Kalpvruksh - 2 in Gujarati Fiction Stories by Divya books and stories PDF | કલ્પવૃક્ષ - 2

The Author
Featured Books
Categories
Share

કલ્પવૃક્ષ - 2

નેહા અને અમનની મોટાભાગની મુલાકાતોનો અહેમ હિસ્સો છે તેમનું ‘પ્લીઝ ને... હા સારું’ એ પછી કોઈ સિરિયસ વાત હોય કે ભલેને પછી એકબીજાને હેરાન જ કેમ ન કરતાં હોય... એમનું ‘પ્લીઝ ને... હા સારું’ તો વચ્ચે આવે આવે ને આવે જ જાણે તેમની તકીયાકલમ...

હવે તમને હું નેહાના ઘરમાં તેની ફ્રેન્ડ ક્રિના સાથેની મુલાકાતમાં લઈ જઇ રહી છું જ્યાં છે તીવ્ર ઇચ્છાશક્તિ, કલ્પનાશક્તિ, manifestation power…

---------------

        ક્રિના ઘણા દિવસો બાદ નેહાને મળવા આવી છે. નેહા તેનું કબાટ સાફ કરી રહી છે એટ્લે તેણે કબાટમાંની બધી વસ્તુઓ જૂની ડાયરીઓ, ચોપડીઓ, ફાઇલ અને સ્ટેશનરી બધું જ બેડ પર ફેલાવીને રાખ્યું છે અને બંને સહેલીઓ અલક-મલકની વાતો કરી રહી છે. એટલામાં ક્રિના નેહાની એક ડાયરી જુએ છે જેમાં નેહાએ પોતાની ઈચ્છાઓ લખી છે કે તેને કેવો પતિ જોઈએ છે? ક્રિના આ જોતાં જ નેહાને પૂછે છે.

“નેહા, સાચે આ તે લખ્યું છે?”

“તું શેની વાત કરે છે? અને આ મારી ડાયરી છે તો ઓફ કોર્સ મે જ લખ્યું હોય ને...” નેહા કામ કરતાં કરતાં ક્રિના સામે જોયા વિના જવાબ આપે છે.

“હું વાંચું? તને કોઈ વાંધો તો નથી ને?” ક્રિના સહજ પૂછે છે.

“વાંચને ગાંડી, તારાથી શું છુપાવવાનું આમ પણ મે તો કેટલુંય લખ્યું છે જે મને યાદ પણ નથી... હા હા...” નેહા તેના કામમાં વયસ્ત છે અને ક્રિના વાંચવાનું ચાલુ કરે છે નેહા તે સાંભળે છે.

        “ ઓહ માય ડિયર ફ્યુચર હસબંડ, આમ તો મારા માટે લૂક બહુ મેટર કરતો નથી પણ થોડી દાઢી હોય તો રાખજે ને, કયારેક મને એમાં હાથ ફેરવવા દેજે ને, મને અતિશય પૈસાનો મોહ નથી મને મોંઘી દાટ ગિફ્ટ્સ નહીં આપે તો ચાલશે પણ કયારેક એમ જ વિના કારણે મારા માટે ચોકલેટ કે ફૂલ લાવજે ને, મારી સાથે લેટ-નાઈટ લોંગ ડ્રાઇવ પર આવજે આપણે સાથે મળીને આપણી વાતો કરીશું... આપણાં કામની વાતો, ઘરની વાતો, આપણાં ફ્યુચર પ્લાન્સ વગેરે... તું મારા કામની રિસ્પેક્ટ કરજે હું તારા કામની રિસ્પેક્ટ કરીશ. ક્યારેક મારાથી કોઈ ભૂલ થઈ જાય તો મને ટકોરજે અને પ્રેમથી ભૂલ સુધારવામાં અને મને આગળ વધવામાં મદદ કરજે... જ્યારે મારો મૂડ ના હોય ત્યારે મને પેમ્પર કરજે... મારા મૂડ સ્વિંગ્સને ઇગ્નોરના કરતાં તે સમયે મારી થોડી વધારે સંભાળ લે જે...

ક્રિનાએ હજુ પૂરું વાંચ્યુ પણ નથી તે વચ્ચે નેહા સામે જુએ છે ત્યારે નેહા તો કામ પડતું મૂકીને એકદમ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઈ છે. આ જોઈને ક્રિના ચપટી વગાડતાં નેહાને પૂછે છે “ઓય... ક્યાં ખોવાઈ ગઈ?”

“કઈ નહીં યાર હું એ વિચારું છું કે કઇંક લખેલું હકીકતમાં સાચું કેવી રીતે થઈ શકે? એવું તો ફિલ્મોમાં થાય...”

“નેહા... તું કઈ સમજાય તેવું બોલીશ? આ શું હકીકત, લખેલું ને ફિલ્મો... બહેન, કઈં ખબર પડે એવું બોલ મને કઇં સમજાતું નથી.”

“યાર, ક્રિના મને સાચે નથી સમજાતું કે આવું કેવી રીતે પોસિબલ છે?”

“તું સીધે સીધું કહીશ હવે કે શું થયું છે? આ શું પોસિબલ છે કે નથી... મારૂ મગજ ખરાબ ના કરીશ” ક્રિનાએ ગુસ્સામાં કીધું.

નેહા થોડી સ્વસ્થ થઈને કહે છે “યાર, તને ખબર છે તું આ જે બધું વાંચી રહી છે ને તે હકીકતમાં મારી સાથે થઈ રહ્યું છે. મે 2-3 વર્ષ પહેલા આ ડાયરીમાં જે લખ્યું હતું તે બધું જ મારી જોડે થઈ રહ્યું છે માત્ર સ્વરૂપ અલગ છે... આવું કેવી રીતે શક્ય બને?”

“ઓ મેડમ, કૃપા કરીને જણાવશો કે તમારી જોડે શું થઈ રહ્યું છે? અમે અંતર્યામી તો નથી કે જાણી શકીએ.... બોલતી હોય તો બોલ... નહીંતો મારે નથી સાંભળવું...” ક્રિનાએ ઉંચા અવાજે કહ્યું.

“હા કહું છું સાંભળ, તું અમનને તો ઓળખે જ છે ને?”

“આ પેલો જ ને તારો કોફી બડી... જેની જોડે તું ઝગડતી હોય છે, તારો બેસ્ટ ફ્રેન્ડ ને?” ક્રિનાએ પૂછ્યું.

નેહાએ જવાબ આપતા કહ્યું “ હા, એ જ... યાર, જ્યારે તું આ લેટરની એક-એક લાઇન વાંચતી હતી ત્યારે મારા મગજમાં ખબર નહીં ક્યાથી એજ આવતો હતો. મે જે કઈં લખ્યું છે કે મને કેવો પતિ જોઈએ છે તે બધું જ અમન જાણતા અજાણતા મારા માટે કરે જ છે. આ તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કારણ કે, હું તો આવું કઈં ને કઈં એમ જ લખતી હોવું છું તે સાચું થઈ જશે એવી મને ખબર નહોતી. અમન મારી અને મારા કામની રિસ્પેક્ટ કરે છે, મારા કરિયર માટે સજાગ છે, મારી નાની નાની ભૂલોમાં મને ટકોરે છે, મારી ભૂલો સુધારીને મને આગળ વધવામાં મદદ કરે છે, મને જ્યારે મૂડ ના હોય ત્યારે મારા માટે 5 સ્ટાર લઈ આવે છે, મને પેમ્પર કરે છે, મારી સાથે ઝગડે છે ક્યારેક મને હેરાન પણ કરે છે, મારી બકવાસ સાંભળે છે તો ક્યારેક વઢે પણ છે. એની ભૂલ હોય તો તે સ્વીકારે પણ છે, ક્યારેક તો મારા હાથનો માર પણ ખાઈ લે છે.... પરંતુ આ બધાથી પહેલા તે મારો બેસ્ટ ફ્રેન્ડ છે.....” આટલું કહીને નેહા સૂનમૂન થઈ જાય છે.

“બહેન, આ તો સારું છે ને કે તને તારો Prince Charming તારા બેસ્ટ ફ્રેન્ડમાં જ મળી ગયો.”

“ઓ ઘનચક્કર... એ જ તો પ્રોબ્લેમ છે કે એ મારો બેસ્ટ ફ્રેન્ડ છે.” નેહાએ કહ્યું.

“એમાં વળી શું પ્રોબ્લેમ? ઊલટાનું સારું ને એને તો ખબર જ છે કે તું કેટલી ડાહી અને કેટલી હરામી છે... હા હા હા...” ક્રિના હસવા લાગે છે.

નેહા જવાબ આપતા કહે છે “અરે પણ અમે બંને એકબીજાને એટલી સારી રીતે ઓળખીએ છીએ કે અમને એકબીજાનું સારું નરસું બધું જ ખબર છે એટ્લે અમે સાથે ના રહી શકીએ. હા અમે બેસ્ટ ફ્રેન્ડ તરીકે હમેશા સાથે છીએ અને રહીશું always and forever….”

“હા મારી મા.... માની લીધું ‘NEHA AND AMAN FRIENDS FOREVER…’ બસ હવે ખુશ? પણ એક વાત તો માનવી પડે હોં કે આ રાઇટર અને સિનેમેટોગ્રાફરે હજુ સુધી સાથે કોઈ ફિલ્મ નથી બનાવી પણ તેમની ફ્રેન્ડશિપ કોઈ ફિલ્મની વાર્તાથી ઓછી નથી...”

---------------

જોયું ને તમે... કે ક્યારેક અમસ્તું જ લખેલું પણ સાચું થઈ શકે કદાચ તેના પાત્રો અલગ હોઈ શકે છે પણ ભાવ નહીં. નેહાએ તો અમનને મળ્યા પહેલા જ તેમની ફ્રેન્ડશિપ લખી દીધી હતી. લોકો કહે છે કે કલ્પવૃક્ષ થોડી છે કે જે ઈચ્છો તે થાય... પરંતુ નેહા માટે તો તેણે જે ઇચ્છયું, જે લખ્યું તે થયું એટ્લે નેહા માટે તો તેની ડાયરી જ બની તેનું કલ્પવૃક્ષ...