ પણ દાદીની આંખ માં ઊંઘ ન હતી. તે એ તો જાણી ચૂક્યા હતા કે યશ સ્વરા અત્યારે સાથે છે પણ આ બાર વર્ષ થી ચાલતું તેમનું ગુપ્ત જીવન વિશે તે કશું જાણતા ન હતા . એટલે કે યશે સ્વરા ને પોતાના થી દુર કરી જ નથી તે આ કંપની ના શેર પરથી ખબર પડતી હતી.

યસ્વ ના જન્મ પછી યશે પોતાના અમુક શેર સ્વરા ને આપ્યા હતા ,પણ જ્યારે યશ અને સ્વરા ના ડિવોર્સ થયા ત્યારે આ શેર વિશે કોઈ ચર્ચા જ થઈ ન હતી.

આ બાર વર્ષ થી યશ જ મલિક એમ્પાયાર ની બાકડોળ સાંભળતો હતો આથી કોઈને પણ તેના વિશે વધુ ખબર ન હતી. શેર હજી સ્વરા ના નામે હતા જેનો અર્થ એ હતો કે સ્વરા હજી મલિક એમ્પયાર માં માલિકી ધરાવે છે પણ અત્યારે દાદી થી કે ઘરના અન્ય સભ્યો થી સ્વરા અને યશ ની નજીદિકી કે તેનું મલિક સાથે નામ જોડાઈ તે બર્દાશ થતું ન હતું. યશ તો બધું જાણતો જ હતો, એમ પણ બને કે શેર ને લઈને ક્યારેક તેને સ્વરા ની પણ જરૂર પડી જ હોય...તો શું તેઓ ડિવોર્સ પછી પણ મળ્યા જ કરે છે?? આવા કેટલાએ વિચારો એ દાદી ની ઊંઘ ઉડાડી દીધી હતી.

" દાદી, તમે આટલી મોડી રાત્રે મને યાદ કર્યો, એવું તો શું કામ પડ્યું મારું ??"

આ સવાલ હવે તમારે ન પૂછવો જોઈએ યશ શું તમને જરા પણ નથી ખબર કે અત્યારે મારે શું કામ હોય શકે?

હું સમજ્યો નહિ,

આ મીડિયા માં જે વાત ચાલી રહી છે, તે શું છે ? તમારા અને નીતા ના ફોટોગ્રાફસ...?? એક બાજુ તમે નીતા સાથે સંબંધો ધરાવો છો અને બીજી બાજુ સ્વરા માટે પણ મીડિયા માં કંફેશન આપો છો શું છે આ ??

આ સાંભળી યશે માથું ઊંચું કર્યું, શું આ તેના જ દાદી હતા. પોતે જ ન્યુઝ લીક કરી અને પોતેજ હવે તેની સામે ઊભા રહી પ્રશ્નો કરે છે , જાણે જે બન્યું તેનાથી તે સાવ અજાણ છે,

પ્લીઝ દાદી આ ડોળ તો તમે ન કરો , મને ખબર પડી ગઇ છે કે મીડિયા માં ન્યુઝ તમે જ લીક કર્યાં છે .કમોન દાદી.... જોકે મને આથી કોઈ મતલબ નથી પણ તમે આવું કેમ કર્યું ?? પણ વાત એમ છે કે તમે આ બધું કરી ને પાછા સવાલ પણ કરો છો??

ડોળ નથી આ યશ .એ વાત તમે તમારા મગજ માં ભરી લ્યો, હકીકત બતાવી છે. દાદી બરાડી ઉઠે છે

શું ? મતલબ શું છે તમારો ?

એજ કે તારા અને નીતા ના લગ્ન નક્કી થઈ ગયા છે, જલ્દી તમે પતિ પત્ની બનવા જઈ રહ્યા છો અને આ વાત જલદી સ્વીકારી લો એટલું વધુ સારું છે તમારી માટે....

વોટ નોન્સેન્સ!!! દાદી તમે આ શુ કઈ રહ્યા છો એ તમને ખબર તો છે ને.....

"દાદી જોર થી હસવા લાગે છે, કમોન યશ...આ યશ મલિક ને મે બનાવ્યો છે તો પછી તમે કેમ ભૂલી ગયા કે જે તમે કરી શકો તે હું પણ કરી જ શકું...."

મતલબ શું છે તમારો??

મતલબ એ જ કે તમારી સ્વરા જે સંજીવની માં એક હાઇ પ્રોફાઇલ ડોકટર તરીકે છે તેના કૉ ફાઇન્ડર તરીકે હું હજી પણ જીવિત છું, તમે માત્ર મારા બદલે કામ સંભાળો છો એ તો તમે જાણો છો ને....

તમે કેહવા શું માંગો છો ??

જે હું કેહવાં માંગુ છું તે તમે સમજી જ ગયા છો આખરે તમે પણ એક મલિક છો!!! જો સ્વરા નું કરિયર ફરી બરબાદ કરવા ન ઈચ્છતા હો તો આ શાદી માટે તૈયાર થઈ જાવ

વાઉ;! મતલબ હવે તમે ફરી એ જ કરશો જે અંવેશા એ ઇન્દોર માં કરેલું હતું, આ બ્લડી શાદી માટે સ્વરા ની લાઇફ ફરી બરબાદ કરશો....?? કેમ ??

વેલ આવી વાતો માટે મારી પાસે કોઈ સમય નથી.આવનારા પાંચ દિવસ માં તમારા નીતા સાથે લગ્ન છે, અને તે ફાઇનલ છે.

યશ દાદી ની ચાલાકી થી ચૌકી ઉઠ્યો હતો, પેહલા દાદી ને ડર હતો કે યશ ને ખબર પડી જશે તો શું થશે..પણ જ્યારે હવે દાદી જાણતા હતા યશ ને બધી જ ખબર છે ત્યારે તે સામે આવી ને ચાલ આગળ વધારવાનું નક્કી કરી ચૂક્યા હતા.

કારણ કે આ શરત સિવાય યશ લગ્ન માટે માને તેમ ન હતો. અને સ્વરા સાથે યશ ની નજદીકી દાદી ને બરદાશ ન હતી આથી નીતા કે સ્વરા માંથી કોઈ એક પસંદ કરવાની જ હતી.