AN incredible love story - 2 in Gujarati Fiction Stories by vansh Prajapati ......vishesh ️ books and stories PDF | AN incredible love story - 2

Featured Books
  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

  • ભીતરમન - 53

    મેં ખૂબ જ ઉત્સાહ સાથે કાગળ ખોલી વાંચવાનું શરૂ કર્યું,"પ્રિય...

  • ગામડાં ની ગરિમા

    ગામના પાદરે ઉભો એક વયોવૃદ્ધ વડલો તેના સાથી મિત્ર લીમડા સાથે...

Categories
Share

AN incredible love story - 2

ગત અંકથી શરુ...

જીવનમાં દરેક તબક્કામાં બદલાવ મોખરે હોય છે.... નદીનું પાણીમાં પણ જયારે તમે પહેલો પગ મુકશો અને અને બીજો મુકતા - મુકતા જે અહેસાહ પહેલા પગને જે પાણી દ્વારા થયો તે અહેસાહ જતો રહ્યો હશે એ પાણી વહી ગયું હશે કારણકે આ જીવન છે આગળ વધવું જ પડતું હોય છે કોઈકવાર સમજણ દ્વારા તો કોઈકવાર પીડાતા- પીડાતા... આજે નહિ તો કાલે શું થાય એ કોણ જાણે અનુરાગના કાનોમાં નાનીના આ શબ્દો જઈને વધારે પીડા આપી રહ્યા હતા નાનીનું દુનિયાને જોવાનું તવત્વજ્ઞાન અનુરાગને અચાનક કાંટા માફક લાગી રહ્યું હતું......


હોસ્પિટલમાં તે નાનીને કઈ પણ કહી શક્યો નહિ,પરંતુ તેના મનમાં ઘણા પ્રશ્નો હતા જે તેને મુંજાવ્યા કરતા હતા, પણ તેને નાનીને કઈ ન કહ્યું માત્ર એટલું કહેતા - કહેતા એ લાગણીમય અવાજથી ભરેલો હતો " નાની તમે જલ્દી ઠીક થઇ જાઓ પછી મારી કોલેજ ટ્રીપ માટે તમારી લખેલી કહાનીઓ હું સાથે લઇ જઈશ જેથી અમે બોરિંગ સમયને વધારે યાદગાર બનાવી શકીશું.... " અરે વાહ કોલેજ ટ્રીપ છે એતો સરસ વાત કહેવાય ક્યારે છે? નાની 10 તારીખે જવાનુ છે...... સરસ 10 તારીખે જ ને ત્યાર શુધી તો હું અહીંથી ઘરે આવી જઈશ કારણકે મને વધારે અહીંના ડોક્ટરો અને સ્ટાફ સહન નહિ કરી શકે, મારી જૂની વાતોથી કંટાળીને મને ઘરે જવાની તરત રજા આપી દેશે... "હા નાની સાચી વાત", બંનેએ ખુલીને વાતો કરી ભાર વિનાની અને સમજણ સાથે મસ્તી - મજાકથી ભરેલી વાતો લાગણીમાય વાતાવરણ બન્યું....


મહિનાની પહેલી તારીખ હતી.... નાની પાસેથી હવે અનુરાગે જવાની રજા લીધી, વહિકલ સ્ટાર્ટ કર્યું... અને ઘરે જવાના રસ્તા તરફ પ્રયાણ કર્યું વચ્ચે આવતી સીટી લાઈબ્રેરીમાં તેણે બુક્સ માટે જવાનો વિચાર કર્યો, લાઈબ્રેરી આગળ વહિકલ રોક્યું, આગળ વધતા તેણે દરવાજા ઉપર લખેલા માર્ક ઉપર ધ્યાન આપ્યા વિના રોજની ટેવ પ્રમાણે અંદર પ્રવેશ્યો, અંદર જતા જ શાન્તિનું વાતાવરણ હતું... લાઈબ્રેરીયનનું અનુરાગ ઉપર ધ્યાન જતા જ તે બોલી ઉઠ્યા આવો -આવો ભવિષ્યના ઇતિહાસ્કાર સાહેબ આજે ઘણા દિવસે ભૂલા પડ્યા.... અરે અંકલ તમે પણ શું આ ઇતિહાસ્કાર - ઇતિહાસ્કાર દરેક વખતે કહો છો ' સંભાળ અનુરાગ તારા સિવાય બીજું કોઈ ઇતિહાસ ઉપર એટલી બુક્સ રીડ નથી કરતુ જેટલી તું એકવારમાં વાંચીને જમા કરાવે છે એટલી વાંચતા મને મહિના લાગે... હા પણ તમારી કામમાં વ્યસ્તતાને લીધે તમે રીડ ન કરી શકતા હશો અંકલ.... અને હા તમારા પાર્ટનર ક્યાં ગયા...? જો પાછળની બાજુએ નીચેની બાજુએ બૂક્સ રાખે છે... અરે હા મારી નજર ત્યાં ન પડી... આસિસ્ટન્ટ લાઈબ્રેરીયનનું કામ પણ જોર હોય છે બધી બૂક્સ ક્યાં રાખી એ યાદ રાખવાનું અનુરાગે કહ્યું.... હા સચીવાત લાઈબ્રેરીયનએ હસતા - હસતા કહ્યું....

થોડીવાર લાઈબ્રેરીમાં અલગ - અલગ વિભાગમાં નજર ફેરવ્યા પછી અનુરાગે આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન જોડે અભયપુર વિશેની બુક માંગી.... બુક હાથમા લઇ તે કાર્ડમાં એન્ટ્રી પડાવવા લાઈબ્રેરીયન જોડે આવ્યો.... અને કહ્યું આ બુકની એન્ટ્રી કરજો અને જરાં તારીખ લાંબી કરી આપજો.... લાઈબ્રેરીયને બુક જોઈ, બુકનું નામ હતું the sicrets of abhaypur.. Written by auther sandhya... અરે વાહ આ બુકમાં ખરેખર મને જરાય ખબર ન પડી ઐતિહાસિક સાથે કોમ્પ્લીકેટેડ કહાણીઓ પણ છે પણ તારી માટે પરફેક્ટ છે લઇ જા અને સમજાય તો મને જરૂર કહેજે.... હા પાક્કું તેણે બુક લીધી અને આસિસ્ટન્ટ લાઈબ્રેરીયન જોડે થોડીવાર બીજી બૂક્સ વિશેની વાતો કરીને રવાના થયો....

અનુરાગે વેહિકલ સ્ટાર્ટ કર્યું, સવારમાં સાડા બાર વાગ્યાં હતા, તે ઘરે આવ્યો, મમ્મી સાથે તે ડાઇનિંગ ટેબલ ઉપર બેઠો, નાનીને મળીને આવ્યો તે બધી વાત મમ્મી આગળ રજુ કરી અને જમતા - જમતા ફોનમાં ઈતિહાકસના અમુક લેખો જોવામાં તે મગ્ન થઇ ગયો... તરત જ તેની મમ્મીએ ઠપકો આપ્યો બેટા જમતી વખતે નો મોબાઈલ એને સ્મિત સાથે ફોન મુક્યો અને ફરીથી મજવાનું શરુ કર્યું...

જમ્યા પછી તેણે કહ્યું મમ્મી આરાધ્યાદીદી 2 દિવસમાં આવી જશે તેમની કોલેજ ટ્રીપ પરથી પછી એમને ઘરે હું માહિતી લેવા જઈશ કે કેવું રહ્યું દીદી એમને હેરાન કરીશ... અરે હા તું અને તારી દીદી બંને એકબીજાને અને ફેમિલીને પણ વાતો કરી કરીને કાંતો વાતો કરાવીને હેરાન કર્યા કરો જ છો જયારે ભેગા થાઓ ત્યારે... હા કારણકે અમે બંને એક્જેવા છીએ... હા માત્ર 1 વર્ષનો જ તફાવત છે બાકી બધી આદતો એકજ છે ભાઈ - બહેનની... હા કારણકે એ મારાં દીદી છે અને હું એમનો નાનો ભાઈ એટલે ભાઈએ દીદી જેવો જ હોય... મજાક ચાલતી રહી... થોડીવારમાં અનુરાગને સુવાનું મમ્મીએ કહ્યું કારણકે પછી તું અને તારું ફ્રેન્ડ ગ્રુપ સ્ટડી ડિસ્કસ કરવા કોન્ફેરેન્સ કોલ કરીને અવાજ કરશો એ કરતા અત્યારે શાંતિથી સુઈ જા સાંજે બધા મળજો પર્કમાં... અનુરાગને આ આઈડિયા ખુબ યોગ્ય લાગ્યો...

અનુરાગે બેડ ઉપર બેસી વિચારવાનુ શરુ કર્યું.. થોડીવારમાં ગ્રુપમાં તેણે મેસેજ કર્યો અને લખ્યું સાંજને સાડા પાંચ વાગે મળીએ અભયપૂરની રાહસયની વાતો વિશે જાણીશું... થોડીવારમાં તે બેડ ઉપર આડો પડતા જ એક કલ્પિત લાગતા સ્વપ્નમાં ખોવાઈ ગયો... જ્યાં તે એક પહાડ ઉપર ઉભો હતો.. અને સામેની બાજુએ એક ઝરણું હતું.. આસમાન વાદળી બનેલું લાગતું હતું.... કચાનક ઝરણાંમાંથી એક યુવાન વયની યુવતી નીચે વહેતી નદીમાં કૂદી અને તેણે બચવવા તે પણ કૂદ્યો અને પાણીમાં પડતા જ ગાયત્રી નામ સાથે તેની આંખ ખુલી..... બેચેની છવાયેલું વાતાવરણ બની રહ્યું હતું.........

વધુ આવતા અંકમાં....