Adhuri Dastan in Gujarati Fiction Stories by Agyaat Lekhak books and stories PDF | અધૂરી દાસ્તાન

Featured Books
Categories
Share

અધૂરી દાસ્તાન

" પોલીસ સ્ટેશન ? "
" સાહેબ , મેનેજર બોલું છું પ્રાઇમ હોટેલ માંથી, અહીં રૂમ નમ્બર 307 માં એક છોકરીની હત્યા થઈ છે અને અમે એના બોયફ્રેન્ડને પકડી રાખ્યો છે તમે જલ્દી આવો "

"સાવંત ગાડી નિકાલ, અપણે હાલ જ જાઉં પડસે. પ્રાઇમ હોટેલ માં મર્ડર થયું છે " આઇપીએસ અમિત મિશ્રા એ ઓર્ડર આપતા કહ્યું.

ગાડી પ્રાઇમ હોટેલ આગળ આવી ઉભી રહી. અમિત મિશ્રા ને જોઈ મેનેજર દોડી આવ્યો અને રૂમ તરફ લઈ ગયો. ત્યાં જઈ જોયું તો આખો સ્ટાફ ત્યાં ઉભો હતો અને મીડિયા ના અમુક માણસો પણ હતા. એક યુવક ને ખુરસી માં બાંધેલો હતો.

" સર સર , તમે આ ઘટના વિશે શું કહેશો? એક નરાધમ એની ગર્લફ્રેન્ડની આમ હત્યા કરી નાખે એ ક્યાં સુધી વ્યાજબી છે ? આને ફાંસી થવી જોઈએ" એક ટીવી રેપોર્ટર બોલી.

" જુવો સજા આપવી કોર્ટનું કામ છે અને તમે લોકો પેહલા તપાસ કરવા દો પછી બીજી વાત. પોલીસ ને એનું કામ કરવા દો. " અમિત મિશ્રા ગુસ્સે થી બોલ્યા.

રૂમ માં જતા જ જોયું તો યુવતી નગ્ન હાલત માં બેડ પર પડી હતી અને એના મોઢે ફીણ હતા. અને બાજુ માં એનો બોયફ્રેન્ડ હતો. મહિલા કોન્સ્ટેબલ આવી અને બોડી ને ઠીક કરી . અને રૂમ માં ચારો તરફ નજર નાખતા અમિત એ જોયું કે થોડા જ ટાઈમ પેહલા દારૂ પાર્ટી કરી છે કપલે અને પછી બંને એ સેક્સ કર્યું છે જે સાફ દેખાઈ રહ્યું હતું.

" કેમ હત્યા કરી તે આની?? "
" રૂમ ની હાલત જોતા તો લાગે છે કે બંને પોતાની મરજીથી આવ્યા છો તો પછી તું કેમ આના જીવ નો દુશ્મન બન્યો??"

" સર મેં કશું નથી કર્યું. હું તો પ્રિયા ને બઉ પ્રેમ કરું છુ એની હત્યા તો શુ એને ખરોચ લાગે તો પણ તડપી ઊઠું. "

" હા એ બધું ઠીક છે પણ બોલ આ કઇ રીતે બન્યું?? બધું વિગતવાર બોલ" હવે ઇન્સ્પેક્ટર લાલ આંખ કરી બોલ્યા.

" સર હું અને પ્રિયા એક બીજા ને પ્રેમ કરતા હતા અને અવારનવાર ટાઈમ સ્પેન્ડ કરવા હોટેલ માં આવતા. આજે પણ અમે આવ્યા. ડ્રિન્ક કર્યું અને પછી લાઈટ ઑફ કરીને એક બીજા ના જીસ્મ માં ખોવાઈ ગયા અને અચાનક પ્રિયા તરફનો રિસ્પોન્સ બન્ધ થઈ ગયો . મેં લાઈટ ચાલુ કરી જોયું તો પ્રિયા હાલી ચાલી નહતી રહી. અને એના મોઢે ફીણ હતા."

" પાંડે , તમે વાઈન ગ્લાસ અને બીજા બધા સબુત લઈલો. અને તપાસ માટે મોકલો જોઈએ આની વાતોમાં કેટલું તથ્ય છે. "

પોલીસ બધું સીલ કરી દીધું અને બધા સાબૂત ભેગા કરવા લાગી ગઇ. આ બાજુ અમિત હોટેલ સ્ટાફ જોડે પૂછપરછ કરવા લાગ્યા.

" પેહલા કોણ આવ્યુ આ રૂમ માં ? "
" હું મગન સાહેબ, હું આવ્યો રૂમમાં"
" હા તું અહીં આવ અને બોલ તું રૂમ માં શુ જોયું પેહલા? "

" સાહેબ , હું જેવો રૂમનો દરવાજો ખોલ્યો તો જોયું મેડમ નિવસ્ત્ર પડ્યા હતા અને સાહેબ ખૂણા માં ડરેલા બેઠા હતા અને ગભરાટ માં કૈક બબડાટતા હતા. "

" તું કાઈ અલગ જોયું રૂમ માં જેનાથી તને કોઇ શક જાય?? "

" ના સાહેબ , હાલ જેઉ છે એજ હાલત હતી રૂમની."

" સારું ચાલ તારી જરૂર પડશે તો તને બોલાવીશ. આનો મોબાઈલ નંબર અને અડ્રેસ લાઇ લો પાંડે. "

પોલીસ યુવકને લઈને પોલિસ સ્ટેશન આવી અને આગળની કાર્યવાહી હાથ ધરી. આ બાજુ અમિત ને વિશ્વાસ નહતો બેસતો કે યુવકે હત્યા કરી હોય. એના મન માં કૈક અલગ જ ચાલતું હતું.

" પાંડે ચા નો ઓર્ડર આપ ને યાર આજે માથું બઉ દુખે છે અને જોડે સિગરેટ પણ મંગાવી લેજે"

" હા સર હાલ જ મંગાવું. "

" તને શું લાગે છે પાંડે કોને કર્યું હશે મર્ડર? "
" શુ સાહેબ ચોખ્ખું દેખાય તો છે રૂમ માં એ બંને સિવાય કોઈ હતું નહીં તો આ છોકરા એ જ મારી છે આને"

" ના યાર મને કૈક અલગ જ લાગે છે. તું જ વિચાર જે માણસ પ્રેમ ના પલ વીતવા ગયો હોય એ એની પ્રેમિકા ને કેમ મારે?? અને એ પણ પ્રેમ ની પરાકાષ્ઠાની મધ્ય માં?? મને નથી લાગતું આને હત્યા કરી હોય. "

" એની આંખો માં જોયું? ક્યારનો રડે છે એક માણસ કેટલો ગભરાયેલો છે . અપને એટલા ખૂની પકડ્યા પણ કોઈની આંખ માં આવી સચ્ચાંઈ ના જોઇ કદી. જો એ ખૂની હોત તો શાયદ ત્યાંથી ભાગી ગયો હોત . "

" સાચી વાત છે સાહેબ , આવો કિસ્સો પેલી વાર જોયો પણ સાહેબ જમાનો બઉ અલગ છે કઈ પણ થઈ શકે "

" યાર મારુ દિલ નથી માનતું મારે આના હત્યારા સુધી પોહચવું જ છે. તું ફોરેન્સિક માં મોકલ્યા સાબૂત? "

" હા સાહેબ મોકલી દીધા અને પોસ્ટ મોટેર્મ માટે પણ મોકલી દીધી છે બોડી ને .

"અરે વાહ દોસ્ત ! હવે મને જલ્દી કૈક કડી આપ તો શોધ આગળ વધે. "

" લો સર ચા આવી ગઈ અને તમારી સિગરેટ પણ . "

અમિત સિગરેટ સળગાવી અને ચાની ચૂસકી લેતા લેતા કૈક વિચારે છે અને પછી ખીસ્સામાંથી મોબાઈલ કાઢીને કોઈક નો ફોટો જોઈ મનોમન સ્માઈલ કરવા લાગે છે . એમને એમના પ્રેમ ના દિવસો યાદ આવી ગયા કે એ પણ કેવો પાગલ હતો કોમલ પાછળ અને બંને રોમાન્સ નો એક પણ મોકો નતા જવા દેતા અને કોમલ નું જ સપનું હતું અમિત ને આઇપીએસ ની વરદી માં જોવાનું. બઉ વરસો મેહનત કરી પણ સફળતા ના મળી અને આજે બધું જ છે પણ એ નથી. ઘણીવાર પોતે હિમ્મત હારી ને બધું છોડવા મંગતો પણ તે હંમેશા એને મોટીવેટ કરતી. પણ એઉ તો શું થઈ ગયુ કે એ પછી કદી પાછી આવી નઈ. અમિત આજે પણ એને પ્રેમ કરે છે પણ એને નફરત છે એના આ વર્તન માટે. આજે જો એ હોત તો એમ જ કેતિ યાર અમિત શુ કરે છે તું આ કેસ તો તું ચૂટકી માં સોલ્વ કરી લે તું તો બઉ ઈન્ટેલિજન્ટ છે યાર. તારા જેવો કોઈ ઇન્સ્પેક્ટર છે આ શહેર માં ?? આવું બોલીને આત્મ વિશ્વાસ થી ભરી દેતી. અમિત આમ જ એના વિચારો માં ખોવાઇ જતો અને એને સમય નું ભાન ના રહેતું.

ભૂતકાળ માં ખોવાયેલા અમિત ને પાંડે એ ખોંખારો ખાઈ જગાડ્યા.

" સર ફોરેન્સીક રિપોર્ટ આવી ગયો છે પણ એમાં એક ચોકાવનારી બાબત જાણવા મળી છે. "

કોને કર્યું હશે મર્ડર અને કેમ ? પ્રેમી એ સાચે જ મર્ડર કર્યુ છે કે પછી બીજુ કોઇ જ છે ? પાંડે ને શુ જાણવા મળ્યુ કે ચોકી ઉઠ્યો??

આ બધું જાણવા વાંચતા રહો આગળ ના ભાગ !