Naam me kuch rakha hai....???? in Gujarati Moral Stories by Swamii books and stories PDF | નામ મે કુછ રખા હૈ....????

The Author
Featured Books
Categories
Share

નામ મે કુછ રખા હૈ....????

ઓળી ઝોળી પીંપળ પાન ફઈએ પાડ્યું ____ નામ.



પહેલાં બાળક જન્મ્યું હોય એ ઘરમાં ૧૧મા દિવસે આ ગીત સાંભળવા મળતું. જોકે આજેય કદાચ ક્યાંક રૂઢિચુસ્ત ઘરોમા સાંભળવા મળી પણ જાય...

કહેવાય છે કે ૮૪ લાખ જન્મના ફેરા ફરીએ ત્યારે મનુષ્ય અવતાર મળે.આથી મનુષ્ય અવતાર ને અમુલો કહ્યો છે.અને એમાંય વળી મનુષ્ય અવતારના ૧૬ સંસ્કાર તો જાણે કે સોનામાં સુગંધ ભળી

આ ૧૬ સંસ્કાર પૈકિનો એક એટલે નામ કરણ સંસ્કાર. જે નવજાત બાળક ને જન્મ ના અગિયારમા દિવસે આપવામાં આવે.

પહેલા તો બાળકને નામ આપવાનો એકમાત્ર અધિકાર ફઈબાને મળેલો,પણ હવે જમાનો બદલાઈ ગયો ...એમ પરંપરા - રીતિ રિવાજ નું સ્થાન ફેશન - ટ્રેન્ડ એ લઇ લીધું છે. જોકે પરિવર્તન જરૂરી પણ છેજ.પરંતુ હાલ જે પરિવર્તન નો પવન વાઈ રહ્યો છે એ જોતાં એમ થાય કે *અતિ સર્વતે વર્જયતે* એટલે કે વધારે પડતું પરિવર્તન પણ નક્કામુ.
પહેલા ફઈબા બાળકનું નામ રાખે એવી પરંપરા હતી.જેના બદલામાં પિયર પક્ષ તરફ થી ફઈબા ને કાપડ અને શકન ના પૈસા આપતા. હાલ હવે બાળક ના માતા - પિતા જ બાળક નું નામ રાખે એવી ફેશન ચાલે છે..અરે બાળક ગર્ભ માં હોય ,બાળક ની જાતિ યે નક્કી ના હોય તો પણ બાળકનું નામ રાખી લેવાય છે. આ વાત પણ ગ્રાહ્ય છે. પણ ખરી મૂંઝવણ એ છે કે હાલ માતાના નામ અને પિતાના નામ માંથી એકાદો અક્ષર લઇ નવજાત બાળક ને જે *ગુડ - ગોબર* ના મિશ્રણ યુક્ત નામ આપવાની જે નવી આધુનિક ભણેલા ગણેલાઓ ની ફેશન આવિ છે તે છે.

અને મજાની વાત તો એ છે કે...જ્યારે આ આધુનિક માં બાપને આ રીતે રાખેલા નામનો અર્થ પુછો તો એમની પાસે *ખબર નહીં* નોજ જવાબ મળે....!!!!

કહેવાનું તાત્પર્ય એ છે કે પહેલા બાળક નું નામ ધર્મ,પોતાના ઈષ્ટ ને આધારે રખાતું જે શ્રેષ્ઠ હતું..કઈ રીતે...??
એક વ્યક્તિ એ એના બાળકનુ નામ *નારાયણ* રાખેલ....માં બાપે બાળક ને પ્રેમ થી મોટો કર્યો..ભણાવી ગણાવી પરણાવ્યો...અને જ્યારે અંત સમય આવ્યો ત્યારે પુત્ર ને બૂમ પાડી..*નારાયણ*...


અને કહેવાય છે કે મનુષ્ય અંત સમયે જે બોલે,જે સાંભળે, એવિ એની ગતિ થાય......

આ માણસ નારાયણ બોલ્યો અને એને *નારાયણ મળી ગયા*....

આવી હતી પૂર્વ ની પરંપરા...જે મનુષ્ય ને ફેરા માંથી મુક્તિ અપાવી શકે....!!

શીતલ કિશોર = *કિશિલ*

હિના ગુરુ = *ગુહિ*


આમાં તમને ક્યાંય મગજ વાપર્યા જેવું લાગે છે ...???


🤣🤣🤣
ઉપર જે બાળક ના નામ આપેલા છે..કિશિલ અને ગુહિ....એ હકીકત માં રાખેલા નામ છે.....


અને આવા તો ઘણાંય બીજા નમૂના જેવા નામ હશે...અહીં વિષય વસ્તુ કોઇની નિંદા કે ચુગલી કરવાની નથી..પણ માત્ર એટલુંજ કે આપણે એ ધરા પર જન્મ્યા છે જ્યાંના રીતિ રિવાજ,પરમ્પરા વિદેશોમાં હવે અનુસરાય છે....ફેશન ટ્રેન્ડ મુજબ જીવન જીવવું જ જોઈએ ..પણ સાવ મૂરખ જેવિ ભૂલો આપણે કરીએ..જેમાં કોઈ અર્થ હોય નહીં...એનાથી જરા સાચવી લેવાની અહીં વાત છે....

શેક્સપિયર ના કહેવા મુજબ તો નામ માં કાઈ રાખ્યું નથી હોતું...પણ ક્યારેક નામ વ્યક્તિ ના ગુણ બતાવી જાય અને ક્યારેક એવુ પણ બને કે નામ મુજબ ના એકેય ગુણ વ્યક્તિ માં હોય જ નહીં....

શું એવુ ના બની શકે કે આપણે આજના નવા જમાનાની ફેશન - ટ્રેન્ડ ફોલો કરીને પણ એવા સરસ નામ રાખીયે કે કઈ અર્થ સરે...અને અર્થ ના સરે તોયે કઈ નહીં...પણ એટ લીસ્ટ સાવ મૂર્ખાઇ ના લાગે....થોડુંક તો લોજીક હોય.....જો આમ થશે તો ખરા અર્થ માં સોનામાં સુગંધ ભળશે....