The Scorpion - 85 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ-85

Featured Books
Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ-85

રી છોકરીનાં મોઢે "લોબો" નામ સાંભળીને રાવલો ચમક્યો. એણે રાડ પાડીને કહ્યું “લોબો. તું તો સાલા પેલાં સ્કોર્પીયનનો ચેલો છે અહીં મારાં બાપને મારવા તું આવ્યો ? તારુ કામ તો નશો કરનારી ડ્રગ, વીંછી, વગેરે લઇ જવાનું છે તું અહીં મારાં બાપને મારવા આવ્યો ?”

રાવલાએ એનાં લાંબા વાળ પકડી ખેંચીને ખૂબ માર્યો એનાં મોઢાં, પેટમાં બધે લોખંડી લાતો મારીને અધમુઓ કરી નાંખ્યો પેલાનાં મોઢામાંથી લોહી નકળી ગયું. પેલી ગોરી છોકરી આ જોઇ એનાં તરફ આંગળી કરી ચીસો પાડી રહેલી.. “લોબો લોબો” એમ કહી પોતાનાં શરીર ઉપરનાં ઘા - ડંશ બતાવવા માંડી એ ખૂબ ડરી ગયેલી હતી.

રાવલાએ ખૂબ માર માર્યા પછી પૂછયું “બોલ તને પેલાં શેતાને મોકલ્યો છે ? તેં સોપારી લીધી છે ? અમે નાગ લોકો કબીલામાં રહીએ છીએ પણ કોઇ ડ્રગનો ધંધો નથી કરતાં જંગલને ભંગવાન સમજીઓ છીએ એની રક્ષા કરીએ છીએ અને તમે સાલા વિદેશો અહીં આવીને ખોટાં ધંધા કરો છો ?”

“એમાં રાજા ધ્રુમન કેમનાં ફસાઈ ગયા ? એતો શેષનારાયણનાં ભક્ત છે ધોળી ચામડી જોઇને શું ગાંડા થયા કે આને અહીં લઇ આવ્યા ?”

પેલો લોબો સાંભળી રહેલો એનાં આંખનાં ડોળા માર ખાઇ ખાઇને લાલ થઇ ગયેલાં બહાર નીકળી આવેલાં એનાંથી બેસાતુ નહોતું એણે બે હાથ જોડ્યા રાવલાને ક”પેલો.. પેલો સ્કોપીર્યન” એટલું બોલીને બેભાન થઇ ગયો.

રાવલાએ તાપસીબાવાને કહ્યું “આને પણ ભાનમાં લાવો બધુ ષડયંત્ર જાણવું પડશે” અને રોહીણીને કહ્યું “આ ગોરી ચામડીનું ધ્યાન રાખજો. ચોક્કસ પેલાં સ્કોર્પીયનનું ષડયંત્ર છે એની પાછળ પોલીસ છે પણ એ બહુરૃપિયો જાત જાતનાં રૂપ ધારણ કરીને અચાનક જંગલમાં આવે છે અને ક્યાં અદશ્ય થઇ જાય છે.”

હવે એની લંકા બાળવી પડશે... નક્કી કંઈક કરવું પડશે તયાં રોહીણીએ આવીને રાવલાનાં કાનમાં કંઇક કહ્યું અને રાવલો ઉશ્કેરાઇ ગયો.

**************

દેવ અને દેવમાલિકા પ્રણ્યપુષ્પ વેલીનાં માંડવામાં હતાં. દેવે પ્રણ્યપુષ્પ સૂંધી લીધું હતું બંન્ને જણાં એની માદક અસરમાં હતાં. બંન્ને જણાં એકબીજાને વળગીને પ્રણય કરી રહેલાં. દેવે નશાવાળી આંખે કહ્યું “આવું સુંદર માદક સુવાસવાળું પ્રણયપુષપ મેં કદી જોયુજ નથી વળી દેશનાં બીજા કોઇ ભાગમાં મેં જોયું નથી”.

દેવમાલિકાએ કહ્યું “આ પુષ્પ માત્ર અહીં હિમાલયની પહાડીઓમાંજ થાય છે. જ્યાં શેષનારાયણનાં અંશ એવાં દૈવી રાજનાગ વસે છે ત્યાંજ છે આતો શેષનારાયણની કૃપા છે કે અહીં એવાં રાજનાગ છે અહીં તેઓ અહીં બહાર પહાડીઓમાં આ વેલનેજ વીંટળાયેલા હોય છે.”

“આ સુગંધથી આકર્ષાઇને રાજનાગ-નાગણ અહીં આવે છે પ્રણય કરે છે. નાનાજી કહે અહીં તો ઇચ્છાધારી નાગ-નાગણ મનુષ્ય વેશે પણ આવે છે જે દૈવી હોય છે કોઇને નુકશાન પહોચાડતા નથી.”

દેવે કહ્યું “આપણે અત્યારે એવાંજ છીએ ને ઇચ્છાધારી નાગ નાગણ આ પ્રણય પુષ્પથી આકર્ષાઇને અંદર માંડવામાં આવ્યાં છીએ પ્રણય કરીએ છીએ. દેવી મારો પ્રેમ કાબુમાં નથી મને ખૂબ પ્રેમ કરવાનું મન છે પરાકાષ્ઠાને પામી જઇને એને આંબવાનું મન છે મારું મન વિહવળ છે મારે તને અત્યારે...”

દેવ માલિકાએ કહ્યું “કાન્ત કાબૂ કરો તમારી પ્રેમ ભાવનાઓને આમ વિહવળ ના થાવ હજી નથી આપણાં વિવાહ થયાં કે લગ્ન એક મર્યાદા છે આપણી વચ્ચે.”

દેવે કહ્યું “હવે આપણે એકબીજાને પસંદ કરી લીધાં કુટુંબીઓ માતા પિતા જાણે છે આપણો સ્વીકાર થઇ ગયો છે હવે શેની સીમા મર્યાદા ? વિવાહ લગ્ન તો સામાજીક વિધીઓ છે એક એનાં ઉપર લાગતી મહોર છે. મેં તારાં હોઠ પર હોઠ મૂકી એને ચૂસીને મ્હોર મારી દીધી હવે શું સંકોચ ?”

દેવમાલિકાએ કહ્યું “અહીં આવતાં રાજનાગ નાગણ પણ એમનાં પ્રમાણે પ્રણયબંધનમાં બંધાઇ એક બીજાને વફાદાર રહેવાનાં વચન આપીને આવે છે આપણે એકબીજાને પસંદ કર્યો પ્રણય કર્યો પણ એમાં સીમા મર્યાદા રાખવી જરૂર છે તમે તો પુરુષ છો પણ અમને સ્ત્રીઓની આમન્યા રાખવાનું શીખવવામાં આવે છે. દેવ મારી વાત માનો હમણાં એવો અવસર નથી મારી માં કે પિતા જાણશે તો મારાં માટે કેવું વિચારશે ? મારાં સંસ્કાર લાજે.”

દેવે કહ્યું “પણ હું પ્રણયપુષ્પ સૂંધ્યા પછી મારી જાતનેજ કાબૂ નથી કરી શકતો એમાં મારો લેશમાત્ર દોષ નથી. દોષ દેવી તારો છે તું એટલી સુંદર છે તારાં અંગ અંગમાં અનેરી સુગંધ છે જે મને આકર્ષી રહી છે મારો લોહીનો કણ કણ મારાં અંગનું અણુ અણુ તને બાહોમાં પરોવી ભોગવવાની માંગ કરે છે મારું શરીર ખૂબ ઉત્તેજીત છે હું હવે ભોગ કર્યા વિના શાંત નહીં થઇ શકું..”

દેવીએ કહ્યું “કાન્ત આ હઠાગ્રહ છોડો તમને મેં ફૂલ સુઘવા ના પાડી હતી એનો નશો આસવ કેં મદીરાથી વધારે તેજ છે તમે કાબુમાં આવો.”

દેવ ખૂબ ઉત્તેજીત હતો એણે દેવમાલિકાને ઊંચકી ત્યાં સૂવાડી એનાં ઉપર ઢળીને એનાં હોઠ ચૂસવા લાગ્યો એનાં હાથ દેવીનાં શરીર તરફ આગળ વધે ત્યાંજ માંડવામાં આવીને મોટો પત્થર પડ્યો.

દેવમાલિકા તત્કાળ હાંફળી ઉભી થઇ ગઇ કપડાં સરખાં કર્યા અને કોણે પત્થર નાંખ્યો એ જોવાં માંડવાની બહાર આવી ગઇ.

દેવીની પાછળ દેવ બહાર આવ્યો અચાનક પડેલાં પત્થરથી દેવ પણ ડીસ્ટર્બ થયો એણે પૂછયું “દેવી અહીં પત્થર કોણ નાંખે ? કોણ છે ? અહીંથી બધી સેવીકા સેવક પણ જતાં રહ્યાં છે.”

દેવીનાં ચહેરાં પર રોષ હતો એનો ચહેરો ગુસ્સાથી લાલ થઇ ગયો એ તમતમી ઉઠી હતી એણે કહ્યું “કાન્ત ચલો અહીંથી જઇએ મને ખબર છે આ કોની દુષ્ટતા છે હું એને સજા આપીશ નહીં છોડું આનો કાયમી ઉપાય કરવો પડશે”.

દેવે કહ્યું “પણ દેવી અહીં આવવાનની કોની હિંમત છે ? કોણ છે એ ? પાપા રુદ્રરસેલને આપણે ફરિયાદ કરવી પડશે.”

દેવીએ કહ્યું “આનો ઉલ્લેખ કે જાણ કોઇને ના કરશો દેવ હું અને તમેજ આનું નિવારણ લાવીશું ચાલો અંદર જઇએ”. ત્યાં દૂર કોઇ દોડી ગયું....





વધુ આવતા અંકે ---- પ્રકરણ-86