Kasak - 6 in Gujarati Love Stories by Kuldeep Sompura books and stories PDF | કસક - 6

Featured Books
Categories
Share

કસક - 6

ચેપ્ટર-૬

દરેક લવસ્ટોરી પહેલા શાંત પછી ગુંચવળ ભરી અને અંતે હ્રદય અને મન ને શાંતિ નો અનુભવ કરાવનારી હોય છે.મને નથી ખબર કોઈ લેખક કે આ લખ્યું છે કે નહીં પણ મે તમને સત્ય કીધું.

બીજા દિવસે સવારે કવન ઊઠયો ત્યારે વિશ્વાસ જાગી ગયો હતો.તે કદાચ કવનના ઊઠવાની રાહ જોઈ રહ્યો હતો.તે ઊઠયો ત્યારે વિશ્વાસે કવનની સામે જોઈને કીધુંકવન હું તને કઈંક કહું?”

કવન હજી ઊઠયોજ હતો.તેણે સાંભળ્યું અને આળસ મરળતા કહ્યુંહા,બોલ શું કહેવું છે?”

કવન મને લાગે છે કે મને કાવ્યા ગમે છે.

કવન હજી તે પૂરું સાંભળીને સમજી નહોતો શક્યો કારણકે હજી તે હાલ જ ઊઠયો હતો.થોડીકવાર બાદ વિશ્વાસ જે બોલ્યો તેની ઉપર કવને બરોબર ધ્યાન દીધું અને પછી સમજાયું.

શું તું સાચું કહી રહ્યો છે?”

હા,કાલ મને તેવું લાગ્યું કે તે મારી માટે સારી છોકરી છે.

હા, તે ખરેખર સારી છોકરી છે.

આટલું બોલીને કવને વિશ્વાસની સામે જોયું અને પછી બંને અચાનક જ હસવા લાગ્યા.

કેટલીક વખત બે લોકો એકબીજાને એટલા બધા સારી રીતે ઓળખતા હોય છે કે તે લોકો ને કેટલીકવાતો મોં થી કહેવાની પણ જરૂર નથી પડતી, તે તેના હાવભાવ તથા આંખ ના ઇશારા દ્વારા સમજી જાય છે.અહિયાં વાત કવનની અને વિશ્વાસની થઈ રહી હતી.કાલ રાત્રે વિશ્વાસ કઈંક વિચારી રહ્યો હતો ત્યારેજ કવન અડધી વાત જાણી ગયો હતો તે બસ વિશ્વાસ તરફથી ખાતરી માંગતો હતો.

બીજા દિવસે સવારે બધાજ નાસ્તો કરીને તૈયાર હતા.આજનો પ્લાન થોડોક મોટો હતો. આજે ઘણું દૂર જવાનું હતું.સુહાસ અંક્લે પહેલેથીજ બધુ ફિક્સ કરીને રાખ્યું હતું.આજે બાઇક પર નહોતું જવાનું પણ બે કાર કરી હતી બંને કારમાં પાંચ પાંચ જણને બેસવાનું ફાઇનલ થયું હતું.કવન અને આરોહી કે વિશ્વાસ અને કાવ્યા બંને એક કારમાં નહોતા.કાર મણિકર્ણન તરફ જવા રવાના થઈ હતી.

બધા આજે સવારે વહેલા નીકળ્યા હતા તેથી કદાચ ૧૧ વાગ્યા સુધીમાં અથવા તેથી પણ વહેલા પહોંચી જવાની શક્યતા હતી.કવન સુહાસ અંકલ અને વિશ્વાસ ત્રણે એકજ કારમાં બેઠા હતા.કાર મણિકર્ણન તરફ જતી હતી ત્યારે એક વાર સુહાસ અંકલનો ફોન રણક્યો.

તેમની વાતચીત કઇંક આ મુજબ હતી.

હા,ભાઈ બોલો,કેમ છો તમે?” સામેથી મજામાં તેમજ કહ્યું હશે અને ત્યારબાદ જે પણ વાત થતી હતી તે આરોહીને સંદર્ભમાં થતી હતી. કારણકે સુહાસ અંક્લે કઈંક આ મુજબ કહ્યું

આરોહી પણ મજામાં છે,તે બીજી કારમાં છે.હું હમણાં જ તેણી પાસે ફોન કરાવું,કદાચ તેના ફોનમાં નેટવર્ક નો પ્રોબ્લ્મ હશે.અમે બધાજ ઠીક છીએ.બાકી તમે બધા કેમ છો?,શું ચાલે છે યુ. એસમાં?, વગેરે વગેરે જેવી વાત ચાલી.

કવનને લાગ્યું કે કદાચ તે ફોન આરોહીના કોઈ ઓળખીતા નો હશે.જે યુ.એસ માં રહેતા હશે.સુહાસ અંક્લે જેમ ધાર્યું હતું તેમ જ થયું તે લોકો મણિકર્ણન અગિયારેક વાગ્યે પહોંચી ગયા.તે ખરેખર આરોહીના મોટાપપ્પા નો ફોન હતો.આરોહી કાર માંથી ઉતરીને તેમની સાથે વાત કરી રહી હતી.કવને આરોહીને ફોનમાં વાત કરતાં સાંભળી અને તે પરથી ખબર પડી કે તે ફોન તેના મોટા પપ્પાનો છે. આરોહી કદાચ તેના પિતા થી થોડી ડરતી હોય તેવું કવનને લાગ્યું. આરોહીને ફોનમાં જેટલું પૂછવામાં આવતું હતું તેટલોજ જવાબ તે આપતી હતી.જો કે કવનને તેની વાતો સાંભળવાનો કોઈજ હક ના હતો.

મણિકર્ણન એક હિન્દુ તથા શિખોનું ધાર્મિક સ્થળ છે.જે પાર્વતી નદીના મધ્ય ભાગ પર આવેલું છે. મને આ મંદિરની રચના ખૂબ ગમે છે કારણકે અહિયાં જયાં વચ્ચેથી નદી પસાર થાય છે અને તેની બીજી બાજુ આ મંદિર આવેલું છે.ત્યાં મજબૂત પુલ બાંધેલો છે તેની ઉપરથી મંદિર તરફ જવાનો રસ્તો છે.અહિયાનું વાતાવરણ હમેશાં આલ્હાદક હોય છે તેમાં ખરેખર કોઈ જ શંકા નથી.

મણિકર્ણનમાં દર્શન બાદ બધાજ ત્યાં તે પુલ ઉપર ઊભા હતા.બધાજ ધસમસતી એકજ પ્રવાહમાં વહેતી તે પાર્વતી નદીને નિહાડી રહ્યા હતા.ખરેખર તેનો પ્રવાહ ખૂબજ વધારે હોય છે.સાથે તેનો અવાજ પણ.આરોહી પણ તે ધસમસતી વહેતી નદીના પ્રવાહને નિહાડી રહી હતી અને અત્યંત ચૂપચાપ મનમાં કશુંક વિચારી રહી હતી.કવન તેને ગોતી રહ્યો હતો.ત્યારે તેની નજર બીજી બાજુ ઊભેલી આરોહી પર પડી.જેટલી ધ્યાનથી આરોહી પાર્વતી નદી ને જોઈ રહી હતી તેટલીજ ધ્યાનથી કવન તેને જોઈ રહ્યો હતો.બંને જ પોત પોતાના વિચારોમાં લટાર મારી રહ્યા હતા.જ્યારે કાવ્યા તેનો ભાઈ તથા વિશ્વાસ પોતપોતાના ફોટોસ પાડવામાં વ્યસ્ત હતા.જમવાનો સમય પણ થઈ ગયો હતો.તેથી બધાએ ગુરુદ્વારાના પ્રસાદરૂપી લંગરનો જ આનંદ લીધો. બપોર પછી સુહાસ અંકલ નો પ્લાન કઈંક એવો હતો કે તે અહિયાં નજીકમાં એક સારી જગ્યાએ કાર ઊભી રાખીને ત્યાં સુંદર દ્રશ્યો ના ચિત્રો દોરવાના હતા. તેમણે એક સારી એવી જગ્યાએ કારને ઊભી રખાવી અને ચારેય જણ ચિત્રો દોરવા લાગ્યા.આરતી બહેન અને સુલોચના બહેન ત્યાંની નજીકની માર્કેટમાં ફરવા ગયા. જ્યારે કાવ્યા ત્યાં તેના પિતાને ચિત્ર દોરતા જોતી હતી. જયારે તેનો ભાઈ ત્યાંજ કારમાં બેસીને ગેમ રમી રહ્યો હતો.કવન ત્યાં મુખ્ય રસ્તાની બાજુમાં રહેલા અને જંગલોની વચ્ચેથી જતાં નાના રસ્તા પર ચાલીને એક ગામ તરફ જઈ રહ્યો હતો.તે ત્યાંનું એક નાનકડું ગામ હતું.તે એકલો તેની ધૂનમાં ચાલી રહ્યો હતો ત્યારે તેણે પાછળ કોઈના ચાલવાનો અવાજ સાંભળ્યો.તેણે પાછળ વળીને જોયું તો ત્યાં કોઈ જ ના હતું.ધીમે ધીમે કોઈ તેની પાછળ દોડી રહ્યું હોય તેવો અવાજ આવ્યો, તેણે ફરીથી તેની પાછળ જોયું.પણ ત્યાં કોઈ નહોતું. તે જેવો આગળની તરફ જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક ચીસ તેના કાને પડી.જે અત્યંત નાની ચીસ હતી.

આહ.....

આ સાંભળીને તે તરત જ પાછડની તરફ ગયો. તે નાનકડી ચીસ આરોહીની હતી.ત્યાં જ એક વૃક્ષ પાછડ આરોહી નીચે બેસીને તેના તે બ્લૂરંગ ના સેન્ડલમાંથી કાંટો કાઢી રહી હતી.

તો તું જ હતી.કવને તેની સામે જોઈને કીધું.

આરોહી તેની તરફ જોઈને હસવા લાગી.તેણે કાંટો કાઢ્યો અને ફરીથી ઊભી થઈ ગઈ.

કયાં જઈ રહ્યો છે તું?”

ક્યાંય નહીં બસ અહિયાજ,તે હોટલ વાળાએ કીધું કે અહિયાં નજીકમાં એક ગામ છે.તો મને જોવાની ઈચ્છા થઈ.

તો એકલા જ આવતો રહ્યો મને તો કહેવું હતું, હું આમ પણ ત્યાં કંટાળી રહી હતી.આ તો સારું થયું મે તને અંદર તરફ જતાં જોઈ લીધો.

બંને તે ઉબળખાબડ રસ્તા પર ચાલી રહ્યા હતા.

મને એમ કે તું પણ ત્યાં ગામની માર્કેટમાં ફરવા ગઈ હશું બધા સાથે.

નહીં, હું તો ત્યાંજ બેઠી હતી.આજુબાજુ ના સુંદર દ્રશ્યો ને જોઈ રહી હતી.ત્યાં જ મને તું અહિયાં આવતા નજરે પડ્યો.

અચ્છા..

થોડીવાર બંને શાંત થઈને રસ્તા પર ચાલી રહ્યા હતા.બંને એકબીજા સાથે શું વાત કરે તે અંગે વિચારી રહ્યા હતા. કવન જલ્દીથી કઈંક વિચારી રહ્યો હતો કે તે આરોહીની સાથે શું વાત કરે.

તો તારા માતા પિતા યુ.એસ રહે છે?”

હા, મારા મમ્મી પપ્પા બંને યુ. એસ રહે છે.

આરોહી તે વિષે વિચારી રહી હતી કે કવનને કેવી રીતે ખબર પડી પણ તેને મનોમન લાગ્યું કે કદાચ સુહાસ અંક્લે તેને કીધું હશે.

તો,તું જરૂર યુ.એસ ગઈ જ હશે ને?”

હા,હું ત્રણેક વાર ત્યાં ગયેલી છું.

કવન વિચારી રહ્યો હતો કે તેને એમ પૂછું કે તું ત્યાં તારી મમ્મી પપ્પા પાસે કેમ નથી રહેતી?,પણ જોકે આ તેનો આંતરિક સવાલ હતો તો તેને પૂછીને તેને તેવું કશુંજ લગાડવા નહોતો માંગતો કે કવન મારી આંતરિક બાબતમાં દખલ દે છે.

જોકે આરોહી તેવી છોકરી નહોતી તેથી તેણે સામેથી તે અંગે વધુ જણાવ્યું.

હું નાનપણથી જ મારા અંકલ અને આંટી સાથે રહી છું અને મને ભારતમાં જ રહેવું ગમે છે.હું યુ. એસ પાછા ક્યારેય જવા નથી માંગતી. મારા મમ્મી પપ્પા અને મારો મોટો ભાઈ ત્યાં રહે છે.હું ધોરણ ૧૨ ના વેકેશનમાં ત્યાં ગઈ હતી ત્યારે મારા મોટા ભાઈના લગ્ન હતા.તે પહેલા હું કદાચ છઠ્ઠા કે સાતમાં ધોરણમાં ભણતી ત્યારે ગઈ હતી. તેની પહેલા પણ હું એક વાર ગઈ છું પણ તે તો મને યાદ નથી.

તો તારો જન્મ ભારતમાં થયો છે કે યુ.એસમાં?

મારો જન્મ ભારતમાં જ થયો છે.

હકીકતમાં આરોહીનો જન્મ ભારતમાં થયો હતો.તે વખતે તેના પિતા યુ. એસમાં સ્થાયી હતા.પણ જો કે સુહાસ અંકલે પહેલેથી જ આરોહીને દતક લેવાનું નક્કી કર્યું હતું.તેથી આરોહીની માતાએ તેને જન્મ ભારતમાં આપ્યો હતો.છ એક મહિના બાદ તેની માતા આરોહીને મૂકીને પાછી યુ. એસ જતી રહી હતી.આ વાતની તેને ખબર હતી. જોકે તેણે ક્યારેય આ બાબતે ફરી વાર કોઈને પૂછ્યું નહોતું.તે તો આરતી બહેન અને સુહાસ અંકલને જ પોતાના માતા પિતા માનતી હતી. સાથે સાથે તેના જન્મ દેનાર લોકો આશુતોષભાઈ અને માનસીબહેન ને પણ તે પોતાના માતા પિતા માનતી હતી.જો કે તે આરતી બહેન અને સુહાસ અંકલ પ્રત્યે વધુ લાગણીશીલ હતી.

બંને ચાલતા ચાલતા એક પુલ પાસે પહોંચી ગયા. જે લાકડાનો હતો તેની પેલે પાર જુદા જુદા ઠેકાણે ઘર હતા અને નાની કેળી પર જતો માર્ગ તે ઘરને જોડતો હતો.

તે પુલની નીચેથી એક નદી પસાર થતી હતી જોકે તેનો પ્રવાહ ધીમો હતો. તેથી તણાઇ જવાનો તો સવાલ જ નહોતો રહેતો.

તને કાંટો વાગ્યો હતો ત્યાં લોહી નહોતું નિકડ્યું?” કવને આરોહીને પૂછ્યું.

ખબર નહિ પણ મે ત્યારે તે બાબતે ધ્યાન નહોતું દીધું.આરોહીએ જવાબ આપ્યો.

તેણે પોતાનું સેન્ડલ કાઢ્યું અને જોયું ત્યાં લોહીની સુકાઈ ગયેલી ધાર દેખાતી હતી.

અહિયાં પાણી નીચે તેને સાફ કરી નાખકવને આરોહી ને કહ્યું.

હા તારી વાત સાચી છે.તેથી ઓછું દુખસે.

બંને તે લાકડાના રમણીય પુલની મધ્ય માં બેસી ગયા હતા. સૂરજ નાના વાદળમાં છુપાતો તો ક્યારેક બાહર આવતો. કવને નીચે વળીને બંને ખોબથી પાણી ભરીને આપ્યું અને આરોહીને તેનો વાગેલો ઘાવ ધોવામાં મદદ કરી.ત્યારબાદ થોડીકવાર બંને ત્યાં પાણીમાં પગ ડુબાડીને બેસી રહ્યા.

નદી, તળાવ કે ઝરણાંમાં પગ દુબાળી ને બેસવું પણ એક જાતતો આનંદ છે જે દરેકને ભાગ્યે નથી આવતો એક કલાકાર માણસ માટે તો તે જગતની સૌથી મૂલ્યવાન વસ્તુસમાન છે.જ્યારે ઝરણાંના પાણીનો તે ધીમો પ્રવાહ જ્યારે પગની પાની અને આંગળીઓ ને અડીને પસાર થાય છે ત્યારે આપણને કુદરત કઈ રીતે વ્હાલ કરી શકે છે તેની સાચી ખબર પડે છે.

વિશ્વાસ અહિયાં બ્લ્યુ રંગ સારો લાગશે.પાછળ ઊભેલી કાવ્યા એ કીધું

કાવ્યા તેની પાછળ ઊભી હતી અને તે તેને સલાહ આપી રહી હતી કે કયાં કયો રંગ સારો લાગશે.

પણ,ત્યાં બ્લ્યુ રંગ તો હમેશાં હોય છે.હું કઇંક નવુજ કરવા માંગુ છું.

કાવ્યા ગુસ્સામાં હતી પણ તે ચૂપ હતી.કાવ્યાનો સ્વભાવ ગુસ્સાવાળો હતો પણ તે આસાનીથી ખુશ થઈ જતી.આ સ્વભાવ એક સારી વ્યક્તિત્વતા ની નિશાની છે. ગુસ્સો સ્વાભાવિક છે પણ જે ગુસ્સો મનમાં રાખે છે તેને ખરેખર દુખ નો અનુભવ વધુ થાય છે. કોઈ પણ વાતથી જલ્દી ખુશ થઈ જવું તે એક સારી ટેવ કહેવાય કારણકે તેનાથી તમને માથે પડેલી મુસીબતો માંથી જલ્દી બહાર નીકળી જવાનો રસ્તો મળે છે.આમ ક્ષણિક ગુસ્સો અને કોઈ પણ વાતથી જલ્દી ખુશ થવું તે જીવન ને બેલેન્સ બનાવી દે છે.

વિશ્વાસે તે રંગ માં બીજો કલર ઉમેરીને એકદમ આછોપણ નહીં અને એકદમ ઘાટો પણ નહીં તેવી રીતે કલર બનાવ્યો.કાવ્યા એ ચિત્ર તરફ જોયું તો તે ખૂબ ખુશ થઈ ગઈ. વિશ્વાસ સાચું કહેતો હતો.તેણે તે કલર ખૂબ સુંદર બનાવ્યો હતો.તેને જોઈને વિશ્વાસ પણ ખુશ થઈ ગયો. ખુશાલ ભાઈ નું પૂરું ધ્યાન તેમના ચિત્રમાં હતું.

કવન અને આરોહી બંને તે પુલને પાર ગામમાં ગયા.ગામ ની બહાર એક ઊંચા વૃક્ષનીનીચે ત્રણેક છોકરા રમી રહ્યા હતા.જ્યારે કવન અને આરોહી નો વાત કરવાનો અવાજ આવ્યો ત્યારે ત્રણે ચૂપ થઈને તેમની સામે જોવા લાગ્યા, તે નાના છોકરા હતા.કવને દૂરથી તે છોકરાઓ તરફ હાથ હલાવીને ઈશારો કર્યો પણ તે થોડીકવાર રહીને ભાગી ગયા.

આરોહીએ કહ્યુંકેટલું સુંદર ગામ છે!

હા, સાચેજ ખૂબ સુંદર છે.

કવન અને આરોહી અંદર ગયા અને ગામની પાતળી ખરબચડી સડક તરફ આગડ વધ્યા.આગડની તરફ નાના મોટા ઘર હતા.કેટલાક રંગબેરંગી અને મજબૂત છાપરા વાળા.ગામમાં કેટલાક લોકો બહાર ફળિયામાં બેઠા હતા. તો કેટલાક પોતાની ઘરની નાનકડી બારી માંથી બંને ને જોઈ રહ્યા હતા.કેટલાક લોકો પોતાની ભાષામાં વાતો કરી રહ્યા હતા તો કેટલાક હિન્દીમાં કઈંક એકબીજા ને કહી રહ્યા હતા.

આરોહી એ કવનને કહ્યુંઆપણે પાછા જવું જોઈએ,કદાચ આપણે તેમને ખલેલ પહોંચાડી રહ્યા છીએ.

કવને પણ તેની વાત સાચી લાગી.

કવન અને આરોહી ત્યાંથીજ પાછા વળી ગયા. રસ્તામાં તેમને પાછા તે છોકરા મળ્યા જે ત્યાં વૃક્ષની નીચે રમી રહ્યા હતા.

કવને તેમને ખિસ્સા માંથી ચોકલેટ કાઢીને આપી. પહેલા તો તે છોકરાએ ના પાળી પણ પછી તેમણે લઈ લીધી.તે છોકરા ખૂબ ખુશ જણાતા હતા.

જ્યારે કવન અને આરોહી પુલ પાસેથી પાછા જઈ રહ્યા હતા ત્યારે તેમણે દૂરની બાજુ કેટલાક લોકોને નદીના ઠંડા હેમ જેવા પાણીમાં નાહતા જોયા.તેમને ન્હાતા જોઈને કવન અને આરોહીને ઠંડી લાગી ગઈ.

આ બાજુ બધાના ચિત્રો તૈયાર થઈ ગયા હતા.બધા એકબીજા ના ચિત્રો જોઈ રહ્યા હતા. ખુશાલ ભાઈએ ત્યાંના હરિયાળા વાતાવરણ નું ખૂબ સુંદર ચિત્ર દોર્યું હતું.જયારે વિશ્વાસે સૂમસામ રસ્તા પર એક માનવી એકલો ચાલતો હોય તેવું ચિત્ર દોર્યું હતું અને આગળ સુંદર આકાશ અને હિમાચલ નો વ્યૂ બતાવ્યો હતો.

સુહાસ અંક્લે પાર્વતી નદીનો પ્રવાહ દર્શાવતું ચિત્ર દોર્યું હતું.જ્યારે નીરવભાઈએ વાતાવરણનો અંદાજો લગાવીને એક ચાની ટપરી અને આટલી ઠંડીમાં ચા પીતો માણસ દોર્યો હતો.ખરેખર બધાજ ચિત્રો ખૂબ સુંદર હતા.કાવ્યા ને વિશ્વાસ નું ચિત્ર કઈંક વિશેષ ગમ્યું હતું.જો કે તેનું ચિત્ર હતું પણ તેટલુ જ સુંદર ખુશાલભાઈ, સુહાસઅંકલ તથા નીરવભાઈ ને પણ ખૂબ ગમ્યું હતું.

ત્યાં થોડીવાર માં આરતીબહેન અને સુલોચનાબહેન માર્કેટમાં ફરીને અને ખરીદી કરીને પરત આવી ગયા હતા. કવન અને આરોહી પણ પાછા આવી ગયા હતા.બધાજ ગરમાં ગરમ ચા પીને મનાલી તરફ પાછા ફર્યા.

રાત્રે અહિયાં ઠંડી ખૂબ હતી.પણ દિવસભર ની મજા પછી તો રાત્રે ઊંઘ પણ સારી આવી જતી.રાત્રે બંનેને ઘરેથી ફોન આવી જતો.બંને ખૂબ ખુશ થઈને વાતો કરતાં હતા.જો કે તે બંને ખુશ જ હતા. તે રાત્રે કવન વિચારી રહ્યો હતો કે શું આ બધુ સ્વપ્ન તો નથી.કારણકે જે રીત ના દિવસો જઈ રહ્યા હતા તે રીતે તો ખરેખર કવનને સ્વપ્ન જેવુ જ લાગતું હતું.કવને વિચાર્યું હતું કે કદાચ આ જે થઈ રહ્યું છે તે સારા માટે જ થઈ રહ્યું છે પણ એક વખત તે વિચારીને જોતાં કે આગળ વધ્યા બાદ જો આરોહીને કઈંક યોગ્ય ના લાગ્યું તો. કહેવાનો મતલબ સાફ હતો સીધા છોકરાઓ ને આ બાબતે વધુ ચિંતા હોય છે કે છોકરી તેનો પ્રેમ સ્વીકાર નહીં કરે.પણ જો તેવું જ બનવાનું હતું તો પછી તે બંને બીજી વાર ક્યારેય મળ્યા જ ના હોત અથવા તે વાર્તા કદાચ અહિયાં સુધી પહોંચીજ ના હોત કદાચ ત્યાંજ તેનો અંત થઈ ગયો હોત જયારે તે ચિત્રના પ્રદશન માં મળ્યા હતા. આ બધુ કવન નું વિચારવાનું હતું.તકલીફ તે હતી કે પ્રેમમાં સારા એવા આગળ વધ્યા બાદ જો આવું કઈંક થાય તો માનસીક તકલીફ વધી જાય છે કારણકે પ્રેમમાં રહેવાના કારણે તમને સામે વાળા પાત્ર પાસેથી અપેક્ષા પણ ઘણી હોય છે અને અપેક્ષા નું તેવું છે કે તે આપણી હોય કે કોઈ બીજાની તકલીફ તો આપે જ છે.તોય તેનાથી જીવન ઊભું નથી રહેતું.

આપને અત્યાર સુધીની વાર્તા કેવી લાગી તે જરૂર થી જણાવશો..આપના પ્રતિભાવો મારી માટે ખુબજ જરૂરી છે.

આગળની વાર્તા આવતાં અંકે....