Relatives coming to meet board examinees in Gujarati Motivational Stories by Tr. Mrs. Snehal Jani books and stories PDF | બૉર્ડની પરીક્ષા આપનારને મળવા આવતાં સંબંધીઓ

Featured Books
  • YoYo प्रसंग!

    YoYo प्रसंग! "चल मैं निकलत हंव! ते लिख के डार दे! नए शहर को...

  • कहानी फ्रेंडशिप की - 3

    Friendship Story in Hindi : ‘‘साहब मैं आपका सामान उठा लूं क्...

  • बैरी पिया.... - 33

    शिविका ने फोन की स्क्रीन को देखा तो फोन उठा लिया । संयम " कौ...

  • Dard...e lotus

    दर्द का रिश्ता तो मेरा बचपन से रहा है और आज भी वही सिलसिला च...

  • You Are My Choice - 23

    जब जय पुलिस स्टेशन से निकल कर बाहर आया तो उसने देखा की आकाश...

Categories
Share

બૉર્ડની પરીક્ષા આપનારને મળવા આવતાં સંબંધીઓ

લેખ :- બૉર્ડની પરીક્ષા આપનારને મળવા આવતાં સંબંધીઓ
લેખિકા :- શ્રીમતી સ્નેહલ રાજન જાની




આપણે ત્યાં બૉર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીને એવી રીતે લેવામાં આવે છે જાણે કે યુદ્ધ લડવા જતો કોઈ યોદ્ધો! વર્ષની શરૂઆતથી જ એને બૉર્ડનાં નામે ગભરાવી દેવામાં આવે છે. જરુર છે એને સમજાવવાની અને સાથ આપવાની.


"કેમ છો પાયલબેન? આવો આવો. આજે આ બાજુ ભૂલા પડ્યાં?" પોતાનાં ઘરે આવેલાં પાયલબેનને જોઈને સંધ્યાબેને તેમને આવકાર્યા.


"બસ, જુઓ એકદમ મસ્ત છું. આ તો તમારી દીકરી આ વર્ષે દસમા ધોરણમાં છે એટલે મળવા આવી. એને શુભેચ્છાઓ આપતી જાઉં. ક્યાં છે એ? બોલાવો એને." સંધ્યાબેને પોતાનાં આવવાનું કારણ જણાવ્યું.


"હમણાં જ બોલાવું છું."


"પ્રિયા, બહાર આવ તો દીકરા. જો તો, સંધ્યામાસી તને મળવા આવ્યા છે."


પ્રિયા વાંકી વળી માસીને પગે લાગી. માસીએ આશિર્વાદ આપ્યાં, સાથે લાવેલી શુભેચ્છા ભેટ સ્વરુપ પેન આપી અને પ્રિયા સાથે વાતોએ વળગ્યા.


"જો દીકરા, આમ તો તું પહેલેથી ભણવામાં ખૂબ જ હોંશિયાર છે, છતાં પણ આ તો બૉર્ડની પરીક્ષા કહેવાય. થોડું સાચવી લેવું. નાસીપાસ નહીં થવાનું. જેટલું વાંચ્યું છે અને જે આવડે છે એનાં પર ભરોસો રાખવો."


"છેલ્લી ઘડીએ અચાનક કોઈ મુસીબત આવી પડે તો પણ ગભરાયા વિના પરીક્ષા આપવાની. અમારી બાજુમાં રહે છે એ ચિરાગ પણ આ વર્ષે બૉર્ડમાં જ છે. આમ તો ગયા વર્ષે જ હતો, પણ એ ગયા વર્ષે માંદગીને લીધે બૉર્ડની પરીક્ષા આપી શક્યો ન હતો."


"આખુંય વર્ષ કાયમ પ્રથમ નંબરે રહ્યો અને પહેલું પેપર આપી આવ્યાં પછી તબિયત બગડી તો બિચારો આખીય પરીક્ષા હૉસ્પિટલમાં રહ્યો. એક વર્ષ બગડ્યું બિચારાનું. પણ આ વર્ષે ચોક્ક્સ જ એ ખૂબ જ સારા માર્કસ સાથે પાસ થઈ જશે."


"ચાલ, તુ જઈને વાંચ હવે, હું જાઉં છું." કહીને સંધ્યાબેન જતાં રહ્યાં. વિચારો પ્રિયાની કેવી હાલત હશે? જો બાળક દસમા ધોરણમાં હોય અને પહેલી જ વાર બૉર્ડની પરીક્ષા આપનાર હોય તો એ ગભરાય જાય કે નહીં? આવા બે ચાર સગાં આવી જાય તો?


ક્યારેક તો એક જ દિવસમાં એટલાં બધાં સગાં આવી જાય છે કે બાળકને ભણવા માટે અડધો કલાક પણ સરખી રીતે નથી મળતો, ઉપરથી એની માતા અને ઘરમાં હાજર દરેકનો મોટા ભાગનો સમય એ સગાં સાથે બેસવામાં જ નીકળી જાય છે.


હું તો મારાં વિદ્યાર્થીઓ અને વાલીઓને એક જ સલાહ આપું છું કે શક્ય એટલો બાળકનો સમય ઓછો બગાડો. જો શાળા તરફથી રજા આપવામાં ન આવી હોય તો એમને શાળાએ મોકલો કે જેથી કરીને એમને કોઈ સમસ્યા હોય તો શિક્ષકો દૂર કરી આપે. બાળક ટયુશન જતું હોય, શાળા સમય દરમિયાન ત્યાં પરીક્ષા હોય તો એ શિક્ષકને કહો કે સમય બદલે અને બાળકને શાળાએ મોકલવાનું રાખો.



ઘરે બાળકને મળવા કોઈ આવે તો શક્ય હોય ત્યાં સુધી બાળકને વધુ સમય બગાડવો ન પડે એનું વાલી તરીકે ધ્યાન રાખો. સગાંઓને પણ એક જ વિનંતિ કે જો તમે ખરેખર દિલથી આશિર્વાદ આપતાં હો તો એનાં ઘરે જઈને બાળકનો સમય ન બગાડો. એનાં કરતાં ફોન કરીને કે પછી શક્ય હોય તો મેસેજ કરીને શુભેચ્છા પાઠવી દો. વધારાનું એવું કશું પણ નહીં બોલશો કે જેથી બાળકને તણાવયુક્ત પરિસ્થિતિ મળે.


અમારાં ઘરમાં પણ આ જ નિયમ પાળીએ છીએ. ઘરનું જે વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે એમાં જ સૌ કોઈ શુભેચ્છા સંદેશો પાઠવી દે, જેથી કરીને બાળકનો સમય ન બગડે. આમાં કોઈ જ સગાને ખોટું લાગતું નથી.


આભાર.

સ્નેહલ જાની