"હું જાઉં તો" બધું ઠીક થઈ જશે ને? રૂમના દરવાજામાંથી પ્રવેશતા જ સિધ્ધાંત પૂછે છે. એના દાદા દાદી આ સાંભળતા જ ચોંકી જાય છે. દાદા દાદી કંઈ બોલે તે પહેલા જ સિધ્ધાંત કહે છે કે મને ખબર છે મમ્મી પપ્પાના આ રોજરોજના ઝઘડાનું કારણ હું છું. મમ્મીને હું પસંદ નથી એટલા માટે રોજ કઈક ને કંઇક બહાને તમારા બધા સાથે ઝઘડા કરે છે. એમની એવી ઈચ્છા છે ને કે હું હોસ્ટેલ જતો રહું. તો દાદાજી તમે મને હોસ્ટેલમાં મૂકી જાવ.
જો મારા જવાથી મમ્મી તમારા બધા સાથે શાંતિથી રહેતી હોય તો હું હોસ્ટેલ જવા તૈયાર છું. સિધ્ધાંતની વાત સાંભળીને એના દાદી એને પોતાના ગળે વડગડતા ખૂબ રડે છે. એના દાદા પણ એના માથામાં હાથ ફેરવતા આંખોમાં આવેલા આંસુને પાછા વાળે છે. સિધ્ધાંત કહે છે કે પપ્પાની ખુશી માટે પણ મારે હવે હોસ્ટેલ જતું રહેવું જોઈએ દાદા. તો જ મમ્મી ખુશીથી પપ્પા સાથે રહેશે.
એના દાદા દાદી પણ કઠણ કાળજા સાથે એને હોસ્ટેલ જવા દેવા માટે તૈયાર થઈ જાય છે. બીજા દિવસે સિધ્ધાંતની સ્કૂલની હોસ્ટેલમાં બધું નક્કી કરીને દાદાજી આવે છે. અને તેના જવા માટેની બધી તૈયારીઓ કરવા લાગે છે. દાદી અને દાદા કઠણ કાળજે એનો હોસ્ટેલ લઈ જવાનો સામાન પેક કરવા લાગતા હોય છે. આંખોમાં આંસુ સાથે દાદી યાદ કરી કરીને બધી વસ્તુઓ એકઠી કરી રહ્યા હોય છે. બધું પેક થઈ જતાં ઉદાસ મને બધા બેઠા હોય છે.
આજની રાત ખૂબ કઠિન લાગી રહી હોય છે. સવારે તો સિધ્ધાંતને હોસ્ટેલ જવાનું હોય છે. સિધ્ધાંત એની દાદીની ગોદમાં માથું મૂકીને આંસુથી એમનો પાલવ ભીનો કરી રહ્યો હોય છે. એના દાદા દાદીની પણ આંખોથી આંસુઓની ધારા વહેતી હોય છે. રૂમમાં જાણે એક ચુપકી પ્રસરી ગઈ છે. સાથે ગમગીની છવાઇ ગઇ છે. એકદમ શાંત વાતાવરણ બની ગયું છે.
એટલામાં રજતભાઈ અંદર આવે છે. અને કહે છે બેટા તું શું કહે છે કે "હું જાઉં તો" બધું ઠીક થઈ જશે. પણ નાં તારે ક્યાંય નથી જવાનું. હવે આ ઘરમાંથી જો કોઈ જશે તો તારી મમ્મી જશે. આ શું બોલે છે બેટા તું? એમ કહેતા દાદાજી રજતભાઈની પાસે આવે છે. રજતભાઇ એમનો હાથ પકડીને બેડ બેસાડતા એમને કહે છે. મારા રજની સાથે બીજા લગ્ન તમે આ માસૂમ સિધ્ધાંત માટે કરાવ્યા હતા ને? આપણે એને પ્રેમ લાગણી અને મમતા મળી રહે એટલા માટે આ નિર્ણય કર્યો હતો.
પરંતુ રજનીને બસ મારી મિલકત અને જાહોજલાલીમાજ રસ છે. એને જવાબદારી નિભાવવામાં કોઈ રસ નથી. એને સિધ્ધાંત પ્રત્યેની કોઇજ ફરજ નિભાવવાની ગમતી નથી. કે નાં તેને આપ બંનેની પણ કોઈ દેખરેખમાં રસ છે. તો પછી આ ઘરમાં કે મારા જીવનમાં પણ રજનીને રહેવાનો કોઇજ હક્ક નથી. એટલા માટે આ ઘરમાંથી હવે સિધ્ધાંત નઈ પણ હંમેશા માટે રજની જ જશે. મારે મારા દીકરાની ખુશીઓથી વધારે મારા માટે કઈજ નથી.
દાદી રજતભાઈ પાસે આવીને એમના હાથ પકડીને વ્હાલ થી એમની સામે જોતા કહે છે કે દીકરા એમને માફ કરી દે જે. તું લગ્ન કરવા માટે તૈયાર નહોતો છતાં પણ અમે તને આ નાનકડા સિધ્ધાંત માટે વિચારીને આ રજની સાથે બીજા લગ્ન કરવા માટે મનાવ્યો હતો. પણ આપણ ક્યાં આવુ કશુજ વિચાર્યુ હતું કે તે આપણ લાગણીને ઠેસ મારીને આપણી ધનદોલત માટે આવું કરશે. કે એના માટે થઈને આપણા દીકરાને આપડુજ ઘર છોડવા માટે મન મનાવવું પડે. અમને માફ કરી દે બેટા આમ કહી તે રજતભાઈને પોતાની છાતી સરસા ચાંપી દે છે. આજે માં અને દીકરાના આંખોમાં લાગણીની ધારા વહી રહી હતી.
🌺 નીજ જોષી 🌺