સવાર નો બીજા પોહર ; પંખીપર ગામમાં ચકલા ઓની મધુર ચિવ.. ચિવ્… માં કચ… કચ… કરતો કલકલિયો ગામના વિસ્તાર માં ઉડે. ચકલીઓ નો લય બદ્ધ મધુર સંગીત માં જાણે કલકલિયો પોતાની બેસૂરી ધૂન બેસાડતો હોય તેમ આજુબાજુ કચ… કચ.. કરતો રહે.
દેશી નળિયા ના ઘર માં એક ઘરડા માં પોતાની જણ કાજે રોટલા ટીપતા થા’. અને સાત વાગ્યે નિશાળ જવા ઉતાવળા થયેલા નિશાળિયા ચૂલા ની આજુ બાજુ કડકડતી ઠંડીનો નો સામનો કરવા તૈયાર થઈ ગયા.એવામાં આ કજિયાળો કલકલિયો કચ...કચ.. કરતો આ ઘર પરથી પસાર થયો. તરત માં એ કીધું,
“જા મગન પાણિયારે જઈ ને બુજારું ખખડાવ”
બાનું બધું કિધુ કરતો મગન તરજ ઊભો થઈ ને પાણિયારે જઈ ને બુજારૂ ખખડાવ્યું. સાથે બધાય પાડોશીએ પણ આ રીતે બુજરું ખખડાવ્યું અને મગન પાછો ફરી ને ચૂલે ગોઠવાય ગયો.
મગન ને પ્રશ્ન થયો એટલે અને માં ને પૂછી જ લીધું,
“કેમ બા આમ હંધાયે બુજારુ ખખડાવ્યું ” વળતો જવાબ આપતા માં એ કીધું,
“ આ કચ.. કચ.. કરતો કલકલિયો છે ને એને કજિયાળો કેવાય એનાથી ઘર માં કંકાસ થાય એટલે અને ઉડાવવા હાંટું ( માટે ) બુજરુ ખખડાવું પડે ”
એમાંથી બીજા છોકરા એ કીધું,
“ હે તે.. બા આ કલકલિયો એજ ને જે ને લાંબી ચાંચ અને વાદળી રંગ હોય ”
વળતો ઉતર માં એ આપ્યો..
“ હા ! એજ ”
પડખે પડોશ માં દેકારા પડકારા નો અવાજ આવ્યો એટલે માં યે કીધું,“ જાવ તો હું થયું જોવો તો !” ત્યાં જઈ છોકરાઓ જોયું તો બે પાડશી ઝગડતા હતા. મગનને દોટ મૂકીને મા પાસે આવ્યો,
“બાબા ઓલા રામજીકાકા અને સવજીકાકા બેવ બાધ્યા’ (ઝગડિયા) છે.” આ સાથે જ મા ઊભા થઈને દૂધ મૂકી અને સીધા જઈ ને બેવ ને રોક્યા. અને સમાધાન કરાવી ને પાછા શિરામણ કરવા બેસ્યા. માં એ કીધું,“ જોયું કલકલિયો બોલ્યો એટલે આ કજિયો થયો.” શિરામણ કરી ને બધાય નિશાળ ભેણ હાલ્યા.
નિશાળ માં માસ્તર ભણાવતા’તા ત્યારે પાછો કલકલિયો કચ..કચ.. કરતો પસાર થયો.ત્યાં ભણતો મગન માસ્તર ને કે છે,“ હે! સાહેબ આ કજિયાળો કલકલિયો બોલી ગયો છે તો હવે આપડી નિશાળ માં કજિયો નઈ થાય સાઈબ’ ”
આ સાંભળતાં જ માસ્તર સાહેબ બોલ્યા,
“ ના એવું કંઈ ન હોય ”
મગને પાછું કીધું..
“ ના સાઈબ’ હાંચું (સાચું) કવ છું..આજ હવારે ( સવારે) જ મારા ઘરે ઉપર થી ઇ’ ગયો તો એટલે અમાર’ પાડોશી બધ્યા’ ( ઝગડા ) થા’.”
વળતો ઉત્તર આપતા સાહેબે કીધું,
“ એવું કંઈ ન હોય.. એતો એમ કેહવાય કે કાગડા ને બેસવું ને ડાળ ને ભાંગવું એટલે કે પેહલે થી જ નક્કી કે એ ઝગડવા ના છે અને બિચારો કલકલિયો બોલી ને જાય.તમારે તો સારું છે આવા પંખીડા આકાશ ઉડે છે.અમારા શેર’ માં તો એકેય પંખી નથી ઉડતા. એ ઝગડતા હતા એમાં બિચારા કલકલિયા ને શેનો દોષ.આ બધી અંધશ્રદ્ધા કેવાય આમાં કંઈ સાચું નથી.તમારે બધાય ને પક્ષી ઓ ને બચવા ના છે નઈ કે મારી નાખવા ના’ સમજ્યો મગન.”
મગને ડોકી હલાવી ને હમમ.. બોલ્યો.
આ બધું સાંભળી મગન વિચારો માં ગુચવાયો ; માસ્તરે કરેલી બધી વાત એના દિલ માં ખૂચી ગઈ.
કલકલિયો રોજ કચ.. કચાટ.. કરવા લાગ્યો..અને હવે તો એ દી’માં ત્રણ વાર આવવા લાગ્યો અને કચ..કચ.. કર્યા કરે.ગામનો એક મોટો પ્રશ્ન બની ગયો. આ પાદર ભગાડે એટલે બીજી પાદર જાય ને બીજી પાદર થી ભગાવે એટલે પેલી પાદર કચ..કચ.. કરતો જાય.ગામના લોકો એ એક નિર્યણ લીધો કે આ કજિયાળ કલકલીયા ને પતાવી દેવો છે.એટલે નિર્ણય પ્રમાણે બધાને એકઠા કરે છે બધા પણકા ના ઘા કરે પણ એમ કાઈ ઘા વાગતા નથી. ઉડી ને બીજે જાય તો પાછા ઘા કરવા લાગે.ઘણા નિર્થક પ્રયાસો થયા.એક જણ કે છે,
“ આ એમ નય મરે..ઓલો શામજી કાકા નો ભગીઓ છે ને એની આગળ ગીલોલ છે એનાથી મરી જાશે.. બાકી મને નથી લાગતું કે મરશે” અને આ સાંભળી એક જણ શામજી કાકા ની વાડીએ એ ગિલોલ વાળા ભગિયા ને બોલવાં મોકલે છે અને એક જુવાન દોટ મૂકે છે.
નિશાળિયા ને રિષેશ નો બેલ વાગ્યો એટલે તરજ બધા છોકરાઓ ઘર તરફ દોટ્યા’ એમાં મગન પણ હતો.ગામના ગોંદરે બધા ઉભેલા માણસો ને જોયા. એ પણ એ ટોળા માં એક ને પૂછ્યું એટલે બધી ઘટના ની જાણ થઈ. એ દોડી ને સાહેબ પાસે ગયો અને એક શ્વાસે બધું કહી દીધું.
આ સાથેજ માસ્તર એ પોતાની સાઇકલ કાઢી ને મગન ને પાછળ બેસાડી પાદરે આવ્યા .કલકલિયો મુંજાય ને બેઠો હતો અને નિશાન તાકી ને શામજી ભાઈ નો ભાગ્યો પચિકડા નો એક પચિકો મારવા તૈયાર હતો અને સાહેબે હાકલો કર્યો.. એટલે પોતાનું હથિયાર નીચું કર્યું અને બધાય નું સાહેબ તરફ ધ્યાન ગયું..સાહેબે ઉચા આવજે બધા ને કીધું,
“ આ બધા તમે શું કરો છો.. એક પંખીડા ને કેમ મારવા ઉપડ્યા છો.આ અબોલ જીવે તમારુ શું બગાડ્યું છે.”
ટોળા માંથી આવાજ આવ્યો
“ બગાડ્યું તો કંઈ નથી પણ આના લીધે ગામ માં કેટલા કજીયા થાય છે … એટલે આ કાજીયાળા ને નેવકો પતાવી દેવો છે.”
માસ્તર બોલ્યા,
“એવું વળી કોણે કીધું કે કલકલિયો બોલે એટલે જગડાં થાય. એવું કંઈ ન હોય બિચારો મુંગો જીવ બોલે એમાંય ઝગડા ! એ વળી કેવું ?”
ટોળા માંથી જવાબ આવ્યો
“ આ તો આમારા ગઢીયા કે અને હાચૂય ( સાચુ) છે માસ્તર”
માસ્તર ફરી બોલ્યા,
“તમારે તો સારું છે આવા પંખીડા આકાશ ઉડે છે.અમારા શેર’ માં તો એકેય પંખી નથી ઉડતા. એ ઝગડતા હતા એમાં બિચારા કલકલિયા ને શેનો દોષ.આ બધી અંધશ્રદ્ધા કેવાય આમાં કંઈ સાચું નથી. આકાશ સાવ સુનું હોય તો કેવું લાગે.. પંખીડા નું ચીવ ચીવ હોય તો ઘર રૂડા લાગે..નઈ તર ઘર અને સ્મશાન માં કંઈ ફરક નઈ ! આ ચકલા,પોપટ, કાબરા, કબૂતરા અને આવા બધા પંખીડા આમરા શેર માં નથી એટલે અમારા શેર અને આ ગામડા માં ફરક શું !?”
ટોળા માં ઉભેલા એક દાદા બોલ્યા..
“ હાંચુ ( સાચું) છે માસ્તર નું.. હો! આમ કંઈ જીવડાં નો મરાય’ હો ! ”
ઉભેલા બધાય ને જીવદયા ની લાગણી ઉત્પન્ન થઈ.અને બધાય પાછા પોતાના ઘરે પાછા ફર્યા.
*