Punishment of just one mistake - 4 in Gujarati Short Stories by Alfazo.Ki.Duniya books and stories PDF | માત્ર એક ભૂલ ની સજા - 4

Featured Books
Categories
Share

માત્ર એક ભૂલ ની સજા - 4

મીરા ઘણો વિચાર કરે છે અને અર્જુન ને ફોન કરે કર્યો.મીરા તે અજાણ છોકરી સાથે જે કઈ વાત થઈ હતી તે જણાવી. મીરા બોલતા બોલતા રડી પડે છે. પરંતુ ત્યાં તો બીજી તરફ અર્જુન ને કંઈ ફરક જ પડ્યો.અર્જુન ને તો જાણે આ બાબત થી કંઈ લેવા દેવા જ ન હતું તેમ વર્તન કરે જછે.મરા મૂંઝાવા લાગે છે. તેના મન માં હજારો પ્રશ્નો ઉત્પન્ન થાય તેનેતેને થવાની છે પરંતુ અર્જુન તેને એક પણ જવાબ પણ દેવા રાજી ન થયો.

મીરા અંદરો અંદર પોતાને કોશિયા કરે છે.તે વિચાર કરે છે; હું કદી આમ ન ઈચ્છતી હતી.હું તો ફક્ત સારો વ્યક્તિ ચાહતી હતી, કદાજ હું કોઈ જગ્યા પર ખોટી પુરવાર થઈ છું.આ તો મારા ભાગ્ય ના વાવે લા બી છે જે મારે આવું જોવા મળ્યું છે.

મીરા કેટલાક દિવસ સુધી નિરાશ થય બેઠી રહી તેની પરીક્ષા ટૂંક સમય માં જ શુરૂ થવાની હતી.

મીરા અભ્યાસમાં પૂરતો સમય આપી ન શકતી હતી.તેના મિત્ર તેને મળવા તેના ઘરે જાય છે તેની હાલ - ચાલ વિશે પૂછે છે..મીરા એક અઠવાડિયા થી કોલેજ ગઈ ન હતી. અને તેની તબિયત પણ સારી ન હતી.તેને રડી રડી ને પોતાનો સ્વાસ્થ્ય બંગડીઓ હતો.તેના મિત્રો તેને પૂછે છે અચાનક આવુ કેમ...? મીરા કાઈ બોલી શક્તિ ન હતી.તે ખૂબ જ રડી રહી હતી તેના મિત્રો તેને આશ્વાશન પૂરો પાડે છે.તેને શાંત કરાવે છે ,ફરી તેને અભ્યાસ તરફ વાળવાનો પ્રયત્ન કરે છે,જે થયું એ સારા માટે જ થાય છે,એમ કહી તેણે પુસ્તક હાથ માં આપે છે.મીરા પોતાને પેહલા જેવી બનવાનો પ્રયાસ કરે છે..પછી ..

થોડા દિવસ પસાર થાય છે હજી મીરા તે બાબત ને દિમાગ માંથી કાઢી ન શકતી હતી ત્યાં તો સામે થી તે અજાણ છોકરીનો મેસેજ મીરાના ફોન પર આવે છે.તે છોકરી મીરા પાસે માફી માંગે છે અને મીરા ને ઘણા બધા પ્રશ્નો પૂછવાની શુરુઆત કરે છે મીરા દરેક પ્રશ્નો ના સાચા ઉત્તર આપે છે જોકે તે અજાણી છોકરી મીરા વિશે બધું જાણતી હતી તેથી તે મીરા પર ભરોસો કરી લે છે.

મીરા તેને માત્ર એક પ્રશ્ન પૂછે છે;

તમે કોણ છો ?

તમારા અર્જુન સાથે કયા સંબંધ છે ?

સામે છેડેથી છોકરી જવાબ આપે છે;

મારું નામ અક્ષિતા છે. હું અર્જુન ની ગર્લફ્રેન્ડ છું અને અમારા સંબંધ પાછલા આઠ વર્ષ થી છે.

મીરા આ જાણી સ્તબ્ધ થઈ ગઈ.તે કઈ બોલી ન શકી.તેના આંખો માંથી આંસુઓ નો દરિયો છલકાવા લાગ્યો.તેના મન માં પસ્તાવો થવા લાગ્યો અને તે રડતા રડતા બોલી પડી આ મારી માત્ર એક ભૂલ ની સજા..

લિખિત બાંહેધરી: ઉપરોક્ત વાર્તા સુહાના) સ્વરચિત કૃતિ છે. આ કૃતિ સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેનું કથાનક કે પાત્રો સાથે કોઈપણ જીવંત કે મૃત વ્યક્તિ કે વ્યક્તિસમૂહને કોઈ સંબંધ નથી. અને જો આવું જણાય તો તે એક સંયોગમાત્ર હશે.


કદી સમય સાથ છોડી જાય છે તો,

કદી વ્યક્તિ સાથ છોડી જાય છે.

કદી આપણા પારકા બની જાય છે તો,

કદી પારકા આપણા બની જાય છે.

આ તો જીવનના રંગમંચ નો ખેલ છે સુહાના

કદી આપણે જીવન સાથે

કદી જીવન આપડા ને રમાડી જાય છે.

સમય સમય ને માન હોય છે.

કદી સમય આપણો હોય છે.

તો કદી આપણે સમય ના હોઈએ છે..

જીવનનો તો આ દસ્તુર રહી ગયો છે.


જેટલા આપણે સારા બનવા પ્રયત્ન કર્યે છે,


દુનિયા એટલી જ ખરાબ બનાવી જાય છે..