Street No.69 - 66 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-66

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

સ્ટ્રીટ નં - 69 - પ્રકરણ-66

સાવી સોહમને મળવાં આવી પણ એનાં ઘરમાં સૂક્ષ્મ કે સાક્ષાત પ્રવેશ ના કરી શકી કારણ કે એં ભસ્મ થયેલાં શરીરની ભસ્મ (રાખ) એનાં રૂમમાં એનાં ઘરમાં હતી.

સાવીએ કહ્યું “હું મારાં કર્મ પુરા કરવા બીજી સ્ત્રીનો દેહ ધારણ કર્યો છે હું તને ફરીથી મળવા આવીશ ત્યાં સુધી તું તારાં અઘોરીજીનાં આદેશ પ્રમાણે કર્મ પુરા કર.” એમ કહેતાં કહેતાં એની આંખમાં પાણી આવી ગયાં. એ સોહમને ધારી ધારીને રડતી જોઇ રહી હતી.

સોહમે કહ્યું “તારી ભસ્મનીજ તને મર્યાદા નડતી હોય તો ભસ્મ હું કોઇ બીજા રૂમમાં મૂકી આવું તું આવી રીતે આવી મને મળીને જવાનું કહે છે મને એનાંથી સંતોષ નહીં થાય.”

સાવીએ કહ્યું “તેં શાસ્ત્રોક્ત રીતે ભસ્મ રાખી હોત તો મને મર્યાદા નડત નહીં તેં એક થેલીમાં ભસ્મ મૂકી છે તારે માટીનાં ઘડામાં રાખી એનાં ઉપર લાલવસ્ત્ર વીંટાળી નાડાછડી બાંધીને રાખવાની હતી આપણાં સનાતન ધર્મમાં શબની ભસ્મને એમાં ઘડામાં રાખી સુરક્ષિત રાખવામાં આવે છે જેનાંથી એનાં પર કોઇ કાળી શક્તિ કે તંત્રમંત્રની અસર ના થાય એનો કોઇ તાંત્રિક દુરઉપયોગ ના કરી શકે.”

સોહમે કહ્યું “માફ કર મને આ બધુ જ્ઞાન નહોતું હું કાલેજ વિધી પૂર્વક ભસ્મ એ રીતે મૂકી દઇશ. સાવી હું હાલ એ કોથળીને લાલ કપડામાં મૂકી દઊં ઘડો કાલે લાવીને એમાં મૂકી દઇશ. પણ તું અંદર આવ મારે તને ધરાઇને જોવી છે વાતો કરવી છે તને આવો શરીરમાં પ્રવેશનો અધિકાર મળ્યો એજ મારાં માટે આશીર્વાદ સમાન છે.”

સાવીએ કહ્યું “મારાથી આદેશનું ઉલ્લંધન નહીં થાય તું સવારે ઘડામાં વિધીવત મૂકી લાલ કપડું નાડાછડીથી બાંધીને રાખજે પછી હું અંદર પ્રવેશ કરી તારી પાસે આવી શકીશ આ ઘડામાં રાખવા પંચતત્વની વિધી પૂર્ણ થાય છે.”

સોહમે કહ્યું “પંચતત્વની વિધી એટલે ?” સાવીએ કહ્યું “સોહમ અઘોરવિદ્યામાં પણ સમજાવાવમાં આવ્યું કે આપણો દેહ પંચતત્વનો બનેલો છે.. માટી (પૃથ્વી) જળ, વાયુ, અગ્નિ અને આકાશ.”

“માણસનાં મૃત્યુ થયાં પછી એને અગ્નિશૈયામાં સુવાડી અગ્નિ સન્નાન કરી પવિત્ર થાય છે શબની રાખ-ભસ્મ થાય છે એ અગ્નિ તત્વથી પૂર્ણ થાય છે ભસ્મ અગ્નિનો અંગ, ઘડો જમીન (પૃથ્વી) નો અંશ ઘડો જળથી સીંચીને ઘડાય છે એટલે જળ તત્વ અને ભસ્મ રાખ્યા પછી ખાલી જગ્યામાં વાયુ અને આ લાલ ક્કડો બાંધી નાડા છડી અવકાશનો અંશ એમની સાથમાં બંધાય એ બ્રહ્માંડનો અંશ જીવની નિશાની આમ પંચતત્વની સીમા મર્યાદા પવિત્રતા સચવાય છે.”

“પંચતત્વથી બનેલું માનવશરીર ભસ્મ થયા પછી આવા અંશથી ઘડામાં સચવાય છે અને એની ગતિ કરવા પવિત્ર ગંગામાં વહેવડામાં પધરાવવામાં આવે છે મૃત્યુનાં ઇશ ઇશ્વર મહાદેવમાં ચરણણાં જીવને ગંગામાં લઇ જાય છે એની ગતિ અને મોક્ષ થાય છે”.

સોહમ આશ્ચર્યથી બધુ સાંભળી રહેલો એણે કહ્યું “કેટલું ઊંડુ તર્ક છે સનાતન ધર્મમાં આધ્યાત્મિકતા જીવન અને મૃત્યુ સાથે કેવી વણાયેલી છે જન્મ પંચતત્વથી મૃત્યુ પછી પણ પૂર્ણ થાય પંચતત્વમાં જે આપણાં ઇશ સુધી લઇ જાય અને તે મોક્ષ.”

“હું કોઇ મર્યાદા લાંઘવા નથી ઇચ્છતો એનું માન સન્માન જાળવીશ મને આનંદ છે હું મારાં હાથે આ બધું કરીશ તારાં જીવને પણ શાતા મળશે પણ તારી ગતિ નહીં થાય નહી મોક્ષ. મને મારાં ગુરુ આદેશગીરી અઘોરીજીએ પણ તારી ભસ્મ ગંગામાં વહેવડાવાની ના પાડી હતી.”

સાવીએ મ્લાન હસતાં કહ્યું “એમને તો ખબરજ હોયને મને આનંદ છે જે મારો પ્રેમી છે માણીગર છે ભલે એને વરી નથી પણ બધાં હક અધિકાર મારાં ફક્ત તને મળ્યાં છે આ અધૂરા જીવનની તારી સાવી બીજાનાં શરીરમાં પ્રવેશીને તને મળવા આવી છે ગુરુ આદેશ સુધી હું આજ શરીરનો ભાર વેઠીને જીવીશ એક પ્રેતને સાથેનું જીવન મળ્યું છે ભલે અને એનો અફસોસ નથી પણ તને મળી તો શકી.”

સોહમે કહ્યું “કાલે હું તારાં બતાવ્યાં સમજાવ્યાં પ્રમાણે વિધી કરી લઇશ પછી ઘરમાં પ્રવેશ કરજે મારી સાથે રહેજે મારે ઘણી વાતો કરવાની છે કાલે હું મારી કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરીથી જોડાઇશ.”

સાવીને સાંભળીને હસુ આવી ગયું એણે કહ્યું “ક્યાં તું અઘોરી બનવાનાં સ્વપ્ન જોતો હતો અને પાછો માયાવી નગરીની માયામાં પરોવાનો ? તને શેની ભૂખ છે હજી ?”

સોહમે કહ્યું “સાવી મને કોઇ ભૂખ નથી મારાં ગુરુનાં આદેશનું પાલન કરવાનો અંતે તો હું અઘોરી જ થઇશ પણ જે મને કહેવામાં આવ્યું છે એજ કરવાનો”.

સાવીએ કહ્યું “ભલે જો મારાંથી અવાયું તો હું કાલે રાત્રે આવીશ મારી બે ચીજ અહીં પડી છે એ પાછી લેવા આવશ બસ ભસ્મને યોગ્ય વિધી પ્રમાણે સુરક્ષિત પહેલાં જ કરી લેજે તોજ અવાશે મારાથી..” એમ કહીને એ અદશ્ય થઇ ગઇ.

સોહમ સાવી સાવી કરતો બોલતો રહ્યો પણ સાવી જઇ ચૂકી હતી ત્યાં એને થયું એની કઇ વસ્તુ મારી પાસે છે ? હજી કોઇ વસ્તુ પાછળ છે એ ? હું એનો છું એનાં માટે તડપું કહ્યું... મારી વાત નથી કરતી તને મારી સાથે લઇ જઇશ નથી કહેતી.. પ્રેત પણ વાસનાનાં શિકાર હોય ? જીજીવિષા હજી એની વસ્તુમાં છે ? પણ કઇ વસ્તુ ?”

**********

સાવી ત્યાંથી નીકળીને સીધી માતાનાં મંદિરનાં પ્રાંગણમાં આવી ગઇ ત્યાં પગથિયા પર બેસીને આરાધના કરી રહી હતી એને આગળનો માર્ગ સૂજતો નહોતો ત્યાં અંદરથી અવાજ આવ્યો કે....



વધુ આવતા અંકે ---- પ્રકરણ-67