belief in Gujarati Short Stories by Dr Bharti Koria books and stories PDF | ભરમ

Featured Books
Categories
Share

ભરમ

’’ ડોકટર દીદી, મને થોડી મદદ કરશો. મારે થોડું પુણ્ય કર્મ કમાવું છે હું દદર્ીઓને કેળા અને બિસ્કીટનું દાન કરૂં તો તમને તકલીફ તો નહીં ને’’
ડોકટર દીદી અને શમીનાબેનનો એ પહેલો પરીચય. શમીનાબેન એ હોસ્પીટલમાં સાફ સફાઈ ની દેખરેખ અને દદર્ીઓની સુખાકારી તથા દેખરેખનું કામ કરે. એમ માની લો જનરલ મેનેજર શમીનાબેન ૧ર સુધી ભણેલા અને ખુબ ચબરાક હતા.હોસ્પીટલની બધી પ્રવૃતીઓ પર તેમની દેખરેખ રહેતી.
ડોકટર દીદીનો આજે પહેલો દીવસ હતો.હોસ્પીટલમાં જેમ જેેમ દિવસો વિતતા ગયા તેમ ડોકટર દીદી અને શમીનાબેન મિત્ર બની ગયા.ડોકટર દીદીના દીદર્ી થી લઈને ધબ્ચ્મ્ ની દેખરેખ, સાફ સફાઈ અને ઘણુ બધુ શમીનાબેન આરામથી જોઈ લેતા.ડોકટર દીદી ને શમીનાબેન પર પુરતો વિશ્વાસ આવી ગયો અને જયારે હોસ્પીટલમાં શમીનાબેન ના દેખાય ત્યારે ડોકટર દીદી ઘાંઘાં થઈ જાય અને તરત જ ફોન લગાવે.
’’ જનરલ મેનેજર આજે કેમ ના આવ્યા. ’’
અને જનરલ મેનેજર ખુબ પ્રેમ થી સમજાવી આપે. ’’ હા મેડમ જરા તબીયત ખરાબ હતી. હા ડોકટર દીદી ઘરવાળાને તબીયત સારી નહોતી.’’- શમીના આવું બહું ઓછું કરતી કે ગેરહાજર હોઈ.પણ છેલ્લા એક મહીનાથી તેને એકાંતરે ગેરહાજર રહેવા લાગી. પણ જયારે આવ. ત્યારે ડોકટર દીદી ને મળી આવે.
’’ કેમ શમીના હમણા બઊં ગેરહાજર રેય છે ’’
’’ ડોકટર દીદી તમને કેમ કહું ’’- શમીના એકદમ દુ:ખી અને રડમશ થયેલી લાગી.
’’ અરે શમીના કેમ શું થયું, ડોકટર દીદી તારા પોતાના છે તું કોઈપણ તકલીફ હોઈ કહી શકે ’’
’’ ડોકટર દીદી, છાતીમાં થોડી ગાંઠ લાગે છે ,પણ મારા ખાસમ કોઈને પણ બતાવાની ના પાડે છે ’’
’’ અરે શમીના એટલી વાત , લાવ હુંુ ચેક કરી આપુંુ ’’
ડોકટર દીદી એ ચેક કરી આપ્યું.ઈંજેકશનથી ગાંઠનો ભાગ ખેંચી પતાસ માટે મોકલી આપ્યો.
’’ શમીના બીજુ શું થાય છે ’’
’’ ડોકટર દીદી નબળાઈ લાગે છે , આંખે અંઘારા આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે છે ,બસ એટલે રજા પાડીને ઘરે આરામ કરી લેતી હતી ’’
’’ સૌ સારૂ થઈ જાશે. સાંજે રીપોર્ટ મળે કે હું તને ફોન કરૂ.તું ઘરે જા.આરામ કર’’-આટલું કહીને ડોકટર દીદીએ શમીનાને મોકલી આપી, પણ પોતે ચિંતાતુર થઈ થઈ.કેન્સરની ગાંઠ લાગતી હતી.કબ્?ઉભ્િ માં જો કેન્સર આવે તો કયાં મોઢે શમીના ને કહેશે.
સાંજે રીપોર્ટ આવી ગયા.ડોકટર દીદીને શમીનાા ઘરે જવાની જરૂર પડી.દરવાજે ટકોરા આપ્યા. શમીના એ દરવાજો ખોલ્યો ડોકટર દીદી ને આવકાયર્ા.
’’ અરે ડોકટર દીદી , આવો આવો ’’
’’ શમીના મને થયું તને રૂબરૂ મળીને રિપોર્ટ આપી આવું ’’
’’ તે સારૂ કર્યુ ડોકટર દીદી ,તમે કયારેય મારા ઘરે આવ્યા નથી ’’
’’ એ સાચુ શમીના ’’- આટલું બોલતા ડોકટર દીદી નું ગળંુ ભરાઈ ગયું.તે શમીનાનું એક રૂમ-રસોડાનું ઘર જોતા રહી ગઈ.
’’ અરે, ડોકટર દીદી ’’કયાં ખોવાઈ ગયા -શમીના એ ઢંઢોવ્યા અને પાણીનો ગ્લાસ હાથમાં આપ્યો.
’’ શમીના તારા ઘરના ’’
’’ દીદી એ તો કારખાને ગયા છે ’’
’’ શમીના તારા રીપોર્ટ..... ’’ ડોકટર મને સ્તન કેન્સર છે. મને એક મહીના પહેલાની ખબર છે. બસ તમને જણાવ્યું નહોતી.દીદી ગળગળા થઈ ગયા અને આગળ બોલી શકયા નહી.
’’ શમીના શું વાત કરે છે ? કેમ મને ના કહયું ? મને પારકી ગણે છે ’’
’’ ના, દીદી તમે મને ટ્રીટમેન્ટ કરાવા કહેશો ’’ શમીના રડમસ થઈગઈ અને ડોકટર દીદી ના પગમાં પડી ગઈ તેને બોલવાનું ચાલું રાખ્યું.
’’શમીના તારા કેન્સર ની ગાંઠ આગળ વધી ગઈ છે હવે સ્તન કઠાવી અને શેક લેવો પડશે અને આ તારે તાત્કાલીક લેવું પડશે. ’’
’’ ધીમે બોલો ડોકટર દીદી, મારા ખાસમ મને એટલે દવાખાને આવવાની ના પાડે છે ,સ્તન કઢાવવાની એ ના પાડે છે , અમે આયુવેદીક દવા કરાવીએ છે ’’
’’ શમીના તું આટલી હોશીયાર હોવા છતા આવી વાત કેમ કરે છે તુ આ ટ્રીટમેન્ટ નહીં કરાવે તો કેન્સર ફેલાતું જાશે અને તારો જીવ જઈ શકશે ’’
’’ દીદી, તમારી વા હું સમજું છુ. મને પણ ખરબ છે ,મારા ખાસમ આ અંગ કપાવવાનો વિરોધ કરે છે અને આયુવર્ેદીક દવાથી સાંરૂ થઈ જાશે એ એમનો મત છે.મે સાચી હકીકત જાણ કરી ત્યારે એમણે મને ઘરમાંથી કાઢી મુકવાની ધમકી આપી.દીદી , હું કયાં જાઈશ આ ઊંમરે , મારે કોઈ સંતાન પણ નથી. મારે એમનું માનવું જ રહયું ’’ શમીના દીદી ના પગપાસે બેસી ને રડતી રહી.
ડોકટર દીદીને પહેલીવાર પોતે કેટલી મજબુર છે એવું અહેસાાસ થયો.છતાં હીંમત કરીને કહયું -’’ શમીના તારા હસબન્ડને હું સમજાવીશ.દવા-દારૂ નો ખચો હું ઊઠાવીશ બસ તું એકવાર હીંમત કર અને સમજાવ ’’
એટલામાં શમીના ના હસબન્ડ આવી જાય છે અને છેલ્લે વાત સાંભળી જાય છે અને સ્પષ્ટ શબ્દોમાં બોલે છે
’’ જુઓ બહેન, તમે અમારા ઘરે આવ્યા હું તમારૂ અપમાન નહીં કરૂ.કૃપા કરીને શમીના ને વધું ચડાવતાં નહીં જે વસ્તુ અમને યોગ્ય નથી લાગતી તે માટે તમારે અમને સમજાવવું નહી ’’
ડોકટર દીદીએ ખુબ સમજાવવા નો પ્રયત્ન કરયા છતા શમીનાના હસબન્ડ એેકના બેન થયા.આખરે ડોકટર દીદીએ એમને કહયું કે હજું તમે વિચારી લો.
હું તમારી હોસ્પીટલ રાહ જોઈશ.મારી જયારે જરૂર પડે મને એક ફોન કરજો હું હાજર થઈ જાઈશ - ભારે હદયે ડોકટર દીદી પોતાના ધરે પહોચ્યા અને પાછળથી શમીના સાથે શું થયું હશે એ વિચારોથી એને પુરી રાત ઊંધના આવી.
હવે, ડોકટર દીદી દરરોજ શમીનાની રાહ જોવા લાગ્યા.રોજ ફોન કરવા લાગ્યા એ આશાએ કે વહેલી તકે એ લોકો સમજે અને તચ્ભ્બ્ત્?ભ્દ્યત્ કરાવે.પણ મહીના સુધી આવું કશું થયું નહી. ડોકટર દીદી એક-બે વાર એમના ઘરે પણ જઈ આવ્યા પણ ત્યાં કોઈ મળ્યું નહી.શમીનાના કોઈ સમાચાર નહોતા.દિવસે દિવસે ડોકટર દીદીને ભય વધતો ગયો.આમને આમ દોઢ મહીનો થયો અને એક દિવસ એવો આવ્યો.જે દીવસે શમીનાના હસબન્ડ સામે થી આવ્યા.ડોકટર દીદી સામેથી દોડયા એ વિચારીને કે શમીનાભી આવી હશે એને ટ્રીટમેન્ટ મળી રહેશે.એ વધારે જીવશે.
’’ શમીના , શમીનાકયાં ’’
’’ ડોકટર દીદી , શમીના હવે આપણી વચ્ચે નથી.મે ઉસકા ગુનહગાર હુંુ , મૈને ઉસકી ટ્રીટમેન્ટ નઈ લેને દીયા ખુદા મુજે માફ નઈ કરેગા ’’
અને એ ડોકટર દીદીના પગે પડી ગયો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો.
’’ મેરે ભરમ કે વજે સે ઉસકા રોગ ફેલ ગયા, ખુદા મુજે માફ નઈ કરેગા ડોકટર દીદી ’’
અને ડોકટર દીદી સુન થઈ ગયા.