ધીરે થી ધીમે ધીમે ડગલાં માંડતી કેતકી ઘર ની અંદર કિચન થી લઇ નીચેના હૉલ, બાલ્કની, વોશરૂમ્સ,ફરી વળી પણ દિવ્ય એને ક્યાંય દેખાયો નહીં.ઉપર નાં ફ્લોર પર દિવ્ય નું આખું એમ્પાયર જેમાં કેતકી ને સફાઈ કામ કરવા સિવાય ઉપર જવાની મનાઈ હતી. હા દિવ્ય ને કોઈ કામ હોય તો ઇન્ટરકૉલ કરીને બોલાવતો પણ ભાગ્યેજ!હવે સુ કરવું એની મૂંઝવણ માં આખી ભરાઈ ગયી.કેવી રીતે ઉપર જાઉં ને સર્ ઊઠી ગયા હશે?જીમ માં હશે?નાહવા ગયા હશે??ઉઠ્યા નઈ હોય જેવા તરંગો એના નાનકડા દિમાગ માં ફરવા લાગ્યા.ત્યાજ હૉલ નાં સોફા પર ધડીમ કરતી બેઠી ને આજે તો તુ ગયી કેતકી એમ વિચારી માથું પકડી ને બેઠી.હિંમત નથી ઉપર જવાની એ વાત સાચી પણ આટલા દિવસ માં પહેલી વખત બનેલું કે દિવ્ય હજુ તૈયાર થઈ ને નીચે નાં આવ્યો હોય!હિંમત ભેગી કરી ઊભી થાય ઉપર જવા ફરી બેસી જાય.બાકીનું બધું પછી એ ફટાફટ કિચન માં ગયી ફટાફટ જ્યુસ બનાવ્યો,બ્રેડ બટર તૈયાર કરી ચા નો સામાન તૈયાર કરી ટ્રે માં લઇ ધીમે પગલે હિંમત કરી ઉપર જવા લાગી ત્યાં ઉપર થી જોર જોર થી હસવાનો અવાજ આવા લાગ્યો ત્યાં કેતકી નાં પગ સીડીઓ પર જ અટકી ગયા.ખબર નઈ કેમ પણ આજે કેતકી ને દિવ્ય નાં રૂમ માં કોઈ સ્ત્રી નું હોવું બઉ હચમચાવી ગયું.
કેમ આવું થાય છે મને??કેમ હું ઈર્ષા ની આગ માં સળગી રહી છું?મને આવું નાં થવું જોઈએ!હું તો મહેઝ એક નોકર છું આ ઘર ની. તોય બોસ ની પર્સનલ લાઈફ છે મારે એમની પર્સનલ લાઇફ થી બઉ અફેક્ટ થવાનું નાં હોય.વિચારો ની ગડમથલ તો ચાલતી ગયી પણ નાસ્તો આપવાની મારી ફરજ છે ને એના જ પૈસા આપે છે બૉસ!ભારે પગલે રૂમ નાં ડોર જોડે પહોંચી ને રૂમ નાં ડોર પર પણ બેલ હતી એના પર આંગળી જવા દે પાછી ખિંચે,જવાદે પાછી ખીંચે. છેવટે હિંમત કરી બેલ વગાડી દીધી.રૂમ નો ડોર ઓટોમેટિક હતો પણ દિવ્ય નું ફેસ લોક હતું રૂમ નાં દરવાજા આગળ.રૂમ માંથી બહાર નાં હૉલ પર કૉલ આવ્યો.દિવ્ય એ પૂછ્યું ઉપર આવાનું કારણ તો નાસ્તા નાં જવાબ સામે બહાર મૂકી દેવાનો ઓર્ડર મળતા કેતકી ભારે હૈયે મૂકી ને પોતાના ઇગો ને સાથે લયીને નીચે ઉતરી. શાયદ આજે બૉસ ને મારી જરૂર નથી એમ વિચારી તૈયાર થયી પોતાની બેગ લઈ ગેરેજ માંથી કાર લઈ નીકળી પડી.આજે પાક્કો વિશ્વાસ હતો કે દિવ્ય કૉલ નહિ કરે!સીધી કેતકી પોતાની કૉલેજ માં જઈ કાર પાર્ક કરીને ગાર્ડન માં જઈ બેસી ગયી.સૂનમૂન બેઠેલી કેતકી ને જોઈ એનો એક ફ્રેન્ડ આવ્યો ને કેતકી ની આંખો પાછળ થી દબાવી પણ પોતાની હથેળી ભીની થવાથી એના ફ્રેન્ડ એ કેતકી નો ચેહરો જોયો.કેતકી ની આંખ માંથી ચોધાર આંસુ ની ધાર હતી જે અવિરત ચાલ્યા કરતિતી.સુ થયું બેબી?? નાં પશ્ન સામે નથીંગ નો ટુંકો જવાબ સાંભળી ફ્રેન્ડ એની બાજુ માં બેસી ગયો.કેતકી નો હાથ પોતાના હાથ માં લઇ
"જો કેતકી તું કેમ રડે છે એ હું પૂછું છું પણ તારી મરજી નાં હોય તો તું જવાબ નાં આપ, ચાલ કોફી પીવા જઈએ"વરુણ અહી એનો ખાસ ફ્રેન્ડ તો વરુણ ની વાત નકારી ના શકાય.વરુણ સાથે કાફે માં જઈ બંને બેઠા ત્યાં કૉફી નો ઓર્ડર આપી "બોલીશ હવે સુ થયું"ફરી એજ જવાબ..પોતાના બંને હાથ ઉપર કરી ઓકે ઓકે ઓકે નઈ પૂછું બસ સોરી. ને પોતાના બંને કાન પકડ્યા ને કેતકી હસી પડી!"યું આર સો ક્રેઝી મેન રિયલી યુ મેક મિ સ્માઇલ એવરી ટાઈમ થેન્કસ અ લોટ"એમ કહી કેતકી વરુણ ને ભેટી પડી.
બૉસ તો તારો હોટ છે તો કેમ આટલી અપસેટ છે?? જવાબ માં બૉસ તો બૉસ છે પણ યે કેતકી પાગલ હૈ,પતા નહિ કુછ નાં કુછ સોચતી રેહતી હૈ ફિર ખુદ હિ દુઃખી હોતી હૈ.અનીવેઝ તું બોલ સુ કરે સૂઝી???કોઈ ગુડ ન્યુઝ છે કે સુ બઉ મોટી થયી ગયી છે આજકાલ.ને બંને હસી પડ્યા.કેવાય છે ને કે એક સાચો મિત્ર હોય જીવન માં એ વ્યક્તિ ને કોઈ દુઃખ નાં હરાવી શકે.કેતકી નાં હિસ્સા માં પણ આવુજ કઈક છે.વરુણ સાથે ની મુલાકાત કૉલેજ ની લાઇબ્રેરી માં થયેલી ને દોસ્તી જોત જોતા માં ગાઢ બની ગયી.ક્લાસ માં કેતકી ફેશન ડિઝાઈન નો કૉર્સ કરતી ને વરુણ પણ આર્કિટેક્ટ માં માસ્ટર કરતો હતો તો બંને નાં વિચારો બઉ મળતા. મોસ્ટલી વિકેન્ડ્સ માં વરુણ ગર્લ ફ્રેન્ડ સૂઝી સાથે હોય જ્યારે કૉલેજ નાં બાકી નાં દિવસો કેતકી સાથે હોય!કેતકી ને કુકિંગ કરતા વરુણે સિખવેલું ને જોત જોતામાં કેતકી એક સારી કુક બની ગયેલી,જ્યારે કેતકી અપસેટ હોય ત્યારે વરુણ નાં આલીશાન ઘરે જાય જ્યાં એના સરવન્ટ સિવાય કોઈ નાં હોય ને કિચન નાં જાત જાત ની રેસિપી વરુણ શિખવાડે ને સ્વિમિંગ પૂલ આગળ બેસી ને વિસ્કી સાથે ફૂડ નો સ્વાદ ને બંને દોસ્તો ની કદી પૂરી નાં થનારી વાતો! ને વરુણ સાંજે કેતકી ને દિવ્ય નાં ઘરે મૂકી જાય.આજે કેતકી દિવ્ય ની કાર લયી ને આવી ગયેલી તો સાંજે જવાનું ટેન્શન નતું. કૉફી પીને બંને ફ્રેન્ડ પોત પોતાના ક્લાસ માં ગયા. લંચ ટાઈમ બંને ફ્રેન્ડસ્ કૉલેજ નજીક આવેલા રેસ્ટોરાં માં ગયા,જમતા હતા ને કેતકી નાં મોબાઈલ માં રીંગ વાગી ને કૉલર નું નામ વાંચી કેતકી નાં મોઢા માંથી ચમચી થાળી માં પડી ગયી.....
ક્રમશ: