રોમાન્સ ઇન એકલિપ્સ
પ્રકરણ 1
વિનય પોતાના બેડ ઉપર 20 ડીગ્રી એસી ની કુલિંગ માં આરામ થી સૂતો હતો. અને ત્યાં એનો ફોન રણકે છે. જબકી ને ઉઠી ને આંખ ચોળતા ફોન માં જોવે છે અને એમાં રાત ના 1:30 વાગ્યો છે એ બતાવે છે. અને સ્ક્રીન ઉપર નામ જોવે છે એ એ એની આંખો ફાટી જાય છે. એ નામ હોય છે અનુરાધા.
વિનય એકદમ ભય ના ઓથાર હેઠળ આવી ને ધ્રુજતા હાથે ફોન ઉપાડે છે. ..
સામે થી કોઈક થી સંતાઈ ને સિસકારી માં ધીમે થી વાત કરતા હોય એવા અવાજે વાત થાય છે.
અનુરાધા: હાઈ વિનય, ડાર્લિંગ કેમ તું મને ફોન કે મેસેજ નથી કરતો, મેં કાઈ ખોટું કર્યું છે.?
વિનય: (ડરતા ) તમે કોણ બોલો છો ને અનુ નો ફોન...
અનુરાધા: અરે હુંજ અનુરાધા બોલું છું. અચ્છા આમ ધીરે થી બોલું છું એટલે ખ્યાલ નથી આવતો. હમ્મ. (પછી અવાજ થોડોક ઓપન કરે છે) હવે.. હવે અવાજ ઓળખ્યો.
વિનય: (જાતે જાતે ધીમે ધીમે બબડતા): અવાજ તો અનુ નો જ છે.
અનુરાધા: અરે એકલો એકલો શુ બોલે છે. હું અનુ જ છું લવ. તું છેલે મને 15 દિવસ પહેલા મળ્યો હતો , પછી કોઈજ કોન્ટેકટ નહિ અને હવે ઓળખતો જ નથી. (ઘભરાયેલા અવાજે) આર યુ બ્રેકીંગ ઓફ વિથ મી.?
વિનય ડરી ને ફોન કાપી નાખે છે. અને તરત જ ફોન ગેલેરી માં જઈ ને ફોટો શોધે છે અને એને જે ફોટો જોઈતો હોય છે એ મળે છે.
એ ફોટા માં એક છોકરી નો ફોટો હોય છે અને એ ફોટા મ નીચે લખ્યું હોય છે..
કુમારી અનુરાધા મહેતા..
જન્મ તરીકે: 12-12-1990 સ્વ.તારીખ: 21-12-2021
વિનય મનોમન પોતાની જાત સાથે : સવા વર્ષ પહેલાં ગુજરી ગયેલી વ્યક્તિ નો કોલ કઈ રીતે આવી શકે. એજ અવાજ, એજ લહેકો.. કોઈ મશ્કરી તો...
ત્યાન્જ પાછો ફોન રણકે છે. સ્ક્રીન ઉપર અનુરાધા લખાયેલ જોઈ ને એ ફોન કાપી નાખે છે. અને ફોન સ્વીચ ઓફ કરી દે છે.
થોડીક જ સેકન્ડ પછી ...
એજ ફોન પાછો રણકે છે.
વિનય ની આંખો માં ભય ની લાલાશ ઉતરવા માંડે છે.
બીજી સવારે..
નીતા બેન વિનય ના રૂમ મા આવ્યા અને જોઈ ને ઘભરાઈ ને ફસડાઈ પડ્યા.
વિનય પોતાના બેડ ના બેકરેસ્ટ પર સ્પોર્ટ આપી ને ખૂલી ફાટી લાલ આંખે સ્થિર બરફ જેમ બેઠો હતો.
દૂર થી જોનાર ને પહેલા કોઈ ડેડ બોડી પડી હોય એમ લાગે અને એવોજ એહસાસ નીતા બેન ને થયો અને એ ફસડાઈ પડ્યા.
વિનય પોતાના બેડ ના બેકરેસ્ટ પર સ્પોર્ટ આપી ને ખૂલી ફાટી લાલ આંખે સ્થિર બરફ જેમ બેઠો હતો.
દૂર થી જોનાર ને પહેલા કોઈ ડેડ બોડી પડી હોય એમ લાગે અને એવોજ એહસાસ નીતા બેન ને થયો અને એ ફસડાઈ પડ્યા. અને જોર થી બૂમ પાડવા મંડ્યા. વિનય.. રાજેશ... રાજેશ. જલ્દી આવો.
રાજેશ ભાઈ દોડતા દોડતા ઉપર આવ્યા અને એ પણ વિનય ને જોઈ ને ઘડીક ભર ડરી જઈ ને એક સેકન્ડ માટે સ્થિર થઈ ગયા. અને પછી સાચવી ને વિનય ની નજીક ગયા અને એના જમણા હાથ નું કાંડુ પકડ્યું ..
ત્યાન્જ એક જાટકા સાથે વિનય એ પોતાનું માથું ફેરવ્યું અને રાજેશ ભાઈ અને નીતા બેન બીક થી ઝટકો ખાઈ ગયા અને પાછા વળી ગયા.
વિનય સ્થિર ઠંડા ચેહર અને અવાજે: શુ થયું પાપા. મારો હાથ કેમ પકડ્યો તો. હું જીવું જ છું.
અને એક સ્વીટ પણ બીક લાગે એવી સ્માઈલ આપી. અને સ્થિર સ્માઈલ સાથે જોતો રહ્યો
કોણ હતી અનુરાધા..?
વિનય સાથે એનું શું સમ્બન્ધ હતો..?
શુ એ સાચે મૃત્યુ પામી હતી?
મૃત્યુપર્યંત એનો ફોન કેમ અને કઈ રિતે આવ્યો હતો?
અને સવા વર્ષે કેમ આવ્યો હતો?
અને શુ થયું હતું વિનય ને?
જાણવા માટે વાંચજો વધુ આવતા અંકે....